Anitya Bhavana

Acceptance of Impermanence

અનિત્ય ભાવના

શરીર, વૈભવ, લક્ષ્મી, કુટુંબ, પરિવારાદિક સર્વ વિનાશી છે. જીવનો મૂળ ધર્મ અવિનાશી છે, એમ ચિંતવવું તે પહેલી અનિત્યભાવના.
- શ્રીમદ્દ રાજચંદ્ર, વચનામૃત.

(Transliteration: Sharir, vaibhav, laxmi, kutumb, parivaradik sarv vinashi chhe. Jeevno mul dharm avinashi chhe, em chintavvu te paheli Anityabhavana.)

The body, the grandeur, family, clan etc. are all perishable. The fundamental nature of the soul is immortality, such contemplation is the first Impermanence bhavana.
— Shrimad Rajchandra

Anitya Bhavana

Change is the only permanent truth of this world. Impermanence is a matter of daily experience for us: The house we live in does not stay forever; it deteriorates over time or is eventually destroyed. The food we eat does not stay good forever. Our bodies are changing subtly but surely in an irreversible way. Our relationships change; our emotions change – the grandparents or friends we were so attached to as children do not matter as much to us today. Desires change – we want good food one day, a better house another day; we yearn for success one day, money another day. Our nature changes – sometimes, we are more patient, sometimes more irritable.

The material world – the one that we can see and feel – is constantly changing.

Whatever we see and use in this world is real only in a limited sense of being and a limited sense of time. Science has shown there is continuous movement even inside an atom, the tiniest of matter identified by us in the material space. This state of affairs is a function of the fundamental nature of the objects to which we are attached. In our folly, we are attached to this body, its circumstances and its relationships. Being distinct from us and also ephemeral by nature, they will not remain with us forever. Our attachment and aversion cause us to suffer.

The idea that all that we love so dearly including oneself will go away can either sink you or uplift you. We have the wherewithal – the human body, a discriminating intellect (vivek), a Sadguru’s grace, and the access to a magical device, our meditation – to uplift ourselves. If we choose to.

We need to think and decide: Should I spend the rest of my life trying to safeguard all the temporary effects around me – my poor health, my finances, my family, my prestige; or should I safeguard the future of the only thing that is mine and will always be with me – my soul.   

When Param Krupalu Dev Shrimad Rajchandraji was in the hills of Idar with Thakershibhai Laherchandbhai - the area was known to be inhabited by wild animals such as tigers - they passed some dead animals. Feeling scared, Thakershibai refused to move forward despite Shrimadji's reassurances.

"તમોએ એવી માન્યતા કરી કે મારું છે તે જતું રહેશે અને અમોએ એમ ચોક્કસ નિર્ણય કરેલ છે કે અમારું છે તે પાસે જ રહેવાનું છે, તે કદી જવાનું નથી." Shrimad says to Thackershibhai

"તમોએ એવી માન્યતા કરી કે મારું છે તે જતું રહેશે અને અમોએ એમ ચોક્કસ નિર્ણય કરેલ છે કે અમારું છે તે પાસે જ રહેવાનું છે, તે કદી જવાનું નથી." Shrimad says to Thackershibhai

When they met again, Shrimadji clarified the fear of loss. Thakershibhai feared losing his body, but Shrimadji explained that even that was not his to lose.  Apart from the soul, nothing else is ours and so nothing remains with us forever.

Instead of fretting about the ephemeral nature of our world, we should use our finite time intelligently by doing the only thing that has permanent value – our sadhana. Thanks to the guidance of an enlightened master like P.P. Bhaishree, we have the means to find permanence in this bracket of impermanence.

અનિત્ય ભાવના

આ જગતમાં બધું જ સતત બદલાતું રહે છે. જગતનું જે અનિત્યપણું છે, તે જ તેનું નિત્યપણું છે. ડગલેને પગલે જીવનમાં થતા ફેરફારને આપણે અનુભવીએ છીએ. જે ઘરમાં આપણે રહીએ છીએ તે થોડા વખત પછી જર્જરીત થઈ પડી જાય છે. જે સ્વાદિષ્ટ વાનગીઓ આપણે ખાઈએ છીએ તે એક- બે દિવસમાં જ ખાવા લાયક રહેતી નથી. જે શરીરમાં આપણો આત્મા પુરાયો છે, તે ઉંમરની સાથે વૃધ્ધ અને અશક્ત બની છેલ્લે મૃત્યુ પામે છે. અંતર મનના ભાવો એકસરખા રહેતા નથી અને માટે જ સંબંધો બંધાય છે અને છૂટી પણ જાય છે. દાદા, દાદી અને બાલ્યકાળના મિત્રો કે જેમની સાથે આપણે એક સમય ખુબ નજીકથી જોડાયેલા હતા, મોટા થતાં તેઓ દિવસો કે મહિનાઓ સુધી યાદ આવતા નથી. આપણી ઈચ્છાઓ પણ સતત પર્યાયાન્તર પામતી રહે છે. એક સમયે ખુબ સ્વાદિષ્ટ ભોજન લેવાની ઈચ્છા થાય છે, તો થોડા વખત બાદ મોટું, સારું ઘર લેવા માટેના સ્વપ્નોમાં ખોવાય જઈએ છીએ. આજે સંપત્તિ મેળવવાનો લોભ છે તો કાલે માન, પ્રતિષ્ઠા, કિર્તી એ રૂપિયા કરતાં વધારે મહત્વના થઈ જાય છે. આપણી પ્રકૃતિ અને  સ્વભાવ પણ સતત બદલાતા રહે છે. જ્યાં મોહ છે ત્યાં મન સ્થિર ક્યારેય હોતું નથી. કોઈક વ્યક્તિ માટે અખૂટ ધીરજ છે તો કોઈકને આપણે એક પળ પણ સહન કરી શકતા નથી. ગરમી અસહ્ય હોય તો અકળાય જઈએ છીએ અને વાતાનુકૂલ હોય તો પ્રમાણમાં શાંત રહીએ છીએ. બાહ્ય અને અંતરંગમાં પળે પળે બધું જ બદલાતું જાય છે. અને તે આપણા સૌનો પોતાનો અનુભવ છે.

આ દેખીતાં જગતમાં કેટલું બધું પરિવર્તન થઈ રહ્યું છે. આપણે જે જોઈએ છે અને જેનો વપરાશ કરીએ છીએ તેના અસ્તિત્વનો ખરેખર વિચાર કરીએ તો તે મર્યાદિત કાળ માટેનું છે. વિજ્ઞાને પૂરવાર કરી આપ્યું છે કે, પુદ્દ્ગલના નાનામાં નાનો ભાગ પરમાણુની અંદર પણ સતત બદલાવ ચાલુ છે.

જે કાંઈ પદાર્થો સાથે આપણે બંધાયા છીએ તેનો સ્વભાવ જ છે કે, તે સતત રૂપાંતરિત થયા કરે છે. આપણી સહુની મોટી ભુલ એ છે  કે, જે સતત બદલાય રહ્યું છે તેવા અશુચિમય શરીરમાં આપણે મારાપણાનો ભાવ કરેલ છે. તે શરીરના સંજોગો અને સંબંધોને આપણે પોતાના માનીએ છીએ. આત્માથી શરીર તદ્દન જુદું જ છે. અને તે શરીર સાથેનું આપણા આત્માનું એક ક્ષેત્ર અવગાહીપણું આયુષ્ય નામ કર્મ પૂર્ણ થાય ત્યાં સુધી જ છે. હર્ષ-શોક, સુખ-દુખ, ગમો-અણગમો, આ બધું પર પદાર્થમાં રહેલા મારાપણાના ભાવને કારણે જ છે.

જેને આપણે ખુબ ચાહિએ છીએ તે શરીર અને શરીર સાથે જોડાયેલી તમામ ચીજોને છોડી દેવી પડશે એ વિચાર કાં તો વધુ મોહ કરાવે  છે અને કાં તો એ વાસ્તવિક્તાની સાચી સમજણ લઈ આપણામાં વૈરાગ્ય જગાડે છે. મનુષ્ય દેહ, વિવેક કરી શકે તેવું મન, સદગુરૂની કૃપા અને આ તમામ અનિત્ય પદાર્થોથી છોડાવી દે તેવો ધ્યાનમાર્ગ, આવા બળવાન સાધન આપણી પાસે છે, તો શું આપણે આત્મવિકાસ ન સાધી શકીએ ? જરૂર સાધી શકીએ જો ઈચ્છા ને દ્રઢ મનોબળ હોય તો.

મારે ગંભીરતાપૂર્વક વિચાર કરવાનો છે કે શું હવે પછીના જીવનમાં પણ હું આ ક્ષણભંગુર વસ્તુઓને જાળવતો રહીશ? થોડા કાળ રહેનારી પરીસ્થિતિઓને મોહાંધ બની માણતો રહીશ ? મારું કથળતું જતું આરોગ્ય, સંપત્તિ, કુટુંબ, પ્રતિષ્ઠા એ કોઈ મારા નથી અને છતાંયે શું એ બધાંને  સાચવતો રહું કે, જે નિત્ય છે અને સદૈવ મારો રહેવાનો છે એવા મારા આત્માને સાચવું- કર્મોથી બચાવું.

એક વખત પરમકૃપાળુદેવ લીંબડીના શ્રી ઠાકરશીભાઈ લહેરચંદભાઈ સાથે ઇડરના પહાડો ઉપર ગયા હતા કે, જ્યાં ઘણીવાર એક વાઘ આવતો. રસ્તામાં ચાલતા મરેલા પશુઓના હાડપિંજરો જોઈ ઠાકરશીભાઈ ખુબ ડરી ગયા અને પરમકૃપાળુદેવ સાથે આગળ જવાની તેઓએ ના પાડી. પરમકૃપાળુદેવે તેમને ખાત્રી આપી છતાંપણ એટલો અધિક ભય હતો કે, તેઓ શ્રીમદ્જીની પ્રત્યક્ષ નિશ્રા હોવા છતાં પાછાં વળી ગયા. ફરી પાછાં શ્રીમદ્જી તેઓને મળ્યા ત્યારે તેમણે બોધ આપતાં કહ્યું કે, "તમોએ એવી માન્યતા કરી કે મારું છે તે જતું રહેશે અને અમોએ એમ ચોક્કસ નિર્ણય કરેલ છે કે અમારું છે તે પાસે જ રહેવાનું છે, તે કદી જવાનું નથી."

ઠાકરશીભાઈને જે ભય હતો એવો અથવા એનાથી વધારે ભય આપણા સહુમાં છે. જે આપણું નથી તેને મોહ ભાવે સાથે રાખવાનો ભયપૂર્વકનો પ્રયત્ન શુકામ કરવો જોઇયે? ભેદજ્ઞાન કરી જો શરીર જુદું સ્પષ્ટ ભાસે તો અજર, અમર, અવિનાશી એવા આત્માને કોઈ ભય સતાવતો નથી.

આ બદલાતા અનિત્ય જગતમાં મુંઝાઈ જવાને બદલે મનુષ્યભવનો જે મર્યાદિત સમય આપણી પાસે છે તેનો બુધ્ધિપૂર્વક સદુપયોગ કરવો. શેષ જીવન દરમ્યાન એકમાત્ર પુરુષાર્થ કરવો, અને તે છે ધ્યાન  સાધના. અત્યાર સુધી આપણાં અરૂપી આત્માએ રૂપસ્થને ગ્રહણ કર્યું છે પણ હવે, દ્રશ્યને અદ્રશ્ય કરીને અદ્રશ્ય એવા આત્માને દ્રશ્ય એટલે કે, તેનો અનુભવ કરવો છે.

પૂજ્ય ભાઈશ્રીની અનન્ય કૃપા પ્રાપ્ત થઈ છે. તો હવે ધ્યાન દ્વારા આપણી એકાગ્રતાને અંતરમુખ કરીને આ નશ્વર દેહમાં રહેલા

શાશ્વત ઈશ્વરને ઓળખી લઈએ- પામી જઈએ.

ઉપજે મોહ વિકલ્પથી, સમસ્ત આ સંસાર,

અંતર્મુખ અવલોકતાં, વિલય થતાં નહીં વાર.


Feedback and share

We would love to hear your thoughts, contemplations, insights, poetry, video clips, quotes and images. Collectively we learn. You can email us at: contemplate@rajsaubhag.org


Inspiration Wall

Below we share from our audience. We learn from each other. Be inspired to read - others might have perspectives which we may not have thought of before.

An introduction to the 12 bhavanas taken from Param Pujya Bhaishree's 'Shant Sudharas' shibir or the Nectar of Tranquility which was composed by Vinayvijayji Maharaj Saheb and which contains powerful contemplations upon the nature of existence.
Introductory 8 verses - immersing in Dharma Dhyan through the 12 Bhavanas. These verses provide a Mangalacharan and Upodhghat Introduction to the topic of 'Shant Sudharas' or the 'Nectar of Tranquility' composed by Vinayvijayji Maharaj Saheb. This was explained by Param Pujya Bhaishree in the UK Shibir of 2015
1. Anitya Bhavana. Extract from Param Pujya Bhaishree's UK Shibir 'Shant Sudharas, 'The Nectar of Immortality', written by Pujya Vinayvijayji Maharaj Saheb on the 12 Bhavanas.