Brahmnishth Corner

We are so blessed to be surrounded by enlightened souls, the embodiments of truth, the truest of disciples, and the perfect role models. These souls have strived and served under Param Pujya Bapuji and Param Pujya Bhaishree, and declared as Brahmnishths, enlightened souls. Their swadhyay comes from their study, introspection, contemplation and above all their inner experience. They share their wisdom and help us practically imbibe the essence of spirituality in our lives so that we too may experience our own true nature, the soul.


Swadhyays

Br. Bhupatbhai smiles in such joyful delight before he delivers his quotes from Param Krupaludev, that you know that whatever he is about to say is a pearl of wisdom that delivers such insight into this inner path that an enlightened soul such as Bhupatbhai cannot hide his sheer excitement.

Bhupatbhai's slow and precise way of speaking really emphasises the importance of every word in a sentence. Krupaludev doesn't use a single word needlessly, and Bhupatbhai shows this to us. Like a conductor of an orchestra, Bhupatbhai uses each word, expression, pause and movement of his hand to emphasise the message he is delivering. There is such crisp clarity in his swadhyay, no hesitation or doubt. Each point is strung together with such melody that it feels like Bhupatbhai is rejoicing, even bathing in the words of Krupaludev. His memory is so powerful it is as though Krupaludev's words are carved into his heart permanently.

In this swadhyay Br. Bhupathbhai expands on Vachanamrut Letter 166, where Krupaludev writes 5 statements, that are endorsed by unnumerable Enlightened Teachers as insights for our salvation, and the cause of our Moksha.

બ્રહ્મનિષ્ઠ ભૂપતભાઈ પરમ કૃપાળુદેવના વચનામૃતમાંથી કોઈપણ ઉક્તિ કહે તે પહેલાં આપ તેઓના ચહેરા પર હમેશા એક આલ્હાદ્ક મુસ્કાન લહેરાતી જૂઓ છો જેનાથી આપને અણસાર આવી જાય છે કે તેઓ જરૂર અભ્યંતર માર્ગ પર પ્રગતિ કરવા માટેની અંતર્દ્રષ્ટિ પૂરી પાડતી કોઈ વિવેકસભર વાત કહેવા જઈ રહ્યા છે કે જે અંગેની ઉત્સુકતા ભૂપતભાઈ જેવી પ્રબુદ્ધ વ્યક્તિ પણ ગોપવી નથી શકતા.

ભૂપતભાઈની શૈલી ધીમી પણ સ્પષ્ટ છે જેથી વાક્યના દરેક શબ્દનું મહત્વ સ્પષ્ટ જણાય છે. કૃપાળુદેવે એક પણ શબ્દનો બીનજરૂરી ઉપયોગ નથી કર્યો અને ભૂપતભાઈની વાણી પરથી આપણને આ બાબત સ્પષ્ટ સમજાય છે. કોઈ વાદકવૃંદના વાહકની જેમ ભૂપતભાઈ, પોતે જે સંદેશો શ્રોતાઓ સુધી પહોંચાડવા માગે છે તે પહોંચાડવા માટે, દરેક શબ્દનો, અભિવ્યક્તિનો, વિરામનો અને હાથના હલનચલનનો કુનેહપૂર્વક ઉપયોગ કરતા આપ જોઈ શકો છો. તેઓ દ્વારા અપાતા બોધની ચોકસાઈ અને સ્પષ્ટતા એવા છે ત્યાં કોઈ શંકા કે ખચકાટને સ્થાન નથી. તેઓ દ્વારા અપાતા બોધના મુદ્દાઓની ગુંથણી પણ એટલી લયબદ્ધ હોય છે કે આપણને એમ લાગે કે ભૂપતભાઈ પોતે જ કૃપાળુદેવના વચનોનો આનંદ લૂંટી રહ્યા છે અને તેની વર્ષામાં પોતે જ જાણે સ્નાન કરી રહ્યા છે. તેઓની મેધાશક્તિ પણ એટલી બળવાન છે કે કૃપાળુદેવના અનેક શબ્દો તેમના હ્રદયમાં કાયમી અંકિત થઈ ગયા છે.

તેઓના સ્વાધ્યાયમાં બ્રહ્મનિષ્ઠ ભૂપતભાઈ વચનામૃતના પત્ર નંબર 166 નો વિચાર વિસ્તાર કરે છે જે પત્રમાં પરમ કૃપાળુદેવે પાંચ વાક્યો લખ્યા છે જે વાક્યોને અસંખ્ય સત્પુરુષોએ મુક્તિની કૂંચીરૂપ અને મોક્ષનાં સર્વોત્તમ કારણરૂપ જણાવ્યા છે.

To hear Br Rasikbhai's swadhyay is indeed a priviledge. His knowledge, understanding and deep experience, allows him to deliver precise points, strung together in such a cohesive and logical format, that you can visualise the map that he draws. He navigates you through the inner path in the most direct fashion, pointing out the obstacles for you to be aware of. His scientific background enables him to explain the Moksh marg just like a physics equation. Cultivate A + B + C and this = D. There is no doubt, just unwavering clarity.

This swadhyay we share is the first in a series of his inner reflections titled 'Chaitanya Ni Atma Shuddhi', where he describes the qualities that are key for a sadhak to cultivate, starting with Samarpanta, Samyak Shraddha and Akhand Vishwas.

બ્રહ્મનિષ્ઠ રસિકભાઈને સાંભળવા એ ખરેખર એક લ્હાવો છે. તેમનું જ્ઞાન, તેમની સમજણ અને તેમના ઊંડા અનુભવને કારણે તેમનું વક્તવ્ય એકબીજા સાથે તર્કસંગત સુમેળથી જોડાયેલા ચોક્કસ મુદ્દા-આધારિત હોય છે, જેના કારણે તેઓ જે બોલે છે તેનું સ્પષ્ટ ચિત્ર આપણા માનસપટ પર અંકિત થતું આપણે નિહાળી શકીએ છીએ. તેઓની વાણી અંતરમાં ઉતરવાનો સીધો જ માર્ગ દર્શાવે છે અને માર્ગ પર આવતી અડચણોથી પણ અવગત કરાવે છે. વિજ્ઞાન અને ઇજનેરી વિષયોની પશ્ચાદભૂમિકા ધરાવતા હોવાથી મોક્ષ માર્ગને પણ ભૌતિકશાસ્ત્રના સમીકરણની જેમ તેઓ સમજાવે છે. ક + ખ + ગ કરવાનો અભ્યાસ કરશો તો = ઘ મળશે. ખરેખર એક વિલક્ષણ વિશદતા, જ્યાં શંકાને કોઈ સ્થાન નથી.

‘ચૈતન્યની આત્મશુદ્ધિ’ નામનો આજનો સ્વાધ્યાય તેમના અંતરના પ્રતિબિંબની શ્રેણીનો પ્રથમ અધ્યાય છે, જેમાં તેઓએ અધ્યાત્મ માર્ગમાં સફળતા મેળવવા સાધકે કેળવવા જેવા ગુણો જેવાકે સમર્પણતા, સમ્યક્ શ્રદ્ધા અને અખંડ વિશ્વાસ વિષેનું વર્ણન કરેલ છે.

Overflowing with a childlike innocent joy, just seeing Br Minalben's smile brings a smile to your face. She shoulders so much responsibility, and yet flows with the lightness of a feather. She gives her time and service to so many, and yet her awareness is always awake within. She has a mischevious twinkle in her eye as she laughs at the illusory nature of this world, and remains in her steadfast experience of Truth and her devotion to Param Pujya Bapuji, Gurumaa and Bhaishree. Her poetry can succinctly deliver the essence of a shibir in melody form, with the most important points made so easy to remember. Her examples and her explanations make her swadhyays accessible, inspiring and applicable in daily life. She is a living example of practical spirituality.

In this swadhyay Br Minalben descibes the 'Pujan of our Sadguru' as not only the pujan of the feet of our Pratyaksh Sadguru, but also the pujan of their Gun, their virtues and their qualities.

બાળક જેવા નિર્દોષ આનંદથી પરિવાહીત થતા બ્ર. મિનળબેનના સ્મિતને જોવા માત્રથી પણ તમારા ચહેરા પર સ્મિત આવી જાય છે. ઘણી જવાબદારી વહન કરવા છતાં પણ જેમની ગતિવિધિમાં પીંછા જેટલી હળવાશની સૌને પ્રતીતિ થાય છે. પોતાનો સમય અને સેવા ઘણાં લોકોને આપવા છતાં પણ જેઓ સહજપણે અંતરથી જાગૃત છે. આ ભૌતિક વિશ્વની ભ્રામક લાક્ષણિકતાનો ઉપહાસ કરતી વખતે જેઓના નેત્રમાં એક મસ્તીસભર ચમક જોવા મળે છે. જેઓ હમેશા સત્ ની અચળ અનુભૂતિ અને પરમ પૂજ્ય બાપૂજી, ગુરુમા અને ભાઈશ્રી પ્રત્યેની ભક્તિમાં જ લીન હોય છે. જેઓની કવિતા, શિબિરના મહત્વના મુદ્દાઓને સહેલાઈથી સ્મૃતિમાં રાખી શકાય તેવી રીતે શિબિરના સારને સંક્ષિપ્તમાં મધુર સ્વરૂપે નિરૂપણ કરે છે. વિવિધ દ્રષ્ટાંતો અને મુદ્દાસરના વિવેચન થકી જેમના સ્વાધ્યાય દૈનિક જીવનમાં અભિગમ્ય, પ્રેરણાદાયી અને અમલી બનાવી શકાય તેવા હોય છે. તે પોતે જ વ્યવહારિક અધ્યાત્મના જીવંત ઉદાહરણ સ્વરૂપે છે.

અહીં મૂકવામાં આવેલા બ્ર. મિનળબેનના સ્વાધ્યાયમાં તેઓ જણાવે છે કે 'આપણા સદગુરુનું પૂજન' એ ફક્ત સદગુરુના ચરણોનુ જ પૂજન નથી પણ તેઓના ગુણ, સત્ત્વ અને લક્ષણનું પણ પૂજન છે.

Br Harshaben is an epitome of happiness. Her sharp wit and animated personality bring a smile to your face. She is a spiritual artist, writing poetry that sings of her soulful devotion. Her yogic disipline and her scriptural knowledge help uncover the deep layers of inner realisation. She patiently guides the Mumukshus and spiritual seekers in North America, being an ever-available ear to hear their questions, and lovingly helping them overcome obstacles in their path. Her steadfast faith and continuous service to the agna of Param Pujya Bapuji and Param Pujya Bhaishree is an example to us all.

In this swadhyay Br Harshaben shares her exploration of 'Samadhi Maran'.

બ્રહ્મનિષ્ઠ હર્ષાબેન એટલે કે જાણે આનંદની જીવંત પ્રતિમા. તેઓની પ્રાજ્ઞ વિનોદવૃત્તિ અને પ્રફુલ્લિત વ્યક્તિત્વ તમારા ચહેરા પર હાસ્ય લાવે છે. તેઓ એક આધ્યાત્મિક કલાકાર છે અને તેઓ દ્વારા રચિત કાવ્યો તેમની અંતરંગ ભક્તિનું ગાન ગાય છે. તેઓની યોગીક શિષ્ત અને શાસ્ત્રજ્ઞાન આંતરિક અનુભૂતિના નિગૂઢ રહસ્યોને છતા કરવામાં સહાયરૂપ થાય છે. ઉત્તર અમેરિકાના મુમુક્ષુઓને અને આધ્યાત્મિક સંશોધકોને તેઓ ધીરજપૂર્વક માર્ગદર્શન આપે છે, તેમના પ્રશ્નોના સાંભળવા માટે તેઓ સદા ઉપલબ્ધ હોય છે અને તેઓને સાધના માર્ગમાં નડતા અંતરાયોને દૂર કરવા સસ્નેહ સહાય કરે છે. તેઓની અચળ શ્રદ્ધા તેમજ પરમ પૂજ્ય બાપૂજી તેમજ પરમ પૂજ્ય ભાઈશ્રી આજ્ઞા પ્રત્યેની તેઓની સમર્પણતા આપણા સૌના માટે દાખલારૂપ છે.

આ સ્વાધ્યાયમાં બ્રહ્મનિષ્ઠ હર્ષાબેન 'સમાધિ મરણ' વિષય પરનું તેમનું અનુચિંતન રજૂ કરે છે.

Submerged in the serenity of quiet inner stillness, surrounded by a white aura of purity, untouched by the outer world, Br Lalitaben resides unperturbed in the awareness of the self. Alert to any sources of karmic bondage, Br Lalitaben is the idol of discipline. From swadhyay she will swiftly retreat to her room, far from the conversation and chit chat, to find her inner sanctum and immerse in dhyan. Awestruck, you can just sit and watch Br Lalitaben for hours. Observing her is such a joy and a swadhyay in itself.

Occasionally her face lights up in an innocent child-like laugh when she hears a joke from Bhaishree or recalls a memory with Bapuji. She lives in their service and never looks back, always striving forward, every moment, every day.

In this Satsang, Br Lalitaben shares her exploration on the topic of 'Samyak Darshan'.

પ્રશાંત આભ્યંતર સ્થિરતાની નીરવ શાંતિમાં લીન, શુદ્ધતાની ધવલ પ્રભાથી પરિવૃત્ત, બાહ્ય જગતથી અલિપ્ત એવા બ્રહ્મનિષ્ઠ લલિતાબેન આત્માની અચળ જાગૃત દશામાં નિવાસ કરી રહ્યા છે. કર્મબંધ અને આશ્રવના સર્વે સ્ત્રોતોથી સાવધાન એવા બ્રહ્મનિષ્ઠ લલિતાબેન એ શિષ્તની જીવંત પ્રતિમા સમાન છે. સ્વાધ્યાય કરાવ્યા બાદ ક્યારેય કોઈની સાથે વાતચીત કે ગપસપ ન કરતાં આપણે લલિતાબેનને પોતાના નિર્મળ અંતરતમ ગૃહમાં, ધ્યાનની ધારામાં ડૂબી જવા અર્થે શીઘ્ર તેમના નિવાસ ખંડ તરફ જતા નિહાળીએ છીએ. આપ કલાકો સુધી વિસ્મિત થઈ બેસીને લલિતાબેનને નિહાળી શકો. તેઓને નિહાળવા એ જ એક લ્હાવો છે, સ્વાધ્યાય છે.

જ્યારે તેઓ ભાઈશ્રી દ્વારા કરવામાં આવેલી કોઈ હળવી રમૂજને સાંભળે છે અથવા બાપૂજી અંગેની કોઈ સ્મૃતિ થઈ આવે છે ત્યારે તેમના ચહેરા પર બાળક જેવું નિર્દોષ સ્મિત ચમકી જાય છે. તેઓ હમેશા તેમની સેવામાં જ રહે છે અને સદાય, દરરોજ, પ્રત્યેક પળે, તેઓ, પાછું જોયા વગર, આગળ વધવાના પ્રયત્નોમાં જ લાગેલા હોય છે.

આ સત્સંગમાં, બ્રહ્મનિષ્ઠ લલિતાબેન 'સમ્યક્ દર્શન' વિષય પર પોતે કરેલા ખેડાણ અંગે સૌને અવગત કરાવે છે.

Br Karsanbhai is such a gentle, simple soul, quiet, unassuming and humble. Dedicated and disciplined, methodical and logical, his faith unwavering and his warm smile beaming, Br Karsanbhai is always there to help answer the questions around the physics of our dharma, in a practical way for our daily striving.

As a Professor of Engineering, Br Karsanbhai approaches ​the inner path with an acute scientific eye. Understanding the connection between the soul, bhav (emotion), the mind, the body and karmic bondage; how these elements remain separate and only abide by the rules of their own entity, and yet interact and are influenced by each other is a fascinating phenomenon which Br Karsanbhai explains in his methodical way. This forms the basis of his swadhyay where he shares his exploration of Nimit and Naimetik interaction.

બ્રહ્મનિષ્ઠ કરસનભાઈ એટલે ઉમદા, સાદા, શાંત, વિનમ્ર, વિનિત અને એક અદના માનવી. નિષ્ઠાવાન અને શિષ્તબદ્ધ, નિયમબદ્ધ અને તર્કવાદી, અચળ શ્રદ્ધાવાન અને ચહેરા પર સદાય ચમકતા હૂંફાળા સ્મિત સહિતના કરસનભાઈ આપણા ધર્મ અંતર્ગત આવતા ભૌતિકશાસ્ત્ર સંબંધિત કોઈપણ પ્રશ્નના ઉત્તરને વ્યવહારીક પરિપ્રેક્ષ્યમાં સમજાવવા માટે સદૈવ તૈયાર હોય છે.

એન્જીનીયરીંગના પ્રૉફેસર હોવાને કારણે બ્રહ્મનિષ્ઠ કરસનભાઈ અંતરનું ખેડાણ કરવાની બાબતમાં પણ વૈજ્ઞાનિક દ્રષ્ટિને અપનાવે છે. આત્મા, ભાવ, મન, શરીર અને કર્મબંધ – વિગેરે તત્ત્વો કેવી રીતે એકબીજાથી અલગ રહે છે અને પોતાના અસ્તિત્વના નિયમોથી કેવી રીતે બંધાયેલા છે અને તેમ છતાં તે સૌ તત્ત્વોની એકબીજા સાથેની સંવાદીતા અને એકબીજાથી કેવી રીતે પ્રભાવીત થાય છે – આ બધી દીલચસ્પ બાબતોની બ્રહ્મનિષ્ઠ કરસનભાઈ પોતાની તાર્કિક શૈલીમાં રસપ્રદ રીતે છણાવટ કરે છે. આ બાબતો જ તેઓના સ્વાધ્યાયનો મુખ્ય આધાર બની રહે છે જેમાં તેઓ આત્મા અને પુદ્ગલ વચ્ચેના નિમિત્ત ને નૈમિત્તિક સંબંધ અંગે તેમને કરેલા સંશોધનને સમજાવે છે.


Like a laughing Buddha, Br Vinubhai is full of warmth and joy. His straightforward nature allows him to say things just as they are, and when he is overflowing in bhakti he cannot hold back and vocalises the Aho Bhav that we all hold in our minds. His humble nature and his ability to communicate and connect with people means he is comfortable with all, young, old, foreign or local. He is as comfortable in the big cities as he is in the small village, and seems completely at home with the rural town folk when he goes to deliver the grain to the needy, his compassion and hard work ethic in full display. He has been a pillar in the ashram, reading Kalpasutra in Paryushan and Shripal Raja No Raas in Ayambil every year since Param Pujya Bapuji's time. When Br Vinubhai shares his swadhyay, his words are slow, purposeful and beautifully emphasised to draw out the deeper essence of the message.

In this swadhyay Br Vinubhai starts by asking 2 questions:
1) Do we want to achieve Moksha quickly?
2) Do we want to achieve Moksha quickly and with the least effort?
Br Vinubhai then explores the importance and the necessity of a Sadguru in our spiritual journey.

સ્મિત વેરતા બુધ્ધ (laughing Buddha)ની જેમ બ્ર. વિનુભાઈ પણ આનંદ અને સ્ફૂર્તિથી છલકાતા જોવા મળે છે. તેઓના સરળ સ્વભાવને કારણે તેઓ વસ્તુસ્થિતિ જેમ હોય તે મુજબ જ તેનું વર્ણન કરે છે અને ઘણીવાર ભક્તિરસથી ઊભરાતા પોતાના અંતરને ખાળી રાખવા અસમર્થ એવા વિનુભાઈ પોતાના તે અહોભાવને વાણી માર્ગે વહેવડાવે છે, જે ઘટના આપણા મનમાં અંકિત થઈ જાય છે. તેમનો ઉમદા સ્વભાવ અને લોકો સાથે જોડાવાની તેમજ સંપર્ક કરવાની તેમની શક્તિ દર્શાવે છે કે તેઓ આબાલ-વૃદ્ધ, દેશી-વિદેશી સૌનો સહવાસ સુખેથી અને સુગમતાથી માણી શકે છે. તેઓ નાના ગામડામાં જેટલા ખુશ જણાય છે એટલા જ પ્રસન્ન તેઓ મોટા શહેરોમાં પણ જણાય છે અને જ્યારે તેઓ ગ્રામ્ય વિસ્તારોમાં નિરાધાર લોકોને અન્ન વિતરણ કરવા જાય છે, ત્યારે ગ્રામ્ય લોકો જોડે તેમને જોઈને એમ લાગે છે કે જાણે તેઓ પોતાના જ ઘરમાં ઊભા છે અને આવા સમયમાં તેમની અનુકંપા, નૈતિકતા અને તેમનો શ્રમ પૂરબહારમાં ખીલી ઊઠે છે. તેઓ આશ્રમના સ્તંભ સમાન છે અને પરમ પૂજ્ય બાપૂજીના સમયથી તેઓ દર વર્ષે પર્યુષણમાં કલ્પસૂત્ર અને ઓળી દરમ્યાન શ્રીપાળ રાજાનો રાસ વાંચે છે. તેઓ જ્યારે સ્વાધ્યાય કરાવે છે ત્યારે તેમની વાણી ધીમી, સહેતુક અને જે સંદેશ આપવાનો હોય તેનો ઊંડો સાર જણાવવા માટે ચોક્કસ શબ્દો પર ભાર મૂકતી વહે છે.

આ સ્વાધ્યાયનો પ્રારંભ બ્ર. વિનુભાઈ બે પ્રશ્નો સાથે કરે છે:

1) શું આપણે મોક્ષ ત્વરાથી પ્રાપ્ત કરવો છે?
2) શું આપણે મોક્ષ ત્વરાથી અને ઓછામાં ઓછા પ્રયત્નો કરીને મેળવવો છે?

બ્ર. વિનુભાઈ આપણી આધ્યાત્મિક યાત્રામાં સદગુરુની જરૂરિયાત અને તેમના મહત્વ અંગે આપણને જણાવે છે.

Br Deepakbhai's determination is like a mountain, unmoved, solid and of such strength that nothing can hinder his inner striving. Bowed at the feet of Param Pujya Bapuji and Bhaishree, his faith is steadfast. His inner contemplation is so acute that he reflects and pours over Param Krupaludev's words to claim their nectareal essence, and he shares this in his swadhyay with such clarity, precision, practical applicability and focus on the Truth that there is never any doubt. In his overflowing compassion, he relentlessly gives his time to sadhaks helping them to overcome their constraints, obstacles and misunderstandings. His door is always open to the seeker of Truth.

In this swadhyay Br Deepakbhai shares his insights on Shrimad Rajchandra Vachanamrut Letter 254.

બ્રહ્મનિષ્ઠ દિપકભાઈનું નિશ્ચયબળ પર્વત સમાન અડગ, નક્કર અને એટલું બળવાન છે કે કોઈપણ ચીજ એમની આંતરિક મહેચ્છાના માર્ગમાં અંતરાય ઊભો ન કરી શકે. પરમ પૂજ્ય બાપૂજી તેમજ ભાઈશ્રીના ચરણે અર્પણ થયેલા એવા દિપકભાઈની શ્રદ્ધા અચળ છે. તેઓનું ચિંતન અને વિચારો એટલા સૂક્ષ્મદર્શી અને સ્પષ્ટ છે કે વચનામૃત પરનો તેમનો સ્વાધ્યાય પરમ કૃપાળુદેવના દરેક શબ્દના તથ્યને, સારને અત્યંત સ્પષ્ટતા, ચોકસાઈ, તેની વ્યવહારિક ઉપયોગિતા અને સત્ય પરના પ્રાધાન્ય સાથે રજૂ કરે છે જેથી સંશય કે દુવિધાને કોઈ સ્થાન રહેવા પામતું નથી. પોતાની પરીવાહિત થતી કરુણાને કારણે તેઓ સાધકોને મોક્ષમાર્ગ પર નડતા અંતરાયો, અડચણો અને ગેરસમજ દૂર કરવા માટે અચૂક તેમનો સમય ફાળવે છે. સત્યના શોધકો માટે તેમના ઘરનું પ્રવેશદ્વાર હમેશા ખૂલ્લું છે.

ઉક્ત સ્વાધ્યાયમાં બ્ર.દિપકભાઈ શ્રીમદ્ રાજચંદ્ર વચનામૃતના પત્ર નં. 254 પર તેમના વિચારો રજૂ કરે છે.

Brahmnishth Pradipbhai's eyes twinkle with a deep inner joy. His soft, humble heart melts away any negativity and his firm inner conviction, faith and immersion within his soul gives him complete confidence that 'આમ*જ* છે'. We all aspire to be true members of this 'J' club. Despite outer adversity, his face is always beaming with a smile. His overflowing Bhakti, and his yearning to be in Satsang, keeps him forever connected with Param Pujya Bhaishree. Where there is a True disciple, the ego is destroyed and the Divine cannot help but be present.

Br Pradipbhai's soft, gentle words are like a feather carried in the breeze, light, tender and full of love, yet so deep and powerful that this feather could move mountains. In this swadhyay: મોક્ષ માર્ગના રહસ્યો, he explores the key fundamentals for the path to liberation.

બ્રહ્મનિષ્ઠ પ્રદીપભાઈના નેત્રો ઊંડા આંતરિક આલ્હાદ્થી ચમકે છે. તેમના હ્રદયની મૃદુતા અને નમ્રતામાં કોઈપણ પ્રકારની નકારાત્મકતા પીગળી જાય છે અને તેમની મક્કમ આંતરિક પ્રતિબદ્ધતા, વિશ્વાસ અને એકાગ્રતા તેમનામાં 'આમ*જ* છે' જેવા એક અડગ આત્મવિશ્વાસને જન્માવે છે. આપણે સૌ એમની 'J' ક્લબના સાચા સભ્ય થવા આતુર છીએ. બાહ્ય વિષમતા હોવા છતાં, તેમનો ચહેરા પર હમેશા સ્મિત રેલાતું જોવા મળે છે. તેમની છલકાતી ભક્તિ અને સત્સંગમાં રહેવાની તેમની વાંછાને કારણે તેઓ પરમ પૂજ્ય ભાઈશ્રી સાથે હમેશા જોડાયેલા રહે છે. જ્યાં સાચો શિષ્ય છે, ત્યાં અહંનો સર્વનાશ થાય છે અને દિવ્યતા દીસ્યા વગર રહેતી નથી.

બ્રહ્મનિષ્ઠ પ્રદીપભાઈના સૌમ્ય અને કોમળ શબ્દો સમીરની લહેરમાં ઉડતા પીંછા જેવા છે – હળવા, નાજૂક અને પ્રેમથી છલકતાં, તેમ છતાં પણ એટલા ગહન અને સક્ષમ કે આ પંખ પર્વતને પણ ચલાયમાન કરી શકે. ‘મોક્ષ માર્ગના રહસ્યો’ વિષય પરના ઉક્ત સ્વાધ્યાયમાં તેઓ મુક્તિ માર્ગ પર આગળ વધવા માટેની મૂળભૂત આવશ્યકતાઓ પર ચર્ચા કરે છે.

 

Contemplations