Maitri Moves
Let us be moved to action by Friendship
મૈત્રી ભર્યા પગલાં
જગત મૈત્રી દ્વારા જીવન શુદ્ધિ
Introduction
For a spiritual seeker every thought, word and action is an opportunity to choose between spreading peace or violence. Unfortunately in our busy, modern lives all of us are causing ripples of harm to wider society, animals and the environment, often without even realising. But ignorance is not bliss for those who suffer because of us.
If we are to sincerely tread on the noble path of Ahimsa (nonviolence) we must find the time to reflect, the humility to think of others before ourselves, and the resolve to make practical changes in our lives. After all ahimsa is not a passive movement to live and let live, but an active commitment to live and love.
Thankfully we are not alone. As a community we can help each other by raising awareness of societal and environmental issues, and by suggesting practical ideas for a more compassionate lifestyle. “Maitri Moves” is a new series that highlights a different issue each time, to inform and inspire. Issues will include animal welfare, ethical shopping, mental health, water conservation and climate change.
We invite you to join us in an exploration to redesign our lives to be aligned with our spiritual values. Let us fill our hearts with love. Let us widen our circle of friendship to include all living beings in this world. Let us educate ourselves to become global citizens. Let us be moved to action by maitri.
પરિચય
મોક્ષના માર્ગે પ્રયાણ કરતા આધ્યાત્મિક સાધક માટે તેના મન-વચન-કાયાના યોગ એ એક વરદાન છે, કે જે દ્વારા તે આ જગતમાં શાન્તિ અને અહિંસાનું આચરણ કરી વિશ્વભરમાં પ્રેમભાવને પ્રસરાવી શકે છે. કમભાગ્યે વર્તમાનકાળનું જીવન એટલું બધું ગતિશીલ અને સંઘર્ષમય છે કે, જીવાત્માઓને જીવન જીવતા કોઈ જાગૃત્તિ રહેતી નથી. તેઓ જાણે-અજાણે જીવનના કાર્યોને એવી રીતે કરે છે કે, સમાજ, પશુપક્ષીઓ અને પર્યાવરણને ખુબ નુકશાન પહોચાડે છે.
જો આપણે નિષ્ઠાપૂર્વક અહિંસા ધર્મને પાળવો હશે તો આપણા યોગો દ્વારા જે કાંઈ ક્રિયા કરી રહ્યાં છીએ તેનો ગંભીરતાપૂર્વક વિચાર કરવો જ પડશે. અંતરમાં કોમળતા કેળવીને દરેક કાર્ય કરતાં અન્યને કોઈ દુઃખ કે હાનિ પહોંચાડતા નથી એ તપાસી લેવું પડશે. અહિંસા છે તે નિષેધાત્મક નથી પણ સકારાત્મક છે, પૂર્ણપણે જીવંત છે. જીવવું અને જીવવા દેવું એ અહિંસા નથી, પણ જીવવું અને સર્વને નિષ્કામભાવે પ્રેમ કરવો તે અહિંસા છે.
આપણું સૌભાગ્ય છે કે, આપણે કોઈ એકલા નથી, પણ એકબીજાના સહારે અને સથવારે જીવીએ છીએ. સામાજિક પ્રશ્નો હોય કે પછી પર્યાવરણના, આપણે એકબીજાને જાગૃત કરી સભાનતાપૂર્વક અને કાળજીભર્યું જીવન જીવી શકીએ એમ છે. “મૈત્રી ભર્યા પગલાં” દ્વારા આપણે જીવનની એવી ઘણી નાની બાબતો તરફ લક્ષ આપીશું કે જેથી આપણી રહેણી કરણીમાં યથાયોગ્ય વલણ આવે. દર મહિને આપને બુલેટીન મોકલશું કે જે આપણને વિવિધ પ્રકારની માહિતી પૂરી પાડે અને સાત્વિક જીવન જીવવા માટે પ્રેરિત કરે. તે બુલેટીનમાં પશુક્લ્યાણ, કપડાં તેમજ શૃંગારમાં થતી અહિંસાને જાળવવી, માનસિક સ્વસ્થતા, પાણી બચાવ તેમજ પર્યાવરણ જેવા વિષયો લેવામાં આવશે.
જાગૃત્તિપૂર્વકનું નિર્દોષ જીવન જીવવા માટે આપણે સાથે જોડાઈએ. કે જેથી આપણી અંદરના આધ્યાત્મિક સંસ્કારો આપણાં વ્યવહારમાં પ્રતિબિબિંત થાય. હદયને પ્રેમ, આનંદ તેમજ કરુણાથી ભરી દઈએ. મૈત્રીનું આપણું વર્તુળ એવું અસીમ બનાવીએ કે, તેમાં જગતના તમામ જીવોને સ્થાન મળે. વર્તમાન યુગના બદલાતા જીવન અને બદલાતી પરિસ્થિતિનો વિચાર કરીશું તો આપણે આદર્શ જીવન જીવી શકીશું. અંતરની રૂડી પ્રેમની લાગણીઓ એવી વિસ્તરે કે, જગતના તમામ જીવોના આપણે રક્ષક બની જઈએ.
If you have any questions or ideas for social or environmental issues that could be included in the monthly emails, please get in touch with us at maitrimoves@rajsaubhag.org
તમારા મનમાં રહેલા સામાજિક અને પર્યાવરણને લાગતા કોઈપણ પ્રશ્નો, વિચારો, અનુભવો કે મુદ્દાઓ હોય તો આપ અમને લખી મોકલશો કે જેથી તે લેવા લાયક હશે તો લઈશું.
અમારું ઈમેઈલ આઈડી maitrimoves@rajsaubhag.org છે.