Asharan Bhavana

Lack of refuge

અશરણ ભાવના

અશરણભાવના: સંસારમાં મરણ સમયે જીવને શરણ રાખનાર કોઈ નથી. માત્ર એક શુભ ધર્મનું જ શરણ સત્ય છે; એમ ચિંતવવું તે બીજી અશરણભાવના.
- શ્રીમદ્દ રાજચંદ્ર, વચનામૃત

Transliteration: Sansaar ma maran samaye jeev ne sharan raakhnaar koi nathi. Maatra ek shubh dharmnuj sharan satya chhe; em chintavvu te biji asharanbhavana.

Translation: Nobody can give us refuge at the time of death. The refuge of noble religion alone is real; to contemplate thus is Asharan bhavana.
— Shrimad Rajchandra

Asharan Bhavana

Asharan bhavana is the absence of any refuge or shelter that can protect us from death and the uncertainty of life. The finality of death deals a body blow to our mythical sense of security and comfort that we envelop ourselves in. Each one of us has seen death at close quarters in family or among friends. Each one of us has gone through the desperate desire of wanting to take away some loved one’s pain or sorrow. But we have been able to only watch helplessly from the sidelines. Similarly, the family we love so dearly in this birth can do nothing for us when our time is up.

No power on this planet or universe can save us from the march of time. Yet, when the moment befalls someone, we feel sorry for that person and lament his fate. Such lament betrays ignorance, for everyone pays for their time on earth with eventual death. The only thing certain in life is death; the only shelter available to us is our Sadguru.

So, do we live a life of perpetual fear and lament, or do we hold our Sadguru’s hand and contemplate his path to immortality? The latter approach ensures that we do not invest excessively in the temporary facets of our existence – our family, home, wealth, work, friends, hobbies, etc. Once we clean these cobwebs of attachment from our mind, the truth shines crystal clear: this life is a blessing given to us to follow the path at the feet of a Sadguru in the spirit of total surrender. This surrender alone has the power to give us true refuge.

Along with our aagnas [daily regimen] and dhyaan [meditation], our contemplation should revolve around these points: “I am not this body; I am not this mind. My spouse, children are not mine; I am pure, eternal bliss without beginning or end. Nothing can hurt me, maim me or kill me.  I have to know my true nature. I have to know myself.”

The dying lament of Alexander, or Sikander in Gujarati, has inspired many songs and bhajans. They speak of his heavy sense of remorse for having been consumed by his greed for power and his lust for material acquisitions. In spite of having conquered almost the entire world, none of his possessions or knowledgeable doctors could save him when death came knocking.

When Param Krupaludev Shrimad Rajchandraji was seven years old, he came to know that a person very close to him, one Amichandbhai, had suddenly died of snake bite. Shrimadji was perplexed. He came home and asked his grandfather about death. His grandfather explained: “It means the soul has gone out of the body. Now he won’t be able to move, sit, eat or speak. His body will now be burnt.”  A young Shrimad was curious and followed the funeral procession. When the pyre was lit, Shrimad watched and remembered his past lives. Very early in life, he imbibed the lesson: Nothing survives except the soul.

To find the treasure trove of lasting happiness, let's delve deeper within.

‘Tu hi sagar hain tu hi kinara, dhoondhta hain tu kiska sahara?’

અશરણ ભાવના

આ લોક એકાંત શોકથી પીડાય છે. અહીં કોઈ સુખી નથી. જે દેહ અનેક રોગોનું કેન્દ્ર હોય, જે દેહ વેદનાની પ્રત્યક્ષ મૂર્તિ હોય એવા દેહમાં રહીને કોઈ સુખી થઇ શકે ખરો? દરેક દેહધારીને જન્મ, જરા અને મૃત્યુના અસહ્ય દુઃખોમાંથી પસાર થવું જ પડે છે. એવું કોઈ સમર્થ શરણ ખરું કે જે જન્મ-મરણના, ભવભ્રમણના, અનંત દુઃખોમાંથી જીવાત્માઓને છોડાવી શકે?

પૂર્વના શુભ કર્મોને કારણે થોડા જીવોને ભૌતિક સુખ મળે છે અને તેઓ તેમાં મસ્ત બની જીવે છે, પણ તે સુખ ક્યાં લાંબું ટકે છે? મૃત્યુ આંગણે આવી ઊભું રહે ત્યારે એ મસ્તી ક્ષણવારમાં ઉતરી જાય છે ને જીવ ખેદ, દુઃખ અને રોગની પીડાથી ઘેરાઈ જાય છે.

મૃત્યુ એ નરી વાસ્તવિકતા છે. આપણે સહુએ તેને ખૂબ નજીકથી જોયું છે. કુટુંબીજન, ઓળખીતા સ્વજન કે પછી કોઈ મિત્ર; સમયાંતરે કોઈ ને કોઈ ગુજરી જાય છે અને સ્મશાનમાં તેના દેહના અગ્નિસંસ્કાર થાય ત્યારે ચિતામાં તે શરીરને બળતા પણ આપણે અનેક વાર જોયું છે. આપણે ઈચ્છીએ તોયે કોઈની પીડા કે દુઃખ લઇ શકતા નથી. નિ:સહાય ત્યાં ઊભા રહીને માત્ર જોયાં જ કરીએ છીએ. માતાપિતા, પત્ની, બાળકો જેને આપણે ખૂબ પ્રેમ કરીયે છીએ, જેનું દુઃખ દૂર કરવા સમસ્ત સંપત્તિ આપવા તૈયાર થઈએ છીએ છતાં તે દુઃખને આપણે દૂર કરી શકતા નથી. સિકંદર જેવો દુનિયાને જીતનારો બાદશાહ પણ કરગરતો રહ્યો, તેના કાબિલ વૈદો અને હકીમો, વિપુલ સેના, અઢળક ધન-વૈભવ, કોઈ તેને બચાવી ના શક્યું. આખી પૃથ્વી પર રાજ કરવા તે જીવનભર લડતો  રહ્યો અને છેલ્લે રડતો રહ્યો. અંતે ખૂબ પસ્તાયો, કે જે મારી સાથે નથી આવવાનું તેના માટે મેં જીવન ગુમાવી દીધું. પોતાના આત્માને ધિક્કારતો રહ્યો. ભલે તે અતિ બળવાન હતો પણ લોભ, તૃષ્ણા, લૌકિક મોટાઈના ભાવોએ તેને અંતે ભિખારી બનાવી દીધો. 

શરીર સ્વસ્થ હોય તોયે તૃષ્ણા અને અસંતોષને કારણે મન સતત ચંચળ અને ઉપાધિગ્રસ્ત રહે છે. સંકલ્પ અને વિકલ્પના વમળોમાં ફસાયેલું તે મન ફિકર અને ચિંતાતુર રહે છે. મોટા ભાગના મનુષ્યો, ભય અને અસ્થિરતા સાથેનું શોકમય જીવન જીવે છે અથવા એમ કહીએ કે મોહના પરિણામ સાથેનું સંઘર્ષમય જીવન જીવતાં પળે પળે મરતાં રહે છે. આવી માનસિક અને શારીરિક, કરુણ અને દયાજનક અવસ્થામાંથી કોઈ મુક્ત કરાવી શકે ખરું?

 

જયારે શ્વાસોશ્વાસ ખૂટી જાય, સમય પૂરો થાય, ત્યારે આ બ્રહ્માંડમાં એવી કોઈ શક્તિ નથી કે જે જીવને મરણથી બચાવી શકે. રાજા હોય કે રંક, ભણેલો હોય કે નિરક્ષર, સ્ત્રી હોય કે પુરુષ, મનુષ્ય હોય કે તિર્યંચ, બધાએ એ દેહરૂપી ખોલી ખાલી કરવી જ પડે છે. અન્ય વ્યક્તિના દેહોત્સર્ગના સમાચાર સાંભળીને ખેદ થાય, દિલાસો આપતા અંતરમાં સ્મશાન વૈરાગ્યને અનુભવીએ છીએ પણ સાથોસાથ એમ નથી વિચારતાં કે મૃત્ય મારા માથા ઉપર પણ ભમી રહ્યું છે. જે શરીરમાં હું જીવું છું તે પણ નિશ્ચિત મરવાનું છે જ. જે જન્મે છે તે મરવાનું જ છે, જે ખીલે છે તે કરમાવાનું જ છે, ઉગે છે તે ચોક્કસ આથમવાનું છે. જીવન ટૂંકું છે અને જંજાળ લાંબી છે, જંજાળ ટૂંકી હશે તો સુખરૂપે જિંદગી લાંબી લાગશે.                   

 

તો શું મૃત્યુના ભય સાથે ડરી-ડરીને આપણે જીવન જીવવું છે કે પછી આ અશરણ સંસારમાં એક સત્પુરુષને શોધી તેમની નિશ્રામાં રહીને  સત્દેવે પ્રબોધેલા ધર્મનું અનન્ય શરણ ગ્રહી ઉત્તમ આરાધના કરી અનંત કાળના દુઃખોથી મુક્ત થવું છે? સમર્પણથી પ્રગટ થતું શૌર્ય અને ભક્તિમાંથી પ્રગટ થતી શક્તિ દ્વારા આજ ભવે સમ્યક્ પરાક્રમ સર્જી શકાય છે.  

શું આ અમૂલ્ય મનુષ્ય ભવ મળ્યો છે તેને દેહભાવે લૌકિક જીવન જીવીને વ્યર્થ ગુમાવી દેવો છે? મોહ અને મિથ્યાત્વની જાળ જીવે પોતે ગૂંથી છે અને તેમાં ફસાઈને અનંત દુઃખ ભોગવી રહ્યો છે તો શું આ મનુષ્યભવમાં આપણાં આત્માને છોડાવવો નથી?  કુટુંબ, ધંધો, સંપત્તિ, મિત્રો સાથેનું જીવન જીવતા રાગ - દ્વેષ, સુખ - દુઃખ, હર્ષ - શોક જેવા દ્વંદ્વની વચ્ચે હજુ પણ પીસાતાં રહેવું છે?   

આજ્ઞાપાલન તેમજ ધ્યાન-સાધના સાથે ઊંડી વિચારધારા ખૂબ અગત્યની છે. સૂક્ષ્મ વિચારધારાથી જ બોધ સંસ્કારિત થાય છે અને તે આચરણમાં મુકાય છે. હું આ શરીર નથી, મન - બુદ્ધિ - અહંકાર આ તો મારી સાથે જોડાયેલાં તત્વો છે પણ તે કાંઈ મારું સ્વરૂપ નથી. જે દેહમાં અત્યારે હું જીવું છું તે જ મારો નથી તો સ્ત્રી, પુત્ર, ઘર એ કશું મારું કેવી રીતે થઇ શકવાનું? હું પૂર્ણ છું, શુદ્ધ છું, ઉપયોગમય છું. ના હું જન્મુ છું કે ના હું મરું છું, જ્ઞાન અને આનંદ એ મારા ત્રિકાલિક સત્ય ગુણો છે. કોઈ મને નુકસાન પહોંચાડી શકે એમ નથી, હું અજર, અમર, અવિનાશી છું. આ જ ભવમાં મારે મારા મૂળ સ્વરૂપને ઓળખી લેવું છે, મારે મારા આત્માને અનુભવી લેવો છે.                 

અમીચંદભાઈ સર્પદંશથી ગુજરી ગયા, ગુજરી જવું તે શું? આ સવાલે બાળ શ્રીમદજીને ખૂબ મુંઝવી દીધા હતાં. દાદા પંચાણભાઈએ સમજાવ્યું કે, તે હવે ખાશે-પીશે નહિ, બોલશે-ચાલશે નહિ, એના શરીરને સ્મશાનમાં બાળી નાખશે. આવા સારા માણસને અગ્નિમાં બાળી નાખશે? સંવેદનશીલ આ દિવ્ય બાળકને ખૂબ દુઃખ થયું અને તે છુપી રીતે ડાઘુઓની પાછળ ચાલી ત્યાં સ્મશાનમાં રહેલા બાવળના ઝાડ ઉપર ચઢી ગયો. બળતી ચિતાને જોઈ અંતરમાં ઈહાપોહ જાગ્યો. કેમ આ શરીર અચાનક ચાલતું બંધ થઇ ગયું? એવું કયું તત્વ હતું કે જે તેમાંથી ચાલ્યું ગયું? અંતરમાં મનોમંથન ચાલતું રહ્યું અને પૂર્વના ભવો સાક્ષાત દેખાયા, જાતિસ્મૃતિજ્ઞાન પ્રગટ થયું. નાની ઉંમરે એ સત્ય સમજાઈ ગયું કે, મરે છે શરીર, પણ આત્મા તો એ નો એજ છે કે જે અલગ-અલગ શરીર ધારણ કરે છે. શાશ્વત અને અશાશ્વતનો ભેદ આ સાત વરસના બાળકને સમજાઈ ગયો હતો. આપણે આવી કેટલીયે ચિતાઓને જોઈ પણ સ્મશાનભૂમિમાં લૌકિક વાતો જે કરતાં રહે તેનું કલ્યાણ ક્યાંથી થાય?

જિનેશ્વર ભગવાને પ્રરૂપેલો ધર્મ જ અશરણ ને સાચું શરણ આપવા સમર્થ છે અને તે ધર્મનું મૂળ સ્વરૂપ, તે ધર્મનો મર્મ પ્રત્યક્ષ સદ્દગુરુના અંતરમાં રહ્યો છે. 

આશરા ઇસ જહાંકા મિલે ન મિલે,

મુઝકો તેરા સહારા સદા ચાહિયે.

ચાંદ તારે ફલક પર દીસે ના દીસે,

ગુરુદેવ, મુઝકો તેરા નઝારા સદા ચાહિયે.

 


Feedback and share

We would love to hear your thoughts, contemplations, insights, poetry, video clips, quotes and images. Collectively we learn. You can email us at: contemplate@rajsaubhag.org


Inspiration Wall

Below we share from our audience. We learn from each other. Be inspired to read - others might have perspectives which we may not have thought of before.

Listen to this thought provoking Qawwali by Aziz Nazan.

Note - it may take a few seconds to load the audio, we appreciate your patience.

Bhaishree describes the internal struggle, the tug of war, that seekers edure within when striving but in their agnan, their ignorant state.

Asharan Bhavna (the contemplation upon the lack of refuge) excerpt taken from Shant Sudharas Shibir, a text on the bhavanas composed by Shri Vinayvijaji Maharaj Saheb.

How to practically approach Asharan Bhavana.

Asharan Bhavna (the contemplation upon the lack of refuge) excerpt taken from Shant Sudharas Shibir, a text on the bhavanas written by Shree Vinayvijayji Maharaj Saheb.

Death is a frightening reality that we avoid thinking about, almost until the moment comes. So frightened are we that we try to live life by ironically doing everything that hastens death - we indulge the senses, pursue fame and success, build positive and negative entanglements with everyone we know. What we really need to do is simply surrender to our Sadguru. Abandon desires and fears at his feet.

J Krishnamurti has said, "If you die to everything you know, including your family, your memory, everything you have felt, then death is a purification, a rejuvenating process." We are fortunate to have access to this purification process. Surrender and sadhana are the keys that unlock our passage to eternal bliss.