February. The month of love. Many of us are probably picturing roses, chocolates in heart-shaped boxes, teddy bears and young couples in love. Unless you are a tax consultant, in which case Valentine’s Day is probably the last thing on your mind. For the rest of us, February is filled with constant reminders all around us to profess our love to those we care about - our Guru, our partners, our parents and children, our family and friends. It is a time to acknowledge and appreciate the presence of the people who are valuable to us in this journey of life. This month, we would like to talk about the other side of this coin - loneliness, social isolation, and what we can each do to help those that feel this way.

A reporter once asked Mother Teresa about the worst hardships she has witnessed in all her years of service, to which she responded: “The most terrible poverty is loneliness and the feeling of being unloved.” We can all relate to this feeling to some degree. Regardless of how many friends we have, online and offline, we can still feel unseen, unheard and uncared for. How are you?”, we all ask each other as we rush past, and the default answer comes, “I’m fine, all good, can’t complain.” And yet beneath the surface so many of us are suffering from a lack of meaningful connection with other people.

Why do people feel lonely?

“Loneliness does not come from having no people about one, but from being unable to communicate the things that seem important to oneself.”
— Carl Jung

Loneliness can affect any of us at any stage in life, young or old. Relocating to a new area, puberty and adolescence, going to university, getting married, losing a loved one, retirement, and facing physical health problems, are all examples of vulnerable moments in which we may become disconnected and isolated.

In modern society, globalisation has resulted in an increase in individuals moving away from their homes to study or work. At the same time, advances in technology have made the world smaller and we are better connected to our loved ones. However, it is this very technology that can also contribute to loneliness. Our growing reliance on communication through technology such as Whatsapp and Facebook, rather than face to face interactions is affecting our ability to form real, meaningful connections. This can make us feel more isolated because our relationships can become more superficial and less rewarding.

To add to this breakdown of communication, we are constantly running towards the next milestone in our high-stress lives. We have no time to stop and ask ourselves how we are feeling, let alone thinking about another human being. When we find ourselves in difficult situations, we often bury the pain and anxiety deep within, and possibly withdraw into a shell. Either because we do not want to be a burden on our loved ones or we fear that they may not care enough. We are afraid of opening up and letting people in. It is imperative, though, that we recognise the severity of the impact of loneliness on our body, mind, and soul.

See this insightful video to learn more about today’s young adults, the so-called “Millennials” who were born between the 1980s and early 2000s. The 15-minute video highlights our addiction to the instant gratification of social media and our phones, at the cost of patiently creating deep meaningful relationships with ourselves, or with those around us. And as spiritual seekers, we have an even more important relationship to add to this list - that with our Guru, a divine relationship that requires unwavering focus and dedication.

 

How serious is this problem?

Research has shown that when feelings of loneliness continue for a long period of time it can lead to depression, insomnia, obesity, dementia, increased blood pressure, heart disease and many other serious physical and mental health issues. Studies have even demonstrated that prolonged periods of loneliness have a greater negative impact than smoking 15 cigarettes a day! Feeling lonely can weaken us in school, work and family life, and damage our relationships in the process. We may lash out, be bitter and hurtful towards our loved ones when all we want is to be noticed and cared for.

And it can prevent us from finding the inner peace and balance that is much needed for our spiritual progress. In the worst scenario, loneliness can also lead to suicide, especially when those considering taking their lives have nobody to talk to honestly about their feelings. In the UK, suicide is now the biggest cause of death among young people aged 20-34 years. Globally suicide rates are considerably higher in men; one reason is that they are less likely to ask for help and so their depression remains hidden.

Why should we care?

From a spiritual perspective the feelings of loneliness are a form of mental agitation. As Master Oogway explains in the inspiring animated movie Kung Fu Panda:

“Your mind is like this water, my friend. When it gets agitated, it becomes difficult to see. But if you allow it to settle, the answer becomes clear.”
— Master Oogway, Kung Fu Panda

As spiritual seekers, ambassadors of our Guru, and friends to all beings, we cannot possibly ignore mental suffering in ourselves or in others. We must help each other to feel secure and peaceful, and wish that all beings may ultimately find their true inner selves. As Brahmnisht Minalben reminds us: “Spirituality is being happy, and spreading happiness.”

Click here to ACT NOW

Click here to read in Gujarati (ગુજરાતીમાં લખાણ)


Let's move to ACTION

 

It is very difficult to ask someone for help when one feels alone and disconnected. The first two steps to address such a situation are to observe and reach out.

We must make special efforts to notice all those who may be going through periods of loneliness, and then surround them with warmth and care. This video flits between a few examples of how simply noticing, asking, being there, and listening can be invaluable to someone who is carrying the burden of secrecy, isolation and sadness. It doesn't take much, but the result can bring relief, freedom and make a huge difference in the way someone sees themselves.

 

How can you help yourself?

  • Recognise that you are not alone and that there is no weakness in feeling the way you do, it is simply being human. Reach out to family, friends, or mentors and talk about how you feel.

  • Write down how you feel privately. The simple act of observing and expressing our feelings can make us more self-aware.

  • Help others - volunteer for a charity, or at the derasar, look after older or unwell people in the family. It will help you find purpose and feel valued.

  • Take up a hobby with other people. It is an opportunity to make some new friends. Yoga, meditation, and exercise have all been proven to be therapeutic and effective at boosting the “feel good” hormones in our body.

  • Strengthen ties with family or satsang group friends that live near you. Support and inspire each other. Bear in mind though that we are, after all, spiritual seekers and must maintain a suitable level of detachment as we help others the best way we can.

How can you help others?

Family, friends, and work colleagues:

  • Learn to recognise the signs which are often subtle changes in behaviour: Eg. loss of interest in their normal work or hobbies, not sleeping well, sleeping too much, overeating or loss of appetite, binge watching TV, low self-esteem and feelings of hopelessness.

  • Take out a few minutes everyday to ask someone “How are you?” and really listen to the answer. Not just as a formality, but to show genuine care and concern.

  • Teach an elder person in your family or friends to use social media, texting, or Skype, so it is easier for them to stay in touch with people.

  • If a family member or friend feels lonely, get them out of the house. Being outdoors, surrounded by the beauty and abundance of nature can work wonders on how they feel.

  • Put away your phone for at least 30 minutes every day and try to have a conversation with someone in your family at home, but this is especially important when you go out with someone for tea, coffee, or a meal.

 

Neighbours and strangers:

  • Do you see someone in a shop, restaurant, struggling by themselves? Try to spare two minutes to say hello, talk to them, and if appropriate help them out.

  • Is there a hospital, clinic, old age home, or orphanage near you where residents might be lonely? Can you volunteer there and take the time to talk, read, take a walk or play games?

 

For the kids:

It is important to help children understand different emotions to help them communicate better about how they feel. To this end, we recommend they, and all of you who read this, watch Inside Out. It is a wonderful animated movie that puts us inside the mind of a young girl who finds herself feeling sad and alone when her family moves to a new city. It is an entertaining and educative experience to see how her different “feelings” cope with this situation.


Resolution

Let us make a pact to give each other the invaluable gift of time. To not just watch and hear but really see and listen. To ask and to share. Everyone is lonely in one way or another, so let us all just be nice!

Let us be inspired by the celebration of love this month and pledge to be happy and spread happiness. When we think of Param Pujya Bhaishree, there is no doubt that true love is big enough to include everyone!

He radiates unending joy and positive energy and as we surrender to his warm grace, we will find that the loneliness melts away and the pain of being alone gets transformed into the glory of being alone. As we walk on the path of spirituality, we can channel this solitude to power the boat that gets us across the ocean-like universe around us.



 અર્થપૂર્ણં સંબધો

ફેબ્રુઆરી મહિનો એટલે પ્રેમનો મહિનો. દિલના આકારની ચોકલેટ અને તેવાજ આકારનો ડબ્બો, ગુલાબના ફૂલો, ટેડી બેર, જ્યાં જઇએ ત્યાં પ્રેમભાવ પ્રદર્શિત થતો દેખાય. જેમની જીવંત હાજરીથી, સાર સંભાળ અને કાળજીથી આપણું જીવન ઉન્નત થયું એવા આપણા ઈશ્વર તુલ્ય સદ્દગુરુ, માતા અને પિતા, પત્ની અને બાળકો, કુટુંબીજન તેમજ મિત્રો પ્રત્યેનો કૃતજ્ઞભાવ દર્શાવવાનો આ મહિનો છે.

પ્રેમસભર હૈયું સહુ પાસે રહ્યું છે. દરેક મનુષ્યની એ શ્રેષ્ઠતમ મૂડી છે. એ મૂડી ગમે તેટલી ખર્ચી નાખીએ છતાં ઓછી થતી નથી. અફસોસ, કે છતાંયે આપણે તેને ઉદારતાપૂર્વક ખર્ચી જાણતા નથી.


આ મહિને, આપણે આ પ્રેમને મર્યાદિત ન રાખતા તેનો વિસ્તાર કરવા ઇચ્છીએ છીએ. એવા ઘણા મનુષ્યો છે કે, જેનું કોઈ નથી. એકલતા તેમને અંતરમાં કોરી ખાય છે. નિરાધાર, તેઓ સતત ભય અને અસ્થિરતામાં જીવે છે. સમાજની મધ્યમાં ભલે તેઓ રહે છે પણ તેમના માટે કોઈ પાસે સમય નથી. ગતિશીલ અને સંઘર્ષમય જીવનમાં જાણતાં કે અજાણતાં તેમની ઉપેક્ષા થતી રહી છે. શું આપણો નિષ્કામ પ્રેમ તેમનો આધાર બની શકે ખરો?

એક વાર એક પત્રકારે મધર ટેરેસાને પૂછ્યું, તમે વર્ષોંથી દુઃખી અને પીડિતોની સેવા કરી રહ્યા છો, તો કહો આ જગતમાં સહુથી મોટું દુઃખ કયું છે જેને સહન કરવું ખૂબ અઘરું છે? ઉત્તર આપતાં આ જગતમાતાએ કહ્યુ, "આ સંસારનું સહુથી મોટું દરિદ્રપણું એ છે

'એકલતા', કોઈ તમને પ્રેમ નથી કરતું એવી અંતરમાં ઉદ્દભવતી લાગણી". જીવનમાં આવો ભાવ આપણે પણ અનુભવતા હોઈયે છીએ. ભલે નજીકના કે પછી દૂર રહેતા અનેક મિત્રો હોય છતાંયે કોઇને મારી પડી નથી, ફીકર નથી, મારી વાત સાંભળવા માટે ક્યાં કોઈને સમય છે, કોઈ મને પ્રેમ કરતું નથી, હું સાવ એકલો છું એમ અંતરમાં થઈ આવે છે.

કેમ છો તમે? એ પ્રશ્નના ઉત્તરમાં આપણે મોઢાપર પ્રસન્નતાના ભાવ આણીને તુરંત કહીયે છીએ કે "બધું બરાબર છે, કોઈ ફરિયાદ નથી, ઇશ્વરની કૃપા વરસી રહી છે". પણ અંતરમનમાં આપણે જાણીએ છીએ કે નજીકના જીવનપાત્રો કે અન્ય સાથેનું આપણું જોડાણ ઘણી વાર કેટલું ઉપરછલ્લુ હોય છે. જીવનના પ્રસંગો દરમિયાન હૃદયની સંવેદનાત્મકતાનો ક્યારેક ખૂબ અભાવ દેખાય છે અને ત્યારે બધું અર્થહીન લાગે છે. કોઈ કોઇનું નથી, અહીં દરેક મનુષ્ય પોતાનો સ્વાર્થ સાધવામાંજ પડ્યો છે એમ થઇ આવે છે.

સુખની આખી અનુક્રમણિકા અંદર દુઃખના પ્રકરણ.

તમે જિંદગી વાંચી છે? વાંચો તો પડશે સમજણ.

માનવી શું કામ આવા પ્રકારની એકલતા અનુભવતો હશે?

“લોકોના અભાવથી કે અન્ય કોઈ વ્યક્તિઓ આજુ બાજુ નથી તેમાંથી આ એકલતા ઉદ્દભવતી નથી પણ જે અંતરમનની મહત્વની, જરૂરી બાબતો છે, તેને યોગ્ય રીતે નથી કહેવાતી માટે આ એકલતાનો અનુભવ કરીએ છીએ”.
— કાર્લ યુન્ગ

જીવનના કોઈપણ તબક્કે કે વયે આ એકલતાનો આપણે ભોગ બની શકીએ એમ છીએ. ઘર બદલીએ, તરૂણ કે કિશોરઅવસ્થામાં, દૂર કોઈ વિદ્યાપીઠમાં ભણવા જઇએ ત્યારે, લગ્નના સમયે, કોઈ નજીકનું ગુજરી જાય ત્યારે, મોટી ઉંમરે નિવૃત થયે ત્યારે, કોઈ મોટી બિમારી આવે ત્યારે, આવા અનેક પ્રસંગો છે જ્યારે આપણને એમ લાગે કે હું એકલો છું. તે એકલતામાંથી ખેદ, દુઃખ, નિરાશા જન્મે અને જીવન ઝેર જેવું લાગે.

આધુનિક જીવન, કેવા વિચિત્ર પરિણામ લાવી શકે છે?

અત્યારના આધુનિક જગતમાં જીવન બદલાય રહ્યું છે. યુવાનો દુરના દેશોમાં ભણવા જાય છે અને ઘણાં ત્યાંજ બાકીનું જીવન ગાળે છે. વિજ્ઞાન એટલું આગળ વધી ગયું છે કે હજારો માઈલ દૂર રહેલા વ્યક્તિને મોબાઈલમાં જોઈને વાત કરી શકાય છે, ઘરના કે અન્ય કોઈ પણ ફોટાઓ મોકલી શકાય. ફોન ઉપર મળી લીધું માટે હવે રૂબરૂ મળવાની આવશ્યકતા ન રહી. એક વ્યક્તિ સાથે બે કે પાંચ મિનિટ ફોન પર વાત કરી લીધી પછી કષ્ટ લઇ સમય અને સંપત્તિનો વ્યય શું કરવો. વ્યસ્ત જીવનમાં દરેક પોતે મૂંઝાયેલો છે, પોતાનું ખાનગી જીવન જીવી રહ્યો છે, ત્યાં આપણે ક્યાં તેને મળવા જવું?

પ્રત્યક્ષ મળીએ, સાથે જમીએ એક બીજા પ્રત્યેની લાગણીઓની સુંદર આપ લે થાય, જૂની સ્મૃતિઓ વાગોળાય, ત્યારે સાચા અર્થમાં હૃદય થી હૃદય જોડાયેલું રહે છે. વર્તમાન કાળનું જીવન આમ જોડીને રાખે છે પણ ખરેખર તો અલગ કરી નાખે છે અને કૃત્રિમ જીવન એકલતાને આમંત્રણ આપે છે. લાગણીઓ કૃત્રિમ બની જાય છે, અવાજમાં લહેકો અને દર્દ છે પણ ફોન મુકવાની ઉતાવળ એથીએ વધુ છે. એક માત્ર વ્યવહાર સાચવવા ખાતર બધું થાય છે.       

ગતિશીલ જીવનમાં એક લક્ષ્ય પૂરું નથી થયું ત્યાં બીજું તેનાથી પણ વધારે મોટું, વધારે પુરુષાર્થ માંગી લે તેવું બીજું લક્ષ્ય ભૂંજ છે. આવી દોડધામમાં, જીવ પોતાના વિશે પણ વિચારી શકતો નથી, એનું મન શું કરી રહ્યું છે, શરીર સ્વાસ્થ્ય સારું રહેશે કે કેમ? આમ પોતા માટે પણ વિચાર કરવાનો સમય નથી તો પછી અન્ય વ્યક્તિ માટે તેની પાસે ક્યાં સમય રહેવાનો! આવી કરુણ પરિસ્થિતિ વર્તમાન સમાજની છે. દિવસે દિવસે વ્યક્તિ કુટુંબ અને સમાજથી વિભક્ત થઇ રહ્યો છે. કોઈ મુશ્કેલી કે આપત્તિ આવે તો જીવ કોઈને કહેતો નથી અને પોતેજ અંદેરોઅંદર રિબાય છે. તેને કોઈને ભાર નથી આપવો, કુટુંબીજન દુઃખી થશે અથવા જાણ્યા પછી યથાયોગ્ય સંભાળ નહિ રહે આવા ભયને કારણે તે પોતેજ ભોગવી લે છે. થોડા દિવસ માટે પોતાના ઘરમાં એકલો રહી સહન કરે છે.

એકલતા કેટલી ઘાતક છે?


આ એકલતા વિવિધ રીતે ઘાતકી સાબિત થાય છે. તેના પરિણામો ઘણા ભયંકર છે. ઊંઘ ન આવે, સતત ભય રહ્યા કરે, બહાર ક્યાંય જવું ન ગમે, શરીર ઉપર તેની ઘણી આડ અસર વર્તાય છે. આ એકલતા અને હતાશાને કારણે લોકો આપઘાત પણ કરે છે.  જીવન જાણે કરમાઈ ગયું હોય. આવી મનોસ્થિતિમાં શું આધ્યાત્મિક પુરુષાર્થ થઇ શકે? પણ બધા દર્દની દવા અંતે તો જિનેશ્વરે પ્રરૂપેલો ધર્મજ છે.


અમલમાં મુકો - આપણી મૈત્રીને કાર્યકારી બનાવીયે

આવી એકલતા હું ના અનુભવું તે માટે મારે શું કરવું જોઈએ?

  • આત્મવિશ્વાસ સાથેનું આધ્યાત્મિક જીવન જીવવું, હું ક્યારેય એકલો નથી, દેવ, ગુરુ અને ધર્મનું અનન્ય શરણ મને પ્રાપ્ત છે, આ સમાજમાં રહેલા અનેક ગુણવાન લોકો મારી સાથે છે.

  • એકાંતમાં, કોઈપણ જાતના આવા નકારાત્મક વિચારો અને ભાવો આવે તો મારે તેને મારા માર્ગદર્શક, સદ્દગુરુ કે વડિલો કે પછી અંગત મિત્રને કહીને હળવું થઇ જવું. તેઓ સલાહ આપે તેને ધ્યાનમાં રાખીને જીવવું. સત્સંગીઓ સાથે યથાયોગ્ય પરિચય રાખવો, બહુ નજીક ન આવતા એક બીજાના પ્રેરક બનીને રહેવું.

  • કુટુંબની દરેક વ્યક્તિને જયારે જરૂર પડે ત્યારે મદદરૂપ થવું, એમાંએ ખાસ માતા અને પિતાની ખૂબ સેવા કરવી. બીજાનું દુઃખ દૂર કરતા પોતાનું દુઃખ દૂર થાય છે તે ક્યારે ન વિસ્મરણ કરવું અને તેથી વુઘ્ઘાશ્રમ, હોસ્પિટલ, વિકલાંગ કેન્દ્રો જેવી જગ્યાઓએ જઈ સેવા આપવી.   

  • યોગા, ધ્યાન, કસરત અથવા તો કોઈ રમત રમવી. સમાજમાં થતા ઉત્તમ કાર્યો સાથે જોડાવું તેમાં મદદરૂપ થવું.    

 

અન્યને કેવી રીતે મદદરૂપ થઇ શકું?

  • આપણી સાથે રહેનારા અને કામ કરનારા વ્યક્તિઓને સમયાંતરે ‘કેમ છો?’ પૂછતા રહેવું અને કોઈ કાર્યોમાં તેમને મદદ જોઈતી હોય તો કરવી.

  • કોઈ વડિલ હોય તેને મોબાઈલનો સદુપયોગ કરતાં ન આવડે તો તેમને શીખડાવવું. તેઓને કોઈ વસ્તુ જોઈતી હોય તો લઇ આવવી.

  • વર્તમાન કાળમાં, મનુષ્યો જ્યાં જાય ત્યાં મોબાઇલ સાથે લઈ જતા હોય છે, બાથરૂમમાં પણ તેઓ મોબાઇલનો સાથ છોડતા નથી. ઘરમાં આવ્યા બાદ, ખાતા પીતા પણ સતત મોબાઇલ ઊપર નજર રહે છે. મોબાઇલમાં વ્યસ્ત એવા માનવીને  ઘરના વ્યક્તિઓ માટે કોઈ સમય હોતો નથી. ઘરમાં ગયા પછી ઓછામાં ઓછું 30 મિનિટ સુધી મોબાઇલને દૂર રાખીને સહુ સાથે પ્રેમપૂર્વક વાતચીત કરવી જોઇએ. મકાન ઘર ત્યારેજ કહેવાય જ્યારે ઘરમાં રહેતા કુટુંબીજનો એકબીજાના જીવન સાથે જોડાઈને રહે.  મિત્રો કે સ્નેહીઓ સાથે બહાર જઇએ ત્યારે ખાસ યાદ રાખીને તે મોબાઇલનો ઉપયોગ ન કરવો. જેની સાથે બહાર ગયા છીએ તેમનો પૂરો આદર કરી આનંદપૂર્વક રહેવું.

  • એકલતાનો ભોગ બનેલા જીવને, વિચારપૂર્વક સહાયભૂત થવું. તે મદદ લેવા તૈયાર નથી માટે પ્રથમ તો તેના સ્વભાવ અને પ્રકૃતિથી પરિચિત થવું અને પછી યોગ્ય સમયે મિત્રતા કેળવવાનો પ્રયત્ન કરવો.

  • સહાય કરતી વ્યક્તિએ આનંદમાં રહેવું. સુખ અને દુઃખ તે મનમાં વધુ છે, વ્યક્તિ ધારે તો દુઃખમાં પણ સુખી રહી શકે છે આવી સમજણ પ્રેમ પૂર્વક આપવી.   

  • ઘરમાં પુરાઈને ન રહેતા તે વ્યક્તિને પ્રોત્સાહિત કરી બહાર લઇ જવો. નૈસર્ગમાં એવી અદભુત શક્તિ છે કે જે તેનો આશરો લે છે તેને તે આનંદથી ભરી દે છે.

  • મારા પાડોશી એકલા હોય, વૃદ્ધ હોય તો તેમની સાર સંભાળ લેવી.

બાળકો માટે

બાળકોને બાલ્યકાળથીજ યોગ્ય જ્ઞાન આપવું જોઈએ. જે અનેક પ્રકારના ભાવો મનુષ્યના મનમાં મનુષ્ય વેદે છે તે ભાવો બાળકો ઓળખે અને સમજે એવું જ્ઞાન આપવું જોઈએ. ઇનસાઇડ આઉટ નામની આ એનિમેટેડ ફિલ્મ છે તે જોતાં બાળકો તેમજ મોટાઓને ઘણું જાણવા મળે તેવું છે. એક નાની દિકરી પોતાના માતાપિતા સાથે બીજે રહેવા જાય છે. આ નવી જગ્યાએ તે એકલતાનો અનુભવ કરે છે. 


સંકલ્પ

 

તો સંકલ્પ કરીએ કે:

1. આપણે આ સહચારી જીવનમાં એક બીજાને પૂરતો સમય આપીશું.

2. માત્ર અન્યને જોશું અને સાંભળશું નહિ પણ ધીરજ કેળવી હૃદયથી સમજવાનો પ્રયાસ કરીશું.

3. મારું એ સર્વનું છે એ ભાવથી જીવશું, અન્યની મૂંઝવણ અને તકલીફો મારી છે એ યાદ રાખીશું.

4. આ જગતમાં દરેક વ્યક્તિ કોઈને કોઈ રીતે એકલો છે માટે હું બધાની સાથે પ્રેમથી વર્તીશ, હું મારી ધીરજ અને સહનશીલતા નહિ ગુમાવું.

ઉપસંહાર


હું આનંદમાં રહીશ અને આનંદની પ્રસાદી સહુને આપતો રહીશ. પરમ પૂજ્ય ભાઈશ્રીમાં રહેલું વિશ્વ વાત્સલ્યપણું જગતના તમામ જીવોને આવરી લે છે. ભાઈશ્રીનો નિષ્કામ પ્રેમ સહુનાં અંતરમાં જ્ઞાનનો પ્રકાશ પાથરે છે. તેમનું શરણ અનન્ય છે અને તેમના આશ્રયે આપણે હર હંમેશ ઉત્સાહી અને ઉમંગી રહીએ છીએ. તેમની નિશ્રામાં એકલતા ખરેખર તો અસંગતા બની જાય છે. અધ્યાત્મના માર્ગે એકલા રહેવાનો કોઈ અનેરો આનંદ છે. તે આનંદ અનંત નિર્જરાનું કારણ બને છે અને ભવ સમુદ્રમાં તે નૌકારૂપ બને છે.