Ekatva Bhavana

Contemplation of Solitariness

એકત્વ ભાવના

આ મારો આત્મા એકલો છે, તે એકલો આવ્યો છે, એકલો જશે, પોતાનાં કરેલાં કર્મ એકલો ભોગવશે, અંતઃકરણથી એમ ચિંતવવું તે ચોથી એકત્વ ભાવના.
- શ્રીમદ્દ રાજચંદ્ર, વચનામૃત

Transliteration:
Aa maaro aatma eklo chhe, te eklo aavyo chhe, eklo jashe, potaanaa karelaa karma eklo bhogavshe, antahkarana thi em chintavvu te chothi ekatva bhavana.

Translation:
This soul of mine is alone, it has come alone, will go alone, will bear the fruits of his deeds alone; to contemplate thus from the deep realms of consciousness is the fourth Ekatva bhavana.
— Shrimad Rajchandra

Ekatva Bhavana

Our soul exists. It exists eternally and it exists alone. Yet, every single day, we draw our sense of identity and self-worth from our associations with people, objects and activities. These associations offer the comfort of familiarity and attachment which, in turn, only further perpetuates the myth that all of us are interminably entwined with one another in one large, enduring web.

In reality, the web does not endure. All these associations are wholly separate from us. We go about our lives alone, suffer our destiny alone and depart alone. Even identical twins, born the same day of the same mother, look like each other but do not share the same destiny. This is practical knowledge that we avoid acknowledging and imbibing.

We crave the security of family and friends so that we do not feel alone. In fact, all our relationships are essentially selfish in nature even when they do not overtly seem so. Over time, our mind distances itself from people we do not interact with frequently or those we do not need. E.g. we could not live without our parents till a few years ago; today we may not even meet them regularly. A similar situation will unfold when our children move away from us and theirs from them.

On the face of it, the idea that you are all alone is frightening. But the same thought can be liberating when you contemplate the words of our Sadguru. Param Pujya Bhaishree tells us. “Potentially, each one of us has a soul that’s as powerful and as pure as that of Siddha Bhagwan (Tirthankars).” Param Krupalu Dev Shrimad Rajchandra has elaborated on this profound knowledge in his writings. The only, and critical, difference is that our Tirthankars have realized their inner bliss whereas we are works-in-progress.

When we contemplate the magnificence of our soul thus, we see our soul as it is - a magnificent powerhouse that can tide over all obstacles, fears and attachments. Our soul is intrinsically free but is waiting to be freed. It has achieved this body through an intricate manifestation of karma; now it’s time to achieve our soul through our exquisite sadhana and practical contemplation.

Internal reflection and rumination can equip us to appreciate the fact of our solitariness. Once Indra Dev approached Nami Rajshri in the guise of a Brahmin. Nami Rajshri had renounced the world and was living in the blissful awareness of self. Indra told him his empire was burning and needed him. Nami Rajshri shook his head and responded that what was burning anyway never belonged to him.

Indra then implored him to return to his kingdom to build forts to protect his people from attacks from outsiders. Nami Rajshri replied that all forts would be destroyed sooner or later. In this manner, Indra kept baiting him to return to his kingdom but Nami Rajshri, whose vision had been cleaned of the cobwebs of worldly existence, did not waver even once from his clarity of thought that nothing in and of the world was his. He knew that one’s mind was the real destroyer of his true interests and advocated freedom from the vices and weaknesses of the mind.

We can withdraw little by little from objects we do not need. Similarly, on the subtle plane, we can detach ourselves emotionally from people and objects who are not close to us, widening the circle of detachment gradually but surely in what will become a ceaseless spiritual expansion and a source of great inner joy.

While we cannot visualize our formless soul, we can certainly visualize the form of an enlightened soul: Bhaishree. By mulling and internalizing some of his attributes – serenity, stillness, calmness, gentleness, generosity, strength, selflessness, blissfulness, compassion, and, above all, purity - we internalize the attributes of our soul.

When informed of his wife’s demise, our native bard, Narsinh Mehta, did not grieve. Instead, he felt free. He sang, “Bhalu thayu bhangi zanjaar; sukh thi bhajshu Shri Bhagwan. (Good that my shackles have broken; now I will freely sing God’s praises.”

Shrimadji was devoted to his mother, Devbai, and took loving care of her during her illness. He handled his business efficiently too before seeking solitude in the dense greens of Gujarat. All the time he conducted himself in sansar, he did his work diligently. Yet he remained unattached to whatever he did. Vachanamrut, the copious compilation of his letters, is dotted with references to his sublime detachment from the world. He saw the world merely as a karmic obligation. The truth  about our independent existence echoes in his famous words: “I am not this body; this wife, children, etc. are not mine. I am a soul that is a pure bliss and eternal consciousness.”

Let’s join him in the celebration of our inner freedom from the shackles of this birth. The solitariness that appears to be disguised as loneliness in the mind's eye is in reality a solitude that enlightened souls crave for.

એકત્વ ભાવના

આત્મા છે, તે પૂર્વકાળે હતો અને અનાદિ અનંત કાળ સુધી તે એવો ને એવો જ રહેવાનો છે. તે એકલો હતો, છે અને રહેશે. તેના મૂળભૂત સ્વરૂપમાં, તેના ગુણો અને લક્ષણોમાં કોઈ ફેરફાર ક્યારેય થવાનો નથી, કારણ કે તેનું પોતાનું અલગ અસંગ એકલવાયું અસ્તિત્વ છે. તે આત્મતત્વમાં બહારનું કશું પ્રવેશી શકતું નથી અને માટે જ તે એકલું જ રહેવાનું. આ એકત્વપણું એ તો એનો દિવ્ય રંગ છે.

આપણે પોતે તે અરૂપી આત્મા છીએ કે જે વર્તમાનમાં એક દેહમાં સંચરિત થયો છે. તે દેહને નામ આપવામાં આવ્યું છે, તે દેહના માતા-પિતા, કુટુંબ, ઘર, ભણતર, વ્યવસાય વગેરે સાથે આપણા આત્માનો સાંયોગિક સંબંધ બંધાયો છે. તે દેહ અને તેની સાથે જોડાયેલી આનુસાંગિક બધી જ વસ્તુઓ દ્વારા આપણો આત્મા પોતાને ઓળખે છે અને બીજાને તે જ રીતે ઓળખાવે છે. અરૂપી આત્માની આ બાહ્ય રૂપી ઓળખ છે કે જેથી સગવડો સચવાય છે અને આપણે યથાયોગ્ય વ્યવહાર કરી શકીએ છીએ. આ બાહ્ય સાંયોગિક જોડાણ, અનેક વ્યક્તિઓ અને વસ્તુઓ સાથેનો સંબંધ એવી તો ખોટી ભ્રમણા ઉપજાવે છે કે બધા મારા છે અને હું બધાનો છું અને અમે બધા આવી રીતે સાથે જ કાયમ રહેશું. જે ક્ષણિક છે, ક્ષણભંગુર છે તેને આપણે શાશ્વત માનીને વ્યવહાર કરીએ છીએ. પરમ આશ્ચર્ય ઉપજાવે એવી આ માયાજાળ છે, ભુલભુલામણી છે કે જેણે આખાએ જગતને છેતર્યું છે. એ મોહમાયાએ બધાને ઊંધે રવાડે ચઢાવ્યાં છે. બુદ્ધિને વિપર્યાસ કરી નાખી છે. જે મારું નથી તેને મેં મારું માન્યું. જે સાથે નથી આવવાનું તેને ભેગું કરવામાં હું દિવસ અને રાત મથી રહ્યો છું.

આપણે કેટલા અધિક દીન અને દરિદ્ર છીએ કે ખૂબ ભેગું કરી લીધું હોવા છતાં તૃષ્ણાના પૂરમાં તણાઈને અધિક મેળવવા માટે આપણે આ અમૂલ્ય મનુષ્ય ભવ ખર્ચી રહ્યાં છીએ. કેવું મૂઢ઼પણું? છતાં આપણે 'હું સહુથી ચતુર છું ' એવું માનીએ છીએ. તૃષ્ણા, લોભ અને લૌકિક મોટાઇ એવા રાક્ષસો છે કે તેઓ ભેગા મળીને અસંખ્યાત મનુષ્યોનાં જીવનનો કોળિયો કરીને ખાઈ ગયા છે. અઢળક સંપત્તિ હોવા છતાં જે વધુ ઈચ્છે તે સહુથી મોટો ભિખારી ગણાય. દેહનું મૃત્યું થતાં જ બધું છૂટી જશે અને તે આત્મા પોતાના કર્મને અનુસરી નવો દેહ ધારણ કરશે. આ વાસ્તવિકતાથી આપણે સુપરિચિત છીએ, છતાં મારું મારું કરતા રહ્યાં છીએ અને એ જ પ્રબળ મોહનીય કર્મનું ભયંકર વર્ચસ્વ છે. એક આત્મા અન્ય આત્મા કે પર પુદ્દગલ વસ્તુથી સર્વથા સર્વકાળે અને સર્વપ્રકારે તદ્દન જુદો છે, પૃથક છે.

દરેકનું અસ્તિત્વ, દરેકનું જીવન, દરેકની દુનિયા જુદી છે. સહુએ પોતપોતાનાં કર્મોનું ફળ પોતે જ ભોગવવાનું છે. બે જોડિયા બાળકો એક માતાના ઉદરમાંથી સાથે જન્મ લે છે પણ તેઓનું પ્રારબ્ધ જુદું હોય છે. તેઓ સાથે જન્મ્યા હોવા છતાં, દેખાવમાં એક સરખા લાગતા હોવા છતાં બન્નેએ પોતપોતાના સુખ અને દુઃખ પોતે એકલાએ જ ભોગવવા પડે છે. અકસ્માત થયો, વિમાન તૂટી પડ્યું, મુસાફરી કરનાર ઘણા છે છતાં દરેકે પોતાનું દુઃખ પોતે અલાયદું ભોગવવું પડે છે. આ નરી વાસ્તવિકતા છે જે આપણે જાણતા હોવા છતાં યાદ રાખવા તૈયાર નથી.  હું એકલો આવ્યો છું અને એકલો જવાનો છું, મારે મારાં કર્મો એકલાએ જ ભોગવવાના છે તે સત્યની ઉપેક્ષા આપણે જીવનભર કરતા આવ્યા છીએ.

કુટુંબ, સ્વજન અને મિત્રો સહુ કોઈ સ્વસ્થ અને સુરક્ષિત રહે તેવું આપણે ઇચ્છીએ છીએ કે જેથી આપણે એકલા ન પડી જઇએ. બીજાના સુખમાં પણ પોતાનો સ્વાર્થ રહ્યો છે. ભલે બહારથી એવું ન જણાય કે ન લાગે પણ દરેક સંબંધમાં અંગત સ્વાર્થ રહેલો જ હોય છે.  નજીકનો મિત્ર, જે પહેલા બાજુમાં રહેતો હતો, તે પછી ક્યાંય દૂર રહેવા ચાલ્યો ગયો અને હવે તેને મળવાનું ઓછું થાય છે, તો આપણું મન તેને યાદ કરતું નથી અને અંતે તો તે સમૂળગો વીસરાઈ જાય છે.  જેની જરૂર છે તેને યાદ રાખીયે છીએ જેની જરૂર નથી તેને આપણે યાદ કરતા નથી. નાના હતા ત્યારે માતાપિતા વગર રહી શકતા નહીં પણ આજે આપણે તેમને સમયાંતરે મળીએ છીએ અને પરદેશમાં રહેતા હોય તો ફોન કરી ખબરઅંતર પૂછી સંતોષ માની લઈએ છીએ. જે બાળકો પાછળ અત્યારે આપણું જીવન કેન્દ્રિત છે તેઓ મોટા થતાં, પાંખ આવતાં, ઊડી જશે અને પોતાની પત્ની સાથે પોતાનું જીવન જીવશે. તેના વગર આપણે જીવન જીવવું જ પડશે. આમ દરેક  જીવાત્મા સુખની શોધમાં પોતાના કર્મને અનુસરતું જીવન જીવે છે અને જુનાં કર્મો ભોગવી નવા બાંધે છે. આ પ્રવાસ અને પ્રયત્નમાં દરેક આત્મા એકલો જ છે.

"હું કાયમ માટે એકલો જ છું અને રહીશ" તે વિચાર ભય અને દુઃખ ઉપજાવે છે.  આવા નબળા સમયે, પરમ કૃપાળુ દેવના શક્તિશાળી શબ્દોને ભાઇશ્રીના મુખે સાંભળીએ અને સમજીએ તો ચોક્કસ એવું લાગે કે તેઓ શક્તિપાત કરી રહ્યા છે.  આત્મઉદ્ધારક ભાઈશ્રી કહે છે, "દરેક આત્મા શક્તિનો પુંજ છે, અઢળક ઐશ્વર્ય તેનામાં ધરબાયેલું રહ્યું છે. તે અપ્રગટ શક્તિને માત્ર પ્રગટ કરવાની છે. જેવો જિનેશ્વર ભગવાનનો આત્મા છે તેવો જ આપણો આત્મા છે. જિનેશ્વર ભગવાને પોતાના અક્ષય સ્વરૂપને અને તેમાં રહેલા અનંત આનંદને અનુભવી લીધો છે. સાદિ અનંતકાળ સુધી તેઓ સમાધિસ્થભાવે તેમાં સ્થિર નિમગ્ન રહેશે. હવે આવાગમન નથી, જન્મ મરણનું દુઃખ નથી, સાચા અર્થમાં તેઓ સ્વતંત્ર છે, મુક્ત છે."

આવી પ્રચંડ શક્તિનો ધારક જો આપણો આત્મા હોય તો પુરુષાર્થ કરવા મંડી પડવું જોઈએ કે નહીં?  તેજોમય અને જળહળતા તે આત્માનો પ્રકાશ આખાએ વિશ્વને અજવાળે છે. તેની તમામ શક્તિઓ અક્ષય છે અવિનાશી છે. તે પોતામાં પૂર્ણ છે. તેને અન્ય કોઈની અપેક્ષા કે આવશ્ક્યતા નથી. આ એક એવો ઉત્તમ ભાવ છે, દ્રષ્ટિ છે કે જે દ્વારા જીવ મોહના બંધનોને સહેલાઈથી તોડી શકે એમ છે. નિશ્ચય નયથી વિચારીએ તો તે આત્માને કોઈ બાંધી શકતું નથી તે સદૈવ મુક્ત છે પણ વ્યવહારથી તે અત્યારે કર્મોથી અને મોહના બંધનોથી જકડાયેલો છે. તે બેડીઓ તોડી નાખીએ એટલી વાર છે.  જે શરીરમાં તે પુરાયેલો છે, તે જ શરીર સાધનાનું એક શ્રેષ્ઠ માધ્યમ છે. ઉત્તમ ધ્યાન અને સૂક્ષ્મ ચિંતન દ્વારા આપણે સમ્યક પરાક્રમ કરી શકીએ એમ છીએ.

જો અંતરમાં શુભ અને શુદ્ધ વિચાર અને ભાવની ધારા ચાલુ થાય, તે ચિંતન ગાઢું  તેમજ સૂક્ષ્મ બને તો આત્માના અસંગ અવિચળ અક્ષય સ્વરૂપની અનંત શક્તિ જાગી ઊઠે. તે આત્મા ભલે એકલો છે પણ તેની ચેતના વિશ્વવ્યાપક છે. આવી જ્ઞાનની સુદ્રઢ અખંડતામાં બિરાજેલા નમિ રાજર્ષિને દેવો વિપ્રનું સ્વરૂપ લઇ ચકાસવા આવે છે. તેઓ કહે છે કે, 'હે નમિ રાજર્ષિ, તમારું સામ્રાજ્ય, તમારા નગરો, મહેલો, પ્રજા બધું ભડકે બળી રહ્યું છે, તેઓને તમારી જરૂર છે, તમે હમણાં જ અમારી સાથે ચાલો'. ત્યારે માથું હલાવીને ના પાડતા નમિ રાજર્ષિ કહે છે કે, "તેમાનું  કશુંએ મારું નથી, મારું જે છે એ મારી પાસે છે."

અવિચળ નમિ રાજર્ષિને ચલાયમાન કરવા વિપ્ર ફરી કહે છે કે,  "તમે નગરની બહાર કિલ્લાઓ બંધાવી આપો કે જેથી શત્રુઓથી તમારી પ્રજા બચી રહે" ત્યારે જ્ઞાનમય નમી રાજર્ષિ કહે છે કે "તે કિલ્લાઓ તો સમય જતા તૂટી જશે" આમ વિવિધ રીતે અનેક પ્રકારે નમિ રાજર્ષિને ફરી રાજ્યમાં આવવા માટે પ્રલોભિત કર્યા પણ જેના મોહનાં પડળો દૂર થયા છે તેવા તે નમિ રાજર્ષિ એકત્વ ભાવનામાં નિશ્ચલ રહ્યા અને જરા પણ ડગ્યા નહિ. તે જાણતા હતા કે આ જગત એ માયા છે. અનાદિથી મનુષ્યનું મન તે માયાજાળમાં ફસાય છે અને છેતરાય છે. મન પોતાનું જ નખ્ખોદ વાળે છે. મોહભાવ ને કારણે તેને બધું ઊંધું દેખાય છે.  અંતરની તીક્ષ્ણ વિચારધારા અને ધ્યાનસાધના દ્વારા તેમને સ્પષ્ટ સમજાઈ ગયું હતું કે હું એકલો છું, કોઈ કોઈનું નથી. દરેકે પોતાનાં કર્મો પોતે ભોગવવાના છે.  તેથી તેઓ ફરી પોતાની સમાધિમાં આરૂઢ થઇ ગયા.         

"એક આત્મા અન્ય આત્માથી કે પરપુદ્દગલ વસ્તુથી સર્વથા સર્વકાળે અને સર્વપ્રકારે તદ્દન જુદો છે. તે કશું લાવ્યો નથી અને કશું લઈ જવાનો નથી, માત્ર કરેલાં કર્મો સાથે આવશે." આટલું જો અંતરમાં કોતરાઈ જાય તો જીવનમાં કોઇ પણ વસ્તુ માટે આપણે આગ્રહ નહીં રાખીએ. મતાગ્રહ, કદાગ્રહ, હઠાગ્રહ કે દુરાગ્રહ બધા આ એક વિચારથી દૂર થઈ જશે. બાપ દાદાની મિલકતની વહેચણી બાબત બે ભાઇઓમાં મતભેદ ઊભા થયા, વાતાવરણ ઉગ્ર બન્યું, ત્યાં એક ભાઇને આ એકત્વ ભાવના યાદ આવી ગઈ. અજ્ઞાન આગળ જ્ઞાન પ્રગટ થયું અને તે બીજા ભાઇને સમર્પિત થઈ ગયો. તેનો પ્રેમ, વિનય અને મૃદુતા જોઈને બીજા ભાઈમાં પણ પરિવર્તન આવ્યું. માત્ર એક સાચી વિચારધારામાં કેટલી શક્તિ રહી છે, તેનો કેવો સકારાત્મક પ્રભાવ છે. તે દ્વારા જીવન કેટલું સુખી અને અર્થપૂર્ણ બની જાય છે. દરેક ભાવના ત્રિકાલિક સિદ્ધાંતોનું નિરૂપણ કરે છે અને જો તે અંતરમનમાં સ્થપાઈ જાય તો સમજણપૂર્વક આપણે સત્યના માર્ગે મોક્ષ સુધી પહોંચી જઈશું.

આપણે પણ આપણા જીવનને તપાસી જોઈએ. એવી ઘણી વસ્તુઓ છે જેને આપણે ત્યજી શકીએ એમ છીએ. સમજણપૂર્વકનો જ્ઞાનગર્ભિત વૈરાગ્ય જગાડીને પરવસ્તુઓ પ્રત્યેનો મમત્વભાવ સહજ રીતે તોડી શકાય એમ છે. સ્વાવલંબિત આપણે પોતાની ખુમારીમાં, પોતાના જ્ઞાનાનંદની મસ્તીમાં જીવી શકીએ એમ છીએ. પ્રથમ તેની શરૂઆત કરીએ. જે દૂરના સંબંધો છે અને એવી વસ્તુઓ જેનો બહુ વપરાશ નથી તેને પ્રતિજ્ઞા પૂર્વક છોડતા જઇએ અને પછી તે ત્યાગભાવનાને વિસ્તારતા જઇએ. ત્યાગી જીવન જીવવાનો કોઈ અનેરો આનંદ છે. તેમાં રહેલી સ્વતંત્રતા અને મુક્તતાનો અનુભવ કેટલો આહલાદક છે! દેહના કે પર વસ્તુઓના ગુલામ આપણે નહિ રહીએ.  

ભલે આપણે આપણા આત્માનો અનુભવ નથી કર્યો પણ વિદેહી ભાઈશ્રી આપણી સન્મુખ છે. તેમનું અવલંબન લેતાં ચમત્કારિક રીતે આપણી દ્રષ્ટિ સત્યને જોઈ અને પામી શકે એમ છે. તેમના તે વિશેષ ગુણોનું ધ્યાન ધરીએ.  તેમની પવિત્રતા, સ્થિરતા, શાંતિ, કોમળતા, ઉદારતા, શૌર્ય અને શક્તિ, નિ:સ્પૃહતા, અંતરઆનંદ, કરુણા અને દિવ્ય અસંગતાનો વિચાર કરીએ, તેને માણીએ, સ્તવીએ, પૂજીએ તો આપણા અંતરના દ્વારો ખુલી જશે અને આત્મદેવના દર્શન થઇ જશે. ગુણાત્મક રીતે વિચારીએ તો આપણે ક્યાં એકલા છીએ, આપણે અનંત ગુણોના ભંડાર છીએ, એકમાં અનેક છીએ અને તેથી અનંત સામર્થ્યના ધણી છીએ.

પત્ની ગુજરી ગયાના સમાચાર સાંભળી નરસિંહ મહેતાને દુઃખ નોહતું થયું કેમકે તેઓ જાણતા હતા કે ઋણાનુબંધ પૂરા થયા અને સંબંધ પૂરો થઇ ગયો. કર્મ પ્રમાણે પત્નીના આત્માએ ગતિ કરી. મૃત્યુ દેહનું થયું હતું આત્માનું નહિ. અહોરાત્ર શ્રીકૃષ્ણની ભક્તિ કરતા તેમના આત્મામાંથી સહજ ઉદ્દગારો સરી પડ્યા. "ભલું થયું ને ભાંગી જંજાળ, સુખે ભજીશું શ્રીગોપાળ", સંબંધો સાચવવવામાં સમય નહિ જાય અને પ્રભુભક્તિ વધુ થઇ શકશે. આપણે યાદ રાખવાનું છે કે નિષ્કામભાવે, પવિત્ર હૃદય સાથે અને અપેક્ષા વગર આપણે આપણી ફરજોને ખૂબ પ્રેમથી નિભાવવાની છે.  

કુટુંબ પ્રત્યે લેશ માત્ર મોહ કે દ્વેષ ન થાય તેની કાળજી લેવાની છે. જ્યાં સુધી દીક્ષા નથી લેતા ત્યાં સુધી ભોગમાં પણ યોગને સાધતા રહેવાનું છે. પરમ કૃપાળુ દેવનું જીવન એ સહુ માટે આદર્શ જીવન છે. અંતિમ સમય સુધી તેઓએ માતા દેવબાનું પ્રેમપૂર્વક છતાં મોહરહિત ધ્યાન રાખ્યું.

મંસુખભાઈને પોતાનો તમામ વારસો સુપ્રત કરી દઈને નિવૃત્તિ ક્ષેત્રોમાં વીતરાગી ભાવ ધારણ કરીને તેઓ કલાકો સુધી તે ભાવમાં પ્રતિષ્ઠિત થઈને રહેતા.  દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી અસંગ બનીને તેમણે અપૂર્વ રીતે એકત્વ ભાવનાને સિદ્ધ કરી હતી. વચનામૃતજી ગ્રંથના પત્રોમાં તેમણે શ્રુતસાગરનું નવનીત પીરસ્યું છે, જે વાંચતા, સમજતા, વાગોળતા આપણું ઉપાદાન તત્વ બળવાન બનતું જાય છે. એકલતાના ભાવને અસંગતામાં તે પરાવર્તિત કરે છે. ઉદયને અનુસરતું તેમનું જ્ઞાનમય જીવન ઋણાનુબંધને પૂરું કરતું રહ્યું. વ્યવહાર હોય કે વ્યવસાય તેઓ જળકમળવત રહ્યા અને વૈરાગ્યભાવે નિષ્કામ, નિ:સ્પૃહ અને સમભાવી જીવન જીવી, કર્મોને ખપાવી ગયા.

"હું દેહાદિ સ્વરૂપ નથી, દેહ સ્ત્રી પુત્ર આદિ મારા નથી, હું શુદ્ધ કેવળ અવિનાશી એવો આત્મા છું", આ તેમનું  દિવ્ય વચન અનંત કાળના મોહઅંધકારને ઉલેચી નાખી શાશ્વત પ્રકાશ પાથરે છે.

એકલતા એ આપત્તિ નહિ પણ આશીર્વાદ છે. સંસારની માયાજાળથી તે એકલતા મુક્તિ અપાવે છે. તો ચાલો પરમ કૃપાળુ શ્રીમદજીના ચીંધેલા માર્ગે ભાઈશ્રીનો હાથ પકડીને અસંગ બનીને આત્માની ઉજવણી કરીએ, વિદેહી થઈને વિચરીએ.


Feedback and share

We would love to hear your thoughts, contemplations, insights, poetry, video clips, quotes and images. Collectively we learn. You can email us at: contemplate@rajsaubhag.org


Inspiration Wall

Below we share from our audience. We learn from each other. Be inspired to read - others might have perspectives which we may not have thought of before.

We are connected to others through our karma alone. To shed these karmas we need to rest in our soul. Moment the mind gets still, we find our own self. The soul needs no one. It loves solitude. How do we enjoy the solitude of the soul? By staying centred, by dipping freely into our consciousness, which can so absorb us that we drop the crutches of our worldly existence and delve into our inner happiness. ‘Nijanand’, as Param Krupalu Dev and other seers have called it.

Let’s identify what is ours and understand it. Let’s understand what is not ours and stop identifying with it.

કર્મને કારણે આપણે આ સંસારમાં જન્મ મરણ કરી રહ્યા છીએ. આ જ કર્મ થકી આપણે બધા અન્યોન્ય એકબીજા સાથે જોડાયેલા છીએ. તે કર્મોને નિર્જરવાનો એક માત્ર માર્ગ છે આત્મજ્ઞાન. પ્રથમ મન પવિત્ર થાય અને પછી તે મન ધ્યાનની સાધના દ્વારા સ્થિર થાય ત્યારે આત્માનો જ્ઞાયક સ્વભાવ લક્ષગત થાય છે. આત્મા પોતે પોતામાં પૂર્ણ છે. તે આનંદનો ઘન છે. સમતાનો સાગર છે. આવા આત્માને કોઈના સંગની આવશ્યકતા નથી. સંગ એ જ દુઃખનું નિમિત્ત છે. એકત્વ ભાવના એટલે ખરેખર તો  આત્માની અસંગ દશા સુધી પહોંચવાનો સહજ સુગમ માર્ગ. દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી જીવ અસંગ કેવી રીતે રહી શકે? ઉપયોગ એટલે કે,  આત્માની એકાગ્રતા કે જે બહારમાં, જગતનું, પર પદાર્થનું જ્ઞાન કરી રહી છે તે જો સદ્દગુરુ અનુગ્રહથી અંતર્મુખ થાય, સ્થિર થાય તો આ દ્રશ્ય જગત અદ્રશ્ય થઈ જાય અને અદ્રશ્ય આત્મા દ્રશ્ય થાય, અનુભવાય. પછી એકલો આત્મા જ રહે. અસંગદશામાં રહેલા સાધકને આત્માની અદ્દભુત જ્ઞાયકશક્તિનો, સ્વપરપ્રકાશક ચૈતન્યનો, અનંત અવ્યાબાધ સુખનો, અનુભવ થાય છે. એકાંત મૌન આરાધનાની શિબિરો દ્વારા આ એકત્વ ભાવના ઉત્તમ રીતે સિદ્ધ થાય છે. એકત્વ ભાવનાને ભાવીને આપણે આત્માના અલૌકિક સ્વરૂપને પામી જઈએ.


એક એટલે અદ્વૈત. અનેક એટલે દ્વૈત. એકમાં સુખ છે અનેક્માં દુઃખ છે. બહારથી ભલે અનેકોની સાથે જીવવું પડતું હોય પણ જો સુખી રહેવું હોય તો  અંદરથી આપણે એકલા જીવવું જોઇએ. જે અંદરથી પણ અનેકોની સાથે જીવે છે તે સતત દુઃખના નીમીતોની મદ્યમાં રહ્યો છે. દુઃખનું મૂળ છે દ્વૈત જ્યારે સુખનું મૂળ છે અદ્વૈત.