Goal 6: I am not my reputation
I will abstain from any exercise which promotes my own self-importance or standing. Prestige and social status are all linked with the body, but henceforth my focus shall be my soul. I will not worry about how I am evaluated by others but rather want to be good in lens of my own conscience.
ધ્યેય 6: દામ્ભિક પ્રતિષ્ઠા
હું એવું કશું નહિ કરું કે લોકોની વચ્ચે મારું મહત્વ સ્થાપિત થાય અને તેઓ મારી વાહ વાહ કરે. પ્રતિષ્ઠા, માન સન્માન, આબરું આ બધું નશ્વર શરીર સાથે જોડાયેલ વાતો છે, હવે પછી, હું દેહને નહિ પણ આત્માને કેન્દ્રમાં રાખીને આત્મલક્ષે જીવન જીવીશ. લોકો મને કઈ રીતે મૂલવે છે, કેવી નજરોથી જુએ છે એ મારે મન હવે મહત્વનું નથી પણ હું મારી પોતાની નજરોમાં કેવો છું એ જ મારે મન મહત્વનું છે.
Creating a foundation for change and contemplation:
Here are some questions you can use to structure your thoughts in an objective and open manner. They are just a guide and we encourage you to be as broad and as open in your exploration as you can be. Please share your contemplations by clicking on the button below. You can choose to keep your thoughts anonymous.
Reflect - Where am I now
Contemplate - What does this goal really mean
Plan - How can I imbibe this in my life
Strive - Be positive, cultivate enthusiasm and inner energy
Implement - Put it into action
Observe - Evaluate, see the change and celebrate it
મનન : મારી વર્તમાન દશા શું છે?
ચિંતન : આ દયેય કઈ રીતે મારા જીવનને ઉન્નત બનાવશે?
યોજના : હું કઈ રીતે આ બધું આચરણમાં મુકીશ?
પુરુષાર્થ : સકારાત્મક બનીને, અંતરમાં ઉત્સાહ વધારો તેમજ વીર્યબળ ને જગાડો.
અમલ : અમલમાં મુકો.
સ્વ અવલોકન : સ્વનું મુલ્યાંકન કરો. શું હું મારા જીવનમાં બદલાવ લાવી શકયો છું? જો લાવી શકયો હોઉં તો તેનું ગૌરવ અનુભવો.
EXAMPLE QUESTIONS
Q. Why do I care so much about what other people think of me?
Q. Do I project an image of myself or am I always true and straightforward about who I am?
Q. Can people see through to aspects of my personality that I am not proud of and don't want them to see?
Q. What is the cost of trying to live up to my reputation?
Q. Whose opinions do I care most about in reality?
Q. Whose opinions should I care most about?
આંતરિક પરિવર્તન લાવવા તેમજ વિચારધારાને સૂક્ષ્મ બનાવવા માટે આ પ્રશ્નો આધાર બનશે:
You can also email us at: contemplate@rajsaubhag.org
Insights from others
Below we will share some contemplations from our audience. Be inspired to read them - often others may have insights which we may not have thought of before. The insights might contain poetry, video clips and personal thoughts.
I am not my Reputation
Nature is naturally beautiful. It is what it is. Clouds naturally get formed, the sand dunes, the rocky mountains, water bodies, shorelines, the avalanche, glaciers, all of them are so beautiful, there isn't any cosmetic make over done. We see them as God's design.
Lily, Rose, Daffodils, Tulips are all different and unique in their own way. Mangoes, watermelon, oranges, each one is exclusive. Lily does not want to become a rose nor does orange want to become a mango.
Cheetah, giraffe, and the zebra, there isn't any comparison, all are extraordinary. They remain what they are.
Nature teaches us to be what we are. Let us stop portraying ourselves to be like others. Innocence is the hefty price we pay to look like what we are not.
Lives of great men have certainly been inspiring us. Evoking courage and determination, they help us to continue excelling in our own field and accomplish our final objective. For a soul seeker the ultimate goal is moksh. If I want to emulate, why not Lord Mahavir or let our own Bhaishree be our super hero.
Unfortunately, our own prestige and reputation has been most important to us. All our lives we have been working hard in building our own brand. Our name and stature, our position and authority is what we keep fabricating and erecting.
Every action is driven by an intention, but irrespective of the main objective, all our actions are consciously guided by the same set of questions "What will others think of me? How will I be evaluated? Will this help in creating my own goodwill? Shall I have an edge over others?
We have mastered the art of hiding our weakness and glorifying our talents. Slyly and skillfully we exactly know what to say when and what to show whom. It's like playing chess, each move is so thoughtfully taken. In each step lies a hidden agenda. Our life has become an unending exhibition that keeps variously displaying some or the other facets and we are covertly standing there anonymously waiting to hear praises for our smallest actions.
1) Did people notice me and my efforts?
2) Did they appreciate my work?
3) This has become humongous today but do they know it was me who had conceived and initiated the idea?
4) I have my own style, it depends on how you carry it.
Pretence has become a way of life. Concealing the dark side of our character we successfully keep building our image.
However manipulating we may be in our mundane life but most of us are free and frank while we are in company of our close friends. Our friends perfectly know who we truly are. Let Sadguru Bhaishree be our closest friend. Let us not hide anything from Him. Much more than a true friend, he is our saviour and protector as he is our guide too. His life is like an open book. No secrets to hide, no facts to be masked.
Saubhagbhai's soul, though tainted by many wishes, still remained piously radiant. He opened up and shared all that he had in his mind. For this virtue of his, he earned greatest respect from Shrimadji.
Deceit has been a major roadblock while we traverse the spiritual path. Scripture says, "Deceit keeps the gates of spirituality closed." It's only by remaining simple and straightforward that we shall be able to open and uncover the deepest truths. How shall we otherwise reach the higher level of consciousness? To gratify our desires we invariably use deceit as our tool. Why not aim high, and live for a greater purpose to love and serve others. This shall appease us the most.
Resolution
Focusing on our character and not on
our name, fame and glory is how we shall live for rest of our life. Till date it was body, now we shift to our soul.
Be honest, live simple, that's the way to be happy and spread happiness.
દાંભીક પ્રતિષ્ઠા
કુદરત એ સ્વાભાવિક રીતે સુંદર છે, કારણ તેમાં કશું કૃત્રિમ નથી. જેવું છે તેવું જ તે છે. વાદળો તેની મેળે બંધાય છે. રણની રેતીઓના ડુંગરાઓ આપમેળે સર્જાય છે. સમુદ્ર અને તેના કાંઠાઓ, ઊંચા પર્વતો અને ખાઈ, હજારો વર્ષથી પહાડો ઉપર કે ખીણમાં જામી ગયેલો પથ્થર જેવો બરફ, આ બધું સ્વયમ્, સ્વતંત્ર રીતે રચાય છે. નૈસર્ગિક રીતે સર્જાયેલું આ જગત ખૂબ સુંદર છે. કોઈ બાહ્ય ઉપક્રમ કે ઉપચારથી તેની સુંદરતા ખીલેલી કે ટકેલી નથી. જગતને પ્રાપ્ત થયેલી આ ઈશ્વરી કૃપા છે. કુદરતનો નાનામાં નાનો ઘાટ કે રૂપરેખાઓ, એ આ જગતના જીવાત્માઓને અપાયેલી ઈશ્વરની અમૂલ્ય ભેટ છે.
કમળ, ગુલાબ, મોગરો કે પછી ચમેલી આ દરેક પુષ્પ અનોખું છે. કેરી, કલિંગર, સંતરા કે ચીકુ સહુ અદ્વિતીય છે. ગુલાબને મોગરો થવામાં કોઈ રસ નથી અને ન તો કલિંગરને કેરી થવામાં. દરેક પોતાનું અલાયદું અસ્તિત્વ ધરાવે છે અને તેમાં તેઓ અતિ ખુશ છે, સંતુષ્ટ છે.
ચિત્તો, જીરાફ કે ઝેબ્રા, બધાં નિરાળાં છે. એકની સરખામણી અન્ય સાથે કરાતી નથી. તેઓ પોતામાં પોતે પૂર્ણ છે.
કુદરત શીખવાડે છે કે દંભ ન કરવો અને જેવાં છીએ તેવાં જ રહેવું અને દેખાવું. મારે શા માટે અન્ય જેવાં દેખાવાનો પ્રયત્ન કરવો જોઈએ? એમ કરવામાં હું મારી નિર્દોષતા, કોમળતા, ઋજુતા ખોઈ બેસું છું. કેટલી અધિક કિંમત હું ચૂકવી રહ્યો છું!
મહાપુરુષોના પરાક્રમી જીવનમાંથી પ્રેરિત થઈને આપણે પણ સાહસિક બની, સંકલ્પબળને ખીલવીને જે ક્ષેત્રમાં આપણે કાર્યરત છીએ તેમાં ઉત્તીર્ણ થવાનું છે અને સાથોસાથ અધ્યાત્મના શિખરો પણ સર કરવાના છે. કોઈના જેવું થવું જ છે તો મહાપુરુષો જેવું કેમ નહીં? મહાવીર ન બનીએ? ભાઈશ્રી જેવા અધ્યાત્મયોગી પુરુષને આપણા આદર્શ ન બનાવીએ ?
કમભાગ્યે આપણે સહુ આપણી દાંભીક પ્રતિષ્ઠા અને બાહ્ય આબરૂની ખૂબ ફિકર કરીએ છીએ. આપણા માટે તે જીવનનો સહુથી અધિક મહત્વનો પ્રશ્ન બની ગયો છે. આખુંએ જીવન, એક માત્ર આપણું નામ, મોભો, સત્તા અને લૌકિક મોટાઈ જળવાય, એમાં ખર્ચી કાઢીએ છીએ. કુશળતાપૂર્વક એક વ્યવસ્થિત આયોજન આપણે કરતા જ રહીએ છીએ કે જે દ્વારા આપણા બાહ્ય અસ્તિત્વની ભૌતિક ઈમારત, આપણા વ્યક્તિત્વનું નવનિર્માણ, સારી રીતે થતું રહે. ભલે અંદર પોકળ હોય, પણ બહારથી તે પૌલાદી દેખાવું જોઈએ. અસત્યની પાછળ છુપાયેલું બિહામણું સત્ય દેખાય ન જાય એની કાળજી લેવામાં મહામૂલ્યવાન મનુષ્યભવ સમાપ્ત થઈ જાય છે.
દરેક કાર્યની પાછળ કોઈ હેતુ હોય છે કે જે, કાર્યને આગળ વધારતું રહે છે. પણ ભલે મુખ્ય ધ્યેય કંઈ જૂદું હોય છતાં, આપણા વિચારો તેમજ આપણું આચરણ અમુક સવાલોના જવાબ ફરી ફરી પ્રાપ્ત કરીને દોરવાય છે. તેઓ મારા માટે શું વિચારશે? તેઓ મારું મૂલ્યાંકન કેવી રીતે કરશે? તેમાં હું ખરો ઊતરીશ ને? શું આમ કરવાથી મારી કીર્તિ વધશે? બીજાની સરખામણીમાં હું વધારે લાયક વધારે યોગ્ય લેખાયશ ને?
પોતાના દોષો અને ખામીઓને છુપાવામાં અને ગુણોનો જયજયકાર કરાવવામાં આપણે માહિર છીએ. કુબુદ્ધિ અને કુમતિના દાવ-પેચનું ષડયંત્ર રચીએ છીએ અને પછી બરાબર સજાગ રહીએ છીએ કે ક્યાં શું બોલવું, કોને ક્યારે શું બતાવવું અને છૂપાવવું. જાણે શતરંજની બાજીમાં વિચારી વિચારીને દરેક ચાલ ચલાતી ન હોય. કુનેહબાજ આપણે એવા ખેલાડી બની જઈએ છીએ કે દરેક ચાલમાં રહેલો ગર્ભિત હેતુ કોઈ જાણી ન જાય એનો બરાબર ખ્યાલ રહે. ભૌતિક લાભના હેતુએ પગલું માંડીએ છીએ. આપણે આપણા જીવનને, ક્યારેય ન પૂરું થાય એવું પ્રદર્શન બનાવી દીધું છે. કાર્યે કાર્યે કીર્તિ વધે એ જ ઉદ્દેશથી કળા અને કૌશલ્યના નમૂનાઓ પીરસતાં રહીએ છીએ અને પછી કોઈ ન જુએ એ રીતે એક ખૂણામાં ઊભા રહી પોતાના વખાણ સાંભળવા ઉત્સુકતા સાથે ઊભા રહી જઈએ છીએ. કર્તૃત્વ ભાવનો અહમ્ એવો મોટો છે કે આપણે કરેલા નજીવા કાર્યને જ્યાં સુધી કોઈ બિરદાવે નહીં ત્યાં સુધી શાંતિ ન થાય, રાત્રે ઊંઘ ન આવે.
મેં કરેલા પરિશ્રમની શું લોકોએ નોંધ લીધી?
શું તેમણે મારું કાર્ય વખાણ્યું?
આજે આ સંસ્થા ભલે ઘણી મોટી થઈ ગઈ પણ શું બધાંને ખબર છે કે તેના મૂળમાં મારી વિચારધારા રહી છે, આના પાયા મારી હાજરીમાં નખાયા છે?
બધાંને બધું ન આવડે અને ન શોભે. તેના માટે જરૂરી છે એક વિશિષ્ઠ વ્યક્તિત્વની. બોલવું ચાલવું પહેરવું બધું જ બરાબર હોવું જોઈએ. અમથાં લોકો મને બોલાવતાં હશે?
મુખવટો પહેરીને, કૃત્રિમ ભાવો ચહેરા પર ધારણ કરી જીવન જીવવું એ હવે સામાન્ય અને સહજ થઈ ગયું છે. કાળા કર્મોને છુપાવી, કપટ સાથે પોતાની છબી ઉજળી રાખવા માટે મોટા ભાગના મનુષ્યો પ્રયત્નશીલ છે.
લૌકિક જીવનમાં ભલે અનેકને આપણે છેતરીએ પણ જયારે આપણા અંગત, નજીકના બાળમિત્રો સાથે હોઈએ ત્યારે આપણે જેવાં અસલમાં છીએ તેવાં જ રહીએ છીએ. આપણું અસલ સ્વરૂપ બહાર પ્રગટ થાય છે. કશી જ ચિંતા વગર, જે મનમાં હોય તે રીતે જ વર્તીએ છીએ. મન, વાણી અને વર્તનની ઐક્યતા એકબીજાને અનુસરતી હોય છે. મિત્રો સાથે હ્રદય એક થયું છે. પ. પૂ. ભાઈશ્રીને આપણે આપણા પરમ કલ્યાણમિત્ર બનાવી દઈએ. કોઈ વંચના કે કપટ નહીં. તેમનાં પ્રેમભર્યા પવિત્ર સ્પર્શથી આપણો આત્મા ચોક્કસ બદલાઈ જશે, નિર્મળ થશે. તેમનાથી કંઈ છાનું કે છુપું નહીં. કપટરહિત આતમ અર્પણા.
સૌભાગભાઈના મનમાં ઘણી ઇચ્છાઓ અને કામનાઓ હતી. જે મનમાં જાગે તે શ્રીમદ્દજીને તેઓ પત્ર દ્વારા નિખાલસપણે જાહેર કરી દેતા. તેમની આ સરળતાને કારણે શ્રીમદ્દજીને, સૌભાગભાઈ પ્રત્યે ખૂબ પ્રેમાદરભાવ વેદાતો હતો. પત્રના જવાબમાં શ્રીમદ્દજી એવા અમૃત વચનો લખી મોકલતાં કે જેના સૂક્ષ્મ ચિંતનથી સૌભાગભાઈ તેમજ જગતના તમામ જીવોની ભૌતિક વાસના અને લૌકિક અભિનિવેશ દૂર થઈ શકે.
મોક્ષના માર્ગે દંભ એ મોટું અવરોધ તત્વ છે. અધ્યાત્મ માર્ગના દ્વાર ઉપર આ દંભ એ આગળો છે. દંભ અને કપટ દૂર થાય તો જ તે દરવાજા ખૂલી શકે. સરળ અને સાદગીભર્યુ વલણ રાખીએ તો અધ્યાત્મનો જોમવંતો પુરુષાર્થ શરૂ થાય, અને ત્યારે જ સાધના દ્વારા અંતરમાં અજવાળા પથરાય છે.
આપણી ઇચ્છાઓને પૂર્ણ કરવા માટે આપણે જૂઠ અને કપટનો સહારો લેવો પડે છે. જો ઇચ્છાઓ રાખવી જ હોય તો ઊંચી પરોપકારી ભાવના રાખવી અને પ્રેમ તેમજ સમર્પણ સાથેનું સેવાભાવી જીવન જીવવું. આવું જીવન પરમ સંતોષ, દિવ્ય આનંદ અને તૃપ્તિ અપાવે છે.
સંકલ્પ
ચારિત્ર નિર્મળ થાય, જીવન પવિત્ર બને એ જ મુખ્ય લક્ષ્ય સાથે હવે જીવવું છે. નામ, પ્રતિષ્ઠા, મોટાઈ, સત્તા, સંપત્તિ, મોભો તે આ મનુષ્યભવનો લક્ષ નથી.
સત્ય અને સાદગીભર્યું જીવન જે જીવે છે તે હંમેશાં આનંદિત રહે છે અને તે જ્યાં જાય ત્યાં આનંદની લ્હાણી કરે છે.