Sansaar Bhavana

Contemplation of the fragility of this world

સંસાર ભાવના

આ આત્માએ સંસારસમુદ્રમાં પર્યટન કરતાં કરતાં સર્વ ભવ કીધા છે. એ સંસારી જંજીરથી હું ક્યારે છુટીશ? આ સંસાર મારો નથી; હું મોક્ષમયી છું; એમ ચિંતવવું તે ત્રીજી સંસારભાવના.
- શ્રીમદ્દ રાજચંદ્ર, વચનામૃત

Transliteration: Aa aatma e sansaarsamudramaa paryatan kartaa kartaa sarva bhav kidhaa chhe. E sansari janjeerthi hu kyaare chhutish? Aa sansaar maaro nathi; hu mokshmayi chhu; em chitavvu te triji sansarbhavana.

Translation: This soul has travelled through all the lifetimes in this worldly ocean. When will I break free from the fetters of the world? This world (sansaar) is not mine; I am salvation by nature; to contemplate thus is the third sansaar bhavana.
— Shrimad Rajchandra

Sansaar Bhavana

From nigod (underground life forms living in suffocating congestion) to heaven, we have done countless rounds of all the existing lifecycles through the wheel of time (kaal chakra) without attaining true happiness. Our soul has been flitting from one body to another, getting hurt and pained, tortured and ravaged along the way.

In every birth, we continue to seek sensory gratification from the world we inherit and inhabit. We try to buy happiness with our money, time and efforts. But we fail more than we succeed. However hard we toil, we cannot control our circumstances. The futility of all we do to satiate our sansaric (worldly) urges is a live experience every moment.

Param Krupalu Dev Shrimad Rajchandra has said, “The biggest cause of our misery is the sansar of life and death.” Jain seers have called sansaar ‘dozak’ (inferno). Param Pujya Bhaishree tells us sansar is ‘asaar (without meaning or relevance).  Gautam Buddha has said, ‘Sarvam dukham’  – there’s only unhappiness. Adi Shankaracharya has called the world an illusion (maayaa).

None of us can take back our sansaric efforts with us. The only asset that comes with us to the next birth is our sadhana (spiritual practice). That being the case, should we not stop being so attached to in our illusory world?

How do we stay unattached to sansaar while living in it? We are blessed to have a living example to observe and follow - our Sadguru. Bhaishree is never emotionally attached to his thoughts, speech or deeds in his extremely busy day. Mahatma Gandhi had commented on the way Shrimadji could switch off from his business and immerse himself in a reading of holy books in an instant. Even in the thick of his professional work, Shrimadji would spend some time in solitude in the lap of nature in places with high spiritual energy like Idar, Uttarsanda, Ralaj, Kavithha, Vadva and Vaso. He would say, “What is in this world that we need? Whatever we need is right within us and with us.”

Contemplation along these lines makes us see that whatever our sansar can offer is a mirage; it’s unreal. Along with our sadhana, such contemplation can lead us to a nirgranth avastha (a state without any attachment), that is the residing place of permanent happiness.

Each time we falter, we should remember Balshri’s compelling clarity about the nature of this world. The son of King Balbhadra and Queen Mriga, Balshri was known as Mrigaputra. As he grew older, his memory of his past lives made him realise the worthlessness of a worldly life. When he sought his parents’ consent to renounce the world, they drew a bleak picture of an ascetic’s life and tried to lure him to the pleasures of the senses. But an awakened Mrigaputra explained to them the delusional nature of such pleasures. These pleasures were deceptive, momentary; they would drive him further away from real happiness and push him into a vortex of sinful living. He recalled his tortuous life in hell as being tougher than anything he could ever experience as a monk. Compelled by their son’s penetrative insights into the truth, the parents relented.

The tumult and turbulence of sansar do not define us. We are defined by that abiding spirit resting within, that sees all we do, and is aching to be acknowledged.

Sansar is our saadhan (tool) and not saadhya (goal) as we seem to think. Sansar is to be used for spiritual awakening. Such awareness can steer us to the direction where our Param Pujya Bhaishree, is waiting to deliver us to our goal.

“Sansar ke jungle mein tu kyu fasa hain re?

Par-brahm ke ras se tera nas nas ramaa hain re.”

Some of you say, “Joy is greater than sorrow,” and others say, “Nay, sorrow is the greater.”
But I say unto you, they are inseparable.
Together they come, and when one sits alone with you at your board, remember that the other is asleep upon your bed.”
— Khalil Gibran

સંસાર ભાવના

નિગોદના ( બટેટા, કાંદા વગેરેમાં રહેતા ) અસંખ્યાત જીવો એક કાયામાં સાથે રહે છે. તે જીવોને કેટલી અધિક અકડામણ થતી હશે. પળમાં અનેક જન્મે અને મરે, ઉત્પન્ન થતા રહેવાનું અને સતત મરતા રહેવાનું તે પણ ગણી ના શકાય એટલા લાંબા સમય સુધી.

સંસારચક્રમાં, નિગોદ થી માંડી દેવભૂમિ સુધી આપણે અનેક વાર પર્યટન કર્યુ છે. તે પુદગલ પરાવર્તન દરમિયાન આપણો આત્મા અનંતીવાર પટકાતો, અથડાતો, કપાતો રહ્યો છે. શબ્દમાં વર્ણવી ન શકાય એવા અસહ્ય તીવ્રતમ દુઃખ આ આત્માએ ભોગવ્યા છે. આ સંસારમાં કોઈ પણ જીવ તન અને મનથી સુખી છે ખરો? શું હું સુખી છું?

જન્મમરણના દુઃખનો આપણે ગંભીરતાપૂર્વક ક્યારેય વિચાર કર્યો છે? ક્ષણિક સુખની પાછળ રહેલું અનંત દુઃખ અને વેદના ભોગવવી પડશે એ સભાનતા સાથે આપણે જીવી રહ્યા છીએ?

દુ:ખથી મુક્ત થવું હશે તો તે દુઃખની ઉપેક્ષા ન કરતા, ત્રણે લોકમાં અલગ અલગ યોની અને ગતિમાં કેવું કેવું દુઃખ જીવો ભોગવી રહ્યા છે, કેટલા કાળથી ભોગવી રહ્યા છે, શું કામ ભોગવી રહ્યા છે, તેનાથી મુક્ત થવાનો કોઈ ઉપાય ખરો? આ બધું વિચારવું પડશે, કર્મ ગ્રંથોમાંથી તેની સમજણ લેવી પડશે.  સંસારના વાસ્તવિક સ્વરૂપને સમ્યક્ રીતે જે ઓળખવાનો પ્રયત્ન નથી કરતા તે દુઃખમાં જ ટળવળતા રહે છે. 

જે ગતિ પ્રાપ્ત થઈ, જે સંજોગો અને પરિસ્થિતિઓમાં આપણે જીવ્યા, જ્યાં જ્યાં જન્મ લીધો ત્યાં ઇન્દ્રિયજનિત સુખ ભોગવવા માટે તત્પર રહ્યા છીએ. પદાર્થોમાંથી સુખ મેળવવા મથતા રહ્યા પણ દર્દભર્યુ સત્ય એ છે કે, આપણે  તૃષ્ણા અને અસંતોષને જ અનુભવતા રહ્યા છીએ. દુઃખનો આવો અનુભવ સ્પષ્ટ વેદી રહ્યા છતાં અંતરમાં કોઈ ઈહાપોહ થતો નથી. ભેંસ પાણીમાં બેસીને મસ્ત હોય તેમ આપણે સંસારના પાણીમાં મસ્ત, નિશ્ચિંત બેઠાં છીએ. સમય, શ્રમ અને સંપત્તિ થકી સુખને ખરીદવાની કોશીષ કરતા  રહયા પણ અત્યાર સુધી આપણે નિષ્ફળ ગયા છીએ. લેવા ગયા સુખ અને મળતું રહ્યું દુઃખ. વસ્તુ ઘરની અંદર ખોવાયેલી છે અને તેને બહાર શોધી રહ્યા છીએ. સુખ અંદર છે તેને શોધવાના પ્રયત્નો બહાર થઇ રહ્યા છે. કેવી કરુણ અવસ્થા.     

સંસારને સુધારવાનો ગમે તેટલો પુરુષાર્થ કરીએ પણ, દરેકનું જીવન પૂર્વે કરેલા કર્મોથી નિયંત્રિત છે. પુરુષાર્થ તો કરવો જ રહ્યો પણ સમભાવનો. પુરુષાર્થની દિશા બદલાવની જરૂર છે. જો એ બદલાય તો દુઃખમાં પણ સુખ છે. જીવે સગવડોમાં સુખ માન્યું છે, માટે વિવિધ વસ્તુઓ વસાવીને વૈભભ વધારવાનો તેને ફરી ફરી અભરખો જાગે છે. જ્ઞાનીઓ કહી કહીને થાકી ગયા કે ભલા માણસ સુખ સંતોષમાં છે સગવડોમાં નહીં. થોડું પ્રાપ્ત થયું તો હવે એનાથી વધુ જોઇએ છે. આ વધતી ઇચ્છાઓને પુરી કરવામાં આપણો આત્મા પોતેજ કરેલા કર્મોથી એવી રીતે ફસાયો છે કે અનંત કાળથી તેની મુક્તિ થતી નથી.

પરમકૃપાળુ શ્રીમદ રાજચંદ્રજી કહે છે કે આપણા દુઃખનું સહુથી મોટું કોઈ કારણ હોય તો તે છે જન્મ અને મ્રુત્યુની આ દારુણ ઘટમાળ. જૈન પૂર્વાચાર્યોએ અનુભવીને કહ્યું છે કે સંસારવન ભડકે બળી રહ્યું છે. આગની જ્વાળાઓ ચોતરફ છે. તેમાં સર્વે જીવો ભસ્મીભૂત થઈ રહ્યા છે. સંસારના અસાર સ્વરૂપને ભાઈશ્રીએ અનેકવાર ઓળખાવ્યું છે, ભગવાન ગૌતમ બુદ્ધે આ સંસારને "સર્વ દુખમ્" ની ઉપમા આપી. આ સંસારને તેમણે એકાંત શોક અને દુઃખથી ભરેલો દિઠો છે. આદિ શંકરાચાર્યએ આ સંસારને માયાની ઉપમા આપી છે. આ સંસાર સર્વ જીવાત્માઓને છેતરે છે. સંસાર એક ભ્રમ છે, સપનું છે, જ્યાં કશું લાંબુ ટકતું નથી, બધું બદલાતું જ રહે છે, તેનો વિશ્વાસ શું કામ કરવો જોઇયે?. 

અનંત સુખ નામ દુઃખ ત્યાં રહી ન મિત્રતા

અનંત દુઃખ નામ સુખ પ્રેમ ત્યાં વિચિત્રતા

ઉઘાડ ન્યાય નેત્રને નિહાળ રે નિહાળ તું

નિવૃત્તિ શીઘ્રમેવ ધારી, તે પ્રવૃત્તિ બાળ તું .

- શ્રીમદ્દ રાજચંદ્ર

સંસારમાં રહ્યા છતાં હું કેવી રીતે નિર્લેપ રહી શકું? ભાઈશ્રી એક પ્રબળ જીવંત અવલંબન છે. તેઓ અતિ વ્યસ્ત જીવન જીવે છે પણ છતાંએ કુશળ રીતે પોતાને જુદા રાખી શકે છે. અંતરની સંવેદના દરેક પ્રત્યે હોવા છતાં તેઓ કોઇની સાથે મોહથી બંધાતા નથી. તે એટલે હદ સુધી કે, પોતાના વિચારો, કહેલા વચનો અને કરેલા કાર્યોથી પણ આંતરિક રીતે અસંગ રહી શકે છે. આ તેમની આધ્યાત્મિક ઊઁચાઈ સૂચવે છે. પ્રવ્રુત્તિમાં રહ્યા છતાં પણ તેઓ આંતરિક રીતે  નિવૃત્ત રહી શકે છે.

શ્રીમદ્જી સાથેના બે વર્ષના ગાઢ પરિચય દરમિયાન ગાંધીજીએ જોયું હતું કે લાખોના સોદા કર્યા બાદ બીજીજ ક્ષણે શ્રીમદ્જી ગૂઢ આધ્યાત્મિક વાતો પોતાની નોંધપોથીમાં લખવા બેસી જતા. પેઢીના મુખ્ય વ્યવસ્થાપક હોવા છતાં, નિર્લેપ અને નિ:સ્પૃહી શ્રીમદ્જી અસંગ રહીને ધંધો કરતા.  સ્વધર્મમાં રહીને તેઓ પ્રવૃત્તિ કરી શકતા. કેવો અદભુત વૈરાગ્ય અને કેવી આશ્ચર્ય ઉપજાવે એવી ઉદાસીનતા.

શ્રી રેવાશંકર જગજીવનની પેઢીનો કારભાર દેશ પરદેશમાં ઘણો વિકસિત હોવા છતાં શ્રીમદ્જી સરેરાશ ચાર મહિના નિવૃત્તિ લઈને નૈસર્ગિક પ્રદેશોમાં ધ્યાન સાધનાનો પુરુષાર્થ કરતા. ઇડર, ઉત્તરસંડા, કાવિઠા, રાળજ, વડવા, વસો જેવી અનેક ભૂમિઓ તેમના ચરણ સ્પર્શથી પાવન થઇ છે. તે તપોભૂમિઓ  આપણા માટે તીર્થભૂમિ બની ગઈ છે.  તેઓ કહેતા " એવું તો આ જગતમાં શું છે કે જે આપણને જોઈએ છે? જે જોઈએ છે તે આપણી અંદર છે, સદૈવ સાથે છે". વિચાર કરીએ તો જણાય કે, આ સંસાર એ તો મૃગજળ સમાન છે. દૂરથી એવું લાગે કે ત્યાં સુખ છે પણ વાસ્તવમાં તે સુખાભાસ છે.  વાસ્તવમાં આ સંસાર દુઃખ, દુઃખ અને પારાવાર દુઃખથી ભરેલો છે. આ સંસારના સ્વરૂપને વારંવાર વિચારીએ તો તે પ્રત્યેનો મોહ ભાવ આચ્છાદિત થયા વગર રહે નહિ કારણ અવિચારે કરીને મોહ રહ્યો છે. સંસાર ભાવનાનું અનુપ્રેક્ષણ જો વ્યવસ્થિત થાય તો પછી સંસારને  છોડવો નથી પડતો તે આપોઆપ છૂટી જાય છે અને ધ્યાન સાધના દ્વારા મિથ્યાત્વની ગ્રંથિઓને છેદી આત્મા  નિર્ગ્રંથ અવસ્થાને પ્રાપ્ત કરે છે.  સમભાવે પ્રારબ્ધ ઉદયને ભોગવી અંતે મોક્ષ પામી  અવ્યાબાધ સુખ સમાધિને વરે છે.

જો આપણે આ સંસારની માયા જાળમાં લપેટાય જઇએ ત્યારે ભાઈશ્રીએ આપેલા બોધનો આશ્રય લેવો જોઈએ. મૃગાપુત્રનું ચરિત્ર વાંચીએ તો સમજાય કે આ સંસાર કેટલો અસાર છે.  રાજા બલભદ્ર અને રાણી મૃગાવતીનો તે પુત્ર બલશ્રી મોટો થયો અને તેના નિર્મળ આત્માને જાતિસ્મૃતિ જ્ઞાન થયું. પૂર્વભવો પ્રત્યક્ષ દેખાયા.

કરેલા કર્મોને ભોગવવા માટે તે બલશ્રીએ  કેટલાએ અલગ અલગ દેહ પૂર્વે ધારણ કરવા પડ્યા હતા અને કેટ કેટલું દુઃખ તેણે પૂર્વના જન્મોમાં વેઠ્યું  તે સમજાતા આ સંસારમાં રહેલા અનંત દુઃખોનો ખ્યાલ આવ્યો. સંસારની અસારતા જણાતા તેને પ્રચૂર ત્યાગ - વૈરાગ્યનો ભાવ જાગ્યો અને દિક્ષા લેવા માતાપિતાની અનુમતિ માંગી. પુત્ર પ્રત્યેનો મોહ એટલો અધિક હતો કે તેઓએ ત્યાગી જીવનમાં રહેલા અનેક કષ્ટોનું વિસ્તારપૂર્વક વર્ણન કર્યું અને પછી દીક્ષા ન લેતા સંસારના ઇન્દ્રિયજનિત ભોગ વિલાસના ઉત્તમ સુખોને ભોગવવા માટે પ્રલોભિત કરવાની મિથ્યા કોશીષ કરી. મૃગાપુત્રનો આત્મા જાગી ગયો હતો તેથી તેણે વિનમ્રતાપૂર્વક આ સંસારનું માયાવી સ્વરૂપ અને ક્ષણભંગુર સુખ પાછળ રહેલું અનંત દુઃખની વાત કરીને માતાપિતાને અનુમતિ આપવા રાજી કર્યા. તે બંને વચ્ચેના અર્થપૂર્ણ સંવાદો વાંચીએ તો આપણો આત્મા પણ જાગી જાય. તેણે માતાપિતાને સમજાવતા કહ્યું કે આ સંસારના સુખો મેળવવા જીવ કેટલા બધા ઘોર કર્મો બાંધે છે અને પછી તે પાપાચરણનું  ફળ અતિ પીડા આપનારું નીવડે છે. નરકની અસહ્ય વેદના, ત્યાગી જીવન કરતા અનેક ઘણી વધારે દુઃખ અને પીડા આપનારી છે. ખરેખર તો ત્યાગનો આનંદ છે. સંયમના પંથે આત્મા બળવાન બને છે. તે સાધુજીવન બાહ્યના પરાવલંબિત સુખનો આશ્રય છોડાવીને સ્વના સ્વાવલંબિત આનંદ તરફ લઇ જાય છે. આવું જીવન જીવતા આપણો આત્મા અનેક ગુણોનો સ્વામી બને છે. અસંગ, નિર્ભય, નિ:સ્પૃહી મહાત્મા બની તે તમામ કર્મોની નિર્જરા કરીને સદાકાળ માટે અનંત સુખમાં પ્રતિષ્ઠિત થાય છે.  જ્ઞાનગર્ભિત વૈરાગ્યના પવિત્ર રંગે રંગાયેલા તે મૃગાપુત્રની દ્રષ્ટિમાં રહેલા મોહનાપડળો દૂર થયા હતા અને જ્ઞાનચક્ષુ દ્વારા તેનો આત્મા આ જગતનું સત્ય પામી ગયો હતો. ધન્ય છે તે મૃગાપુત્રને.

આ સંસારના ભયંકર દુઃખો છે પણ તે આપણા મૂળભૂત અસ્તિત્વનો ભાગ નથી. આપણે તો ચિદાનંદ સ્વરૂપી અજર અમર અવિનાશી છીએ. જીવ પોતાને ભૂલી ગયો છે, બકરીના ટોળામાં સિંહનું બચ્ચું બે બે કરી રહ્યું છે. જરૂર છે અંતરના સિંહને જગાડવાની, તે જો આત્મામાં જાગીને ગર્જના કરશે તો કોઈ દુઃખ તેની સામે ઉભું નહિ રહી શકે. અંતરની ચેતના ભવોભવથી રાહ જોઈ રહી છે કે, ક્યારે મારો ચેતન ઘરે પાછો આવશે ! ક્યારે હું મારા જ્ઞાનભાવમાં રમતો થઈશ. આ સંસાર તે તો ભવસમુદ્ર છે, આ મનુષ્ય ભવ તે સાધન છે સાધ્ય નથી. તે દ્વારા મોક્ષ કે જે લક્ષ્ય છે, સાધ્ય છે તે પામી શકાય છે. આ નરભવ તે આત્મ જાગૃતિ અર્થે ગાળવાનો છે, નર માંથી નારાયણ બનવાનો સુઅવસર છે, અમૂલ્ય તક છે.  આનંદના સ્વામી એવા ભાઈશ્રી પેલા કિનારે ક્યારના રાહ જોઈ રહ્યા છે, તેઓની દિવ્ય ચેતના ફરી ફરી તે અક્ષય ધામમાં પોકારી પકારીને બોલાવી રહી છે. આપણે પુરુષાર્થ કરીને તે સિદ્ધભૂમિએ પહોંચી જઈએ.

સંસાર કે જંગલ મેં તું ક્યું ફસા હૈ રે

પરબ્રહ્મ કે રસસે તેરા નસ નસ રમા હૈ રે

ૐ મેં ખો કર ૐ મેં રમ કર ૐ મેં મિલના હૈ  

કોઈ એમ કહે છે કે, આનંદ એ દુઃખની પીડાથી વધારે ઉંચી અવસ્થા છે, જ્યારે કોઈ દુઃખને આનંદ કરતાં વધારે ઉંચુ ગણે છે, પણ મારે તમને કહેવું છે કે સુખ અને દુઃખ, આનંદ અને પીડા બંને હરહંમેશ સાથે રહ્યા છે, તેને અલગ કરી શકાય એમ નથી. એક જયારે તમારી સાથે છે ત્યારે બીજો તમારીજ પથારીમાં સૂતો છે.
— ખલિલ જિબ્રાન

સુખ ને દુઃખ, વસંત અને પાનખર,ભરતી અને ઓટ એ તો સૃષ્ટિનો નિયમ છે, તે તો આવતાજ રહેશે, જીવનમાં આવ્યાજ કરે. ઉપર નીચે ચાલતુંજ રહેશે. સહન કરવાની આવડત હોય તો મુસીબતમાં પણ રાહત છે અને હૃદય ભોગવી જાણે તો દુઃખ પણ એક દૌલત છે. પુરુષાર્થની એક ઠોકરથી વિધિના વલણ બદલાય જશે અને માનવી જો નીતિ બદલે તો ઇતિહાસ નવો સર્જાય જશે.


Feedback and share

We would love to hear your thoughts, contemplations, insights, poetry, video clips, quotes and images. Collectively we learn. You can email us at: contemplate@rajsaubhag.org


Inspiration Wall

Below we share from our audience. We learn from each other. Be inspired to read - others might have perspectives which we may not have thought of before.

How do we distance ourselves from sansar? Let’s do it step by step. Move your mind away from people, objects and thoughts not so dear to you; then move your mind away from people, objects and thoughts that are dear to you. The last bastion is to move your mind away from everything except what is within you.

Swami Vivekananda said, “Never mind the struggles, the failures.. hold the ideal a thousand times, and if you fail a thousand times, make the attempt once more.”