Don't we all just love being surrounded by the wonders of the natural world? Listening to the whispering of trees, protected under the shelter of mighty mountains, letting our worries flow away in the soothing waters of rivers, humans can have a deeply spiritual relationship with nature.

The Japanese have a practice called shinrin-yoku, which translates to forest bathing. As exotic as that sounds, the practice simply involves being in the presence of trees and experiencing the atmosphere with all the senses - something that needs the “bathers” to let go of all thoughts related to the world outside, relax, and just be in the moment. Sounds just like meditation, right? Studies on the effect of forest bathing have shown that it provides a lot of the physical benefits of meditation - it lowers the heart rate and blood pressure, reduces stress hormone production, boosts the immune system, and improves overall feelings of wellbeing.

There are several ways to connect better with nature, the easiest of which is simply getting out and surrounding ourselves with the natural environment.

But what if our natural environment looks like this ...

Can we reap the benefits of forest bathing if our surroundings represent clutter and neglect? No we cannot but we have the power to do something and for that there are a few things we need to understand and several habits we need to change.

How did we turn our home into giant garbage dump?

Earth - this blue and green rock that is our one and only home in this immeasurably vast universe. It is easy to go about our daily lives without once remembering the preciousness of the planet. In the pursuit of happiness through wealth, societal status and family, most of us sacrifice our time and have become extremely busy in our lives. Our modern lifestyles have therefore evolved to adapt to our poverty of time. It has become normal to do what saves time, rather than what is best for our planet.

Who wants to spend time doing the dishes when disposable plates and cups are so easily available? Why would one remember to bring water from home when plastic water bottles can be bought at practically every corner? And besides, we can throw that bottle away once we have quenched our thirst. Who wants the inconvenience of carrying a bottle around?

But is that “convenience” worth this?

The unaltered stomach contents of a dead albatross chick photographed on Midway Atoll National Wildlife Refuge in the Pacific in September 2009 include plastic marine debris fed the chick by its parents.

The unaltered stomach contents of a dead albatross chick photographed on Midway Atoll National Wildlife Refuge in the Pacific in September 2009 include plastic marine debris fed the chick by its parents.

Who suffers because we do not think before we throw?

 

Animals and birds

Almost everything we use today has some kind of plastic in it because plastic is a very useful material. Plastic is also 100% recyclable but most of us either do not know this or know but do not recycle. This is the heart of the problem. When plastic items are thrown into the trash, a significant portion ends up in the stomachs of animals and birds.

  • Strewn over the streets

In India, where cows often forage in garbage to find food, they end up eating the thin plastic bags and as you can imagine, this causes them a lot of distress.

This video shows an animal rescue group performing surgery on a bull to remove 20 kg (45 lbs) of plastic from its stomach.

It is worth remembering that most animals are not as fortunate as this bull and live on, suffering in silence.

 

  • Floating in the ocean

The rain, wind, or birds carry away plastics and they end up in the ocean. There, they may

  1. get caught around baby animals in the ocean who then grow up with deformities

  2. get stuck in animals like this olive-ridley turtle with a plastic straw in its nose

  3. break down into millions of tiny pieces over time. Plastic does not really biodegrade and turn into “soil” like plants and animals. It can only break down into smaller pieces and a lot of it then gets eaten by animals in the ocean.

The future of all life on Earth

We have one planet with a limited amount of resources that are all part of a cycle. Water from the sea evaporates, forms clouds, comes down as rain, and flows back into the sea. If we break the cycle and consume faster than the Earth can replenish, how long can our one planet support us? We are not here to merely enjoy the treasures of the planet but also as Earth’s caretakers so our future generations can live comfortable lives like we do.

Furthermore, the food waste we generate ends up in landfills, which are nothing but mountains of waste. When the buried food waste rots without access to oxygen, it forms methane gas which is one of the largest contributors to global warming and climate change.

Why should we care?

One only needs to observe Param Pujya Bhaishree in the midst of the immense beauty of nature to sense its spiritual importance in the eyes of a true seeker. The breath of the forests, the roaring of the rivers, the songs of the birds and whales, the invisible work of the insects: each element of nature works in harmony with the rest. It is awe-inspiring to observe this continuous dance of nature.

Due to our busy and distracted minds, and the discontentment that drives our fast paced consumer lifestyles, it is easy to forget that our actions have far reaching consequences for the entire planet. Our collective human action - right now - is disrupting entire ecosystems, creating chaos and suffering for all living beings. The ripples of these actions will also be felt by future generations that will inherit the problems we create today.

As spiritual seekers, we can each choose to slow down, connect with our inner contentment, expand our horizon of compassion, and think more carefully about our actions. Let’s choose to be in harmony with nature.

Click here to ACT NOW

Click here to read in Gujarati (ગુજરાતીમાં લખાણ)


Let's move to ACTION

Responsible waste management is a practice that relies on understanding and education but the key to successfully changing any habit is complementing that knowledge with gradual changes in habits. Here is an 8-step plan with a few suggestions to help with getting started on this path:

1. Change your attitude. See the “resource” in the “waste”.

Most of us have a Not-In-My-Backyard (NIMBY) attitude towards waste. Understand that what we consider waste and useless is in fact a resource. That plastic bottle can be turned into jeans or sneakers and that rotten tomato can turn into nutrition-rich compost to nourish other plants. Make note of the things you throw out, do some research, and ask yourself - what more can this product do?

 

2. Separate the waste at source i.e the point of generation

  • When discarding anything, separate the waste into at least the three categories of recyclables, biodegradable waste, and trash. Mixing food and recyclables like plastic, cardboard, etc. reduces the recyclability and resale value and contaminates any potential compost with harmful chemicals.
  • Do not put hazardous items like harsh chemicals, cleaners, oil, sharp items like syringe needles, or medical and sanitary waste like medicines, diapers, used bandages, etc. with the above trash since they can spread infections or hurt people or animals.

 

3. Recycle everything that can be recycled. Plastic, glass, paper, cardboard, metal, etc. can all be recycled. Look for this recycling logo:

If you live anywhere in India, get your neighbors involved and partner with the local scrap dealer or raddiwala to have your recyclables collected regularly. This way, you can also support a small business owner.

If you live outside India, check if your local government has a recycling program and participate. Study their rules so you know what they accept and what they don’t

 

4. Consider composting your kitchen scraps and garden waste. Composting is a way to recycle biodegradable waste and returning it to the natural cycle of nutrients.

  • If your local government does not have a composting program, look for NGOs that compost or get together with your neighbors to start a local composting project in your neighborhood or society.

  • If you compost, line your kitchen scrap bin with a few sheets of newspaper. Paper is biodegradable and this reduces waste from the plastic garbage bags.

  • Consider replacing your garbage bag with edible plant-based plastic bags so it is safe for any animal that accidentally eats it.

 

5. Reuse whatever you can.

 

6. Reduce the amount of waste you generate.

  • Plan your meals for the week so you only buy as many groceries as you need. It is easy to get carried away at the market, get too many groceries and then forget about them.

  • Put up a list of the contents of your fridge and pantry somewhere you can easily see it. This way, you won’t forget that vegetable hidden in the back corner. Set reminders in your calendar based on your meal plan and the expiration dates of your stock.

  • Print documents only when absolutely necessary and print on both sides of the paper. Shred sensitive documents once you no longer need them but always recycle. Get digital subscriptions to newspapers, magazines, bills, etc.

  • If you get a lot of postal mail that gets tossed without being opened, cancel the unnecessary subscriptions.

  • Carry your own mug, plate, and cutlery when you go on a picnic, hike, or trek. If there is no access to water, you can carry a soap solution in a small spray can or wipe soiled plates with paper napkins. Compost the napkins once you get home. Waste in remote areas usually gets dumped on a small piece of land in the wilderness.

  • When buying groceries, avoid packaged products. Buy loose fruits and vegetables.

  • Get grains from a bulk grocery store and if possible, use your own containers or bags.

 

7. Refuse things you don’t need.

  • Think about the clothes you already have before you purchase new clothes.

  • Request no straws at restaurants when you order a drink. Better still, carry your own reusable steel straws when needed. Travel beverage containers that prevent spillage are easy to find.

  • Request no cutlery, paper napkins, sauce sachets, etc. when you order food to be delivered to your home or office. Keep a set of reusable cutlery and napkins with you when you leave your home.

  • Pledge to never use styrofoam again. Many cities around the world have banned the use of styrofoam cups because even though it is recyclable, it has low value in the recycling market and is difficult to recycle. It makes its way into the ocean even if it is put into recycling bins.

  • When buying something new, think about where it will go after you are done with it. Evaluate alternative options and make your purchase after having considered its impact.

 

8. Educate yourself and others around you.

As with several other habits, thoughtlessly consuming and disposing has sadly become second nature to us. The best way to change it is to educate ourselves about the impact of our actions, understand that when we throw something away, its impact does not go away. Let knowledge guide our choices. Let us lead by example and empower others to make a difference too.

 

For the kids:

What better way is there to learn about recycling than with cartoons and fun songs?

Peppa pig learns how to separate waste for recycling

What is recycling?

 


Resolution

It takes a village to raise a child but it is going to take the whole planet to make sure our children and grandchildren have the opportunity to be healed by “bathing” in the beautiful natural environment. Let us resolve to be more respectful to our planet and treat the Earth like we treat our own homes. Let us resolve to restore the balance of natural cycles. Let us resolve to Refuse, Reduce, Reuse, Recycle, and be Responsible about our waste.

 



 વાપરીને ફેંકી દેવાની પ્રથાનેજ કાઢી નાખીએ તો?

કુદરતના ખોળે બેસવું કોને ન ગમે ! નૈસર્ગિક સુંદરતા જ્યાં અધિક છે ત્યાં મન તુરંત શાંત થઈ જાય છે અને  હ્રદય  અનેરો આનંદ અનુભવે છે.

કલ્પના કરો કે મંદ મંદ પવન જ્યાં વહેતો હોય, પક્ષીઓ મીઠો મધૂરો કલરવ કરતા હોય, વૃક્ષના પાંદડાઓ હસી હસીને અન્યોન્ય કંઈ કહી રહ્યા હોય, વિશાળ અડોલ પર્વતની હારમાળા હોય, વાતાવરણ એટલું અધિક પ્રસન્નતાભર્યું હોય કે આપણે, સામે વહેતી નદીમાં આપણી બધીજ ચિંતાઓ અને ફિકરોને વહેતી કરી દઈએ. નિસર્ગમાં રહેલી આધ્યાત્મિકતા સાથે જો મનુષ્ય ઈચ્છે તો સહજ રીતે જોડાય શકે એમ છે. અસંગ થવા ઇચ્છતા, નિર્ભય મહાપુરુષો આવા પ્રાકૃતિક સ્થળોએ ઉત્તમ ધ્યાન સાધના કરીને  ભવસમુદ્ર તરી જતા હોય છે. આવા રમણીય ક્ષેત્રે, દેહનું ભાન ભુલી આત્માની મસ્તીમાં મસ્ત થઈ તેઓ અનંત નિર્જરા કરતા હોય છે.

જાપાનમાં એક  નિરાળી પ્રથા ચાલે છે જેનું નામ છે “શીરીન યૉકુ”  એટલેકે કે  “વનનું નૈસર્ગિક સ્નાન”. આ શબ્દો સાંભળતાં  જ અચંબો અને ઉત્સાહની લાગણીઓ એક સાથે અનુભવાય છે. વનમાં જઈ, જગતને વિસ્મૃત કરી, શરીરને નિષ્ક્રિય બનાવી ઇન્દ્રિયો દ્વારા સૃષ્ટિનું પ્રાકૃતિક સૌંદર્યને બસ માણતાં જ રહેવાનું. સંસારનો કોઈ વિચાર નહિ માત્ર નિરવ શાંતિ. આવી શાંતિમાં પસાર થતી દરેક ક્ષણને આપણે અનુભવી શકીએ છીએ. વર્તમાનની તે ક્ષણ એ જીવનની ધન્ય પળો બની જાય છે કારણ તે ક્ષણોમાં આપણે જીવંત છીએ. આંતર જાગૃતિનો દિપક પ્રદિપ્ત થતો હોય એવું વેદન થાય છે. “હું મારી સાથે છું” એ અનુભવ ખરેખર ખુબ આલ્હાદક છે. ઈશ્વરનું ઐશ્વર્ય વેદાય,ધ્યાન સાધના જેવો અનુભવ સહજ કરાવી શકે એવી  નિસર્ગમાં અખૂટ શક્તિ રહેલી છે. નિસર્ગનું અવલંબન જે લે છે તેની દ્રષ્ટિ, વિચારવાની  શૈલી, સ્વભાવ પ્રક્રુતિ બધું બદલાય છે. કેવી રોંમાંચ ઉપજાવે એવી આ વાત છે. એમ થઇ જાય કે હમણાંજ હિમાલયની તળેટીએ ચાલ્યા જઇએ.

નિસર્ગની આ કુદરતી શાંતિ મનુષ્યના મન અને શરીર પર શું પ્રભાવ પાડે છે તેનો જયારે  અભ્યાસ કરવામાં આવ્યો તો જાણવા મળ્યું કે તે હૃદયના ધબકારા ધીમા પાડે છે, લોહીનું દબાણ એટલે કે બ્લડ પ્રેશર જળવાય રહે છે, માનસિક તણાવના હોર્મોન્સ ઓછા સ્ત્રવે છે, આનંદ અને સ્વસ્થતાનો અનુભવ વિશેષ વેદાય છે. 

નિસર્ગ સાથે ઐક્ય થવાની બીજી અનેક રીતો છે, પણ સહુથી સહેલી એ કે ઘરની બહાર નીકળી જઇ ખુલ્લામાં, કુદરતી વાતાવરણની વચ્ચે રહેવું.

નીકળી તો જઇએ પણ શું થાય જો તે દરિયા કે નદી પરનું દ્રશ્ય આવું જોવા મળે તો? કચરાના ઢગલાઓ અને જ્યાં ત્યાં પ્લાસ્ટિક ની થેલીઓ તેમજ બોટલો દેખાય. એટલી અધિક ગંદકી અને દુર્ગંધ મારતું વાતાવરણ.

મનુષ્યોની બેદરકારીને કારણે, સૃષ્ટિનું સૌંદર્ય જોખમાયું છે. વિચારશીલ મનુષ્ય જો થોડી સમજણ કેળવે, આદતો બદલે અને કાળજી પૂર્વક જીવન જીવે તો ફરી તે પ્રુથ્વીનું સૌંદર્ય જાળવી શકાય.

આ ધરતી માતા કે જે આપણું ઘર છે, જીવનનો આધાર છે, તેને આપણે કઈ રીતે કુંડા અને કચરાનો મોટો ઢેર બનાવી દીધો.

પૃથ્વી : આ વિશાળ પ્રુથ્વી ઊપર આપણું અસ્તિત્વ નિર્ભર છે. સહજ રીતે તે સહુનો ભાર ઉપાડે છે. રોજિંદા જીવન કાર્યો કરતી વખતે તે ધરતીમાતાને જાણે આપણે સાવ ભુલી જઇએ છીએ. ગતિશીલ જીવનમાં, સંપત્તિ અને વૈભવ એજ માત્ર મનુષ્યનો લક્ષ રહ્યો  છે. તે એમ માને છે કે, પૈસાથી બધું પ્રાપ્ત થઈ જાય છે અને તેથી કમાવામાં વધુ સમય આપી જે તૈયાર મળે તે બધું ખરીદવા તત્પર હોય છે. તેની જીવન શૈલીમાં આ સ્પષ્ટ પ્રતિબિંબિત થાય છે.

આજના આ યુગમાં કોને વાસણ ધોવા છે?  વાપરીને ફેંકી દેવાય એવી ડિશો મળતી હોય ત્યારે આવી મહેનત કોણ કરે ? ઘરેથી બહાર જતા હોઇએ  ત્યારે કોણ પાણીની બાટલી ભરીને જાય. જ્યાં જઇએ ત્યાં પાણીની પ્લાસ્ટિક બૉટલ તો મળેજ છે, તે લઈ ખરીદી લેશુ, આ ઘરેથી કોણ ઊંચકીને લઈ આવે. અને પીધા પછી તે ફેંકી પણ દેવાય.

વિચાર્યા વગર આપણે જ્યાં ત્યાં કચરો ફેંકીએ છીએ અને અફસોસ કે તે અન્ય માટે કેટલો દુઃખદ સાબિત થાય છે તે આપણે જાણતા પણ નથી.

સપ્ટેમ્બર 2009 મિડવે અટૉલ નેશનલ વાઈલ્ડ લાઈફ  દ્વારા અલ્બેટ્રોસના  બચ્ચાંના પેટનો ફોટો પાડવામાં આવ્યો હત।. દરિયાના કિનારે  રહેલા  કચરાના ઢગલામાં  જે પ્લાસ્ટિક  હતું તે આ નાના બચ્ચાંના પેટમાં દેખાય છે

સપ્ટેમ્બર 2009 મિડવે અટૉલ નેશનલ વાઈલ્ડ લાઈફ  દ્વારા અલ્બેટ્રોસના  બચ્ચાંના પેટનો ફોટો પાડવામાં આવ્યો હત।. દરિયાના કિનારે  રહેલા  કચરાના ઢગલામાં  જે પ્લાસ્ટિક  હતું તે આ નાના બચ્ચાંના પેટમાં દેખાય છે

આપણી સગવડતાનું પરિણામ કેટલું બિહામણું હોય છે તે આપણે જાણીએ છીએ ખરા?    

સપ્ટેમ્બર 2009 મિડવે અટૉલ નેશનલ વાઈલ્ડ લાઈફ  દ્વારા અલ્બેટ્રોસના  બચ્ચાંના પેટનો ફોટો પાડવામાં આવ્યો હત।. દરિયાના કિનારે  રહેલા  કચરાના ઢગલામાં  જે પ્લાસ્ટિક  હતું તે આ નાના બચ્ચાંના પેટમાં દેખાય છે

વિચાર્યા વગર આપણે જ્યાં ત્યાં કચરો ફેંકીએ છીએ અને અફસોસ કે તે અન્ય માટે કેટલો દુઃખદ સાબિત થાય છે તે આપણે જાણતા પણ નથી.

1. પશુઓ અને પક્ષીઓ

આજે બધીજ વસ્તુઓમાં પ્લાસ્ટિકનો એક અથવા તો  બીજી રીતે વપરાશ થઇ રહ્યો છે. પ્લાસ્ટિક 100% રિસાયકલ થઈ શકે છે. કાં તો આપણે આ વાત જાણતા નથી અને જાણીએ છીએ છતાંએ તેને રિસાયકલ કરવાનો પ્રયત્ન કરતા નથી. સમસ્યાનો આ મુખ્ય મુદો છે. જયારે આપણે કચરો ફેંકીએ છીએ ત્યારે તેને જુદો નથી પાડતા અને તે પ્લાસ્ટિકની થેલીઓ વગેરે પશુ તેમજ પક્ષીઓના પેટમાં જાય છે      

2. રસ્તામાં વેર વિખેર પડેલો કચરો

ભારતમાં રસ્તાપર પડેલા કચરામાંથી ગાય ખાવાનું શોધે છે.  અન્ય પદાર્થો  સાથે તે કચરામાં રહેલી પાતળી થેલીઓ પણ તે ગાય ખાય જાતી હોય છે. તેનુ આરોગ્ય સચવાતું નથી.

આ વિડીઓમાં બળદની હોજરીમાં સર્જરી દ્વારા  20 કિલો પ્લાસ્ટિક કાઢી રહ્યા છે.

આ વિડીઓમાં બળદની હોજરીમાં સર્જરી દ્વારા  20 કિલો પ્લાસ્ટિક કાઢી રહ્યા

 

3. વરસાદ, હવા, કે પછી પક્ષીઓ દ્વારા જે  પ્લાસ્ટિક છે તે  દરીયા સુધી પહોંચે છે.

દરીયાના નાના પ્રાણીઓ તેમાં ફસાઈ જાય છે અને તેમનો શારીરિક વિકાસ યોગ્ય રીતે થતો નથી.

આ કાચબાનું નાક પ્લાસ્ટિકમાં અટવાયેલું છે.

પ્લાસ્ટિક છે તે અન્ય પદાર્થોની જેમ માટીમાં ભળી નથી જતું. તે બાયો ડિગ્રેડેબલ નથી. સમય જતાં તેના અતિ નાના ટૂકડા થઈ જાય છે  જે પશુઓ અને પક્ષીઓ ખાય જાય છે. 

આપણા માટે કેવળ આ એક પ્રુથ્વી છે. 

ખૂબ ઉદારતા પૂર્વક તે તમામ જીવરાશિની જરૂરિયાત પુરી પાડે છે. દરિયાનું પાણી સૂર્યનો તાપ સહન કરે છે અને તેની વરાળમાંથી વાદળ બંધાય છે, તે વાદળ વરસે છે અને ફરી દરીયો ભરાય જાય છે. આમ વ્યવસ્થિત બધું ચાલે છે.

હજારો વર્ષ બાદ  ધરતીના પેટાળમાં વસ્તુઓ વ્યવસ્થિત પાકે છે અને અણસમજુ સ્વાર્થી મનુષ્યો પોતાના નિજી લાભ  અને તૃષ્ણા ખાતર  પ્રુથ્વીનું શોષણ કરી થોડા વર્ષમા બધું લૂંટી લે છે. કઈ રીતે એ ધરતીમાતા પછી આપણું ધ્યાન રાખી શકે ? જો આપણે જવાબદારી સાથે નહીં વર્તીએ તો પછી ભાવિ પેઢીનું ભવિષ્ય જોખમમાં મુકાય જશે.

દુનિયાના દરેક ભાગમાં ખાવાની બાબતમાં ખુબ બગાડ થાય છે. તે ખાવાનું દરેક શહેરનાં ડમ્પિંગ ગ્રાઉન્ડમાં ઠલવાય છે. ડુંગરની જેમ તે ખડકાય છે અને તેની અંદર રહેલું ખાવાનું હોય છે તેને પર્યાવરણમાં રહેલું ઑક્સિજન મળતું નથી અને તેથી મેથન નામનો ગેસ ઉત્પન્ન થાય છે અને જેનાં કારણે આખી દુનિયામાં ગરમી વધુ પડે છે.

શું કામ આપણે સાવચેત અને સભાન થવું જોઇએ ?

નિસર્ગની વચ્ચે ભાઈશ્રી હોય ત્યારે  તેની સુંદરતા, પવિત્રતા અને આધ્યાત્મિકતાનો કેવો પ્રભાવ ભાઈશ્રી ઊપર પડે છે તે જોવા જેવું છે. કુદરતની છત્રછાયામાં, તેના શરણ થકી અનેક મહાપુરુષો ઉત્તમ વિકાસ સાધી શક્યા છે. તેઓ  સ્થિર અને પ્રશાંત થયા છે. તે ધરતી માતા અને તમામ નિસર્ગનું મનુષ્ય જાતિ ઊપર ઘણું ઋણ છે. તેને સાચવી તેનું ધ્યાન રાખવું એ આપણી પ્રથમ ફરજ છે. તેને જેટલા ધન્યવાદ આપીએ એટલા ઓછાં છે.

તેને ધન્યવાદ આપી તેનું રક્ષણ કરવાને બદલે જાણતા અથવા અજાણતા આપણે પર્યાવરણને વધુ  પ્રદૂષિત કરીએ છીએ. કેવી બેદરકારી? શું આટલું બધું  મેળવીને પણ  આપણે તેનું માન નહીં જાળવીએ ? એક સાધક તરીકે આપણે પ્રેમભર્યુ વલણ રાખવું જોઇએ. આપણો  સ્પર્શ આપણી રહેણી - કરણી, આદતો એવી  હોવી જોઇએ કે આ જગત વધુ સમૃધ્ધ થાય.
 


અમલમાં મુકો - ચાલો નક્કર પગલા ભરીયે.

1. આપણો જોવાનો દ્રષ્ટિકોણ બદલાવીએ. કચરો, એ ખરેખર તો  નવ સર્જનની પૂર્વ ભૂમિકા છે.

આ કચરાને તુરંત ફેંકી આવો, ઘરની કચરા પેટી ખાલી  કરી નાખો. આમ આપણો અણગમો, મક્કમતા સાથે જાહેર થાય છે. એ પ્લાસ્ટિકની બોટલમાંથી નવું  જીન્સ કે પછી  જૂતા બની શકે એમ છે.  સડેલાં ટમેટા ઉચ્ચ પ્રકરનું ખાતર બની શકે એમ છે. જેનો નિકાલ કરીએ છીએ તેની નોંધ રાખીએ અને જાળવણી કોશીષ કરીએ કે તેમાંથી શું નવું ઉત્પન્ન થઈ શકે એમ છે ?

 

2. જ્યારે કચરો ઘરમાં ભેગો થાય ત્યારેજ આપણે તેને યોગ્ય રીતે જુદો પાડી દઈએ.

  • ત્રણ રીતે તે કચરાને જુદો પડવાનો છે. જે ફરી વપરાય એટલે કે તેમાંથી કંઈ નવું સર્જન થાય. બીજો એવો જે માટીમાં માટી થઈ ભળી જાય, ત્રીજો જેનું કઈ ન થાય એવો સાવ નકામો કચરો. વધેલું કે બગડેલું  ખાવાનું તેને પ્લાસ્ટિકની સાથે ન રાખવું કારણ પ્લાસ્ટિકની પુન: ઉત્પત્તિ ઊપર તેની અસર પડશે.
  • દવાઓ, સિરિંજ, કેમિકલ, સાબુ, ડાયપર,  તેલ જેવી વસ્તુઓને તદન જૂદી રાખવી કારણ તેમાંથી રોગચાળો થવાની શક્યતા છે અને ઘણાં બિમાર પડે. તેને હમેશાં જુદા જ રાખવા.

 

3. રિસાયકલ થઈ શકે તે તમામ પદાર્થો રિસાયકલ કરવા,પ્લાસ્ટિક, કાચ, કાગળ, પુઠું, ધાતુ વગેરે. નીચે રિસાયકલ  કરી શકાશે તે માટેનું ચિન્હ આપવામા આવ્યું છે.

ભારતમાં કે ભારત બહાર  તમે જ્યાં પણ રહેતા હો, તમે તમારા પડોશી તેમજ તમારા ઈલાકામાં  રહેતા તમામને આમાં સાથે જોડો. સરકારે રિસાયકલ માટે નિયમો બનાવ્યા છે તે નિયમોને  બધા બરાબર સમજો અને તે પ્રમાણે કચરાનો નિકાલ કરો.

 

4. જે બાયોડિગ્રેડેબલ, એટલે કે જે અંતે પંચ મહાભુતમાં ભળી જાય એવો રસોઇ ઘરનો તેમજ બગીચાનો જે કચરો હોય તેનું કઈ રીતે આપણે ઉત્તમ ખાતર બનાવી શકાય અને તેનો યોગ્ય ઉપયોગ કરી શકાય તેની વિશેષ જાણકારી મેળવવી રહી.

  • જો સરકારે તે માટેનું આયોજન ન કર્યુ હોય તો ત્યાંની સમાજ સેવા કરતી સંસ્થાઓની સહાય લઈને ભેગા મળીને વ્યવસ્થા ગોઠવવી જોઇએ.
  • જો રસોઇઘરમાંથી નીકળતા કચરાને છાપાના  કાગળમાં લેવાય તો પ્લાસ્ટિકની થેલીઓ ન લેવી પડે. કાગળ બાયોડિગ્રેડેબલ છે પણ  પ્લાસ્ટિકની થેલીઓ નથી.
  • હવે એવી પ્લાસ્ટિક થેલીઓ નીકળી છે કે જો પશુઓ તેને ખાય તો તેના આરોગ્યને ખુબ ઓછી હાની થાય. બને તો આપણે તેવીજ થેલીઓ વાપરવી. કચરો આવી  થેલીઓમાં ભેગો કરવો.

 

5. જે ફરી વાપરી શકાય તેને ચોક્કસ ફરી વાપરવું

  • સારી ગુણવત્તાના ફરી વાપરી શકાય એવા કપ.  ફ્લાસ્ક, બરણીઓ ખરીદવી. થોડું ઓછું ખરીદવું પણ સારું ખરીદવું જેથી તે ફરી વપરાય અંતે તે ઘણું સસ્તું પડે છે અને આ નિસર્ગને સાચવવામાં તે ખુબ મદદરૂપ થાય છે.
  • બહાર કંઈ ખરીદવા જઇએ ત્યારે કપડાંની થેલીઓ લઈ જવી. આપણી ગાડીમાં એક અથવા બે કપડાંની થેલી હંમેશાં રાખી મૂકવી જેથી અચાનક કંઈ લેવા જવું પડે તો પ્લાસ્ટિકની થેલીઓ આપણે ન લેવી પડે.
  • વસ્તુઓને ફેંકી દેવા કરતા તે સારી હોય ત્યાંજ અન્ય ઘરમાં કામ કરતા અનુચરોને કે સમાજના નબળા વર્ગને આપી દેવી. વિશ્વ પર્યાવરણ દિવસ  ५ જૂને ઉજવાય છે તે દિવસે ઘરેઘર જઇને ન જોઈતી વસ્તુઓ ભેગી કરી શકાય જેનો ઉપયોગ અન્ય કરી શકે.
  • રમકડાંની લાયબ્રેરી શરૂ કરી શકાય જેથી નવા ખરીદવા ન પડે અને બાળક સાચવીને રમતા પણ શીખે.
  • મહિલાઓને માસિક આવે તેઓ વાપરીને ફેંકી દેવાય એવા સેનિટરી પેડને ન વાપરતાં કપડું અથવા તો મેન્સટ્રુઅલ કપ વાપરવા જે વધારે સુરક્ષિત છે.

 

6. જીવન એવું જીવો કે ઓછામાં ઓછો કચરો નીકળે

  • આખા અઠવાડિયાનું મેનુ એક સાથે લખી રાખવું અને તે પ્રમાણે ખરીદી કરવી. આવું આયોજન નથી કરતા માટે બિનજરૂરી એવી અનેક વસ્તુઓ આપણે ખરીદી લઈએ છીએ જે પછી વપરાતી નથી અને ફેંક્વી પડે છે.
  • ઘરના ફ્રીજમાં શું રાખ્યું છે તેની અલગથી નોંધ ફ્રીજ ઊપર રાખવી જેથી અંદર પાછળ ન દેખાય એવી રીતે પડી હોય અને આપણે તે ઘરમાં નથી એમ સમજીને નવી ન લાવીએ.
  • કોઈ પણ લખાણ કે દસ્તાવેજ અગત્યના હોય તોજ તેની પ્રિન્ટ લેવી નહીં તો મોબઈલ કે લૅપટૉપમાં જોઈ કાર્ય પૂરુ કરવું. જે છપાયેલા છે તેની જરૂરિયાત પુરી થયે રિસાયકલ કરવા. બને તો છાપા કે સમાચારો ડિજિટલ ફોરમેટમાં મંગાવી વાંચવા. જેમ આપણે સદગુરુ પ્રસાદ મોકલીએ છીએ.
  • જે નથી વાંચતા એવા સામાયિકો કે મુખપત્રો ન મંગાવવા. તેના લવાજમ ન ભરવા, આજીવન લવાજમ ભર્યુ હોય છતાં ન વંચાતા હોય તો તે સંસ્થાને જણાવી દેવું.
  • ફરવા કે ઉજાણી કરવા પિકનિક પર જઇએ ત્યારે આપણે પોતાની પ્લેટ વગરે સામગ્રી સાથે લઈ જવી. જો ત્યાં ધોવા માટે પાણી ન હોય તો સાબુ છાંટી શકાય એવા સ્પ્રે મળે છે તે લઈ જવા અને પેપર નેપકિનથી સાફ કરી લેવા. ઘરે જઇ તે પેપર નેપ્કીનને રિસાયકલ અથવા ખાતર બનાવવા માટે ઉપયોગ કરી લેવો.
  • જ્યારે શાકભાજી ફળ કે અનાજ ખરીદીએ ત્યારે તે છુટ્ટા નંગ લેવા પેક વસ્તુઓ ન ખરીદવી.
  • કિરાણાની દુકાનમાંથી અનાજ લેવું અને બને તો પોતાના વાસણ અથવા તો થેલીઓમાં લઈ જવી.

 

7. જે નથી જરૂરી તેને ન સ્વીકારો.

  • નવા કપડાં  ખરીદીએ તે પહેલાં કબાટમાં રહેલા જૂના કપડાંનો અવશ્ય વિચાર કરી લેવો.
  • જ્યારે કોઈ હોટેલ કે રેસ્ટોરેન્ટમાં જઇએ તો પીણાં માટે સ્ટ્રો ન મંગાવવી. પોતાની સ્ટીલની સ્ટ્રો ઘરેથી લઈ જવી. ન ઢોળાય તેવા પીણાંના વાસણો મલે છે તેનો ઉપયોગ કરવો.
  • જ્યારે ઘરે કોઈ ખાવાનું મંગાવીએ ત્યારે કોઈ પણ પ્લેટ, નેપ્કીન. સોસના સેચેટ વગેરે ન મંગાવવા. ઘરમાં હોય તે વાપરવા.
  • કંઈ પણ નવું ખરીદીએ ત્યારે પ્રથમ વિચાર કરવો કે  તેનો ઉપયોગ કર્યા પછી તેનું શું કરશું? તે ક્યા જશે? તેની પર્યાવરણ ઊપર શું અસર થશે.?

 

8. વિચારપૂર્વક વર્તવા માટે જ્ઞાન મેળવવુ તે અત્યંત જરૂરી છે.

બેદરકારીથી અયોગ્ય રીતે વસ્તુઓનો વપરાશ અને કચરાનો નિકાલ કરવો એ ખરેખર તો ગુનો છે. આત્માને ઢંઢોળવાની આવશ્યકતા છે. ઉપયોગ રાખીને કાર્યો કરશું તો જૈન ધર્મની જયણા પણ આ થકી પાડી શકાશે.

બાળકો માટે

કાર્ટૂન અને ગીતો દ્વારા નાની વયમાં જ આ સંસ્સ્કારો બાળકોમાં સ્થાપી શકાય.


સંકલ્પ

તો સંકલ્પ કરીએ કે:

એક બાળકના ઉછેરમાં આખું ગામ જરૂરી છે પણ આવનાર આગામી પેઢીને જો યોગ્ય જીવન જીવવું હશે તો પ્રુથ્વીના તમામ મનુષ્યોએ જાગૃત જીવન જીવવું પડશે. જો આપણે બેદરકારીભર્યુ જીવન જીવશું  તો નિસર્ગના પવિત્ર વાતાવરણમાં ઈશ્વરને પામવાની  તક આપણી ભાવિ પેઢી ગુમાવી દેશે. નૈસર્ગિક સમતુલ્યતા જળવાય રહે તે અતિ આવશ્યક છે. આપણે સહુ સાથે મળી સંકલ્પ કરીએ કે દરેક કાર્ય કરતી વખતે આપણે ધરતીમાતા તેમજ પર્યાવરણના ઉપકારોને યાદ રાખીને કરીશું.