23rd December 2020, was a blessed and momentous day for the Ashram, as eight members of staff were graced with the divine knowledge of Gyan-Prapti by Param Pujya Bhaishree.
Whilst they may be staff members, they are also disciples striving for self-realisation under Param Pujya Bhaishree’s benevolence.
While quietly and joyously working on this sacred and divine Ashram land, their gaze so often steadies on Bhaishree, his words and his movement, we recognise and celebrate their Devotion and Faith.
This entire event shows us that when one lives with an open heart and mind in the presence of a Sadguru on a Santbhoomi, one eventually gets chiseled into their true authentic self.
What an inspiration they are to us!
આશ્રમ કર્મચારીઓને અર્ધ-પ્રાપ્તિ
૨૩ ડીસેમ્બર, ૨૦૨૦ એ આશ્રમ માટે ઘણો જ મહત્વનો અને ધન્ય દિવસ હતો કારણકે પરમ પૂજ્ય ભાઈશ્રી દ્વારા આશ્રમના આઠ કર્મચારીઓને જ્ઞાન-પ્રાપ્તિની દિવ્ય પ્રસાદીથી અનુગ્રહીત કરવામાં આવ્યા.
તેઓ કર્મચારીઓ તો છે જ, પણ સાથે ને સાથે શિષ્યો પણ છે. પરમ પૂજ્ય ભાઈશ્રીના માર્ગદર્શન હેઠળ આત્મ-સાક્ષાત્કારની સાધના કરવા તેઓ પણ ઉત્સુક હતા.
ચુપચાપ આનંદપૂર્વક આશ્રમમાં કામ કરતા કરતા તેઓ હંમેશા આ દિવ્ય ભૂમિ પર પરમ પૂજ્ય ભાઈશ્રીને અને તેમની હાલચાલને નિહાળતા અને તેમના શબ્દોને સાંભળતા અને આમ કરતાં તેઓમાં વિકસીત થયેલ ભક્તિભાવ અને શ્રદ્ધાને આપણે આજે જ્ઞાનપ્રાપ્તિની પ્રસાદી આપી વધાવી લીધા છે.
આ સમગ્ર ઘટના એ વાતની દ્યોતક છે કે ખૂલ્લા હ્રદય અને મન સહિત સદગુરુના સાન્નિધ્યમાં સતત વાસ કરવાથી અને સંતોની આ પાવન ભૂમિ પર પગલાં પડવાથી, તમો તમારા સત્ય સ્વરૂપના રંગે રંગાયા વગર રહી શકતા જ નથી. તેઓ આપણા માટે કેવા પ્રેરણાસ્ત્રોત બની રહ્યા!