Locking down into ourselves - આપણે સમજીને સમાઈ રહીએ, આપણામાં જ શમાઇ જઈએ


Locking Down Into Ourselves

virus-4969744_640.jpg

Param Krupalu Dev Shrimad Rajchandra has explained the 12 bhavana in Jain scriptures in a way that even the simplest minds can comprehend. The current circumstances give the bhavanas a live feel, as if they were written for these times. 

The Covid-19 pandemic is the time when the 12 bhavanas hit home as they step out from their textbook confinement and evolve into vivid personal experiences, giving us a lot of food for contemplation:


12.jpg

Who would have ever thought we would witness such a time when we cannot leave our homes without fearing for our lives? All our associations with this world, including this body, are temporary. The only part of us that endures permanently is our soul. It therefore makes sense to shift focus from the ephemeral to the eternal without any further loss of time.


Tokarshibhai.jpg

The only true refuge we have is that of dharma and Sadguru whose grace and teachings alone can uplift and save us, the way Shrimadji uplifted Tokarshibhai


covid-19-4949163_640.jpg

The mirage of happiness that sansaar represents to us is in reality illusory. Covid-19 brings alive to us its destructibility and fragility more than ever. The real world we need to inhabit is within us. It can be accessed by contemplation and meditation.


We see every day how we struggle with our problems from managing the house to managing our physical, financial, emotional  aspects all by ourselves as we are compelled to maintain distance from every other human being. Why not enjoy our own company, which is all we truly have? Let's go inward and convert the solitariness of the individual into a celebration of the solitude of the soul. 


meditation-i-am-hip-hop (1).jpg

Each day, we hear of people suffering alone in hospitals or dying alone without family. What better time to understand that no other person, no matter how close, can help us? Even our body deserts us when it is destined to. Only our sadhna stays with us all the way. 


coronavirus-4994026_640.jpg

These days more than any other, we see the body as the most gross manifestation of disease, how comorbidities aggravate the disease and, most of all, how everyone avoids the diseased for fear of getting infected due to the body’s vulnerabilities and impurities. 


coronavirus-4903566_640.jpg

There can be no better reason than the play of karma why one person gets the disease and the other does not, why a young and healthy person dies and a 91-year-old gets cured of Covid-19.


images (28).jpg

The complex web of karma can be stemmed by refusing to accumulate more karma. When we are avoiding most sansaric activities by staying at home, we are evading the death trap of attracting more karma by limiting our interactions. We can go a step further by focussing on staying positive and bearing the manifestation of any karmic force stoically.


mahavir (2).jpg

We need to recognise the current circumstances as the result of our karma and patiently bide time to shed them.


corona-5386651_1280.jpg

We experience the insignificance of oneself in the larger scheme of the universe where a virus smaller than a micron can render us dysfunctional for months. 


prayer-4994017_640.jpg

Now more than ever, we can appreciate how rare and important it is to fix our faith in Satdev, Satdharma, and Satguru – the purveyors of truth who alone can take us to our true reality of Self. Once we reach there with the grace of the Guru, the virus will appear as puny as it really is.


image copy2.png

We are among the fortunate few who can receive Param Pujya Bhaishree's live swadhyays even in the comfort of our homes and attend shibirs. 

Links to articles explaining each of the 12 bhavanas are included. Readers may also find the link to the article on Tokarshibhai, referenced here, useful.


આપણે સમજીને સમાઈ રહીએ

આપણામાં જ શમાઇ જઈએ

virus-4969744_640.jpg

આપણા પ્રગાઢ મોહને દૂર કરવા માટે, આપણા તીર્થંકર ભગવંતોએ આગમોમાં કહેલી બાર ભાવનાને, કારુણ્યમૂર્તિ પરમ કૃપાળુદેવ શ્રીમદજીએ, આપણા દૈનિક જીવનમાં આચરણમાં મૂકી શકીએ એ રીતે, ખૂબ જ સરળતાપૂર્વક સમજાવેલી છે.

પોતે રચેલા આ માયાવી સંસારની સાહેબીમાં રાચીમાચી રહેલા માનવીને આંતરખોજ કરવા માટે કોવિડ-૧૯એ ઢંઢોળીને જાગૃત કર્યો છે. જે અસુરક્ષિતતા, અનિશ્ચિતતારૂપ ભય કોવિડ-૧૯એ ઊભો કર્યો છે તેના કારણે જીવને સંસારની નશ્વરતા સમજાઈ ને, શાશ્વત સુખ મેળવવાની ભાવના ઉદય પામી છે. માટે જ સત્પુરુષોએ વિપરીત કર્મોના ઉદયને કલ્યાણકારી કહ્યો છે.

હાલના સમયમાં, વિશ્વભરના બધા જીવો મહામારીના ઉપદ્રવના તરખાટથી વિક્ષુબ્ધ થઈ રહ્યા છે.  આવા કપરા કાળ દરમિયાન, આ દરેક ભાવનાનું તાદ્રશ્ય વેદન તથા અનુભવ દરેકને ચોક્કસપણે થઈ રહ્યું છે. જગતની અનિત્યતા, અશરણતા, અન્યત્વતા વિગેરે ભાવોનો આપણે રોજબરોજ અનુભવ કરીએ છીએ, જાણે કે, આ બાર ભાવનાઓ આ કાળ માટે જ ગ્રંથિત થયેલી હોય!! મહામારીના આ કપરા સમય દરમિયાન આ ભાવનાઓનું ચિંતવન, મનન અને નિદિધ્યાસન ખૂબ જ ઉત્સ્ફુરિત રીતે થઈ જાય છે. જીવના પ્રગાઢ મોહના આચ્છાદનને દૂર કરવા માટે અને આપણી આંતરિક સુવિચારણાને સુદ્રઢ કરવા જાણે કે આપણને આ તક મળી છે.


12.jpg

મહામારીના આતંકથી મૃત્યુનું તાંડવનૃત્ય જગતભરમાં શરૂ છે. તેનાથી જીવને એ વાત સુસ્પષ્ટ થઈ જાય છે કે જ્યાં બધાયના જીવિતવ્યની ક્ષણભંગુરતા છે ત્યાં પછી બીજા કોઇપણ પદાર્થની નિત્યતા સમજવી એ કેવળ મૂઢતા અને અજ્ઞાનતાનું જ લક્ષણ છે. તો પછી જે વસ્તુ વિલય પામવાની જ છે તેની પ્રાપ્તિ-અપ્રાપ્તિમાં રાગ અને દ્વેષનાં પરિણામ શા માટે કરવા? 


Ashrana bhavana.jpg

આ મહામારી દરમ્યાન, આપણને પ્રત્યક્ષ અનુભવ થાય છે કે ડોક્ટરોની સારવાર, નર્સોની સેવાચાકરી, ઔષધિઓ બધું જ જેમને તેમ રહે છે અને પોતાના પ્રાણપ્રિય આપ્તજનને કાળના મુખમાંથી ઉગારી શકવાને પોતે તદ્દન અસમર્થ છે. જ્યારે પોતાનો કોઈ પુરુષાર્થ કાર્યકારી થતો નથી ત્યારે જ પોતાની અશરણતાની, અનાથતાની, અસહાયતાની સાચી સમજણ જીવને આવે છે. સત્પાત્ર જીવમાં, આવા અશરણમય સંસારથી નિવર્તવારૂપ સંવેગભાવ આવિર્ભાવ પામે છે અને તેનામાં સતદેવ, સદગુરુ અને સતધર્મનું સત્શરણ અંગીકાર કરવાની અભિલાષા ખીલે છે.


covid-19-4949163_640.jpg

પોતાની ચારેય બાજુથી, ક્ષણે-ક્ષણે, દરેક જીવના સંજોગોમાં થતા અશુભ ઉદયોના બિહામણા સ્વરૂપને નિહાળીને, આ સંસારની ભીષણતાનો તાદ્રશ્ય ચિતાર જીવના માનસપટ પર અંકાય છે અને ત્યારે, બાહ્ય સુખ-સગવડતાનાં, લૌકિક સંબંધોના, સત્તા-સંપત્તિના, પોતાના સંસારને બહેતર બનાવવા જેવા ક્ષણિક અને કલ્પિત સુખોથી તદ્દન ભિન્ન એવા શાશ્વત સુખને પ્રાપ્ત કરવાની વાંછા જીવમાં ઉદય પામે છે. આ અનાદિકાળના પરિભ્રમણથી હવે ત્વરાથી મુક્ત થવારૂપ નિર્વેદભાવ સ્ફુરે છે, અંતઃકરણમાં ઉદભવે છે.


corona-virus-5098059_640.jpg

પોતાના વૈયક્તિક જીવનમાં જીવને અનેક પ્રકારના સહારાની જરૂરત પડતી હોય છે. આ વૈશ્વિક મહામારીના કાળમાં એ આધારોના અભાવથી, અસુવિધા અનુભવતા જીવને પોતાની એકાકીપણાની સુસ્પષ્ટ અનુભૂતિ ડગલેને પગલે થાય છે. રોગીને પણ રુગ્ણાલયમાં એકલો જ રાખવામાં આવે છે. સ્વજનોથી દૂર પોતાની પીડા પોતે એકલો જ સહન કરે છે. આવા પ્રકારે ત્રિવિધ તાપાગ્નિથી બળતા જીવને પોતાના કર્મો કેવળ પોતે એકલાએ જ ભોગવવાના છે એ દ્રઢ થતું જાય છે. આના કારણે જીવ પોતાની વ્યક્તિગત વિવિક્તાથી પર થઈને સ્વયંના સહજાનંદી, શાશ્વત સુખસ્વરૂપ, એકાંતમય અસ્તિત્વનો મંગલ ઉત્સવ માણવા પ્રતિ ગતિ કરે છે.


meditation-i-am-hip-hop (1).jpg

આ દારુણ મહામારીમાં અનેક પ્રકારની પીડાઓ, બાધાઓ, સમસ્યાઓથી પીડિત માનવ, લડત આપી રહ્યો છે. જેને પોતાની સંકટસમયની સાંકળ સમજતો હતો તે સ્વજન પણ પોતાની વિટંબણાઓથી ગ્રાસીત છે, ત્રસ્ત છે. ત્યારે જીવને, સ્વ અને પરની પ્રતીતિ ઘણીજ વિશદ રીતે થાય છે. એનાથી પોતાનું જુદાપણું જેમ જીવને દ્રષ્ટિગોચર થાય છે, તે જ પ્રમાણે શરીરમાં સ્થપાયેલું મારાપણું, એ જ આ બધી મુશ્કેલીઓનું મૂળ કારણ છે એનો સદ્વિવેક જીવને આવતો જાય છે અને એનામાં અંતર્મુખતા કેળવાતી જાય છે. તેના કારણે એ પરવસ્તુમાં રહેલી ઉપાધિ, દુઃખ, અશાંતિ, ઉદ્વેગ, તૃષ્ણાથી વિમુખ બનીને સ્વયંમાં રહેલી સમાધિ, શાંતિ, સુખ અને તૃપ્તિ પ્રાપ્ત કરવા માટે પુરુષાર્થી બને છે.


coronavirus-4994026_640.jpg

શરીરના મલિન અને અશુચિમય પદાર્થો પ્રત્યેનો દુગંછા ભાવ તો જીવમાં અનાદિકાળથી છે. તેમાંય હાલમાં, અન્યના શરીરમાંથી દ્રવતા દરેક પદાર્થથી જીવને ચેતતા રહેવાની સૂચના વારંવાર આપવામાં આવે છે.  શરીરની અશુચિ પ્રત્યેની એની સભાનતા વધતી જાય છે. આથી, સ્વના તથા પરની કાયાની અશુચિતા, મલિનતા પારખીને, અને એ જ શરીરનો ધર્મ છે, એનો ખ્યાલ એને સુપેરે આવે છે. આ કાયાનું ગમે એટલું જતન જીવ કરે તોપણ અંત સમયે એ સાથે આવવાની જ નથી, એ પણ જીવને અનુભવગોચર થાય છે. આવા સમયે, જીવ મોહનિદ્રામાંથી જાગીને પોતાના શુદ્ધ નિર્મળ સ્વરૂપની સન્મુખ બને છે.


coronavirus-4903566_640.jpg

આ વૈશ્વિક મહામારીનો ભોગ બનનાર રોગીઓમાં અનેક પ્રકારની વિવિધતા અને વિચિત્રતા દેખાય છે.  ખૂબજ સશક્ત અને ઉત્તમ રોગપ્રતિકારક શક્તિ ધરાવતા યુવાનને આ રોગ રંજાડે છે, નિત્ય ઘરમાં રહેનાર વૃદ્ધોને પણ થયા હોવાના દાખલાઓ છે, બધા જ નિયમોનું ચુસ્તપણે પાલન કરનાર વ્યક્તિ પણ એનો ભોગ બને છે. તેનાથી વિરુદ્ધ, આપણી નજર સમક્ષ જ દરેકે દરેક નિયમને નેવે મૂકીને પોતાની રીતે જ જીવન જીવતા વ્યક્તિને એ સ્પર્શી પણ નથી શકતો. અનાદિકાળના ભવભ્રમણમાં આપણે રાગ-દ્વેષના જે શુભ-અશુભ આશ્રવરૂપી કીચડમાં ફસાયા છીએ, એ જ આવી વિચિત્રતાનું કારણ હોઈ શકે એ વાત જીવને સરળતાથી અનુભવાય છે. 


images (28).jpg

આ મહામારીથી બચવા માટે આપણે જનસમુદાયથી સલામત અંતર રાખવું, અતિ આવશ્યક કારણ સિવાય ઘરની બહાર ન નીકળવું, પોતાની રોગપ્રતિકારક શક્તિ વધારવી, માસ્ક પહેરવો, આંખ, નાક, કાનને હાથ ન લગાવવા જેવી સતર્કતા, એ એનાથી બચવાના ઉપાયો છે. તેવી જ રીતે, કર્મ-આશ્રવથી બચવા માટે જ્ઞાની સદગુરુ પાસેથી મળેલ સંવરરૂપી ઉપાયો (ઉપશમ, સમર્પણ, વિગેરે) યોજવાની અગત્યતા, સભાનતા, સતર્કતા જીવમાં ક્રમસર વધતી જાય છે.


62a (1).jpg

આ મહારોગથી બચવા માટેની બધીજ સભાનતા રાખવા છતાં જીવની અલ્પ અજાગૃતિના કારણે જો તેને આ વિષાણુઓનો સંસર્ગ થઇ જાય તો, વગર વિલંબે ગરમ પાણી પીતા રહેવાથી, ગરમ પાણીના કોગળા કરવાથી, વરાળ લેવી વગેરે ઉપચારો કરવાથી તે વિષાણુંઓથી મુક્ત થવારૂપ નિર્જરા થઈ જાય છે. આનાથી સ્પષ્ટ વિદિત થાય છે કે પરમ કરુણાનિધાન સદગુરૂના આશ્રયે રહીને તેઓશ્રીએ દર્શાવેલા માર્ગે ડગ ભરતાં ભરતાં જીવને મિથ્યાત્વરૂપી કર્મોની નિર્જરા સુલભતાથી થઈ જાય છે. 


corona-5386651_1280.jpg

આ મહામારીના ઉદ્રેકથી દરેકેદરેક વ્યક્તિ પોતાની મૂંઝવણને ઘણી મોટી માનીને તેનો ઉકેલ આણવા માટે મથી રહ્યો છે. પણ ત્યારે એ એમાંથી થોડો અવકાશ મેળવીને એમ વિચારે કે પોતે એકલોજ આ ઉપાધિઓથી પરેશાન નથી. પણ આ ગ્રહ પર વસતા બધા માનવો આ મહામારીની ભીષણતામાં અટવાઇને મૂંઝાઈ રહ્યા છે. આ વિશાળ બ્રહ્માંડમાં તો આવા અનેક ગ્રહો છે. ચૌદ રાજલોકમાં વસતા જીવોની સામૂહિક વિટંબણાઓ, તકલીફો વગેરેની વિરાટતાની તુલના સામે આપણને, આપણી પીડા, મુશ્કેલીઓ સ્વભાવિક રીતે જ વામણી લાગે છે અને તેથી આપણે મોહજનિત ભ્રામક માન્યતાઓથી પર બનવા માટે કૃતનિશ્ચયી બનીએ.


prayer-4994017_640.jpg

કોવિડ-૧૯થી બચવા માટેના ઉપાયોની માહિતી વિશે આપણને કંઈક નવું જાણવામાં આવે કે તરત જ આપણે અન્યને જણાવવા માટે તત્પર થઈ જઈએ છીએ. આપણને આ માહિતી ફક્ત આ એક જ રોગથી રક્ષણ આપી શકશે. જ્યારે, આપણા અનંતકાળના જન્મ-મરણના તીવ્રતમ દુઃખોના કારણરૂપ એવા મિથ્યાત્વના રોગ સામેનું રક્ષણ તો ફક્ત અને ફક્ત સમ્યક્ જ્ઞાન, સમ્યક્ દર્શન અને સમ્યક્ ચારિત્ર જ આપી શકે છે. આ રત્નત્રયીનું અતિ દુર્લભપણું તો ત્રણેય કાળમાં છે અને એમાં પણ આ પંચમકાળને વિષે તો એનું અતિ-અતિ દુર્લભપણું છે. માટે કોવિડ-૧૯થી બચવાના પ્રયાસો કરતાંય અનેકગણો વિશેષ પુરુષાર્થ, આપણે મિથ્યાત્વરૂપી રોગને દૂર કરવા માટે કરવોજ રહ્યો.


image copy2.png

હાલમાં આ મહામારીના વેક્સિનના શોધ માટેની ઘણીજ આતુરતા વર્ધમાન થઈ છે. આ વેક્સિનથી તો અનંતગુણ વિશેષ દુર્લભતા સત્યાત્મબોધ અર્પનાર એવા સદગુરુની પ્રાપ્તિ છે. ઈશ્વરનું સાક્ષાત સજીવન સ્વરૂપ, એ ઉપકારી સદગુરુ છે. તેઓશ્રી મૂર્તિમાન મોક્ષ છે. તેઓશ્રી સ્વયં આધ્યાત્મના સાર છે. અથાગ પુણ્યાનુબંધી પુણ્યના ઉદયે, આ પંચમ કાળમાં પણ આપણને તેઓશ્રીની નિષ્કારણ કરુણાની કૃપાપ્રસાદી પ્રાપ્ત થઇ છે. આપણને ક્યાંય પ્રલોભિત ન થવા દેતા, આપણા ઉપાદાનને બળવત્તર બનાવતા રહીને, આપણા ધ્યેય પ્રત્યેજ આપણને કેન્દ્રિત રાખીને, આપણને મુક્તિપુરીએ પહોંચાડવા માટે તેઓશ્રી કૃતનિશ્ચયી છે. આવા કારુણ્યમૂર્તિ, અનંત ઉપકારી, નિરૂપમેય એવા પરમ પૂજ્ય ભાઈશ્રીને આપણા સહુના અનંતાનંત વંદન.


નોંધ: દરેક ભાવનાના વિસ્તૃત વિવરણના લેખો વાંચવા માટે એની સાથે એને જોડતી કડી આપવામાં આવેલ છે, જે વાચકોને અવશ્ય ઉપયુક્ત બનશે.