Patience, Tolerance & Forgiveness - ધીરજ, સહનશીલતા, ક્ષમા


We celebrate Param Pujya Bhaishree's divinity through the wonder of his virtues. Each month a different writer has captured the inspirations drawn from Bhaishree's life that shed light on these beautiful virtues and help us recognise his inner being.

This month we explore Param Pujya Bhaishree's virtues of Patience, Tolerance and Forgiveness.


Patience, Tolerance & Forgiveness

An eye for an eye only ends up making the whole world blind.
— Mahatma Gandhi

It was the month of May, and the Indian summer was at its peak. Param Pujya Bhaishree was to grace our house. There was complete chaos and everyone was running around. Amidst this mayhem, I stood on tip toe, and peeped out of a tiny window in our living room. It was roughly 12 noon; that was the first time I saw Bhaishree. Clad in a simple white jabha lehenga, He sat quietly on a garden bench even as the sun cast its golden rays on his face. Every few minutes, he kept wiping the  beads of sweat cropping up on his face with the perfectly folded white handkerchief in his pocket. I watched him for a while and wondered, “Why won’t he come up and wait in the comfort of an airconditioned room.” However, in spite of repeated requests from my anxious family members, an unruffled Bhaishree continued to wait patiently in the blazing sun for all his disciples to arrive. It was only when they all arrived that he entered our home. His stance towards the disciples who had come late amazed me further. Bhaishree greeted each and every one of them with his characteristic warmth and  sweetness. There was no trace of annoyance or irritation on his face. This was my first meeting with him. Never before had I seen an important person wait so patiently and calmly. That day sitting tranquilly on the garden bench Bhaishree had made his way into my heart.

Patience.jpg

Patience, tolerance and forgiveness are interconnected virtues.

Patience is equanimity on a stretch. Patience is to wait for the bud to bloom and become a flower. Patience is to believe that everything shall happen when it is suppose to happen. Patience is remaining a peaceful witness. Patience is to be rather than to do.

flower bud.jpg

Patience needs to be woven in our mundane activities like, keeping our cool,  when waiting in a queue that doesn't seem to move,  waiting for the traffic to clear, when you have a flight or train to catch or waiting for an elevator when running late. Such moments leave us feeling tense and we tend to fidget or snap. Sometimes waiting is inevitable, during such occasions we could try diverting  our mind, put the time to effective use, by finishing some unfinished work. Like reading a book. Preparing in advance will also  prevent unnecessary haste during the execution.

It is the manifestation of peace within that translates as outer calm in any circumstances. Only a person of peace can remain placid and exhibit forbearance amid trying conditions.

Tolerance follows patience. Tolerance means having a high degree of acceptance. Tolerance means not reacting to situations at the drop of a hat. Even two children raised by the same mother can be quite distinct from each other. Tolerance is developing the forbearance to accept behaviours and beliefs which differ from our own. Tolerance is being kind, compassionate and accepting.

With tolerance comes forgiveness. The spirit of forgiveness helps us shed our baggage of negative feelings and unresolved emotions that affect our present and future. To grant forgiveness one requires strength. Every Samvatsari, we seek forgiveness from those around us. To forgive is an intrinsic part of our religion as only then can we cleanse our soul.

Forgiveness, in the spiritual realm, is not just the ability to forgive  someone who has hurt you. It’s the natural quality to not feel any anger towards such a person, to remain unperturbed by any hurtful behaviour by any being, and to feel compassion for a person who has wronged you.

WhatsApp Image 2018-03-27 at 15.13.28.jpg

These three virtues are synonymous with Bhaishree. Merely watching him is an education in how to cultivate these three virtues. His divine presence makes us feel elated and serene. Our worldly issues seem trivial and melt into nothingness as we come under the soothing radiance of his aura.

One can see Bhaishree’s complete freedom from any act of irritation, pride or pretence. His perception of the world is way different from ours. We would need to unlearn our thoughts and emotions, and retrain our minds if we were to enter his world, a world that is devoid of mindless haste, self-inflicted pain or worthless desires. Here is an angelic guru who wishes nothing for himself; his only only desire is the upliftment of his mumukshus. He magnanimously makes time for each disciple, accepts each one of us with our thousand drawbacks, and gives equal love to all. That he does not discriminate among his mumukshus is commendable. But Bhaishree does not discriminate between a mumukshu and a non-mumukshu either. To him, all are equal. A true disciple of Param Pujya Bapuji and a true follower of Param Krupaludev Shrimad Rajchandra, he sees the soul in every living being.  

Patience 2.jpg

Once Bhaishree was in Sayla and had to leave in an hour and a half to take a flight to Mumbai. The morning swadhyay had just finished and the kutir was filled with people who wanted to meet him. He was running late and he still had to have his lunch, pack his  bags, and take a nap. But the queue of people waiting to meet him  kept lengthening. Keeping a keen eye on the watch, the sevak decided to tell everyone to be brief as possible. When he went in to announce the next person to Bhaishree, he gently asked him to go back and tell everyone that all of them could have as much time as they needed. The baffled sevak did as instructed. Miraculously and the way it always is with Bhaishree, it all worked out remarkably well. Everyone got ample time with him; each met him patiently, peacefully and without feeling rushed, and there was still enough time for lunch and a small nap.

Patience 4.jpg
Patience 5.jpg

Tomes can be written about Bhaishrees patience, Bhaishree not only does a whole lot of detailed study of scriptures for shibirs and other big events but he also personally opens letters received by him, cuts and saves the stamps on them, files his own documents, makes a set of semi used papers so as to ensure they are not wasted, arranges folders, and many such minute tasks that require enormous amount of patience, especially when one is pressed for time, these tasks can easily be done by person in seva but Bhaishree rarely allows that.

Patience 6.jpg
Patience 7.jpg

One late evening after the Friday swadhyay, a few disciples had gathered at Bhaishree's house. The laundryman arrived. After neatly sorting the clothes and keeping them in his cupboard, meticulous as he is, Bhaishree asked a mumukshu to pass him the paper and thread in which the clothes had been wrapped. After folding the paper neatly, Bhaishree focussed on the thread, which was badly knotted up. Bhaishree patiently attended to each knot, unravelling one after another without any seeming hurriedness. A young mumukshu, who was watching this huge thread unfold, urged him to let her remove the knots. Bhaishree then articulated what he had demonstrated. He asked her to ensure that the thread does not break and to do the task very patiently.

The consequences of our past deeds test our patience all the time.  But, with an example like Bhaishree’s, we know  it is possible for us to remain unruffled like him.

How can we do it?

1) Live in the present.
Let us live in the present,  Let us be slow and steady in all our actions and thoughts. Let us Think before we act and look before you leap. Let us release the pressures of the past and quit worrying about the future. Let us remember that what we have is just THIS moment. The past is gone and the future is not visible. Bhaishree always exhorts us to condition our minds to always make the best of this moment.  

2) Meditate.
Meditation empowers us to get detached and views everything around us dispassionately.  It gets us in touch with the source of true joy as worldly attachments eventually start loosening their grip on our mind. Negative or detrimental thoughts are bound to arise in our minds but if we merely observe them as a viewer rather than a participant, they will not stick to us and waste away.  A sadhak must meditate regularly and shift his focus and attention towards connecting with the Lord. Being aware is the key.

3) Accept things as they are.
Since time infinite, our souls have accumulated tons of karmas that come to affect us in different births. Everything that happens to us happens because of karma. If we have no control over it, there is no point expending energy on reacting emotionally.  Using this logic, we should repeatedly reason with ourselves and not expend energy on getting hot and bothered about everything that happens to us. Accepting things as they are will make us calmer, patient and lighter. Sometimes trying to walk in the other persons shoes enables us to perceive the situation through his eyes. As once we become hollow like a flute, the music of divinity will pervade us.

4) Have faith.
Life is a long journey. In trying times, we tend to get impatient. But remembering that we are not alone and God is always with us, will enable us to feel his divine presence, his love and compassion. We will then respond to problems with a strength that is not just our own. Let us always remember that our God is way stronger than our problems.

5) Let Go.
Let go what you cannot change. Many situations are beyond our control and accepting that is the key to peace. When we let go, we become calm and the turbulent waters in our mind come to a standstill. Our mind then rests in peace.
    
6) Opt for hardships
Opting for hardships will enable us to increase our tolerance. Normally people tend to relax when they feel lazy, however  those are the days Bhaishree says ‘we need to work more’. We need to push our body to its maximum.

And lastly, a quote that one can contemplate and implement at all times. ,
Christian theologian Lewis Smedes says, “You can forgive someone for what they do; only when you accept them for what they are.”

ધીરજ, સહનશીલતા, ક્ષમા

એક આંખના બદલે એક આંખ લેવાની વૃત્તિ સમસ્ત વિશ્વને આખરે આંધળું બનાવશે.
— રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજી

        મે મહિનાનો ઉનાળો એની ચરમસીમાએ હતો સૂર્યનારાયણ અને એમની પૂરી શક્તિ સાથે પ્રકાશી રહ્યા હતા. એવા ધોમધખતા તાપમાં, પરમ પૂજ્ય ભાઇશ્રીના પાવન પગલાં અમારા નિવાસસ્થાને થયાં. આવા પુનિત અવસરે, અમારા ઘરના એકએક સદસ્યના હૃદયમાં આનંદ અને ઉત્સાહ છલકાઈ રહ્યો હતો. પોતાને સોંપેલા કામોમાં બધાંય વ્યસ્ત હતા અને ચઉ દિશાએ હર્ષોલ્લાસની ચહલપહલ નજરે ચઢતી હતી. આ સમયે, નીચેના બગીચાની ખુરશી પર પરમ પૂજ્ય ભાઈશ્રી બિરાજમાન હતા. તેમના પ્રથમવાર જ દર્શન કરવા માટે મેં અમારા દીવાનખંડની બારીમાંથી નજર કરી. ભરબપોરે, પવિત્રતાના શ્વેત રંગના ઝભ્ભા લેંઘામાં દીપી રહેલા તથા સોનેરી રવિકિરણો જેમના મુખારવિંદના વીતરાગી નૂરને પ્રક્ષાલી રહ્યા હતા એવા પરમ પૂજ્ય ભાઈશ્રી, એમની લાક્ષણિક શાંતિથી બગીચાની ખુરશી પર સ્થિત હતા. થોડી થોડી વારે એમના ચહેરા પર આવતા પ્રસ્વેદબિંદુઓને તેઓ એક સુંદર રીતે ઘડી કરેલા હાથરૂમાલથી લૂછતાં હતા. આ દૃશ્યને નિહાળીને મને એવો ભાવ ઉત્પન્ન થયો કે તેઓ ઉપર આવીને ઘરના વાતાનુકૂલિત વાતાવરણની સગવડમાં પ્રતીક્ષા કરે તો? આ જ પ્રકારના ભાવ સાથેની વિનંતી, ઘરના સદસ્યો વારંવાર પરમ પૂજ્ય ભાઇશ્રીને પ્રાર્થી રહ્યા હતા. તથાપિ પરમ પૂજ્ય ભાઈશ્રીએ એવા બળબળતા તાપમાં જ, બધાં મુમુક્ષુઓની પ્રતીક્ષા કરવાનો નિર્ણય કર્યો. છેવટે, જયારે બધાં જ મુમુક્ષુઓનું આગમન થયું ત્યારે પરમ પૂજ્ય ભાઇશ્રીના પુનિત પગલાંથી અમારું ઘર, એક મંદિરમાં રૂપાંતરિત થઇ ગયું! જે મુમુક્ષુઓ સકારણ મોડા પડ્યા હતા, તેમના પ્રત્યેના પરમ પૂજ્ય ભાઈશ્રીના સ્નેહભર્યા વલણથી હું દંગ રહી ગઈ! પ્રત્યેક મુમુક્ષુને તેઓએ એમની સાહજિક ઉષ્માથી અને અંતરની માધુર્યતાથી આવકાર્યા. એમના વદનકમળ પર કે વાણીમાં અલ્પાંશ પણ સંતાપ કે ઉશ્કેરાટ દૃષ્ટિગોચર  થતો નહોતો. આવા અગ્રીમ સ્થાને બિરાજેલી વ્યક્તિમાં, આવી સ્વસ્થતા અને આવી ધીરજ, આની પહેલા ક્યારેય પણ મેં જોઈ નહોતી. તે દિવસે, પ્રથમ દર્શને જ, ખુરશીમાં બેઠાં-બેઠાં જ, પ્રશાંતમૂર્તિ પરમ પૂજ્ય ભાઈશ્રી, મારા હૃદયમંદિરમાં સદા- સર્વકાળ માટે સ્થાપિત થયાં.

ધીરજ, સહનશીલતા અને ક્ષમા - આ ત્રણેય ગુણો એકબીજાથી ન્યારા છે, અને તેમ છતાં પણ તેઓ એકબીજાના પૂરક છે. જ્યાં એક ગુણની હાજરી હોય ત્યાં આગળ બીજા બન્નેએ ઉપસ્થિત થવું જ પડે છે.        

સામ્યભાવની પરાકાષ્ઠા એ જ ધીરજ છે. એક કળી ખીલીને પુષ્પ બને ત્યાં સુધી રાહ જોવી એ જ ધીરજ છે. બનવાકાળે જે બનવાનું હશે તે બનીને જ રહેશે એ શ્રધ્ધા કેળવવી એ જ ધીરજ છે. એક આંતરિક, શાંત સજાગતા હોવી એ જ ધીરજ છે. કોઈ પણ કાર્ય કરતી વખતે કર્તાપણાનો ભાવ ન ધરતા, તે કાર્યના સાક્ષીમાત્ર રહેવું એ જ ધીરજ છે. આપણામાં આ ગુણ કેટલા અંશે વિકસિત થયો છે, એનું માપદંડ, આપણે આપણા દૈનિક જીવનના પ્રસંગોના સ્વઅવલોકનથી કરી શકીએ છીએ જેમ કે - આપણે કોઈ વિમાન કે રેલગાડી પકડવાની હોય અને ટ્રાફિકમાં ફસાયા હોઈએ ત્યારે, અથવા જ્યારે ખૂબ મોડું થતું હોય અને લિફ્ટની રાહ જોવી પડે વિગેરે પ્રસંગે, આપણે આપણી સ્વસ્થતા અકબંધ રાખી શકીએ એ જ આપણા ધૈર્ય ગુણની ચકાસણી છે. કેમ કે ઘણું કરીને, આવા પ્રસંગોમાં આપણે તણાવયુક્ત બનીને ઉદ્વેગ અને ઉચાટનો અનુભવ કરીએ છીએ.

traffic.jpg

જયારે કોઈ પ્રસંગમાં રાહ જોવી અનિવાર્ય બને છે ત્યારે, આપણે આપણું ધ્યાન બીજે વાળીને  એ ફાજલ સમયનો સદુપયોગ કરી શકીએ છીએ, જેમ કે એ દરમિયાન કોઈ અધૂરું કાર્ય નિપટાવવું, અથવા તો કોઈ પુસ્તકનું વાંચન કરવું વિગેરે. જો પૂર્વ તૈયારી સહિત દરેક કાર્ય કરવામાં આવે, તો આવી બિન જરૂરી દોડધામને જરૂર નિવારી શકાય છે.        

આપણી આંતરિક શાંતિ, સમ્યક સ્થિરતા જ આવા સમયે બાહ્ય ધૈર્યતામાં પરાવર્તિત થાય છે. ધૈર્યની ક્સોટી કરનારા પ્રસંગોમાં ફક્ત એક સ્થિર અને પ્રજ્ઞાવાન મહાત્મા જ એમના ગંભીર ઉપયોગથી અચળ રહી શકે છે.       

ધૈર્ય ગુણના પગલે પગલે સહનશીલતાએ હાજર થવું જ પડે છે. ઉત્તમ કક્ષાની સ્વીકૃતિની ભાવના એ જ સહનશીલતા છે. કોઈ પણ પરિસ્થિતિમાં એની તત્ક્ષણ પ્રતિક્રિયા ન કરવી એ જ સહનશીલતા છે. સહનશક્તિ અને પ્રભુપ્રાપ્તિ, બન્ને એક બીજાના પૂરક છે. સહનશક્તિની કોઈ જ સીમા નથી હોતી. મતમતાંતરને ભૂલીને આપણાથી ભિન્ન માન્યતા, વલણ તથા રીતભાત ધરાવનારાઓને અપનાવવાની સંયમિત શક્તિ આપણામાં વિકસે એ જ સહિષ્ણુતાનો ગુણ છે. દયા, કરુણા અને શાંત સ્વીકારની ભાવના સહિષ્ણુતાથી જ કેળવાય છે.       

ક્ષમા એ સહિષ્ણુતાનો સહોદર છે. જ્યાં સહનશીલતાનો વાસ હોય છે ત્યાં ક્ષમા નિર્વિવાદપણે હાજર હોય જ છે. ક્ષમા અને સહનશીલતાના પરસ્પર ગુણ થકી જ આ જગત ટકી રહ્યું છે. આપણા વર્તમાન અને ભવિષ્ય ઉપર આપણા નકારાત્મક વિચારોના પોટલાઓની તથા આપણી વણઉકેલાયેલી લાગણીઓની અસર અચૂક પડતી હોય છે. તેને ખેરવી નાખવા માટે, તેનાથી પર બનવા માટે આ ક્ષમા ભાવના એક અમોઘ ઔષધિ છે. પરમ કૃપાળુ શ્રીમદ્ રાજચંદ્રજી પ્રકાશે છે કે "ક્ષમા એ મોક્ષનો ભવ્ય દરવાજો છે." ક્ષમામાં સત્ય છે, તપ છે, પવિત્રતા છે. આપણે ત્યારે જ શાંત બનીએ છીએ જયારે આપણે ક્ષમાવાન બનીએ છીએ. તેથી જ દરેક સંવત્સરીએ આપણે પરસ્પર ક્ષમા યાચીએ છીએ. આપણને કર્મમળથી વિશુદ્ધ બનાવવાનું ઉચ્ચત્તમ કાર્ય ક્ષમા કરે છે. "ક્ષમા વીરસ્ય ભૂષણમ્". ક્ષમા એ વીરનું આભૂષણ છે. એક વીર પુરુષ જ સાચા હૃદયથી ક્ષમા આપી શકે છે. અધ્યાત્મના ક્ષેત્રમાં, ફક્ત જે વ્યક્તિએ આપણને દુભવ્યા હોય એમને જ માફ કરવાની ક્ષમતાથી ક્ષમાનું કાર્ય સંપન્ન થઇ જતું નથી. એ તો એક એવી સહજ શક્તિ છે, એક આંતરિક ઊર્જા છે કે જે આપણા ક્રોધને આડી અડીખમ દિવાલ બની જાય છે, કે જેથી કોઈની દુઃખદાયક વર્તણુંક આપણને વિક્ષુબ્ધ નથી કરતી. જે પણ જીવાત્માએ આપણા પ્રતિ અન્યાય કર્યો હોય તેમના પ્રત્યે દયાનું અસ્ખલિત ઝરણું વહેતુ રાખનાર આ અપ્રતિમ ગુણ ક્ષમા જ છે.                     

હૈયે વડવાનલ જલે, તોય સાગર ગાય,
હસી જાણે જગ ઝેર પી, સંત તેને કહેવાય.
   

શુભ્ર સકળકળના પૂર્ણિમા ચંદ્ર જેવા ધીરજ, સહનશીલતા અને ક્ષમા- આ ત્રણેય ગુણોનો દિવ્ય આવિર્ભાવ પરમ પૂજ્ય ભાઇશ્રીમાં આપણને ખૂબ જ સુલભતાથી દૃષ્ટિગોચર થાય છે. એમની આંતરિક દશાનું અવલોકન કરવા માત્રથી જ આ તથા એના જેવા બીજા અનેક દિવ્ય ગુણોના આપણે પણ સ્વામી બનતા જઈએ છીએ. એમની પુનિત ઉપસ્થિતિ આપણને ધીર, ગંભીર અને શાંત બનવા માટે પ્રેરિત કરે છે. આપણા ભૌતિક જીવનની ઈચ્છાઓ, માન્યતાઓ, પૂર્વગ્રહો એમના સ્થિર, શાંત, તેજોવલયની નિશ્રામાં શૂન્યતામાં વિલીન થઇ જાય છે. પરમ પૂજ્ય ભાઈશ્રી કોઈ પણ પ્રકારના સંતાપ કે ઉશ્કેરાટ, ગર્વ કે અહંકાર, માન કે સન્માન, ઉદ્વેગ કે ઉચાટ, માયા કે ધૂર્તતાથી તદ્દન પર છે.       

DSC_0448.jpg

પરમ પૂજ્ય ભાઈશ્રીનો જગત પ્રત્યેનો, જગત વ્યવહાર પ્રત્યેનો અભિગમ સંસારી જીવોના અભિગમ કરતા સાવ જુદો  છે, અનોખો છે, ન્યારો છે. એમનું વિશ્વ, કોઈ પણ પ્રકારની અર્થહીન દોડધામ, ઉતાવળ, પામર ઈચ્છાઓ, મહત્વાકાંક્ષાઓ, દુન્યવી સુખની અભિલાષાઓ વિગેરે દૂષણોથી રહિત છે. એમના વિશ્વમાં દિવ્ય શાંતિ, અવ્યાબાધ સુખ, વણથંભ્યો આનંદ વિગેરે પરમ ઉત્કૃષ્ટ સુખો ચિરકાળ માટે સ્થાયી છે. આવા વિશ્વના રહેવાસી બનવા માટે આપણે સૌ પણ ઉત્સુક છીએ. તેના માટે આપણા મનમાં ઉદ્ભવતા અગણિત અજ્ઞાનજન્ય વૃત્તિઓ, ભાવો, વિચારોની શૃંખલામાંથી આપણી જાતને મુક્ત કરવી અતિ આવશ્યક છે.       

આપણા એવા અપૂર્વ અહોભાગ્ય છે કે આપણે પરમ પૂજ્ય ભાઈશ્રી સમાન સદગુરુનું  પુનિત શરણ પામ્યા છીએ. તેઓએ પોતાનું આખું જીવન, સમગ્ર અસ્તિત્વ ફક્ત અને ફક્ત આપણા ઉત્કર્ષ માટે, આપણા કલ્યાણ માટે, આપણી મુક્તિ માટે સમર્પિત કરી દીધું છે. એમના કરુણામય હૃદયની વિશાળતા, દરેકે દરેક મુમુક્ષુને તેના અસંખ્ય દોષોસહ, પરમ પ્રેમે આવકારે છે. કોઈ પણ કક્ષાનો મુમુક્ષુ હોય, કદાચ મુમુક્ષુ ન પણ હોય, પણ પરમ પૂજ્ય ભાઈશ્રીનું વલણ એ પ્રત્યેક સાથે તુલ્ય હોય છે, સમાન હોય છે, ભેદભાવ વગરનું હોય છે. પરમ પૂજ્ય બાપુજીના સ્તુત્ય, સત્ય શિષ્ય અને પરમ કૃપાળુ દેવના સુપાત્ર અનુયાયી એવા પરમ પૂજ્ય ભાઇશ્રીને પ્રત્યેક જીવમાં ફક્ત એનો આત્મા જ દ્રષ્ટિગોચર થાય છે.       

Patience 3.jpg

એક વાર બન્યું એવું કે, પરમ પૂજ્ય ભાઇશ્રીને સાયલાથી મુંબઈનું વિમાન દોઢ કલાકમાં પકડવાનું હતું. સવારનો સ્વાધ્યાય પરિસમાપ્ત કરીને તેઓ કુટિરમાં બધા મુલાકાતીઓને મળી રહ્યા હતા. તે સમયે મોડું તો થઇ જ ચૂક્યું હતું અને હજુ એમને ભોજન લેવાનું હતું, બેગ તૈયાર કરવાની હતી અને વામકુક્ષી કરવાની પણ બાકી હતી. પણ મુલાકાતીઓની કતાર વધુને વધુ લંબાઈ રહી હતી. ઘડિયાળ પર સતત નજર રાખનારા સેવકે નિર્ણય કર્યો કે તે બહાર ઉભેલી બધી વ્યક્તિઓને એમની મુલાકાત બની શકે એટલી ટૂંકી રાખવાની વિનંતી કરશે. પણ જયારે એ સેવક પરમ પૂજ્ય ભાઈશ્રી પાસે આગામી મુલાકાતીનું નામ દર્શાવવા ગયા ત્યારે પરમ પૂજ્ય ભાઇશ્રીએ હળવેથી તેમને પાછા જઈને બધાંયને જેટલો સમય જોઈતો હોય તેટલો લેવા કહ્યું. મૂંઝાયેલા સેવકે એ સૂચનનો અમલ કર્યો. આશ્ચર્યકારક રીતે, અસામાન્ય રીતે, બધું જ હરહંમેશની જેમ જ સમુસૂતરું પાર  પડ્યું! દરેક મુલાકાતીને પરમ પૂજ્ય ભાઈશ્રી સાથે ભરપૂર સમય મળ્યો, કોઈ પણ પ્રકારની અધીરાઈની લાગણી વગર પ્રત્યેક વ્યક્તિને પરમ પૂજ્ય ભાઈશ્રી ખૂબ જ શાંતિથી, ધીરજથી મળ્યા. તેમ છતાંય, ભોજન માટે તથા વામકુક્ષી માટે પર્યાપ્ત સમય પણ સાંપડ્યો!       

Patience 4.jpg
Patience 5.jpg

પરમ પૂજ્ય ભાઈશ્રીની ધીરજ વિષે તો જેટલું લખાય તેટલું ઓછું જ છે. દરેક શિબિર પહેલા,  શિબિરના વિષયના શાસ્ત્રોનો તેઓ સમગ્રપણે, સંપૂર્ણપણે વિગતવાર અભ્યાસ ઘણી ધીરજથી કરતા હોય છે. દરેક મહત્વના કાર્યક્રમ કે પ્રસંગ વખતે પણ તેઓ આવું જ ધૈર્યપૂર્ણ અખંડ અધ્યયન કરે છે. એમના ઉપર લખાયેલા દરેકે દરેક પત્ર તેઓ સ્વયં ખોલે છે અને એની ટપાલટિકિટ પણ જાતે કાપીને જે જે દેશની તે હોય એમાં એકઠી  કરે છે. એમના લખાણો, દસ્તાવેજોને તેઓ ચોક્સાઇપૂર્વક યથાર્થ સ્થાને રાખે છે. બધાં ફોલ્ડરોને તેઓ સુવ્યવસ્થિત રીતે ગોઠવે છે. અર્ધ વપરાયેલા કાગળોનો દળ બનાવીને તેનો અપવ્યય થતો અટકાવે છે.  વિપુલ માત્રામાં સમય તથા ધૈર્ય માગી લેતા આવા તો કેટલાય નાના મોટા કાર્યો કે જે સેવકને સોંપી શકાય એવા હોય છતાં તે, સમયનો ગમે તેટલો અભાવ હોવા છતાં પણ પરમ પૂજ્ય ભાઈશ્રી સ્વયં જ કરે છે. તેઓ ચોવીસ કલાકના દિવસમાં અનેક દિવસોનું કાર્ય સમાવી દે છે. સમય જાણે કે એમને વશ વર્તે છે!

Patience 6.jpg
Patience 7.jpg

એક સાંજે, સ્વાધ્યાય પછી, પરમ પૂજ્ય ભાઇશ્રીના નિવાસસ્થાને થોડા મુમુક્ષુઓ આવેલા. ત્યારે ધોબીભાઈ કપડાં આપી ગયા. પરમ પૂજ્ય ભાઇશ્રીએ એ કપડાને અલગ પાડ્યા અને પોતાના કબાટમાં સુઘડતાથી ગોઠવી દીધા. પછી, જે કાગળમાં લપેટાઈને એ કપડાં આવ્યા હતા તેની ચીવટતાથી ઘડી કરી. ત્યાર પછી તેમનું ધ્યાન જેનાથી કપડાં બાંધ્યા હતા એ દોરા પર કેન્દ્રિત કર્યું. એ દોરામાં ઘણી વધારે ગૂંચ પડી ગયેલી. એમની ખૂબ જ સહજ એવી લાક્ષણિક ધીરજથી અને શાંતિથી પરમ પૂજ્ય ભાઇશ્રી એક પછી એક ગૂંચને કોઈ પણ પ્રકારની ઉતાવળ વગર ઉકેલી રહ્યા હતા. એક યુવા મુમુક્ષુ, કે જે આ બધુંય નિહાળી રહી હતી, તેણે પરમ પૂજ્ય ભાઇશ્રીને આ કાર્ય પોતાને સોંપવાની વિનંતી કરી. પરમ પૂજ્ય ભાઈશ્રીએ, એની વિનંતીને સ્વીકારીને, એને દોરી તૂટે નહિ એ રીતે ઘણી ધીરજથી, ચીવટતાપૂર્વક કરવાની સૂચના આપી.       

આપણા પૂર્વકર્મોના પરિણામના કારણે આપણા ધૈર્ય ગુણની કસોટી સતત થતી હોય છે. પણ પ્રત્યક્ષ સાક્ષાત અખૂટ ધીરજના સ્વામી એવા પરમ પૂજ્ય ભાઇશ્રીને અવલોકી-અવલોકીને આપણને એ દ્રઢ થાય છે કે એમની પવિત્ર કલ્યાણકારી નિશ્રામાં આપણે પણ એમના ગુણોને ચોક્કસ આત્મસાત કરી શકીશું.       

"જ્ઞાનીને અવલોકીએ છીએ અને તેમ થઈએ છીએ." એમના જેવા બનવા માટે નીચેના થોડાં મુદ્દાઓ વિચારીએ.

૧) વર્તમાનમાં જ જીવવું ~ "વર્તમાન વર્તે સદા સો જ્ઞાની જગમાંય".

ચાલો આપણે આપણા દરેક કાર્યમાં અને દરેક વિચારમાં ધીરગંભીરતા કેળવીને વર્તમાનમાં આપણું જે કાર્ય ચાલુ છે તેમાં જ હાજર રહીએ. વિવેકથી વિચારીને દરેક કાર્ય કરીએ. આપણા મનને ભૂતકાળના તણાવોથી અને ભવિષ્યની ચિંતાથી રહિત બનાવીએ, કેમ કે હરહંમેશ અત્યારની જ ક્ષણ આપણા હાથમાં હોય છે. ભૂતકાળ વીતી ચૂક્યો છે અને ભવિષ્ય આપણને ચક્ષુગોચર નથી. માટે જ પરમ પૂજ્ય ભાઈશ્રી આપણને વર્તમાનની એક એક ક્ષણનો સદુપયોગ કરવાનું વારંવાર બોધે છે.

૨) ધ્યાન

ધ્યાન આપણને નિ:સ્પૃહ, અનાસક્ત બનવાની સમર્થતા આપે છે, આપણી દ્રષ્ટિને વિરક્તતા આપે છે. દુન્યવી જોડાણોની આપણા મન ઉપરની પકડને ઢીલી પાડતા જઈને ધ્યાન આપણને શુદ્ધ, નિર્મળ, શાશ્વત આનંદના મૂળ સ્ત્રોત સુધી પહોંચાડે છે. નકારાત્મક અને હાનિકારક વિચારો આપણા મનમાં ઉઠે ત્યારે કોઈ પણ પ્રતિભાવ આપ્યા વગર આપણે ફક્ત એના જોનાર બનીએ,  જાણનાર રહીએ, અસંગ રહીએ તો એને વિદાય થવું જ પડશે. સાધકે પોતાના લક્ષને, પોતાની એકાગ્રતાને, પોતાના ધ્યેયને પરમાત્મા સાથે ઐક્યભાવ સાધવામાં જ લગાવીને ધ્યાન કરવું જરૂરી છે. પસાર થતી દરેક ક્ષણના સાક્ષીમાત્ર રહેવું એ જ એની ચાવી છે.

૩) શાંત સ્વીકારની ભાવના

અનાદિકાળથી, અનંતાનંત કર્મોના જથ્થાથી આપણો આત્મા આવરિત છે. જે કંઈ પણ આપણા જીવનમાં બની રહ્યું છે, તે આ સંચિત કર્મોનો ઉદય જ છે. તે ઉદય ઉપર આપણો કોઈ અંકુશ શક્ય જ નથી ત્યારે તેનાથી વ્યથિત થવું, મૂંઝાવું, ઉદ્વેગ-ઉચાટ કરવો એમાં કોઈ સાર્થકતા નથી. તેથી કષાયજનિત પરિણામોમાં શક્તિનો વ્યય ન કરતા, તેનો શાંત સ્વીકાર કરવાથી મનમાં શાંતિ વેદાય છે, હૈયામાં આનંદ ઉભરાય છે અને નવા કર્મનું બંધન નિવારી શકાય છે. પરિસ્થિતિને સામેની વ્યક્તિની નજરે જોવાનો પ્રયત્ન, આપણા મનને નકારાત્મક વિચારોથી પાછું વાળે છે. વાંસળી જેવા પોલા બનવાની આત્મકળા જીવનમાં વણાઈ જાય તો એક દિવ્ય સંગીત આપણા અંતરના અણુ~અણુમાંથી રેલાશે.

૪) શ્રદ્ધા

આપણું જીવન એક સુદીર્ઘ પ્રવાસ છે. કસોટીના કાળ દરમિયાન આપણે વ્યગ્ર બની જઈએ ત્યારે આ ભાવનાથી આપણી જાતને રંગવાની છે - "હે પ્રભુ, તે બધાં સંજોગો મારા કલ્યાણ માટે જ સર્જ્યા છે અને તું હંમેશા મારી સાથે જ છો એની મને પૂર્ણ શ્રદ્ધા છે." એમની દિવ્ય ઉપસ્થિતિ, પ્રેમ અને કરુણા આપણી સમસ્યાઓનો યોગ્ય પ્રતિસાદ આપવા માટે પ્રેરણાબળ બનશે. ભગવાનના અનંત, અખૂટ, અપાર પ્રેરણાબળ સામે આપણી સમસ્યાઓની શક્તિ તૃણવત છે.

૫) જતું કરો   

જે સંજોગોમાં બદલાવ લાવવો શક્ય જ નથી તેને સ્વીકારી લેવા. આપણા અંકુશમાં ન હોય એવી ઘણી પરિસ્થિતિ આપણા જીવનમાં ઉદ્ભવતી હોય છે, ત્યારે તેને જેમ છે તેમ સ્વીકારી લેવા એ જ ઉત્તમ કૂંચી છે. જયારે આપણે જતું કરીએ છીએ ત્યારે આપણે સ્થિર, નિશ્ચળ બનીએ છીએ અને આપણું પ્રક્ષુબ્ધ મન સ્થિર થાય છે, સાચી શાંતિમાં ઠરી જાય છે.

૬) કઠણાઈની જિજ્ઞાસા કરવી, રુચિ રાખવી

કઠણાઈનો વિકલ્પ પસંદ કરવાથી આપણી સહનશીલતામાં વૃદ્ધિ થાય છે. સામાન્ય રીતે જયારે આપણામાં સુસ્તી વર્તાતી હોય ત્યારે આપણને વિશ્રાંતિ લેવાની ઈચ્છા થાય છે. પરમ પૂજ્ય ભાઈશ્રી કહે છે કે ત્યારે તો 'આપણે વધુ કામ કરવું જરૂરી છે'.  આપણા શરીર પાસેથી આપણે જેટલા વધુ કામ લઇ શકીએ તેટલું લેવું અગત્યનું છે.        

ખ્રિસ્તી ધર્મશાસ્ત્રી "લેવિસ સ્મેદેસ"નું  એક અવતરણ અંતમાં ટાંકીએ કે જેના ઉપર વિચાર કરીને એને અમલમાં મૂકવું આવશ્યક છે: "કોઈના માટે સાચા હૃદયની ક્ષમા આપણામાં ત્યારે જ ઉદ્ભવે છે કે જયારે આપણે તે વ્યક્તિ જેવી હોય તેવી જ તેને સ્વીકારીએ છીએ".


Moments of Insight: Patience, Tolerance & Forgiveness

“Tolerance and patience should not be read as signs of weakness. They are signs of strength.”
— Dalai Lama

The rays of the rising sun gently caressed Param Pujya Bhaishree’s face as he sat cross-legged on the bed eating Tulsi leaves from a bowl placed before him. As he chewed on the first one,  his eyes sparkled with a hint of humour. He gently asked to meet the sevak who had served him the leaves.  When he arrived, Param Pujya Bhaishree smilingly asked, “Have you tasted these leaves?” 

When the sevak said he hadn’t, Param Pujya Bhaishree, still smiling, asked him to taste one. Not aware that there had been a huge mistake on his part, the sevak helped himself to a couple of leaves from the cup. To his utter embarrassment he realised he had served Param Pujya Bhaishree leaves that looked like Tulsi but were not. He was full of remorse.

Bhaishree taking tulsi.jpg

It had so happened that, the person who normally got Tulsi leaves for Param Pujya Bhaishree was running late, and had indicated a Tulsi plant pot outside Param Pujya Bhaishree’s kutir to the sevak, asking him to get the leaves from the same. However, as he stepped towards the Tulsi plant, he saw a similar looking plant right next to it, with much larger, cleaner and fresher leaves. Delighted that he had found a better ‘Tulsi’ plant, he plucked leaves from the other plant, washed them and presented them to Param Pujya Bhaishree.

On realising his folly, he apologised to Param Pujya Bhaishree. Ever forgiving, Param Pujya Bhaishree laughed and casually brushed aside the topic as though it was nothing. The episode reflects Param Pujya Bhaishree’s patience with a mistake that was brought out in a compassionate way,  thereby ensuring that the disciple learns from it, tolerance for the person who made him chew a leaf that he was not meant to eat, and ready forgiveness for an act of human folly that he did not  consider worthy of a reprimand. 

All of us aspire to accept people as they are, to accept the good as well as the bad in everyone. However, the hard part is actually doing it. To Param Pujya Bhaishree, accepting everyone as they are and everything as it is, comes naturally. He does not have to aspire or try.

The western coast of Gujarat is famous for its hot summers. Being close to the desert, Sayla, in particular, experiences scorching heat, that is not just very uncomfortable but also makes one susceptible to illnesses. Most disciples avoid Sayla during the summer, fearing the heat. But the heat, or the presence of just a handful of seekers at the ashram during the time, is not a deterrent for Param Pujya Bhaishree. Every summer, he is there at the appointed hour and his schedule remains unchanged. He walks from his kutir to the Swadhyay hall, Prashant Nilay and Annapurna three to four times a day under a punishing sun, unflappable as always, an oasis of stillness and calm.

Ask him about the heat and he replies, “Garmi bahu saras che (the heat is very nice)”. Only a person with boundless tolerance who has detached himself from his bodily existence can call the harsh heat, “saras.”

Bhaishree Walking.jpg

Every interaction with Param Pujya Bhaishree, however small, leaves a deep and positive impact on us and teaches us profound lessons for a lifetime. Let us, with complete dedication, attempt to tolerate what we can and progress towards tolerating what we cannot, with an attitude of acceptance, compassion and detachment. Let us by the virtue of dedication practice what he preaches. 

સહનશીલતા  અને  ધીરજને  ક્યારેય નબળાઈ ન માનવા. આ  ગુણો તો આંતરિક ઓજસના પ્રતિક  છે.
— દલાઈ લામા 

પલંગમાં બેસીને, તુલસીના પાન વાપરતાં, પરમ પૂજ્ય ભાઇશ્રીના તેજસ્વી વદન પર પ્રભાતના રવિકિરણો પ્રકાશી રહ્યા હતા. તુલસીનું પહેલું પાન વાપરતા જ, નયનોમાં રમૂજના  ચમકારા સાથે પરમ પૂજ્ય ભાઇશ્રીએ મૃદુતાથી, જે સેવકે તેઓને તે સવારે તુલસીના પાન પીરસ્યા હતા તેને મળવાનું કહ્યું. જ્યારે તે સેવક પરમ પૂજ્ય ભાઇશ્રીને મળવા આવ્યો ત્યારે તેઓએ મલકાતાં મલકાતાં સેવકને પૂછ્યું કે, “તે આ પાન ચાખી જોયા છે? જ્યારે તે સેવકે પરમ પૂજ્ય ભાઇશ્રીના આ પ્રશ્નનો નકારાત્મક જવાબ આપ્યો, ત્યારે એક રમતિયાળ સ્મિતસહ, પરમ પૂજ્ય ભાઇશ્રીએ સેવકને તે પાન ચાખવાનું કહ્યું.

પરમ પૂજ્ય ભાઈશ્રીના આદેશ પ્રમાણે તે સેવકે કપમાંથી એક-બે પાન લીધા. પાન ચાખતા જ સેવક આશ્ચર્યચકિત થઇ ગયો અને તેનું માથું શરમથી ઝૂકી ગયું, કારણ કે તે પાન તુલસીના હતા જ નહીં! સેવક માની જ નહીં શક્યો, કે તેણે પોતે તુલસીની બદલે કોઈ બીજા જ છોડના પાન પરમ પૂજ્ય ભાઇશ્રીને વાપરવા આપ્યા હતા - તેનું હૃદય ધબકારો જ ચૂકી ગયું.

તે દિવસે એવું બન્યું હતું કે, જે સેવક, પરમ પૂજ્ય ભાઈશ્રી  માટે હંમેશા  તુલસીના પાન લાવતો હતો તે થોડો મોડો પડયો હતો તેથી તેણે આ બીજા સેવકને પરમ પૂજ્ય ભાઇશ્રીની કુટીરની બહારનો તુલસીનો ક્યારો બતાવી રાખ્યો હતો. જયારે તે બીજો સેવક તુલસીના પાન લેવા આવ્યો ત્યારે તેણે તે ક્યારાની બાજુમાં તુલસી જેવો જ દેખાતો બીજો ક્યારો જોયો, જેના પાન વધારે મોટા, ચોખ્ખા, લીલા-છમ અને તાજા હતા. આથી, તે સેવકે, આ ક્યારાની નૂતન શોધથી ગર્વ અનુભવતા, આ બીજા ક્યારામાંથી પાન ચૂંટીને, ધોઈને પોતાના સદ્દગુરુને પીરસ્યા.

સેવકે, પોતાની આ ભૂલ સમજાતાં જ, પરમ પૂજ્ય ભાઈશ્રીની માફી માંગી. પરંતુ, ક્ષમામૂર્તિ પરમ પૂજ્ય ભાઇશ્રીએ, જાણે કશું બન્યું જ ન હોય એવી રીતે સહજતાથી,આ આખા પ્રસંગને નજીવો બનાવીને વિસારી દીધો! તે દિવસ પછી પરમ પૂજ્ય ભાઇશ્રીએ આ પ્રસંગનો ક્યારેય ઉલ્લેખ સુધ્ધાં કર્યો નથી - આવી ઉત્કૃષ્ટ છે આપણા સૌના લાડલા પરમ પૂજ્ય ભાઈશ્રી ની ધીરજ અને સહનશીલતા.

Bhaishree eating Tulsi.jpg

આપણા બધાંની મનોકામના હોય છે કે આપણામાં લોકોના  સારા કે નરસા પાસાઓનો શાંત સ્વીકાર કરવાની ભાવના વિકસે -પણ, આ બાબતને અમલમાં મૂકવી અત્યંત દુષ્કર છે! પરંતુ, આપણા પરમ પૂજ્ય ભાઇશ્રીને  એ સ્વભાવસિદ્ધ છે - તેઓ સદૈવ પ્રત્યેક વ્યક્તિને, દરેક પરિસ્થિતિને સહજતાથી સ્વીકારી લે છે. 

ગુજરાતનો ઉનાળો, અને તેમાં પણ સાયલાનો ઉનાળો તો ભલભલાના હાંજા ગગડાવી દે એવો હોય છે. ગરમી તો કહે, મારું જ કામ!  મુમુક્ષુઓ, મોટે ભાગે આવી તીક્ષ્ણ ગરમીને કારણે, ઉનાળા દરમિયાન સાયલા આવવાનું પસંદ નથી કરતા. પરંતુ પરમ પૂજ્ય ભાઇશ્રીને આવું કશું જ ક્યારેય બાધારૂપ બનતું નથી. ઉનાળા દરમિયાન ઘણા જ ઓછા પ્રમાણમાં મુમુક્ષુઓ આશ્રમમાં હોય. છતાં, દરેક શિબિર, નિયમાનુસાર જ ચાલુ રહે. શાંતસ્થિરતાના આશ્રયસ્થાન એવા પરમ પૂજ્ય ભાઈશ્રીની દિનચર્યા જરા પણ બદલાય નહિ. ધોમધખતા તાપમાં, તેઓ કુટિરથી સ્વાધ્યાય હૉલ, પ્રશાંત નિલય અને અન્નપૂર્ણા,  દિવસમાં અનેકવાર ચાલતાં જ પહોંચે - સૂર્યના રોષને તેઓ પોતાની કોઈ પણ પ્રવૃત્તિમાં બાધા પાડવા જ ન દે.

ઉનાળાને કારણે પરમ પૂજ્ય ભાઇશ્રીની તબિયતની ચિંતા કરતા, તેઓની નજીકના સેવકો ઘણી વાર પરમ પૂજ્ય ભાઇશ્રીને ફોનથી ગરમી વિષેે પૃચ્છા કરે. પરમ પૂજ્ય ભાઈશ્રીનો જવાબ એક જ હોય કે - “ગરમી બહુ સરસ છે!”  જેમનામાં  ઉત્કૃષ્ટ પ્રકારની સહનશીલતા સ્વાભાવિકપણે પ્રદીપ્ત હોય અને પોતાના આત્માને દેહથી સદૈવ જુદો જ અનુભવતા હોય, તેવા મહાત્મા જ આવી અસહ્ય ગરમીને સહજતાથી “સરસ” કહી શકે અને સમભાવથી સહી શકે.

પરમ પૂજ્ય ભાઈશ્રી  સાથેની દરેક  ક્રિયાપ્રતિક્રિયા, ભલેને ગમે તેટલી નાની હોય, આપણા વ્યક્તિત્વ પર એક ગહન સકારાત્મક પ્રભાવ પાડે છે અને આપણને આધ્યાત્મિક ઉત્થાનના પાઠ શીખવી જાય છે. ચાલો, આપણે સૌ સહજસ્વીકૃતિ, અનુકંપા, અને અનાસક્તભાવ જેવા ગુણો કેળવીને, ઉત્કૃષ્ટ સમર્પણભાવથી, પરમ પૂજ્ય ભાઇશ્રીના પુનિત બોધને આપણા જીવનમાં ચરિતાર્થ કરીએ અને  તેને જ આપણું પરમ કર્તવ્ય બનાવીએ.