We celebrate Param Pujya Bhaishree's divinity through the wonder of his virtues. Each month a different writer has captured the inspirations drawn from Bhaishree's life that shed light on these beautiful virtues and help us recognise his inner being.
This month we explore Param Pujya Bhaishree's virtues of a State of Tranquility - Samadhi bhaav
Samadhi bhaav - A State of Tranquility
Samadhi : The restfulness of the inner state of Shri Jineshwar is called samadhi and the restlessness of the inner state is called asamadhi; experiential knowledge indicates this to be absolutely true.
Steady (yourself) without getting stuck in circumstances, samadhi is to experience the indivisible joy of awareness of the enormous knowledge every moment.
Tranquility amidst inactivity
Retracting the senses from external objects and experiences, a self-realised soul – gnani - stays absorbed in the effervescent bliss of his soul. The substratum of his existence is the soul, not the body. Having attained supreme spiritual awakening self-realised souls inhabit the body and yet reside outside it. In the sublime glory of their inner experience, they attain immortality.
Evolved in their practice these gnanis can instantly and easily free themselves from their karmic baggage. Their meditation works as a bonfire, that reduces karmas to ashes. Their soul then shines brighter and purer in its manifest consciousness. Having attained supreme spiritual awakening, they are then detached from all those things which, when living in a mundane realm could be called as theirs. Dwelling in the bliss of their soul, every activity is performed only as a knower and not a mere observer .
The only experience they are conscious of is that of the self. All appendages of the external self – the senses, mind, intellect, ego – are inactive; they are not subordinated to the self, they just cease to exist in the real sense.
There is only one truth into which all distinctions, relations, delusions and myths melt. ‘Aham bhojanam naiva bhojyam na bhokta’ – I am not the meal or the one who consumes or the consumed meal. The experience, the experiencer and the experienced all dissolve in the highest realm of knowledge that becomes the sole wakeful reality for the seer. The seer is free of the restraining shroud of the body and the mind. Cognition, volition and emotion fade before the expression of the truth in the knower.
If there is, there is only the unbounded experience of the self, which forms the sum total of the seer’s knowledge. The experience of this knowledge is the highest stage of consciousness - that which is experienced by the Siddha Bhagwan. As devotional poet Narsinh Mehta said, “Brhama latkaa kare Brhama paase (Brhama hangs around Brhama).”
In an environment that is free and complete, and where nature is plentiful, the fear-free soul of a gnani dwells joyfully in the spring of knowledge coursing within him. Param Krupaludev Shrimad Rajchandraji has said in his moving piece, ‘Apoorva Avsar’ that when a gnani encounters a tiger and lion, he sees them as dear friends (and not as fearsome beasts to flee from). This is the state of refinement of the peace and tranquility that a gnani finds within him.
Tranquility in activity
A gnani lives undeterred and undisturbed in the midst of adversities of the body, mind and circumstances. The fulcrum of his existence is inner peace. The tranquility he feels within himself is independent of external factors. The richness of his inner experience endures, stable, undiluted and unaffected. In the thick of activity, he has no doership. He has no desire, no expectation, no opinion. He lives in the present moment unlike most others who either rue the past or worry about the future. His outer life is merely a harmonious acceptance of what life has in store for him.
Every activity of his is gentle and compassionate. He is aware and alert, and has overcome most shortcomings of temperament and nature such as anger, ego, attachment and greed. That does not mean, however, that a gnani neglects his duties and obligations in this world; in fact, he takes full responsibility for his dependents and for his actions. Yet, he has no attachment to the action or the fruits of the action, no cheer at a task well done, no disappointment at a setback. All is welcomed with dispassionate acceptance.
A gnani aims to level his karmic scores with everyone intended so that he can rest uninterrupted in his other world where he is the knower and the known. Even though he remains absorbed in his self-experience, his divinity shines through in every single thing that he does, and is evidently discernible to a seeker.
A gnani has no sense of ownership towards anyone. Rather, he radiates selfless and compassionate love for one and all equally. His life demonstrates the spiritual arc from detached abstinence to supreme knowledge.
The samadhi of Bhagwan Mahavir – supreme transcendence
For 12 and half years, Bhagwan Mahavir did rigorous penance - he did not sit on the ground even once and slept merely for 48 minutes in all these years, and he ate on only 349 days.
His transcendental spiritual evolution was the outcome of his state of supreme tranquility. In ‘Chamar na Adhikaar’, he tells one of his foremost disciples, Guru Gautam Swami, that dwelling in his soul he spent 11 years of this period in continuously fasting two days at a stretch, cautiously, in relentless penance and renunciation, travelling from one place to another with utmost awareness and care, shrinking the legs and stretching the hands, bending the body slightly forward and down, detaching from mind-speech-action, dissolving all senses and with meditative focus on one single object.
It was by living in such a pure effectless state of samadhi that Bhagwan Mahavir freed his soul of the densest of karmas and attained keval gyan (the highest state of pure knowledge).
The tranquility of Shrimadji
A gentleman called Bhanji Makanji decided to test Shrimadji’s asceticism. He arrived at the place where Shrimadi was seated with his disciples and began shouting angrily at him. Everybody present was shocked at this inexplicable behaviour and some felt angry with him. Shrimadji’s face, however, bore the same expression of love and compassion as it had before Bhanjibhai’s outburst. His inner tranquility remained unperturbed. When Bhanjibhai saw Shrimadji’s evolved state of being with his own eyes, he felt remorseful. Laying his turban at Shrimadji’s feet, he sincerely asked for forgiveness. An epitome of tolerance, Shrimadji turned a foe into a friend. In a textbook case for strong reaction, he did not flinch or deviate from his inner tranquility even for a moment.
Whenever Shrimadji stayed in holy retreats such as Idar or places in Charotar area, he would slip into such sublime bliss as if he were devoid of body. A mosquito menace or an approaching tiger would not bother him in the least. He would have little recollection of the fact that he had a body or his surroundings. Such was the grandeur of his inner experience that come bone-chilling cold or scorching sun, he remained indifferent. When he walked in Idar, powerful chants would rent the sky stirring up a highly elevating spiritual ferment in listeners.
An extraordinary road to samadhi - Param Pujya Bhaishree
At the instance of Param Pujya Bapuji, Param Pujya Bhaishree turned his eyes away from the world and into his self. The soul, which was previously occupied outward, began getting pre-occupied with itself. The faculties that were involved in understanding and adjusting to the world began to understand and experience the inner realm. The discontent, restlessness, and turmoil of the outer world transformed into contentment, restfulness and peace as his energies shifted to the soul. The change in goalposts changed his life, and over time, the lives of several thousands of his disciples.
With his capable grasp of the subject and a life of discipline that remains his calling card, Bhaishree shifted his experiential knowledge from the known to the knower. That called for monumental work but he demonstrated that it is possible.
Nobody has ever seen Bhaishree unhappy or sorrowful. His peacefulness, contentment and self-discipline are evident to all. Everything he does is measured and meaningful; there is never any fluster or bluster around him. He eats, walks and talks calmly, deliberately and only as required. At 75 years of age, he lives a busier and tougher life than people half his age because benevolence and public welfare are the two pivotal oars of his lifeboat. Bhaishree wears the burden of running the myriad activities of an organisation as vast as Shree Raj Saubhag Satsang Mandal lightly. There is never a crinkle of worry or fear on his face; he is always radiant and cheerful. A mere contemplation of his inner tranquility has the heft to elevate our spiritual status.
Important points to attain samadhi
Protection of Satdev, Satguru and Satdharma
Spiritual evolution begins with unwavering faith in these three elements. This faith is the foundation of samyak gyan, darshan and charitra (true knowledge, experience and conduct).
Veneration of worthy people
The ability to spot good qualities and virtues is extremely beneficial for spiritual seekers. One has to go to the extent of worshipping virtues in others if one wishes to dissolve one’s ego and rid oneself of the vice of willfulness. Finding delight in another person’s qualities is a surefire way of always staying happy as it nips negative emotions such as jealousy in the bud.
Pure mind
Samadhi stems from knowledge of the soul. Unless the mind is disciplined and controlled, the soul remains out of reach. It is only when the mind is still and pure that it dwells steady in the soul. Hence, an constant vigil on the mind is the key to spiritual awakening.
Penance to reorient wayward tendencies towards the self
Penance and samadhi are inter-woven. The body is the singlemost source of delusion and attachment while the mind is forever engaged in keeping the body happy. Once the attitude towards one’s body changes, the body becomes an instrument for undertaking penance. Penance causes the mind to stop disposing all tendencies towards the body and direct them towards true knowledge.
Revulsion and repentance for one’s sins
True repentance for one’s sins and mistakes programs the soul to ensure it does not repeat them. Once restlessness recedes, the soul is capable of achieving a restful poise even in the flurry of activity.
Retired life
A person who desires to stay steady in complete samadhi should retire and shift to a quiet location, in the lap of nature, eliminating his awareness of the body and consolidating his awareness of the soul. This attempt to live in solitude, away from binding circumstances such as objects, place, time and emotion, can eventually strengthen his detachment and make him immune to the world like a lotus in water.
સમાધિભાવ
સમાધિ: શ્રી જિન આત્મપરિણામની સ્વસ્થતાને સમાધિ અને આત્મપરિણામની અસ્વસ્થતાને અસમાધિ કહે છે; તે અનુભવજ્ઞાને જોતાં પરમ સત્ય છે.
સંયોગોમાં ન અટવાતા સ્વભાવમાં સ્થિર રહેવું, વર્તમાનની દરેક ક્ષણે પ્રચંડ જ્ઞાનભાવના અખંડ આનંદને અનુભવવો તે છે સમાધિ.
નિવૃત્તિયોગ મધ્યે સમાધિ
સર્વ પરદ્રવ્યથી વૃત્તિઓને વ્યાવૃત્ત કરીને, અવધૂત યોગેશ્વર, એવા મહાજ્ઞાનીપુરુષો ધ્યાન સાધનામાં આત્મલીન બની જાય છે. પરબ્રહ્મસ્વરૂપ થયેલા, તેઓ દેહ છતાં દેહાતીત છે. પ્રશમરસ નિમગ્ન વીતરાગભાવમાં તેઓ અમરત્વને પામ્યા છે. સર્વ દુઃખથી મુક્ત થવાનો આ અનન્ય ઉપાય છે. ધ્યાન સાધનામાં જયારે તેઓ આવી દશા પ્રાપ્ત કરે છે ત્યારે સહજતાએ અનંત કર્મોની નિર્જરા થતી રહે છે. ધ્યાનભઠ્ઠીમાં ઉદિત અને અનાગત કર્મો ભસ્મીભૂત થતા રહે છે. આત્મા વધુ નિર્મળ અને તેજોમય બને છે. સર્વે પરદ્રવ્યથી પોતે અસંગ અને નિર્લેપ છે. જગત છે જ નહિ, માટે અહીં કેવળ જ્ઞાતાભાવ છે, કોઈ દ્રષ્ટાભાવ નથી. આત્માજ્ઞાન સિવાય કોઈ બીજો અનુભવ નથી. ઇન્દ્રિયો, મન, બુદ્ધિ બધું જ નિષ્ક્રિય છે. ધ્યાતા, ધ્યાન અને ધ્યેય; જ્ઞાતા, જ્ઞાન અને જ્ઞેય; બધું એક થઇ ગયું છે! કેવળ જ્ઞાનાનંદનો અમર્યાદિત અનુભવ. આ દશા એ સિદ્ધસ્વરૂપી દશા છે. જ્ઞાનનું જ જ્ઞાન થઇ રહ્યું છે. નરસિંહ મહેતા કહે છે તેમ “બ્રહ્મ લટકા કરે બ્રહ્મ પાસે.”
નિવૃત્તિ ક્ષેત્રે, પર્યાવરણની વચ્ચે, જ્ઞાનીપુરુષોનો નિર્ભય આત્મા, જ્ઞાનની મસ્તીમાં મસ્ત હોય છે. અપૂર્વ અવસરમાં પરમ કૃપાળુ શ્રીમદ્જીએ કહ્યું છે તેમ વાઘ અને સિંહનો સંયોગ થાય તો જાણે પરમ મિત્રનો સંયોગ થયાનો ભાવ જાગે છે! શાંતિ અને સમાધિની આ ઉચત્તમ દશા છે.
પ્રવૃત્તિયોગ મધ્યે સમાધિ
આધિ વ્યાધિ અને ઉપાધિઓ હોવા છતાં તેઓ વિક્ષેપરહિત વર્તે છે. આત્મશાંતિ જ તેમના જીવનનો ધ્રુવકાંટો છે. તેમની સમાધિને કોઈ બાહ્ય કારણો આધારભૂત નથી. તેમની આ સમાધિ પોતાની છે, સહજ છે અને તેથી તેમના આત્માના પરિણામો સદૈવ સ્વસ્થ રહે છે. પ્રવૃત્તિ યોગ મધ્યે તેઓ અકર્તૃત્વ ભાવે અને આત્મઉપયોગે ઉદયને અનુસરે છે. ના કોઈ ઈચ્છા કે ના કોઈ અપેક્ષા, કેવળ ઉદિત કર્મને સમભાવે નિર્જરી જવાનો અખંડ પુરુષાર્થ છે. ઉપયોગ યોગથી છૂટો છે, યોગ દ્વારા પ્રવૃત્તિ થાય છે અને તેથી યોગમાં ઉપયોગ જોડાય છે પણ છતાં લેપાતો નથી. સતર્ક અને સભાન છે. ઋણાનુબંધ પૂરા કરવાનો ભાવ છે. ઈંદ્રિયો સંયમિત છે. કષાય બહુ ઉપશમિત થયાં છે. તેમના દરેક વ્યવહારમાં કરુણા અને કોમળતા રહ્યાં છે. આકાંક્ષાઓ, અપેક્ષાઓ કે અભિપ્રાયો - કશું નથી. વર્તમાનની પળ એ જ એમનું જીવન છે. કોઈ લેવાદેવાની કડાકૂટ નથી રહી. આત્મમગ્ન તેઓ અનેક ગુણોના સ્વામી છે. તેમનું એ દિવ્યચારિત્ર, તેમની જ્ઞાનગંભીરતા બધું અવ્યક્ત હોવા છતાં ધર્મજિજ્ઞાસુ માટે વ્યક્ત છે! સૂર્યનો પ્રકાશ જેમ ઢાંકી શકાતો નથી તેમ કાર્યે કાર્યે તેમનું સંતપણું વિદિત થાય છે. ભલે સાધારણ મનુષ્યની જેમ તેઓ ખાય છે, પીએ છે, ચાલે છે, બેસે છે, સૂએ છે, બધી દૈહિક ક્રિયાઓ કરે છે પણ છતાં, તેમના દરેક કાર્યમાં અસાધારણપણું રહ્યું જ હોય છે.
કોઈ પ્રત્યે મારાપણાનો ભાવ નથી અને છતાંયે આ જગતના તમામ જીવાત્માઓ પ્રત્યે તેમને એક સરખો પ્રેમ છે. આસક્તિ નથી પણ છતાં નિર્મોહી વાત્સલ્ય ભાવ વહેતો જ રહે છે. તેમની અમી દ્રષ્ટિમાં સમદર્શિતા છે. વૈરાગ્યથી વીતરાગતા સુધીનો આખો માર્ગ તેમના જીવનમાં દ્રષ્ટિગોચર થાય છે.
ભગવાન મહાવીરનો સમાધિભાવ - પરમ વીતરાગતા
સાડા બાર વર્ષ ભગવાન મહાવીરે તપ કર્યું. તેઓ ભૂમિ ઉપર એક વાર પણ બેઠા ન હતા. આટલા વર્ષોમાં માત્ર 48 મિનિટ તેઓ સૂતા હતાં. 349 દિવસો જ તેમણે ભોજન ગ્રહણ કર્યું હતું. આવો પ્રચંડ પરુષાર્થ તેમણે કર્યો!!
તેમની વીતરાગતા એ તેમની પરમ સમાધિનું ફળ છે. ચમરના અધિકારમાં તેઓ ગુરુ ગૌતમ સ્વામીને સંબોધીને કહે છે. “હે ગૌતમ ! તે કાળ અને તે સમયમાં છદ્મસ્થ અવસ્થાને, હું એકાદશ વર્ષની પર્યાયે, છટ્ઠ છટ્ટે, સાવધાનપણે, નિરંતર તપશ્ચર્યા અને સંયમથી આત્મતા ભાવતા, પૂર્વાનુપૂર્વીએ ચાલતા, એક ગામથી બીજે ગામ જતા, જ્યાં સુષુમારપુરનગર, જ્યાં અશોક વનખંડ બાગ, જ્યાં અશોકવર પાદપ, જ્યાં પૃથ્વીશિલાપટ્ટ પર અષ્ટમભક્ત ગ્રહણ કરીને, બન્ને પગ સંકોચીને, લાંબા કર કરીને, એક પુદગલમાં દ્રષ્ટિ અડગ સ્થાપીને, અનિમેષ નયનથી, જરા શરીર નીચું આગળ ઝૂકી રાખીને, યોગની સમાધિથી, સર્વ ઇન્દ્રિયો ગુપ્ત કરીને, એક રાત્રિની મહા પ્રતિમા ધારણ કરીને, વિચરતો હતો.”
નિર્વિકલ્પ સમાધિમાં રહીને ભગવાને તમામ ઘાતી કર્મોથી પોતાના આત્માને મુક્ત કર્યો. ભગવાન કેવળજ્ઞાન પામ્યાં.
પરમ કૃપાળુ દેવની સમાધિ દશા
ભાણજી મકનજી નામના એક ગૃહસ્થે, શ્રીમદ્જીના સંતપણાની પરીક્ષા કરવાનું નક્કી કર્યું. મુમુક્ષુઓની સાથે, જ્યાં શ્રીમદ્જી બેઠાં હતાં, ત્યાં તેઓ આવ્યા. શ્રીમદ્જી સાથે વેર હોય તેમ, તેઓ ક્રોધે ભરાઈને ઝેર ઓકવા લાગ્યા. ત્યાં બેઠેલા બધા ડઘાઈ ગયા. તેમાંના ઘણાંને ભાણજીભાઇ પ્રત્યે રોષ જાગ્યો. શ્રીમદ્જીના ચહેરા ઉપર એ જ પ્રેમ અને કરુણા હતી. તેમનો સમાધિભાવ ખંડિત ન થયો. જયારે ભાણજીભાઈએ શ્રીમદ્જીને સ્વરૂપસમાધિ ભાવમાં જોયાં ત્યારે તેઓને પસ્તાવો થયો. શ્રીમદ્જીના ચરણોમાં પોતાની પાઘડી ઉતારી ખરાં અંતકરણપૂર્વક માફી માંગી. સહનશીલતાની મૂર્તિ એવા શ્રીમદજીએ ક્રોધની સામે ક્ષમા અને કરુણાના ગુણને આગળ કર્યો. વૈરીને પણ મિત્ર બનાવી દીધો. વિકલ્પરૂપ ઉપાધિની વચ્ચે હોવા છતાં, અવિકલ્પ સમાધિનું ધ્યાન ક્ષણવાર માટે પણ શ્રીમદ્જી ચૂક્યા નહીં!
અમે શરીર છે કે નહિ તે યાદ કરીએ ત્યારે માંડ યાદ આવે છે.
ઇડરમાં કે પછી ચરોતરના નિવૃત્તિ ક્ષેત્રે જયારે તેઓ ધ્યાન સાધનામાં સ્થિર થતાં ત્યારે સંપૂર્ણ વિદેહી થઇ જતાં. મચ્છરોનો ઉપદ્રવ હોય કે પછી વાઘ આવીને નજીક બેઠો હોય, ત્યાંની ગિરી-ગુફાઓમાં ધ્યાનસમાધિમાં લીન થઇ જાય ત્યારે તેમને દેહ છે કે નહિ તેનું ભાન સુધ્ધાં ન રહેતું. આત્માની ખુમારી એવી હતી કે, ઠંડી હોય કે બળબળતો તાપ, તેઓને કશાની પરવાહ નહોતી. ઇડરની તપોભૂમિમાં ચાલતા હોય ત્યારે, ગગનભેદી ધૂનોનું ગુંજન એવું ચાલતું કે સાંભળનારામાં ભેદજ્ઞાનની ધારા શરુ થઇ જાય!
ભાઇશ્રીનો પરમ સમાધિનો અપૂર્વ પુરુષાર્થ
સદગુરુ પરમ પૂજ્ય બાપુજીના અનુગ્રહે, જગત તરફની દ્રષ્ટિ ભાઇશ્રીએ આત્મા તરફ પાછી વાળી. આત્માનો ઉપયોગ જે પરકેન્દ્રિત હતો તે સ્વકેન્દ્રિત થવા લાગ્યો. જે જ્ઞાનશક્તિ જગતને જાણવામાં રોકાયેલી હતી તે હવે પોતાના સ્વભાવને જાણવા, અનુભવવા લાગી. અત્યાર સુધી બહારમાં ભટકતા રહ્યા માટે અસમાધિ, અશાંતિ અને અસંતોષની જ પ્રાપ્તિ થઇ. હવે અંદરમાં વસવાટ થતા શાંતિ, સંતોષ અને પરમ સમાધિ અનુભવાય છે. બાપુજીને મળ્યા બાદ ભાઇશ્રીના જીવનનું લક્ષ આત્મા બની ગયું. લક્ષ બદલાતા તેમની એકાગ્રતની દિશા બદલાઇ ગઈ. કાર્ય સહજ છે, સમજણ અને સંયમના સમન્વયથી સિદ્ધિ પ્રાપ્ત થશે એ ભાઈશ્રી જાણતા હતા. હવે માત્ર એક જ કાર્ય કરવાનું હતું, જ્ઞેય તરફ જનારા જ્ઞાનને, પુરુષાર્થ કરીને જ્ઞાતા તરફ વાળી, તમામ એકાગ્રતા અને વૃત્તિઓને ત્યાં જ ઢાળી રાખવી.
વર્ષોથી ભાઈશ્રી આપણી સન્મુખ છે. આપણે તેમને ક્યારેય દુઃખી કે ખેદ કરતા જોયાં નથી. જોનારને અનુભવાય કે તેઓ કેટલા શાંત, સંતોષી અને સંયમી છે. દેહ દ્વારા થતી તમામ પ્રવૃતિઓ લયબદ્ધ થાય. જરાએ ઉતાવળ નહિ. બધી જ પ્રવૃત્તિ વિચારપૂર્વકની. ખાય, પીવે, બોલે, ચાલે, વસ્તુઓ લે કે મૂકે, તેઓ બધું જ્ઞાનભાવમાં રહીને જ કરે. દેહના 75મા વર્ષે પણ તેઓ ઘણું વ્યસ્ત અને કષ્ટમય જીવન જીવે છે. પરોપકાર અને પરકલ્યાણ એ તેમની જીવનનૈયાનાં બે હલેસાઓ છે. રાજ સૌભાગ સત્સંગ મંડળ જેવી મોટી સંસ્થામાં અનેક કાર્યો એક સાથે ચાલતા હોય પણ ભાઇશ્રીને તેનો કોઈ ભાર કે ભય લાગતો નથી. ફિકર-ચિંતા કશું નહિ, કેવળ પ્રસન્નતા અને આનંદ. તેઓના આત્માના પરિણામો કોઈ પણ પરિસ્થિતિમાં સ્વસ્થ જળવાઇ રહે છે. નરસ્વરૂપે રહેલા ભાઇશ્રીની આત્મસમાધિનું ભાવપૂજન કરતા આપણો આત્મા પણ સ્વસ્થ થશે.
સમાધિ માટેના અગત્યના મુદ્દાઓ:
સતદેવ, સદગુરુ અને સતધર્મની નિશ્રા
આત્મ કલ્યાણની શરૂઆત આ ત્રણ તત્વો પ્રત્યેની અવિચળ શ્રધ્ધા સાથે થાય છે. તે શ્રધ્ધા એ સમ્યક જ્ઞાન, દર્શન અને ચારિત્રનો પાયો છે.
ગુણીજનોનું બહુમાન
ગુણગ્રાહ્ય દ્રષ્ટિ બહુ ઉપકારી છે. ગુણોના પૂજારી બનવાનું છે. પોતાના અહંને ઓગાળવાનો તેમજ સ્વચ્છંદને દૂર કરવાનો આ ઉત્તમ ઉપાય છે. પરના ગુણોથી થતો હર્ષ જીવને સદૈવ આનંદિત રાખે છે, જેથી ઈર્ષા જેવા નકારાત્મક ભાવો ઉદભવતાં નથી.
પવિત્ર મન
સમાધિભાવ એ આત્માની જ્ઞાનધારા છે. મન જ્યાં સુધી સંયમિત થતું નથી ત્યાં સુધી આત્મા લક્ષાતો નથી. મન શાંત અને પવિત્ર થાય તો જ તે સ્થિર થાય છે. માટે આપણું મન શું કરી રહ્યું છે તેનું સતત ધ્યાન રાખવું.
વ્રતો આદરી વૃત્તિઓને જ્ઞાનભાવમાં પાછી વાળવી
તપ અને સમાધિને ઘનિષ્ઠ સંબંધ છે. શરીર એ મોહ અને મિથ્યાત્વનું સહુથી મોટું નિમિત્ત હોય છે. શરીરને સુખી કરવામાં મન અનંતકાળથી રોકાયેલું હોય છે. શરીર પ્રત્યેનું વલણ સંપૂર્ણપણે બદલાઇ જતા તે શરીર હવે તપ આદરવા માટેનું સાધન બની જાય છે. જે વૃત્તિઓ શરીર તરફ વાળેલી હતી તે આત્માના જ્ઞાનભાવમાં વહેતી થતાં સમાધિભાવ ખીલે છે.
પોતે કરેલા પાપ પ્રત્યે અંતરથી જુગુપ્સા ભાવ
દોષો અને ભૂલો થઇ હોય તેની ખરા અંતરથી આલોચના કરતા આત્મા હળવો થતો જાય છે. તે ભૂલો પાછી ન થાય એવું જાગૃતિપૂર્વકનું જીવન તે જીવે છે. અસમાધિના પ્રસંગો તેથી ઘટતા જાય છે અને પ્રવૃત્તિ મધ્યે પણ તે નિવૃત્તિમાં નિવાસ કરી શકે છે.
નિવૃત જીવન
જેને અખંડ સમાધિભાવમાં સ્થિર રહેવું છે તેને નિવૃત્તિ લઇ નિર્જન સ્થળે, નિસર્ગની નિશ્રા લઇ, દેહ મટીને આત્મભાવે જીવન જીવવું જોઈએ. એકાંતમાં રહી દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવથી અસંગ થવાનો આ પ્રયત્ન છે. અસ્પૃશ્ય અને અસંયુક્ત, તે જળમાં કમળની જેમ અલિપ્ત રહે છે. નારિયળનો ગોળો નારિયળથી જુદો છે તેમ તે દેહમાં રહ્યા છતાં આત્મસ્વરૂપે જીવન જીવે છે.
Moments of Insight:
A State of Tranquility - Samadhi bhaav -
Where am I? I am where my attention is.
Samadhi ... Dissolution of 'I' and 'Mine
Samadhi is defined as the inner tranquility experienced by a seeker, when the ray of awareness, emanating from the soul steadies itself in the infinite bliss and knowledge of the soul. In this meditative state when the mind is engrossed, absorbed and immersed within self, there is a dissolution of 'I' as well as 'Mineness' and a seeker, on experiencing his true self, identifies himself as a Soul.This is Samadhi Bhav. Only and only the soul exists in this state. Despite being surrounded on the outside by the transient worldly attachments, one is always detached. This Internal detachment of mind from passions and emotions, and renouncing worldly objects from within leads to cessation of all desires. He disassociates from all the peripheral, materialistic, mundane dilemmas and becomes entirely encapsulated within the unbounded, limitless, infinite treasures of the knowledge of Self. Samadhi means to dwell, reside in this everlasting, exhilarating ceaseless joy.
The ray of concentration that enables one to perform their tasks.
To know and observe is an intrinsic nature of the soul. The ray of concentration enables one to perform their tasks. 'This ray is called Upyog' in Jain terminology. ( Respected Philosopher Shri Gunvantbhai Barvadia)
Upyog means centering our intentness towards the goal.
'Upyog' is a characteristic of our Soul. The alertness, concentration, diligence, meditativeness of our consciousness is described as 'Upyog'. Objects illuminated by Sun's rays are self-evidently visible and discernible to us. Similarly, the serene, tranquil light of knowledge emanating from the Soul, which indiscriminately illuminates everything it perceives is known as 'Upyog'. The soul recognises only those objects on which this ray of focus attention steadies itself. This singularity of focus is Upyog.
Being focussed on Self while performing diverse tasks
Women-folk of the villages go to the river to fill their pots with water. While returning, they are cheerfully enjoying, jesting, clapping, ribbing each other all the way back home. Yet they are so judiciously focussed on the pots brimming with water, which are placed on their head, that not a droplet of water spills over.
Likewise, an acrobat is performing on a tightrope fixed high up in the air. He is encircled by onlookers, who have gathered below to watch his performance. His concentration is so well-developed that without getting distracted by the uproar and commotion created by an applauding audience, he executes his act unerringly.
Analogously, despite discharging our duties and being immersed in varied activities, our focus should remain converged either at our Lord's Feet or inwards towards our consciousness.
The ability to manifest the Self and NonSelf
The specific attribute which distinguishes the Soul from the other five substances of this universe is its unique power of knowing and illuminating Self as well as non-Self. All the five senses and mind are receivers of touch, taste, smell, colour and sound. The engrossed indulgence of Soul in these five senses results in the form of dualities of likes-dislikes, comfort-discomfort, yearning-apathy etc. This continuous perceiving, knowing and indulging through the medium of senses is a hindrance to self-realisation. To revel in the five senses and believing them to be mine is destructive ignorance.
Varte nij swabhavnu, anubhav laksh pratit,
Vrutti vahe nij bhavma, parmarthe samkit.
The Turning Around of 'upyog' is 'sadhana'
'Upyog' gets modified according to the disposition of mind, body and speech. Sadhana cannot happen merely by a change or improvement in the extraneous sphere. It happens only when the upyog turns inwards and pivots towards the soul. Indulgence of senses may be on multifarious spheres and levels but at any given moment, 'Upyog', singularly dwells only in one. Soul, being the Knower, acquires the knowledge of everything that 'Upyog' manifests on.
The miracles of Thought Power
It is only through thought power that one can transform a sansaric upyog to a soulbased upyog and then ultimately fine tune it so that it can strive towards identifying the soul.
A cleansed mind is capable of distinguishing between the right and wrong, the transient and the intransient. It can then identify the soul and attain immortality.
Param Pujya Bhaishree warmly welcomes us to pursue this divine inner migration of distinguishing oneself from the mind,body and speech by moving focus from the external form to formlessness and from outer attributes to inner awareness.
Come, let's get captivated
Introspective Bhaishree always encourages us to engage and drench our mind in spirituality. His divine soul keeps his mind incessantly engaged in good as well as pure thoughts and deeds.
Samadhi can be attained with considerable ease in the congruent presence of virtues like patience, tolerance, forgiveness and inner awareness. Thus, these form the foundation pillars of samadhi. We too can immerse ourselves in samadhi by beholding and being ceaselessly cognisant of the samadhi bhav of our living Lord, the ever blissful Param Pujya Bhaishree.
સમાધિભાવ
હું ક્યાં છું? હું ત્યાં છું, જ્યાં મારી એકાગ્રતા છે.
સમાધિભાવ - દેહનું વિસર્જન
આત્માનો ઉપયોગ જયારે આત્માના જ્ઞાનગુણમાં, અખંડ આનંદમાં સ્થિર થાય તેને સમાધિભાવ કહેવાય. ધ્યાનની સાધનામાં, મન જયારે સુલીન બની જાય છે ત્યારે આત્માનો અનુભવ થાય છે. દેહનું વિસર્જન થતાં, સાધક દેહ મટી આત્મા બને છે - આ સમાધિભાવ છે. સમાધિભાવમાં માત્ર આત્મા જ છે. આજુ-બાજુ બધું હોવા છતાં, કશું અંદર પ્રવેશતું નથી. જે બહાર છે, એ બધું ઉપાધિ છે. ઉપાધિઓથી સંપૂર્ણ વ્યાવૃત્ત થઇ, જ્ઞાનના અઢળક આનંદમાં સમાઇ જવું અને તેમાં જ રહેવું એ સમાધિભાવ છે.
ઉપયોગ દ્વારા પ્રવૃત્તિમાં જ્ઞાનનું પરિણમન
ઉપયોગ એ જૈન પારિભાષિક શબ્દ છે. જ્ઞાન એ આત્માનો ગુણ છે. આ આત્માના જ્ઞાનગુણનું પ્રવૃત્તિરૂપમાં પરિણમન થવાને ઉપયોગ કહેવાય છે. ( આદરણીય તત્વચિંતક શ્રી ગુણવંતભાઈ બરવડીયા )
ઉપયોગ એટલે લક્ષ તરફનું કેન્દ્રીકરણ
ઉપયોગ એ જીવનું લક્ષણ છે. ઉપયોગ એટલે આત્માની ચેતના, એકાગ્રતા, લક્ષ તરફનું કેન્દ્રીકરણ, સુરતા તેમજ ધ્યાન. જેમ સૂર્યમાંથી કિરણ પ્રગટ થાય અને તે જ્યાં પહોંચે ત્યાં પ્રકાશ પથરાય અને ત્યાં જે કંઇ હોય તે જણાય છે, તેની ખબર પડે છે. બરાબર એવી જ રીતે આત્માનો ઉપયોગ જ્યાં સ્થિર થાય, ત્યાંનું જ્ઞાન આત્માને થાય છે. એકાગ્રતાનો આ પ્રવાહ એ ઉપયોગ છે.
કાર્યોની વચ્ચે પણ આત્મકેન્દ્રિત રહી શકાય
નદીએથી પનિહારીઓ પાણી ભરીને ઘરે પાછી આવે છે. રસ્તામાં, બધી સહેલીઓ એકબીજાની સાથે રસિક વાતો તેમજ મશ્કરી કરે છે, હસે છે, એકબીજાને તાળીઓ દે છે, પણ છતાં તે પનિહારીઓની એકાગ્રતા, માથા ઉપર રહેલા બેડામાં બરાબર જળવાયેલી છે અને માટે તે બેડાઓ માથા ઉપર સ્થિર રહે છે. નાચ અને નાટકના ખેલ ચાલી રહ્યાં છે. નટનો ખેલ જોવા આવેલા, ત્યાં ઉપસ્થિત વ્યક્તિઓ અનેક પ્રકારના ભાવો પ્રદર્શિત કરી રહ્યાં છે, છતાંએ દોરડાં ઉપરથી નટનું ધ્યાન ચલિત થતું નથી. હાથમાં લાંબો વાંસ લઈને એ દોરડાં ઉપરથી પડ્યાં વિના ખેલ પૂર્ણ કરે છે. બરાબર આ જ રીતે અનેક કાર્યો કરતા છતાં આપણે પણ આપણી એકાગ્રતાને જિનેશ્વરના ચરણ તરફ અથવા તો પોતાના જ્ઞાનભાવ તરફ કેન્દ્રિત રાખી શકીએ છીએ.
સ્વપરપ્રકાશ જ્ઞાન શક્તિ
જ્ઞાન ગુણ દ્વારા, આત્મા પોતાને તેમજ પરને જાણે છે. રૂપ, રસ, ગંધ અને સ્પર્શને જાણી, જે ઇષ્ટ-અનિષ્ટપણું આત્મામાં થાય છે તેથી કર્મ બંધાય છે. જે ઇષ્ટ છે તેમાં રાગ અને અનિષ્ટ છે તેમાં દ્વેષ થાય છે અને આ જે રાગદ્વેષ થઇ રહ્યાં છે, તેની સભાનતા નથી તે અજ્ઞાન છે. દેહને આત્મા જાણી જીવન જીવવું તે અનંતકાળનું ઘોર અજ્ઞાન છે.
ઉપયોગ બદલાય એ સાધના
યોગની પ્રવૃત્તિ પ્રમાણે ઉપયોગ બદલાતો રહે છે. યોગની પ્રવૃત્તિ બદલવી એ સાધના નથી ઉપયોગ બદલાય, અંતર્મુખ બની, આત્મા પ્રત્યે વળે એ સાધના છે. એક સમયે ક્રિયાની વિવિધતા હોઇ શકે પણ ઉપયોગ તો એકમાં જ વર્તે છે. ઉપયોગ જે જ્ઞેય ઉપર કેન્દ્રિત થાય તેનું જ્ઞાન આત્મામાં થાય છે.
વર્તે નિજ સ્વભાવનો, અનુભવ લક્ષ પ્રતીત;
વૃત્તિ વહે નિજભાવમાં, પરમાર્થે સમકિત.
વિચારશક્તિના ચમત્કારો
મનની વિચારશક્તિ જ, અશુભ ઉપયોગને શુભમાં અને શુભ ઉપયોગને શુદ્ધમાં પરિણમાવે છે. પવિત્ર મન યથાયોગ્ય વિનય અને વિવેક કરી શકે છે. આત્મા અને અનાત્માનો વિવેક કરી ભેદજ્ઞાન દ્વારા આત્મા અંતે પરમાત્મા બને છે.
આકાર થી નિરાકાર, સગુણથી નિર્ગુણ, યોગ થી અયોગી સુધીની આ અંતર યાત્રામાં પરમ પૂજ્ય ભાઈશ્રી, સૌને આવકારે છે.
ચાલો નજરાઇ જઈએ
વિચારશીલ પ.પૂ. ભાઈશ્રી એમ કહેતા હોય છે કે ચિત્ત અધ્યાત્મમય રાખવું. તેમનો આત્મા સતત તેમના મનને, શુભ અને શુદ્ધ ભાવમાં તથા કાર્યોમાં ધરી રાખે છે. ધીરજ અને આંતર જાગૃતિનો જ્યાં સમન્વય સધાય ત્યાં સમાધિ સહજ પ્રગટે છે. માટે ધીરજ અને આંતર જાગૃતિ એ સમાધિના આધારસ્તંભ છે. પ્રસન્નચિત્ત પ.પૂ.ભાઇશ્રીના સમાધિભાવથી જયારે આપણો આત્મા નજરાશે ત્યારે આપણે પણ એ જ સમાધિભાવમાં સરી જઇશું.