Did you know that a lot of kids worry about climate change? They learn in science class that we humans are burning huge volumes of fossil fuels (oil, coal and gas) and, because of the emission levels, the planet is getting warmer, ice caps are melting and sea levels are rising.
Meet this 9 year old boy, Levi Draheim. He's a bubbly kid with wild curly hair who lives on the coast of Florida, a place threatened by rising seas. Draheim has already noticed that reefs are disappearing, and he’s stopped going to the beach these days because he’s getting nightmares of his house being underwater.
Levi and 20 other kids are currently part of a ground-breaking lawsuit against the US government. They are protesting against President Donald Trump for pulling out of the historic, legally binding agreement that 195 countries have made to regulate carbon emissions (the Paris Climate Agreement). These kids are concerned their generation will inherit an irreparably damaged planet thanks to the short-sighted actions of adults today.
Elsewhere, the effects of climate change have already been serious. In Bangladesh the rising sea levels are damaging infrastructure and pushing thousands of people away from their homes near the rivers and beaches; turning them into climate-refugees. Forced to move to overcrowded cities, the newcomers have no option but to settle into the polluted slums.
Of course, it is not just humans that are struggling to adapt to the change in weather. Scientists fear that over one third of all species on the planet will become extinct in the next three decades.
It’s time for us adults to make a choice - what kind of planet do we want to leave for future generations? And what choices do we have in our hands to make a positive difference?
The science behind the changing weather
There is overwhelming agreement between scientists all around the world that the current acceleration of global warming is due to human activity - it is not a natural phenomenon.
While it is natural to have greenhouse gases protecting the atmosphere and keeping us warm, the current levels of greenhouse gases, such as carbon dioxide in the atmosphere, are so high that the whole planet is warming up far more than it should.
Where is all this extra carbon dioxide coming from? It comes from burning fossil fuels such as oil, gas and coal. We use this to get electricity in our homes and factories, and to travel or transport goods by car, ship or plane. Simply put, we humans are using the wrong fuels.
What will happen if we do nothing?
The early signs of climate change are all around us. Temperatures are getting warmer, giant ice sheets are melting, and the oceans are rising. Flowers are blooming at different times, and birds are not flying as far south as they used to for the winter.
Why does all this matter? If the planet keeps getting warmer we can expect more severe weather such as storms, flooding, droughts and heat waves. These changes can cause further problems like the spread of diseases, wild fires, and food shortages. Historically food insecurity has led to wars between countries. Coral reefs will disappear and many plants and animals will become extinct. In short, climate change is connected to everything!
Why is rise in global temperature causing storms and flooding?
You may be wondering, how does an increase in global temperature cause more extreme rainfall and flooding, as well as droughts? The following chart gives a simplified overview of how increased greenhouse gases impact the climate. Most of the effects are related to water - not surprising when we consider that our planet is 70% water!
What is the urgency behind this?
The maximum global warming that the planet can tolerate is 2 degrees Celcius. There is no debate among leading scientists about this. The insurance industry has also warned that if the world goes beyond a 2 degree temperature increase, it is not systemically insurable due to the frequency and intensity of extreme weather impacts.
This puts a finite limit of how much carbon we can emit in total before we reach this high temperature (3000 Gigatonnes!). This is our entire global “carbon budget” forever, so we have to spend it slowly and carefully.
If we continue emitting as we are, we will use up our carbon budget and cause the planet to reach the 2 degrees Celsius in under 20 years. But if we start to reduce carbon emissions now we can transition safely to a zero net emissions economy by year 2050, without causing more than a 2 degrees rise. That’s why it comes down to our generation to decide.
The Paris Climate Agreement
Governments of 194 nations around the world have made a commitment to make sure the planetary temperature does not increase more than 2 degrees Celsius, and make efforts to limit it to 1.5 degrees. This decision was made in the historic, legally binding agreement called the Paris Climate Agreement, two years ago. In order to achieve this goal, the whole world must transition to a different kind of economy by 2050, with zero net emissions.
Why should we care?
Out of all the living beings affected by the effects of climate change there are three groups that will suffer the most if we do nothing.
Vulnerable beings. These are the people, animals and plants that will suffer from flooding, droughts, crop failures etc. Most of us are able and wealthy enough to move city, find new food sources, and build stronger homes. But what about those who can’t? What will their suffering be like?
Future beings. The result of our actions will be felt most strongly by those living on this planet after we are all long gone. Right now we are seeing the early signs of climate change, but our kids and grandkids will feel the full brunt of it.
Invisible world. Far beyond what we can see or comprehend, the science of Jainism tells us about the innumerable invisible souls that make up the beauty of this planet. There is an invisible interplay of spiritual energy, a cosmic dance of value that cannot be calculated.
For a spiritual seeker, the question of how much we care is simply about the size of our hearts. How much space do we have in our hearts for caring about others?
Let’s move to action
Each of us needs to reduce our use of fossil fuels - direct and indirect. How can we do this? Here are 20 steps that would make a big difference.
1. Be open to change! It won’t help if we ignore the problem, and leave it to others to make changes. Find out what you can do, encourage others, and remain optimistic!
2. Reduce air travel. Reducing just one long-haul flight per annum can significantly reduce our carbon footprint! Consider taking one less family holiday, or go somewhere closer by train. At work, look for alternatives to travelling abroad to meet partners or clients, such as video conferencing.
3. Pat yourself on the back for being a vegetarian and think about going a step further and embracing a vegan lifestyle. This will have a major impact on your carbon footprint. Not only does raising animals for food take a lot of fuel (fertiliser production, clearing of rainforests for pasture land and growing crops to feed the animals, etc), but cows in particular release large amounts of methane which is a powerful greenhouse gas. This is why a lot of environmentalists are vegan.
4. Eat more local produce. Local food has a shorter distance to travel before reaching us, and is probably fresher and healthier for us as well.
5. Smarter home heating. Poorly insulated houses require a lot of energy to heat or cool down. Draught-proofing, insulating, and brick walls can help. Old and inefficient boilers can waste a lot of energy. If a boiler is older than 15 years it may be worth replacing it with a more energy-efficient machine. Old window frames and seals can also be a major source of heat loss.
6. Wear a sweater and keep the door closed. It might sound obvious, but we can keep ourselves warmer with simple actions. With every degree you drop your room temperature you save up to 6% of energy consumption for heating! Don’t heat any more than necessary. 18-20 degrees Celsius is normally enough for a healthy environment, and can be lower in rooms that are not used regularly.
7. Using less Air conditioning. New generations that are growing up with air conditioning are used to it always being on, even when not necessary. It is common to see people wearing sweaters because the AC is too strong! Consider turning down the cooling, opening more windows and encouraging air flow. There are also modern systems for pumping cool air from under the ground.
8. Drive less or go car-free. Reducing the mileage of the average new car from 15,000 to 10,000 miles a year will save more than a tonne of carbon, about 15% of the average person’s footprint. Consider being less dependent on your car.
9. Use more public transport. Buses and rail systems are three times more fuel-efficient than private cars. Alternatively get fitter with walking and cycling. In cities like Amsterdam more than 25% of all trips are made on bicycles!
10. Electric cars. If car travel is vital, think about buying or, even better, leasing an electric vehicle when your existing car comes to the end of its life. A battery car will save you money on fuel, particularly if you drive tens of thousands of miles a year. Even though the electricity to charge your car will be partly generated in a gas or coal power station, electric cars are far more efficient so total carbon emissions will fall.
11. Making things last longer. It is better to repair your existing car and make it last longer than buying a new car, even if it is electric. The same is true for many other desirable items; the energy needed to make a new computer or phone is many times the amount used to power it over its lifetime. Apple says 80% of the carbon footprint of a new laptop comes from manufacturing and distribution, not use in the home.
12. Switch to LED lighting. Within the last couple of years, LEDs (light-emitting diodes) have become cheap and effective. If you have any energy-guzzling halogen lights in your house – many people have them in kitchens and bathrooms – it makes good financial and carbon sense to replace as many as possible with their LED equivalents. They should last at least 10 years, meaning you avoid the hassle of buying new halogen bulbs every few months.
13. Buy electricity from green providers. In most countries there are electricity providers that source from wind, solar, hydroelectric sources that don’t contribute to carbon emissions. You can also consider putting your own solar panels up. They work effectively even in cold countries like the UK and US.
14. Dry your clothes naturally. Frequent use of a tumble dryer adds a lot to your energy and carbon bill. Consider just air-drying the clothes. Also, while on the subject of laundry - remember that you can turn the temperature down on your clothes washing machine to just 20 or 30 degrees, and your clothes will still come out fresh and clean.
15. Buy less things. Simply buying less “stuff” and consuming less is a powerful route to lower emissions. A new suit may have a carbon impact equivalent to your home’s electricity use for a month. A single T-shirt may have caused emissions equal to two or three days’ typical power consumption. Buying lesser but better quality things has an important role to play.
16. Reduce waste. Food waste rotting in landfills is one of the largest sources of methane - a potent greenhouse gas. Recycling saves carbon emissions associated with manufacturing goods from scratch. Choosing reusables over disposables reduces the quantity of goods that need to be manufactured.
17. Ethical investment portfolio. Many of us don’t realise that a large portion of our savings (personal or business) may be invested in fossil fuel companies, or companies with a terrible track record on pollution. Have a look at your investments, or ask your fund manager if there is an opportunity to back renewable power instead.
18. Encourage politicians to act. Support those who are taking a stand on reducing fossil fuel dependency. In the past green politics were seen as a threat to the economy, but now that is changing to the opposite. Be an environmental voter. We can also support NGO and other advocacy groups that are encouraging positive policy-making.
19. Plant trees. Planting more trees will increase the planet's capacity to absorb carbon dioxide, creating a healthier breathing planet. Find out if you can plant some trees or support a charity that can do it for you. It makes a great birthday gift, or CSR initiative for your company.
20. Organise a movie-night! An excellent and easy way to dive deeper and understand climate change is to watch Leonardo DiCaprio’s film “Before the Flood”. It shows Leonardo’s three-year journey exploring the subject of climate change for free online. Book a movie night with your friends and family to enjoy this 1 hour documentary.
Resolution
Let us take action now to support a living earth, and a stable climate. Starting with our own lifestyles, homes, businesses and governments, let us each consider what power we have in our hands to make changes, inspire others and accelerate the urgent transition needed to a planet-friendly economy.
Find out more
If you want to know exactly what difference your actions can make, Project DrawDown has assessed the impact of lots of creative solutions here.
http://www.drawdown.org/solutions-summary-by-rank
Photo credit
“It’s necessary, it’s desirable, it’s achievable” - Mission2020
http://www.mission2020.global/
Traffic in Manila, Philippines in 2014. Jes Aznar/Bloomberg/Getty Images
Climate change lawsuit
http://edition.cnn.com/2016/09/13/opinions/gallery/climate-change-lawsuit-kids/index.html
પર્યાવરણમાં ફેરફાર : આગામી પેઢી તેની શું કિંમત ચૂકવશે, તેને કેટલું અધીક સહન કરવું પડશે?
શું તમે જાણો છો કે ઘણાં બાળકો પર્યાવરણમાં થતાં ફેરફારોને લીધે ચિંતિત છે? તેઓ વિજ્ઞાનના વર્ગમાં ભણે છે કે મનુષ્યો ખૂબ મોટી માત્રામાં ધરતીના પેટાણમાંથી પ્રાપ્ત થતા ઇંધણ (તેલ, કોલસો અને ગેસ) ને બાળે છે ત્યારે હવામાન વધુ ગરમ થાય છે. પર્યાવરણમાં તાપ વધતા હિમશીલાઓ ઓગળે છે અને દરિયાના પાણીનું પ્રમાણ વધતું જાય છે.
ફ્લોરીડા, અમેરીકાનાં કાંઠે રહેતો ૯ વર્ષનો બાળક ‘લેવી ડ્રાહેમ’ જેણે દરિયા કાંઠે જવાનું છોડી દીધું છે કારણ કે તેને રાત્રે ભયાનક સ્વપ્નાઓ આવે છે જેમાં તે તેનું ઘર પાણીમાં ડૂબી ગયેલું જુએ છે!
‘લેવી’ અને બીજા 20 બાળકોએ અમેરિકન સરકારની વિરુધ્ધ આશ્ચર્યજનક, વિસ્મય ઉપજાવે એવો મુકદ્દમો કર્યો છે. પર્યાવરણમાં કાર્બન ન વધે તે માટે દેશોએ સમજૂતી કરાર કર્યા હતા, પણ ડોનાલ્ડ ટ્રમ્પ સરકારે પોતાના દેશને તેમાથી પાછો ખેંચી લિધો છે. આ બાળકોને ચિંતા છે કે આજના અણસમજુ અને સ્વાર્થી માણસોએ લીધેલા નિર્ણયોને કારણે આ ધરતી પરનું તાપમાન એટલું અધીક વધી જશે કે તેની ઊપર રહેવું અતિ મુશ્કેલ થઈ જશે. હવામાનમાં વધી ગયેલા તાપને નિયંત્રિત કરવું અશક્ય બની જશે.
બીજા દેશોમાં તો વાતાવરણના ફેરફારની બહુ જ ખરાબ અસર દેખાય છે. બાંગ્લાદેશમાં તો દરિયાના પાણીનું પ્રમાણ એટલી હદે વધ્યું છે કે જેને લીધે કિનારા પરની માળખાભૂત વ્યવસ્થાઓને નુકશાન પહોચ્યું છે અને કિનારે રહેતા માણસોને તેમનાં ઘરોથી દૂર જવાની ફરજ પડી છે, તેઓને વાતાવરણના શરણાર્થી બનાવી દીધા છે. તેઓને ભીડભાડવાળા શહેરોમાં અને પ્રદૂષિત ઝૂંપડપટ્ટીમાં રહેવાની ફરજ પડે છે.
ફક્ત મનુષ્યો જ વાતાવરણમાં થયેલ ફેરફાર સામે સંઘર્ષ કરે છે તેવું નથી. વૈજ્ઞાનિકોને ડર છે કે આવતા ત્રીસ વર્ષોમાં તો આ ધરતી પરની એક તૃતિયાંશ પ્રજાતિઓ લુપ્ત થઈ જશે!
મોટા ભાગના મનુષ્યો વાતાવરણમાં થતા ફેરફારોને જાણે છે પણ તેને નજરઅંદાજ કરીને પોતાની જીંદગી જીવી રહયા છે –’ઈસાક વરગુન’ (૧૫ વર્ષ) કહે છે હવે સમય આવી ગયો છે કે આપણે મોટા માણસોએ નક્કી કરવાનું છે કે આગામી પેઢીને માટે કેવી ધરતી આપી જવી છે? તેના માટે આપણે કેવા હકારાત્મક તફાવતો કરી શકીશું?
બદલાતા વાતાવરણ પાછળનું વિજ્ઞાન:
દુનિયાભરના વૈજ્ઞાનિકોનો એક જ મત છે કે વાતાવરણમાં વધેલ ગ્લોબલ વોર્મિંગ માટે ફક્ત અને ફક્ત મનુષ્યોની પ્રવૃત્તિ જ જવાબદાર છે, નહિ કે કુદરતી ઘટના.
ગ્રીનહાઉસ વાયુઓ વાતાવરણને જાળવી રાખવા અને આપણા શરીરને ગરમ રાખવા માટે જરૂરી છે પણ હાલમાં આ વાયુઓનું પ્રમાણ, જેમ કે કાર્બન ડાયોકસાઈડનું પ્રમાણ વાતાવરણમાં એટલું બધું વધારે છે કે તે ધરતીને જરૂર કરતાં વધારે ગરમ રાખે છે.
આ વધારાનો કાર્બન ડાયોકસાઈડ વાયુ ક્યાંથી આવે છે? તે અશ્મિભૂત ઈંધણ જેમ કે તેલ, ગેસ, કોલસો અને પેટ્રોલ ને બાળવાથી આવે છે. તેનો વપરાશ વીજળી બનાવવા માટે થાય છે જે આપણા ઘરોમાં, ફેકટરીમાં, મુસાફરી કરવા માટે, માલ-સામાનની હેરફેર માટે ગાડી, જહાજ કે હવાઈ જહાજમાં વપરાય છે. સીધી વાત કહીએ તો આપણે ખોટું ઇંધણ વાપરી રહયા છીએ.
વાતાવરણમાં બદલાવ આવી રહ્યો છે. તેના પ્રારંભિક સંકેતો આપણે આજુબાજુમાં જોઈ રહ્યાં છીએ કે તાપમાન વધી રહયું છે, મોટી મોટી હિમશીલાઓ ઓગળી રહી છે અને સમુદ્રના પાણીની સપાટી વધી રહી છે, પ્રાણીઓ શિયાળા દરમિયાન જેટલું સ્થળાંતર કરીને દક્ષિણ તરફ આવતા તેટલું હવે નથી આવતા.
તેનાથી આપણને શું અસર થાય?
જો ધરતી આ જ રીતે વધારે ને વધારે ગરમ થતી રહે તો તેનાથી હવામાનમાં ઘણો જ ફર્ક પડે, જેમકે વાવાઝોડા, પૂર, દુકાળ કે ગરમીના મોજા ફરી વળે. તેના કારણે રોગચાળાનો ફેલાવો થાય, દાવાનળ ફેલાય અને ખોરાકની અછત જેવી વધારાની તકલીફો આવે. ઇતિહાસમાં જોઈએ તો ખોરાકની અછત બે દેશો વચ્ચે યુદ્ધનું કારણ બનેલ છે. પરવાળાનાં બનેલ ખડકોનો નાશ થશે અને ઘણાં છોડ, ઝાડપાન અને પ્રાણીઓની જાતિ લુપ્ત થશે. ટૂંકમાં, વાતાવરણમાં ફેરફાર દરેક વસ્તુ સાથે જોડાયેલ છે.
શા માટે વૈશ્વિક તાપમાનમાં વધારો થવાથી વંટોળિયા, વાવાઝોડા, અને પૂર આવે છે?
તમને કદાચ આશ્ચર્ય થશે કે વૈશ્વિક તાપમાનમાં વધારાને કારણે વધારે પડતો વરસાદ અને પૂરની પરિસ્થિતિ ઊભી થાય છે અને ક્યારેક દુકાળ પણ પડે છે. પૃથ્વીની સપાટી પર 70% પાણી છે અને મોટાભાગની અસર તેના કારણે જ થાય છે.
શા માટે તેના પર હમણાં જ ધ્યાન આપવાની જરૂર છે?
પૃથ્વી વધારે માં વધારે 2 ડિગ્રી સેલ્સિયસ તાપમાનમાં વધારો સહન કરી શકશે। અગ્રણી વૈજ્ઞાનિકો આ બાબતે સહમત છે. વીમા કંપનીઓ પણ ચેતવે છે કે દુનિયાનું તાપમાન 2 ડિગ્રી સેલ્શ્યિસ થી ઉપર જવાના કારણે વાતાવરણ પર થતી આકરી અસર જે ખૂબ જ તીવ્રતા ભરી હોય છે જે વીમા લેવા માટે ની યોગ્ય પરિસ્થિતિ નથી.
આ બધાં કારણો આપણને કાર્બન ગેસના ઉત્સર્જન માટેની પરિમિત મર્યાદા આપે છે કે તાપમાન 3000 ગિગાટોન્સ થી વધારે ન થવું જોઈએ. આ આખા વિશ્વનું ‘કાર્બન વપરાશનું અંદાજ પત્ર’ છે માટે આપણે તે ઈંધણો ખુબ સાચવીને અને ધીમે ધીમે વાપરવા જરૂરી છે.
અત્યારે જે રીતે કાર્બન વાયુનું ઉત્સર્જન થઇ રહ્યું છે તે ઝડપે તો આગામી 20 વર્ષોમાં આ પૃથ્વીનું તાપમાન 2 ડિગ્રી સેલ્સિયસથી વધી જશે પણ જો કાર્બન ગેસના ઉત્સર્જનમાં ઘટાડો લાવવા માટે સુરક્ષિત ફેરફારો લાવશું તો વર્ષ 2050 સુધીમાં કાર્બન ગેસનું ઉત્સર્જન પ્રમાણ લગભગ શૂન્યવત થઇ જશે. જેના કારણે તાપમાનમાં 2 ડિગ્રી સેલ્સિયસ નો વધારો નહિ થશે. આ વાતનો આજની પેઢી એ નિર્ણય લેવો જ રહ્યો.
પેરિસ વાતાવરણ સંધિ
દુનિયાના 194 દેશોની સરકારો પૃથ્વીનું વાતાવરણ 2 ડિગ્રીથી ન વધે એના પ્રયત્નો કરીને તેને 1.5 ડિગ્રી સુધી સીમિત કરવા માટે પ્રતિબદ્ધ થયા છે. બે વર્ષ પહેલા આ ઐતિહાસિક નિર્ણય લેવાયો જે બધાને કાયદેસર બંધનકારક છે, તેને પેરિસ વાતાવરણ સંધિ કહેવામાં આવે છે. આ ધ્યેયને મેળવવા માટે બધા દેશો એ તેમના અર્થતંત્રને એવી રીતે બદલવું રહ્યું કે જેથી 2050 સુધીમાં ઉત્સર્જનનું પ્રમાણ શૂન્ય થાય.
આપણે શા માટે કાળજી રાખવી જોઈએ?
જો આપણે વાતાવરણના ફેરફારોની અસર માટે કાંઈ નહિ કરીએ તો સજીવન પ્રાણીજાતિમાંના 3 સમૂહ સૌથી વધારે હેરાન થશે.
1. સંવેદનશીલ પ્રાણીજાતિ : પૂર, દુકાળ કે પાક ઓછો થવાનાં કારણોથી મનુષ્યો, પ્રાણીઓ અને ઝાડનો ભોગ લેવાશે. આપણામાંથી મોટાભાગના લોકો તો એટલા પૈસાદાર છે કે તેઓ માટે નવા શહેરમાં સ્થળાન્તર કરવું, ખોરાકના નવા સ્ત્રોત્ર ગોતવા કે પછી મજબૂત ઘરો બાંધવા સહેલા છે. પણ જેઓ તેવું ન કરી શકે તેઓનું શું? તેઓની વેદના કેવી હશે?
2. ભવિષ્યના જીવો: આજની પેઢીના મૃત્યુ પછી તેમની કરેલી ભૂલો આગામી પેઢીને ભોગવવી પડશે. હાલમાં તો આપણે વાતાવરણના ફેરફારોની અસર જોઈ રહ્યા છીએ પણ આપણા બાળકો અને પૌત્રોની પેઢીને તો ખુબ જ ભયંકર અસર ભોગવવી પડશે.
3. અદ્રશ્ય દુનિયા: આપણે જોઈ શકીએ કે વિચારી શકીએ તેનાથી ક્યાંય દૂર, જૈન ધર્મ અસંખ્ય અદ્રશ્ય આત્માઓ વિષે કહે છે જેઓના થકી આ પૃથ્વી ગ્રહની સુંદરતા છે. ત્યાં આધ્યાત્મિક ઊર્જાની અદ્રશ્ય આંતરપ્રક્રિયા છે જે આ બ્રહ્માંડનો એક અમૂલ્ય હિસ્સો છે.
અધ્યાત્મની ખોજમાં નીકળવા વાળા માટે તો એક જ સવાલ છે કે આ બાબતે તેમને કેટલી ચિંતા છે? બીજાઓ માટે તેમના હૃદયમાં કેટલી કરુણા છે?
ચાલો, ત્યારે જે કરવાનું છે તે નક્કી કરીએ:
સર્વેએ મળીને સીધી રીતે કે આડકતરી રીતે અશ્મિભૂત ઇંધણનો વપરાશ ઘટાડવાનો છે. તેના માટે નીચે આપેલ 20 મુદ્દ્દાઓને અમલમાં મૂકીએ જેના થકી બહુ મોટો ફરક પડશે.
1. બદલાવ માટે તૈયાર રહો: આ બાબતે તમે શું કરી શકો તે જાણો, બીજાને તેના માટે પ્રોત્સાહન આપો અને આશાવાદી રહો!
2. હવાઈ મુસાફરીને ઓછી કરો.
3. શાકાહારી હોવા માટે પોતાને જ અભિવાદો અને હજી એક પગલું આગળ વધીને વિગન થવું એટલેકે દૂધ અને દૂધમાંથી બનેલી વસ્તુઓ પણ નહિ વાપરવી.
4. સ્થાનિક બનાવટની વસ્તુઓ વાપરો.
5. ઘરને હોશિયારીપૂર્વક ગરમ રાખે તેવી રીતો અપનાવો. જુના બોઈલર વગેરેને સ્થાને નવા સાધનો વસાવો.
6. સ્વેટર પહેરો અને ઘરના દરવાજા બંધ રાખો, ઠંડા પ્રદેશોના ઘરમાં એક ડિગ્રી ગરમી બચાવવાથી 6% ઉર્જાનો વપરાશ બચે છે.
7. ગરમ પ્રદેશોમાં વાતાનુકુલીન સાધનો નો વપરાશ સંયમિત રીતે કરો.
8. વાહનનો વાપરાશ ઓછો કરવો કે બંધ કરવો.
9. જાહેર પરિવહનનો (public transport) વપરાશ કરો જેમકે બસ કે રેલવે અથવા વૈકલ્પિક રીતે ચાલવું કે સાયકલિંગ કરવું.
10. ઇલેક્ટ્રિક કારનો વપરાશ કરો.
11. સમજણપૂર્વક વસ્તુને વાપરવી જેથી તે લાંબો સમય ચાલે કારણકે નવી વસ્તુ બનાવવા માટે ઇંધણ વધારે વપરાય છે.
12. હેલોજન પ્રકાશથી એલ ઈ ડી પ્રકાશ આપતી વસ્તુ તરફ વળો જે કિફાયતી અને લાંબા સમય સુધી ચાલે છે.
13. હવા, સૂર્ય કે પાણીથી બનતી ઇલેકટ્રીસિટી બનાવતા ઉત્પાદકો પાસેથી વીજળી ખરીદો.
14. કુદરતી રીતે કપડાં સુકાવવા. વોશિંગ મશીનના ડ્રાયરનો વપરાશ ઘટાડવો.
15. જરૂરિયાત પૂરતી વસ્તુની જ ખરીદી કરવી, એક નવો ડ્રેસ ખરીદવો તે 2 થી 3 દિવસના વીજળી વપરાશ જેટલો ગેસ ઉત્સર્જન કરે છે!! પરિગ્રહ વધારવો નહિ.
16. કચરો ઘટાડવો, જેમકે ખોરાકનો કચરો મીથેન ગેસનો એક મોટો સ્તોત્ર છે !!
17. નૈતિક રોકાણ કરો : રોકાણને ફરીથી તપાસી જવું કારણકે અજાણતા આપણું રોકાણ કોઈ એવી કંપનીઓમાં ન થવું જોઈએ કે જેઓ અશ્મિભૂત ઇંધણના બિઝનેઝ કરતા હોય અથવા પ્રદુષણ ફેલાવવા માટે કુખ્યાત હોય.
18. રાજકારણીઓને આ કાર્ય કરવા પ્રોત્સાહન આપો. તેવા રાજકારણીને આપનો કિંમતી મત આપો જેઓ અશ્મિભૂત ઇંધણના વપરાશની વિરુદ્ધ કાર્ય કરતા હોય.
19. ઝાડ વાવો. વધારે ઝાડ વાવવાથી ધરતીની કાર્બન ગેસનું શોષણ કરવાની શક્તિ વધશે માટે તમે ઝાડ વાવો કે પછી જે સંસ્થા ઝાડ વાવતી હોય તેને મદદ કરો.
20. રાતનો ફિલ્મ શૉ રાખો : લિયોનાર્ડો ડિકેપ્રિઓનું ‘બીફૉર ધ ફ્લડ’ નામની એક કલાકની દસ્તાવેજી ફિલ્મ મિત્રો અને કુટુંબીજનો સાથે જોવાનો કાર્યક્રમ ગોઠવો. આ ફિલ્મ ‘વાતાવરણમાં ફેરફાર’ ના વિષય પર લિયોનાર્ડોની 3 વર્ષની મહેનતે બનાવેલી છે જે ફ્રી ઓન લાઈન જોવા મળે છે.
https://youtu.be/WxZvTMz5byQ
ઠરાવ:
આવો! આપણે આ ધરતીને સારી આબોહવા અને જીવવા લાયક બનાવવાના પ્રયાસો કરીએ. આપણી જીવનશૈલી, ઘર, કામકાજની જગ્યાથી શરૂઆત કરીએ કે આપણે ક્યાં અને શું ફેરફાર લાવી શકીએ છીએ? બીજાને પણ પ્રોત્સાહન આપીએ અને તાત્કાલિક બદલાવ લાવવા માટે ધરતી માટે મૈત્રીપૂર્ણ અર્થવ્યવસ્થા અપનાવીએ.