There are endless beings in “Nigod”, it is extremely difficult to be free from its shackles, even after a passage of time which seems like an eternity. Param Pujya Bhaishree, through two Swadhyays, will shed light on the path that a soul will travel in his journey starting from “Nigod” till he meets a Sadguru and reaches his final cycle of birth and death.
The topic of his first Satsang to be telecast is ”આત્માનો વિકાસ ક્રમ : નિગોદથી ચરમાવર્ત કાળ સુધી”
નિગોદમાં અનંતા જીવ રહ્યાં છે, ત્યાંથી અનંતકાળ થાય તોપણ નીકળવું ઘણું મુશ્કેલ છે. બે સ્વાધ્યાયો દ્વારા પરમ પૂજ્ય ભાઈશ્રી આપણને એ નિગોદથી નીકળીને છેલ્લા પુદ્ગલ પરાવર્તન કાળ સુધીના માર્ગની સમજણ આપશે.
આત્માનો વિકાસ ક્રમ : નિગોદથી ચરમાવર્ત કાળ સુધી, જે તેમના પ્રથમ સ્વાધ્યાયનો વિષય છે
According to Jain philosophy, even after the soul traverses from NIGOD, it takes embodiment for innumerable lifetimes. If the soul is “Bhavya“ (capable of liberation), then due to specific karmas, it enters its last cycle of birth and death (Charmavart Kaal). At this stage, once the soul achieves “Samyak Darshan” (Self Realisation), then it will certainly attain Liberation, within a maximum time of "Half Pudgal Paravartan Kaal”. We have a Divine Master, have utmost faith in HIM, know the path to liberation by HIS grace. If we do not experience our soul now, then when will we do it ?
Param Pujya Bhaishree will be concluding the ever so important topic of a soul’s journey from NIGOD till MOKSH with a second swadhyay titled “આત્માનો વિકાસ ક્રમ : અપુનરબંધક અવસ્થા - પ્રથમ ગુણસ્થાનક સુધી”
જૈન ધર્મની માન્યતા અનુસાર જીવ નિગોદથી નીકળ્યા પછી પણ અનંત કાળ સુધી સંસારમાં ભટકે છે. જો ભવ્ય જીવ હોય, તો કર્મનાં કોઇ વિશિષ્ટ પ્રકારનાં ક્ષયોપશમનાં કારણે ચરમાવર્ત કાળમાં પ્રવેશ કરી, ત્યાં સમ્યક્ત્વ પ્રાપ્ત કરી, વધુમાં વધુ અર્ધપુદ્ગલ પરાવર્તન કાળમાં અવશ્યમેવ સિદ્ધ થાય છે. આપણને સાચા સદ્ગુરુ મળ્યા, તેમની શ્રદ્ધા થઈ, તેમની કૃપાથી મોક્ષમાર્ગ મળ્યો, હવે જો આત્માની પ્રાપ્તિ નહીં કરીએ, તો પછી ક્યારે કરીશું ?
જીવની નિગોદથી મોક્ષ સુધીની યાત્રાની સમજણ આપવા માટેનાં પરમ પૂજય ભાઈશ્રીનાં આ બીજા સ્વાધ્યાયનો વિષય છે આત્માનો વિકાસ ક્રમ : અપુનરબંધક અવસ્થા - પ્રથમ ગુણસ્થાનક સુધી.