We celebrate Param Pujya Bhaishree's divinity through the wonder of his virtues. Each month a different writer has captured the inspirations drawn from Bhaishree's life that shed light on these beautiful virtues and help us recognise his inner being.
This month we explore Param Pujya Bhaishree's virtue of Simplicity.
Simplicity
Simplicity is not just a virtue; it is a way of life. The quintessence of simplicity is honesty and straight-forwardness.
Simplicity is the ability to live without layers. It is the ability to speak plainly, think clearly and act honestly. It is the lack of deceit, pretentiousness, ambiguity or confusion.
A simple person may have one or all of these qualities – honesty, straight-forwardness, directness, easy-goingness, austerity, discipline and a frill-free living. Simplicity is also the ability to be yourself in all circumstances.
Simplicity is a virtue that can be seen. A simple person eschews fussy and ornate clothing, doublespeak, and guile. He or she walks without much ado, talks without much ado and works without much ado.
Simplicity is the wholeness of living where every act, including thinking and speaking, has a purpose that is clear and necessary. Nothing that is not necessary gets on the body, into the mind or in one’s lifestyle.
In its evolved form, simplicity is sincerity, austerity and ease with oneself. In its pure form, it is clarity of mind and purity of living. When we think of these qualities, the vision that flashes before our mind’s eye is that of our Sadguru, Param Pujya Bhaishree. Bhaishree is the personification of simplicity.
In his clothing, his look is clean and non-fussy. He prefers white. When he is gifted clothes, he opts for white as far as possible but does not insist on it to avoid inconveniencing the giver in any way. There is not a single cut or design on his clothes that is not necessary. His shirts are cut straight, no tail-end snipping for him.
Bhaishree speaks in a measured tones; his voice is steady and even-pitched. He does not speak a single word that is superfluous. He does not waste two words when one will do. More to the point, he does not mince words. He speaks his mind gently, firmly and without hesitation. These are intricate aspects of simplicity in character.
Bhaishree’s activities are a resounding stamp of simplicity. When he walks, he takes measured steps. Each is a purposeful step in the right direction; there is no frivolity in his walk, no ambling about, no meandering. No wastage and no excess.
Every act of Bhaishree’s is conducted accurately and elegantly. Simplicity lives organically within him, like an entity. He weighs every item, event and issue according to its requirement and does justice to it in the most lucid way. His places of stay are the epitome of clean functionality. His home has no remote trace of extravagance.
Bhaishree is a frequent train traveler. As a thumb rule, he avoids the comfort of flights. On the train, he opts for the second class. For years, he travelled by second class. Only recently, he yielded to persistent requests from mumukshus to travel by an air-conditioned coach. When on the road, he always prefers a small car to a lavish sedan even for high-profile meetings.
During his international travel, Bhaishree travels economy class and refuses to upgrade to business or premier class in spite of the insistence of mumukshus who often have air miles to spare and can get the upgrade free of cost.
Like Mahatma Gandhi, Bhaishree believes in the concept of zero waste. He does not throw away anything that has any potential of ever being re-used. Instead of using fresh notepads for his work, he is often found writing on unused parts of pieces of paper. Like him, his day is organized in simple and disciplined slots.
Once, on his recent dharma yatra to the US, Bhaishree was sitting in the house of a mumukshu, along with Br. Vikrambhai, Br. Minalben and a few other Brahmnishths. In this August company were about 70 happy mumukshus. As there were many new faces, everyone decided to introduce themselves by their name and/or by association, such as “I am so-and-so’s son or daughter”. When everyone had finished, Bhaishree decided to introduce himself! Without any reference to his spiritual mentorship, he simply said, “I am Bapuji’s shishya.”
Bhaishree is ‘saumya’, which for want of a better English equivalent, can be translated as a steady gentleness. Bhaishree’s face radiates a tranquil peace that is calming.
The possibility that we can be anything like him is just so delightful a thought. How do we imbibe simplicity as a virtue in our day-to-day life?
Step 1. First and foremost, declutter. Declutter your home, workplace and mind. Reduce your possessions - ‘parigraha’ – little by little. The best way to trim your clutter aggregate is by getting rid of everything you have not used in the past six months. Likewise, if there is an emotion festering in your mind relating to an event or a person that is more than six months old, throw it out of your system. Lighten your load.
Do not get bogged down with too many ideas, too many thoughts, too many emotions. Let go. Focus on what is relevant. Think clean, think functional. Cut down on needless thoughts and needless chatter. Design your daily schedule in a way it makes sense to you. Prioritising is an essential ingredient of simplifying your life. Cut out the appendages of existence.
Step 2. Less is more, as Robert Browning said in his poem, ‘Andrea del Sarto.’ Don’t use a lot where a little will do. Keep or buy only what you need. Shed ostentatiousness from your life. If you need five pairs of clothing, do not get ten. Speak only what you need to. Speak sincerely without slipping into the dreary habit of being meaningless nice to everyone. Avoid getting curious about the lives of people who do not matter.
Step 3. Drop pretentiousness. This is a bit sticky. All of us are used to being nice when we do not mean it and putting on a face for the world. Shed the masks. Wear only your honest face. It helps us feel light and it will take us miles ahead in sadhana.
Step 4. Covet and pursue satsang. Merely being in Bhaishree’s presence can set you off on the path to simplicity without even trying. When you are around him, you won’t need to be told. It will happen.
Leonardo da Vinci said simplicity is the ultimate sophistication. It is also the ultimate spiritual quest. For, our soul is simple and honest. Let it shine
સાદગી
સાદગી એ એક ઉત્તમ ગુણ તો છે જ પણ ગુણથી પણ વધારે તે જીવન શૈલી છે. સાદગીભર્યું આદર્શ જીવન જીવતા વ્યક્તિના ચારિત્રનો જો વિચાર કરીએ તો સાદગીને પુષ્ટ કરનારા બીજા અનેક ગુણો તેનામાં દેખાય છે, જેવા કે સત્ય, સરળતા, અનુશાસન, નિખાલસતા, આંતરિક હળવાશ અને મોકળાશ તેમજ સંયમ - તપ અને ત્યાગ. એમાં પણ ખાસ જ્યાં સાદગી હોય ત્યાં અચૂક સત્ય અને સરળતા હોય જ.
સાદગી એટલે ડોળ કે આડંબર વગરનું નિખાલસ, પારદર્શક અને સત્યનિષ્ઠ જીવન. સાદગી એટલે જેવા છે તેવા દેખાવું. સાદગી એટલે સરળ ભાષા, સ્પષ્ટ વિચારણા અને સદાચરણ.
સાદગી એક એવો ગુણ છે કે, જે જોઈ શકાય તેમજ અનુભવી શકાય. સાદગીમાં સામાન્યપણું રહ્યું છે. જે સાદગીને ધારણ કરે છે તેને વિશેષ બનવાની ખેવના હોતી નથી. ક્યા કપડાં પહેરું?, આ કપડાં પહેરવાથી શું હું વધુ સારો લાગીશ?, લોકો મને જોઈ, મારી પ્રસંશા કરશે કે નહિ?, આવા કોઈ પ્રશ્નો તેને થતા નથી. જેણે સાદગીનો ગુણ અપનાવ્યો છે તેને બાહ્ય દેખાવની ફિકર હોતી નથી. ઓછામાં ઓછા કપડાં તેના કબાટમાં હોય. જે ધોવાયેલા સ્વચ્છ કપડાં હોય તે પહેરી લે.
બધી બાબતોમાં તે નિરાગ્રહી વલણ અપનાવે છે. વયોવૃદ્ધ અનુભવી વ્યક્તિ સાથે વાત કરે કે પછી કોઈ યુવાન ભણેલા સાથે, તેના વિચારો કે મંતવ્યો બદલાતા નથી. તેનો જીવનવ્યવહાર એક સરખો રહે છે. લુચ્ચાઈ, છેતરપિંડી, દગો આપવો આવું તો એ ક્યારેય નથી કરતો. તે ચાલે, બોલે, ભોજન કરે, ગાડી ચલાવે કે કોઈ પણ અન્ય કાર્ય કરે તેની અંતરંગ શાંતિ જળવાયેલી રહે, ધાંધલ કે ધમાલ કરી વાતાવરણને તે ક્યારેય તંગ નથી કરી દેતો. ઊલટું, તેની ઉપસ્થિતિને કારણે સુમેળ સધાય, સહુ સ્વસ્થ રહે અને નિરાંત અનુભવે.
સાદગી એટલે અર્થપૂર્ણ જીવન. કશું નિરર્થક નહિ, ઉદ્દેશપૂર્વક તે વિચારે અને વિવેકપૂર્વક બોલે. જેની જરૂરિયાત નથી તેને ન તો એ શરીર ઉપર ધારણ કરે છે, ન મનમાં પ્રવેશવા દે છે. જીવન જળવાયેલું રહે એવી અંતરમાં એક ઉત્તમ જાગૃતિ કેળવી તે જીવે છે.
સાદગીનો ગુણ ઉત્તરોત્તર જેમ જેમ વિકસતો જાય છે તેમ તેમ સહજતાએ તે જીવ સંયમને પાળતો થાય છે. પુદગલનું આકર્ષણ ઘટી જાય અને ભોગ પ્રત્યેનો અનાસક્ત ભાવ વધુ પ્રબળ બને છે. ત્યાગ અને વૈરાગ્યભાવથી તે વિશેષ સાત્વિક બને છે. મન અને ર્હદયની પવિત્રતા અને બાહ્ય જીવનમાં શુદ્ધતા, નિર્દોષતા, આમ તેનું જીવન પરમાર્થસ્વરૂપ બનતું જાય છે. આવા ગુણોનો વિચાર કરીએ એટલે તુરંત પ. પૂ. ભાઈશ્રી નજર સમક્ષ તરી આવે. તેઓ સાદગીના પર્યાય છે. સાદગીનું જીવંત ઉદાહરણ છે. અનેક ગુણોના સ્વામી તેઓ આપણા માટે ઉત્કૃષ્ટ અવલંબન છે. આપણા માટે તેઓ જંગમ તીર્થ છે. તેમના દર્શન કરીએ એટલે સમસ્ત ગુણોના દર્શન થાય. તેમનામાં રહેલો આ સાદગીનો ગુણ તેમની આંતરિક સુંદરતાને પ્રગટ કરે છે.
મોટે ભાગે ભાઈશ્રી સફેદ ઝભ્ભો અને ચૂડીદાર પહેરતા હોય છે. પણ નિરાગ્રહી ભાઇશ્રીને જો કોઈ ભેટમાં અન્ય રંગનો ચૂડીદાર, ઝભ્ભો કે પછી શર્ટ કે પેન્ટ આપે તો તેઓ પ્રેમપૂર્વક પહેરી લે છે. એમના શર્ટનો વિચાર કરીએ તો તે નીચેથી ગોળાકારના હોય. બન્ને બાજુથી કટ કરેલા વિશેષ ઢબના શર્ટ તેઓ પહેરતા નથી.
ભાઈશ્રી જ્યારે બોલે ત્યારે તોલી તોલીને બોલે, જો એક શબ્દથી ચાલે તો બીજા શબ્દનો ઉપયોગ ન કરે. સ્વાધ્યાય હોય કે પછી સામાન્ય વાતચીત, તેઓ ઓછું, ધીમું અને મધુર બોલે. તેમનો સ્વર ક્યારેય ઉંચો કે નીચો ન થાય. તેમની વાણી હંમેશાં સમાપ હોય, ક્યાંય કોઈ અતિશયોક્તિ નહિ. કોઈને પ્રભાવિત કરવાનો ભાવ પણ લેશ માત્ર નહિ. મક્કમતા અને મૃદુતાનો મીઠો સમન્વય કરી તેમના વિચારો તેઓ અભિવ્યક્ત કરતા હોય છે. વાણીમાં રહેલા આ ગુણો તેમની વિનમ્રતા, સાદગી તેમજ સાધારણ વ્યક્તિત્વની પાછળ છુપાયેલા દશાવાન જ્ઞાનીપુરુષનો પરિચય કરાવે છે.
દરેક કાર્ય તેઓ સહેલાઈથી પૂર્ણ કરે. જ્યાં આંટીઘૂંટી હોય ત્યાં કાર્ય જટિલ તેમજ મુશ્કેલ બની જાય છે. ભાઈશ્રી જેવા સંતો માટે કશું છાનું કે છૂપું હોતું નથી. નિ:સ્વાર્થ અને નિ:સ્પૃહભાવે તેઓ ઉદયને સહજ અનુસરતા રહે છે. જયારે ચાલે ત્યારે જાગૃતિપૂર્વક માપીને દરેક પગલું ભરે. ધ્યેયને અનુસરતા તેઓ સાચી દિશામાં યોગ્ય પગલાં માંડે અને નિર્ધારિત લક્ષ્ય સુધી ઉત્સાહપૂર્વક ચાલતા રહે. તેઓ ખૂબ પીઢ છે. જ્ઞાનની ધારામાં રહીને કર્મો ભોગવી જાણે છે. ન કશું ઓછું ન કશું વધારે, બધું જ સમતુલ્ય!
તેઓ ઘણી ભૂમિકાઓ ભજવે છે. કૌટુંબિક ફરજો હોય, કે આશ્રમ અને સમાજને લગતા કાર્યો હોય, બધાં જ કાર્યો ચોકસાઈપૂર્વક થાય, ક્યાંય ભૂલ ન કરે. અસામાન્ય કાર્યો સાવ સામાન્ય રીતે પાર પાડે. કાર્ય કરવાની તેમની શૈલી એટલી નિરાળી હોય કે દરેક કાર્ય દીપી ઉઠે. સાદગી તેમના સ્વભાવમાં રહેલી છે એટલે તેમણે કોઈ પુરુષાર્થ કરવો પડતો નથી. પરિસ્થિતિનો તાગ પામી તેઓ યથાયોગ્ય નિર્ણયો લેતા હોય છે. સહુનું શ્રેય સધાય, સર્વમંગલ વર્તાય એવી તેમની અનોખી અને અલૌકિક રીત હોય છે.
તેઓ જ્યાં રહેતા હોય ત્યાં બધું અત્યંત સ્વચ્છ હોય. બધું એની જગ્યાએ વ્યવસ્થિત મુકાયેલું હોવાથી જે વસ્તુ જોઈએ, તે તુરંત મળે, શોધવી ન પડે. તેમનું ઘર સાવ સામાન્ય છે. કોઈ ભપકો નહિ, કોઈ સાધનસમૃદ્ધિ નહિ, એશોઆરામની કોઈ ચીજવસ્તુઓ નહિ. સાદગીભર્યું જીવન જીવીને, તેઓ સુખ અને સગવડનો ભેદ, નિજ આચરણ દ્વારા મુમુક્ષુઓને સમજાવે છે.
મોટા ભાગે તેઓ ટ્રેનની મુસાફરી કરે છે. વિમાનનો આરામદાયક પ્રવાસ તેઓ ટાળતા હોય છે. શું જરૂર છે એટલા રૂપિયા ખર્ચવાની જયારે આપણે ટ્રેનમાં ઘણા થોડા ખર્ચમાં જઈ શકતા હોઈએ. વર્ષો સુધી તેઓએ સેકન્ડ ક્લાસમાં મુસાફરી કરી અને જ્યારે મુમુક્ષુઓએ ખૂબ દબાણ કર્યું ત્યારે તેઓની ભક્તિને વશ થઇ તેમની વિનંતી સ્વીકારીને હવે તેઓ એસી ડબ્બામાં પ્રવાસ કરે છે. ગાડીની મુસાફરી હોય તો તેઓ નાની ગાડીમાં જવું વધુ પસંદ કરે છે. વૈભવથી તેઓ પોતાને હરહંમેશ દૂર રાખે છે.
પરદેશ જાય ત્યારે પણ તેઓ ઈકોનોમી ક્લાસમાં મુસાફરી કરે છે. મુમુક્ષુઓ પ્રાર્થે કે ભાઈશ્રી, અમારી પાસે તે એરલાઈનના માઇલ્સ પડયા છે, મારે કોઈ રૂપિયા આપવાના નથી, છતાં તેઓ મંજૂરી ન જ આપે. સાદગી જેના જીવનનો ધ્રુવકાંટો હોય તે ક્યાંથી આવી વિનંતીઓને સ્વીકારે?
મહાત્મા ગાંધીજીની જેમ ભાઈશ્રી પણ દરેક વસ્તુઓનો ફરી ઉપયોગ કરે, જે પાછું વાપરી શકાય તેને ફેંકી કેમ દેવાય? કાગળની બીજી બાજુ કોરી હોય તો તેઓ તેમાંથી પોતાના માટે નોંધપોથી બનાવી લે અને પછી તેની ઉપર કરવાના કામોની યાદી લખી રાખે. તેઓ ખૂબ વ્યવસ્થિત છે અને એમનું જીવન પણ યોગ્ય રીતે કલ્યાણના માર્ગે સંવેગથી આગળ વધી રહ્યું છે. શું કરવું, ક્યારે કરવું, કોને સાથે રાખવા બધું પહેલેથી નિર્ણિત હોય. તેમની આયોજન શક્તિ અનેકને આશ્ચર્ય ઉપજાવે છે.
ગયા વર્ષે જ્યારે તેઓ અમેરિકા ગયા હતા ત્યારે એક રાત્રે ઘણા મુમુક્ષુઓ તેમની નિશ્રામાં તેમની સાથે બેઠા હતા. ઘણા નવા મુમુક્ષુઓ હતા તેથી દરેકે પોતાની ઓળખાણ આપવી એમ નકકી થયું. મુમુક્ષુઓએ પોતાની વ્યાવહારિક ઓળખાણ આપતા પોતાનું નામ અને અન્ય વિગતો કહી. જ્યારે ભાઈશ્રીનો વારો આવ્યો ત્યારે તેઓએ એટલું જ કહ્યું કે “હું બાપુજીનો શિષ્ય છું.” મુમુક્ષુઓના માર્ગદર્શક છે, શ્રી રાજ સૌભાગ સત્સંગ મંડળના તેઓ મુખ્ય કર્તા હર્તા છે એવું કશું ન કહ્યું. આ છે એમની વિનમ્રતા અને સાદગી.
સૌમ્યતા, પ્રસન્નતા, શાંતિ વિગેરે જેવા ભાઈશ્રીની સાદગીના ઘણા રંગો છે. તે રંગોમાં રંગાતા મુમુક્ષુઓ શાંત સ્થિર અને પવિત્ર થઇ રહ્યા છે. આપણે તેમના જેવા થઈએ એ વિચાર કેટલો સમૃધ્ધ, સુખદ અને આહલાદક છે! સવાલ એ છે કે કઈ રીતે આપણે આપણા જીવનમાં આ સાદગીના ગુણને અપનાવીશું?
1) સહુથી પ્રથમ આપણે આપણા ઘરને, મનના વિચારો તેમજ ભાવોને સુવ્યવસ્થિત કરી દઈએ. ન જોઈતી એવી ઘણી વસ્તુઓ આપણે ઘરમાં ભરી રાખી છે તેને ઘરમાંથી તિલાંજલિ આપીએ. જેની સાથે કંઈ લેવાદેવા નથી એના વિચારો ન કરીએ. જૂની નકારાત્મક સ્મૃતિઓને ભૂંસી નાંખીએ. મનને સ્વચ્છ અને પવિત્ર બનાવીએ. જ્યાં કેન્દ્રિત થવું જોઈએ ત્યાં કેન્દ્રિત થઈએ. આંતરિક રીતે હળવા થઈ જઈએ.
આપણું મન એ જ આપણા જીવનનું ચાલક બળ છે. જો એ મન અવ્યવસ્થિત હશે તો કાર્યો પણ યથાયોગ્ય રીતે નહિ થાય. માટે અનેક પ્રકારની કલ્પનાઓ, સંસારી મનોરથો, પૂર્વગ્રહ કે માન્યતાઓની જે પકડ છે તેમાંથી મનને છોડાવી દઈએ. પ્રથમ મનની મુક્તિ અને તે મુક્ત થયેલું મન આત્માને કર્મોથી મુક્ત કરાવશે. સમયને અનુસરી અનુશાસન પૂર્વકનું જીવન જીવતા થઈએ. તુલનાત્મક રીતે વિચારપૂર્વક ક્રમબદ્ધ બધાં કાર્યો કરતા રહીએ. જેની અગત્યતા અધિક છે તે પ્રથમ કરીએ અને જે કાર્ય કરતાં હોઈએ ત્યારે ચિત્ત એમાં પરોવાયેલું રાખીએ. જીવનમાં સાદગીનો ગુણ જો ખીલવવો હશે તો જેની જરૂરિયાત છે તેનો જ વિચાર કરી તેને જ પ્રાપ્ત કરવા જેટલી મહેનત કરવી. આત્મશક્તિને સંસારની લોલુપતામાં ન ખર્ચી નાંખવી.
2) ઓછું એ જ ખરેખર અધિક છે. જ્યાં ઝાઝું છે ત્યાં જીવન વધુ અટવાયેલું, ઘેરાયેલું અને મૂંઝાયેલું રહે છે. આપણા સહુનો આ પ્રત્યક્ષ અનુભવ છે. જેની જરૂરિયાત છે એ જ ખરીદવું.જેટલું જોઈએ તેનાથી વધારે ન ખરીદવું. જે લૌકિક મોટાઈને ઈચ્છે છે તે સાદગીભર્યું જીવન કઈ રીતે જીવી શકે? માટે સર્વ પ્રથમ રૂઆબદાર અને ભપકાભર્યું જીવન મારે નથી જીવવું એવો સંકલ્પ કરો. જે કંઈ બદલાવ લાવવાની આવશ્યકતા છે તેની એક સૂચિ બનાવો. ધીરે ધીરે પણ ચોક્કસપણે તે બદલાવ લાવી દો. જો પાંચ જોડી કપડાં જોતા હોય તો 10 ના ખરીદો. જેટલું જરૂરી છે એટલું જ બોલો. બધાંને સામે ચાલીને મળવાનો, પ્રેમની લાગણીઓને સતત અભિવ્યક્ત કરવાનો, સંબંધોને વધુ સુદ્રઢ બનાવાના પ્રયત્નોમાંથી નિવૃત થાઓ. બીજાના જીવન વિષે જાણવાની ઉત્સુકતામાંથી બહાર આવી જાઓ.
3) દંભ અને બાહ્ય આડંબરને ત્યજી દો. વ્યાવહારિક જીવનમાં, ચહેરાપર મુખવટો પહેરીને બધા સાથે ખોટે ખોટો સ્નેહભાવ ન બતાવો. મનમાં અને હૃદયમાં દ્વેષ ભાવ છે અને બહારમાં મીઠા શબ્દો બોલી ખોટો પ્રેમ જાહેર કરવાનું રહેવા દો. ડોળ ન કરતાં માધ્યસ્થ ભાવે જીવન જીવવાનો પ્રયત્ન કરો. જીવનને તેમજ સંબંધોને સમેટી લો. લૌકિક અભિનિવેશમાં અતિ દુર્લભ એવો મનુષ્યભવ આપણે હારી જઈએ છીએ એ યાદ રાખો.
સાધનામાં જો આગળ વધવું હશે તો અસંગ થવું પડશે અને અસંગ થવા માટે એકાંત અને મૌન એ અત્યંત આવશ્યક છે.
4) તૃષ્ણાને સમજી, અંતરની લોભ વૃત્તિઓને વિવેકપૂર્વક દૂર કરી દો. ભાઈશ્રીની સાદગી એ જ એમની દિવ્યતા છે. તે દિવ્યતાના વર્તુળમાં રહેતા સ્વાભાવિક રીતે સાદગીનો ગુણ આપણી અંદર સ્થાપિત થશે. એમની સાથે રહેતા અને એમના બોધને વાગોળતા આપમેળે પરિવર્તન થતું રહેશે. એમનું સત્ એ આપણા માટે સાક્ષાત્કારનું નિમિત્ત બનશે.
લિઓનાર્દો ડા વિન્સીએ કહ્યું છે કે, “સાદગીમાં જ અપ્રતિમ સુંદરતા અને દિવ્યતા રહેલી છે”, માટે સાદગીને ઝંખો. આપણે આપણા અસલ સ્વરૂપને સાદગી દ્વારા પામવાના છીએ કારણ આપણો આત્મા એ પ્રાકૃતિક છે, અકૃત્રિમ છે, સ્વાભાવિક છે. તે જેવો છે એવો તેને રાખતા તેના જ્ઞાનનું તેજ અનાવરિત થશે, તેને ઝળહળવા દો, તેને ઝળહળવા દો.