Dharmadurlabh Bhavana
A true religion is one that fulfils the core purpose of human life – one that guides us towards self-realisation. It helps us filter the right from the wrong and gets us on the spiritual track. A true religion is, therefore, a prized asset in our spiritual quest. Because it is rare, only a few are blessed to receive it.
Jain scriptures, with their consistent focus on the soul, map the path to salvation with great clarity.
Shrut shastras expound the path for a true seeker while Charitra shastras expounds the dharmic dos-and-dont’s for a monk or a seeker who has renounced the world. These shastras provide material for deep contemplation.
Dharma is not just true religion, it is the repository of methodologies for correct thinking and behaviour. Dharmic concepts that uphold the world order include samyam (self-control), kshama (forgiveness), mardava (humility), arjav (straight-forwardness), shauch (purity), satya (truth), tapa (penance and austerity), tyaag (renunciation), akinchanya (absence of attachment), brahmacharya (chastity and celibacy).
Each of these concepts have been elaborated upon in depth in our texts. Reflecting upon them can greatly cleanse our mindspace and refine our spiritual sensibilities. While the scriptures and sayings of great men point us in the right direction, these tools can take us only so far. Therefore, for the purposes of guiding us, the scriptures advise us to find a true guru. For, it is the guru who shines a light on the way to liberation. Only he can hold our hand and take us to our destination.
All the true religions of the world agree on their singlemost common edict: find a true guru.
The guru is our ultimate guide in that one journey that will end all journeys. Without a guru, we are blind bats flapping aimlessly in the dark and dank maze of sansar, desperately seeking happiness but uncovering only misery at every turn.
An interesting story that is perhaps apocryphal drives home the significance of a guru. It is said that when Swami Vivekananda first visited his guru, Ramakrishna Paramahamsa, he asked, “I have read the Bhagavad Gita and other scriptures several times, I lecture and give discourses on the Gita and Ramayana. Why do I still need a guru?” Ramakrishna did not reply.
After a few days, Ramakrishna handed him a parcel to be delivered in a nearby village by sea. Vivekananda agreed. A boat and a sailor were provided to him. He set out early. As he sat on the boat, he realised he did not know the way to the village. Nor did the sailor. Vivekananda went back to his guru to ask him the way to the village.
Ramakrishna told him, “Narendra, this is my answer to the question you asked me when we first met. Today, you have the medium (the boat), you have the resource (the sailor), you have the way (the sea), you know what to do (deliver the parcel), you also know where to go but you don't know the way. Similarly, you’ve read all the scriptures, and you conduct discourses on them. However, to realise the wisdom of scriptures one needs a guru, someone who has already traversed that path so that he can guide you through the journey and encourage you to not give up.”
We have the texts but without practical guidance, we are rudderless. Without the right guide, we may not learn the right thing. On the spiritual path more than any other, the guru holds the key to our liberation for the following reasons:
1. The guru has that rare experience of the self that we so covet. He is one of the very few to have been so enriched. His knowledge stems from personal experience. And in the world of spirituality about which we know nothing, his expert navigation takes us from ignorance to knowledge.
2. The guru is the embodiment of spiritual essence. To the disciple, the guru is the exemplar, a role model. The guru not only correctly interprets the scriptures for us, he lives those teachings. He is proof of the possibility of self-realisation. Observing him makes it easy not only to understand the path but also to implement it.
3. The guru protects. As with any other path, there are pitfalls in the spiritual path too. Without the guru, we might slip, falter or get distracted. Staying connected with the guru and his teachings keeps us anchored steadfastly to our goal and sheltered from our own mental frailty.
4. The guru is our channel to God or salvation. It is through him that we can reach God. It is through him that we can be released from the life-sucking mire of unhappiness. As Kabir sang, if God and guru were to present themselves before us, our first salutations would be to the guru. For it is he who takes us to God. Without him, we would stay where we are.
Dharma alone relieves our pain accumulated over lifetimes, and it is best obtained from a gnani (knowledgeable seer). In all his writings and letters, Param Krupaludev Shrimad Rajchandra has relentlessly stressed upon the compelling need for a Satguru in a seeker’s life. He says that if the guru is ideal, he will seat you in the boat of true religion and steer you across the tumultuous ocean of lives. Only with a true guru can we acquire the philosophical understanding of the nature of reality.
"ગુરુ જો ઉત્તમ હોય તો તે ભવસમુદ્રમાં નાવિકરૂપ થઇ સદ્ધર્મનાવમાં બેસાડી પાર પમાડે. તત્ત્વજ્ઞાનના ભેદ, સ્વસ્વરૂપભેદ, લોકાલોકવિચાર, સંસારસ્વરૂપ એ સઘળું ઉત્તમ ગુરુ વિના મળી શકે નહીં." (વચનામૃત, પૃ. 65)
A similar saying, “क्षणमपि सज्जनसंगतिरेका भवति भवार्णवतरणे नौका” tells us that even a momentary meeting with a self-realised soul could become the boat to help us cross the ocean of worldly existence (into bliss).
Hinduism propagates three paths to salvation: gnana, karma and bhakti. The first is through scholastic knowledge, such as Vedanta . The second is through impeccable conduct, such as Yoga. The third is through pure devotion. In bhakti, the other two paths blend seamlessly as devotion to a Guru naturally leads to the manifestation of right knowledge and right conduct.
Param Pujya Bhaishree explains that only a guru can evaluate our spiritual progress. Only he can confirm that we have achieved self-realisation if and when we do. Our intellect is incapable of making this judgment call.
A spiritual master uplifts many. Four of Shrimadji’s highly evolved disciples who were personally guided to their goal were Shri Sobhagbhai from Sayla, who told Shrimadji 11 days before he left his body about his exhilarating experience of the body and soul as separate entities, Shri Laghuraj Swami, a Jain monk who achieved self-realisation at the age of 44 under Shrimadji, Shri Ambalalbhai from Khambhat who served and cooked for Shrimadji, and Shri Joothabhai from Ahmedabad.
Each of the four disciples were men of great spiritual integrity and thirst. It was their enthusiasm and zeal for the truth that enabled them to appreciate the value of the knowledge that they had the privilege of having access to.
If finding a guru is rare, recognising a guru is rarer. If we are twice blessed in having crossed this obstacle as well, our life becomes a simple journey of doing just as the guru says - following his every word, his every command, his every teaching. If we wish to break free of the cycle of births and deaths, it’s available only and only in the lap of our aagnas and at the feet of our guru.
After finding Param Pujya Bhaishree at long last and after having been accepted in his compassionate circle of grace with our warts and all, nothing should stop us from following his footsteps. The world and this birth has to be cared for but in a disinterested way. We do our duties but always as a seeker, dispassionately, without involvement.
Each time we falter and slip into the fatal attractions of this world, we need to remember we are only prolonging our agony. A slip on a tightrope can lead to a fall but this slip could cost us several thousand lifetimes more. And there’s no way of knowing if we will ever find a Sadguru again. Are we ready to pay the price?
Shrimad has said, “Guru thavu te maha jokhamdaarinu kaam chhe. (It’s a hazardous job to be a guru).” P P. Bhaishree has, with immense compassion, accepted this burdensome risk for our sake. Are we ready to end our hazardous existence by surrendering, giving of ourselves completely? The guru gets nothing in return; he wants nothing. After all, what can we give him that he does not have? Let’s bow in complete devotion; let’s surrender ourselves, for, in this surrender, lies our victory.
Patanjali Yoga Sutra says, “If you think of the one who has gone beyond the cravings, the one who is liberated from cravings, your mind also gets those qualities. It begins to feel the peace, feel the quietness.”
Let’s feel his grace, his peace.
“Tumse o Jodi, tumse o Jodi, Sanchi preet hum tumse o jodi
Tumse o Jodi, avar sang todi, tumse o Jodi, tumse o Jodi”
ધર્મદુર્લભભાવના
સાચો ધર્મ એ જ કે, જેને પાળતાં જીવ દર્શનમોહને તોડી, ગ્રંથિભેદ કરી, આત્મસાક્ષાત્કાર પામે છે. પ્રાપ્ત થયેલો અતિ દુર્લભ મનુષ્ય ભવ જેથી સાર્થક થાય છે, એવા ધર્મતત્વને જાણતાં, સત્ય દ્રષ્ટિ ખીલે છે. જ્ઞેયને જાણી જીવ હેય અને ઉપાદેયનો યથાર્થ વિવેક કરી શકે છે. અધ્યાત્મના માર્ગે ચાલતા સાધક માટે જડ અને ચૈતન્યનો વિવેક જગાડતો એવો ઉત્તમ ધર્મ એ મોક્ષ સુધી લઇ જનારો રાજમાર્ગ છે, અનંતને પામવાનો આધાર છે. બોધિદુર્લભકાળમાં આવા અમૂલ્ય ધર્મની પ્રાપ્તિ બહુ થોડા જીવોને થાય છે.
અનંત ચોવીશીથી ચાલ્યો આવતો, જિનેશ્વરોએ પ્રરૂપેલો જૈન ધર્મ દુર્લભ હોવા છતાં શાશ્વત ધર્મ છે. કર્મથી મુક્ત થવાનો માર્ગ તેમાં સાવ સ્પષ્ટ છે. ગણધરોએ રચેલા આગમોમાં તે જળવાયેલો છે. ઉત્તરોત્તર થઇ ગયેલા મહાપુરુષોએ આગમોના તેમજ આત્મઅનુભવના આધારે અનેક શાસ્ત્રો લખ્યાં અને તેથી પરમશ્રુતનો અમૃતસાગર હરહંમેશ લહેરાતો રહ્યો છે. સમ્યકજ્ઞાન, સમ્યકદર્શન અને સમ્યકચારિત્રની પ્રાપ્તિ તે ધર્મ દ્વારા થાય છે. તત્વાર્થસૂત્રમાંથી તત્વની અને આચારાંગ સૂત્રમાંથી સૂક્ષ્મ અહિંસાને પાળી શકાય એવા આચારોની સમજણ પ્રાપ્ત થાય છે. પંચમહાવ્રત ધારણ કરેલ સાધુ ભગવંતોને તેમજ શ્રાવક અને શ્રાવિકાઓને યમ નિયમ અને સંયમનો બોધ તે ધર્મમાંથી મળી રહે છે. ધર્મપુરુષાર્થમાં જોડાયેલા આત્માઓ તેના આધારે તત્વની ઊંડી, તલસ્પર્શી વિચારણા કરી શકે છે. પ્રજ્ઞા ખીલતા તેઓ સ્વયં બહુશ્રુત બને છે. જ્ઞાન અને ક્રિયાનો ઉત્તમ સમન્વય સાધી, ત્યાગ વૈરાગ્ય અને ઉપશમના ગુણો ખીલવી, આત્મવિકાસના પગથિયાં ચઢી મુક્તિના શિખરો સર કરે છે.
ધર્મ એ એક જીવન શૈલી છે. ધર્મ થકી આપણી વિચારશક્તિને સત્યનો રંગ ચઢે છે, આપણી દ્રષ્ટિ બદલાય છે, મુક્તિને કેન્દ્રમાં રાખી નિર્ણયો લેવાય છે, અને તે પ્રમાણે જીવન જીવાય છે. ૧૦ મહત્વના ઉત્તમ ગુણો જીવનમાં સ્થપાય તો આપણું સમગ્ર જીવન ધર્મમય બની જાય.
૧. સંયમ - મન અને ઇન્દ્રિય ઉપરનું વિવેકપૂર્વકનું નિયંત્રણ. અહિંસા ધર્મનું પાલન.
૨. ક્ષમા - અન્યએ કરેલી ભૂલોને તેમજ અપરાધોને ભૂલી જવાં, પ્રેમ-કરુણા તેમજ મૈત્રીપૂર્વક તેઓની સાથે વર્તવું.
૩. માર્દવ - મૃદુતાપૂર્વક, કોમળ હૃદયે, વિનીત ભાવે જીવન જીવવું.
૪. આર્જવ - દંભ રહિત, કપટ વગરનું સરળ જીવન. સદ્દગુરુ પાસે થયેલા દોષની જાહેરાત કરી માફી માગવી.
૫. શૌચ - આંતરિક પવિત્રતા, શુભ વિચારો સાથેનું ભાવપૂર્વકનું ધર્માચરણ.
૬. સત્ય - જૂઠું ન બોલવું, મધુર વાણી બોલવી. દેહમાં નહિ, આત્મામાં જીવવું.
૭. તપ - સમજણપૂર્વક બાહ્ય અને આભ્યંતર તપનું આરાધન કરવું.
૮. ત્યાગ - વિચારપૂર્વક પુદગલોને અંતર અને બાહ્યથી ત્યાગી દેવા.
૯. અકિંચન્ય - ભોગ પ્રત્યે અનાસક્ત ભાવ કેળવી આત્માના જ્ઞાનભાવમાં રક્ત રહેવું.
૧૦. બ્રહ્મચર્ય - શરીરના ભોગ ઉપભોગથી નિવૃત થવું. ઈચ્છા રહિત થઇ આત્મામાં ચર્યા કરવી.
આ દસ ગુણોની સૂક્ષ્મ સમજણ શાસ્ત્રોમાંથી વાંચી સમજી વિચારીને તે ગુણોને જીવનમાં વણી લેવાના છે. તે દ્વારા આપણા યોગ શુદ્ધ બનશે. બહિરાત્મભાવ ઘટતો જશે અને સમ્યકદર્શન માટેની આપણી પાત્રતા વધતી જશે. પણ શાસ્ત્રોમાં જે માર્ગ કહ્યો છે તેનો મર્મ સમજવા માટે કોઈ પ્રત્યક્ષ સદ્દગુરુ જોઈશે. તેવા પ્રત્યક્ષ સદ્દગુરુને કઈ રીતે ઓળખવા? આત્મસિદ્ધિની દસમી ગાથામાં પરમ કૃપાળુ દેવ લખે છે કે, આત્મજ્ઞાન, સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વ વાણી અને પરમ શ્રુત એ સદ્દગુરુના લક્ષણો છે.
આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદયપ્રયોગ;
અપૂર્વ વાણી પરમશ્રુત, સદ્દગુરુ લક્ષણ યોગ્ય.
- શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર
સર્વે આસ્તિક ધર્મો અવિસંવાદે એક વાતને દ્રઢતાપૂર્વક માને છે. તેઓ બધા એક સ્વરે કહે છે કે, માર્ગ પામેલો માર્ગ પમાડશે, માટે એક સદગુરુને શોધી તેના ચરણમાં સર્વસ્વ સમર્પિત કરી તેની અાજ્ઞાને અપૂર્વ રુચિ અને અવિચળ શ્રધ્ધાન સાથે પાળો. દરેક કાળમાં મોક્ષ થવા માટેનો આ એક માત્ર અચૂક ઉપાય છે. પરમ કૃપાળુ દેવ કહે છે સત્પુરુષમાં પરમેશ્વર બુધ્ધિ તેને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે.
સદ્દગુરુ સાથેની આ કલ્યાણયાત્રામાં જોડાયા પછી કોઈ બીજી ત્રાસદાયક સંસાર યાત્રા નહિ કરવી પડે. અનંતકાળના ભવભ્રમણનો ચોક્કસ અંત આવશે. રાતના અંધકારમાં, અંધ ચામાચીડિયાની જેમ પાંખો પટપટાવતો લક્ષ અને દિશાહીન હું ભટકી રહ્યો છું, જેટલું હું ઉડ્યો તેટલું અધિક દુઃખ અને પીડાને મેં ભોગવી છે, પણ સદ્દગુરુ પાસેથી જ્ઞાનનેત્રો મળતાં લક્ષ, દિશા, અને પુરુષાર્થની પ્રેરણા તથા શક્તિ બધું જ પ્રાપ્ત થશે.
આ એક રસપ્રદ કથા છે, જે સચોટ રીતે પ્રમાણિત કરે છે કે કલ્યાણના માર્ગે ગુરુ ફક્ત આવશ્યક જ નહિ પણ અનિવાર્ય નિમિત્ત તત્વ છે. સ્વામી વિવેકાનંદ જયારે પ્રથમ વાર ગુરુવર્ય રામકૃષ્ણ પરમહંસને મળ્યા ત્યારે તેમણે પ્રશ્ન કર્યો, ભગવત્ ગીતા તેમજ અન્ય શાસ્ત્રો મેં અનેક વાર વાંચ્યા છે, હું તેને બારીકાઇથી સમજ્યો છું, તે શાસ્ત્રો ઉપર મેં વ્યાખ્યાનો તેમજ પ્રવચનો સુધ્ધાં આપ્યા છે, તો પછી મારે ગુરુની શી આવશ્યકતા છે? તે સમયે રામકૃષ્ણ મૌન રહ્યા અને કોઈ ઉત્તર ના આપ્યો.
થોડા દિવસ પછી રામકૃષ્ણ પરમહંસે, વિવેકાનંદને એક પાર્સલ આપ્યું અને કહ્યું કે દરિયા માર્ગે જઈ આ ફલાણા ગામે તેને આપી આવો. વિવેકાનંદજીએ તે જવાબદારી હર્ષપૂર્વક સ્વીકારી અને તેઓ તુરંત ઉતાવળે ચાલ્યા. વહેલી સવારે હોડીમાં બેઠા. હોડી હાંકવાની શરૂઆત કરે તે પહેલાં નાવિકે ગામનું નામ પુછ્યું. નામ સાંભળતાં જ નાવિકે કહ્યું, ત્યાં પહોંચવાના માર્ગથી હું અજાણ છું. વિવેકાનંદજીને પણ ખબર ન હતી માટે તેઓ પાછા રામકૃષ્ણ પરમહંસ પાસે આવ્યા અને પૂછ્યું સાહેબ તે ગામે જવાનો માર્ગ બતાવશો?
નરેન્દ્ર ! આપણે પ્રથમ મળ્યા ત્યારે તે મને પ્રશ્ન કર્યો હતો તેનો આ જવાબ છે. આજે તારી પાસે હોડી છે જે તે ગામ સુધી પહોંચવાનું માધ્યમ છે, હોડીને હંકારી તે ગામે પહોંચવા માટે નાવિક એ સાધન છે. આ દરિયો એ માર્ગ પણ તારી પાસે છે. જે પાર્સલ પહોંચાડવું છે એ તારા હાથમાં છે. આમ તારી પાસે બધું છે પણ છતાંએ ત્યાં સુધી જવાના રસ્તાથી તું અજાણ છે. જે ત્યાં ગયો હોય તે તને ત્યાં જવાનો માર્ગ બતાવી શકે છે. એવો કોઈ માર્ગદર્શક, કોઈ જ્ઞાની ભોમિયો મળે તો તને ત્યાં સુધી લઇ જાય. એવી રીતે મોક્ષે જવા માટે પણ એક સદ્દગુરુ જોઇશે જ.
આપણી પાસે ભલે શાસ્ત્રો છે પણ જે મહાપુરુષ એ શાસ્ત્રોને જીવી રહ્યા છે, જેમના આચરણમાંથી તે શાસ્ત્રો પ્રગટ થઇ રહ્યા છે એવા પ્રયોગાત્મક સદ્દગુરુ નહિ હોય તો માર્ગમાં ભૂલા પડી જઇશું. જ્યાં સાચું માર્ગદર્શન નથી ત્યાં સાચો માર્ગ કઈ રીતે મળે? અધ્યાત્મના માર્ગે સહુથી મુખ્ય નિમિત્ત કારણ એ સદ્દગુરુ છે.
૧) આત્માનો અનુભવ હોવાને કારણે ગુરુ જ્ઞાનની મસ્તીમાં જીવે છે. સુખ - દુઃખ, હર્ષ - શોકના દ્વંદોથી પર છે. શાસ્ત્રનું જ્ઞાન તેમને અનુભવમાં સિદ્ધ થયું છે. આધ્યાત્મિક માર્ગની કોઈ વિશેષ જાણકારી આપણી પાસે નથી પણ તેમની નિશ્રામાં રહેતા, તેઓનું માર્ગદર્શન પામી, આપણે કલ્યાણના પંથે આગળ વધી શકીએ એમ છીએ.
૨) અધ્યાત્મ સ્વરૂપ બની ગયેલા ગુરુ સ્વયં અધ્યાત્મના સાર છે. શિષ્ય માટે તેઓ આદર્શ છે. પરમ આશ્ચર્ય પમાડે એવી અદભુત તેમની અનાસક્ત વૃત્તિઓ છે. તેઓ ક્યાંય લેપાતા નથી. સદૈવ પ્રસન્ન અને સમદર્શી રહી પોતાના ઉદયને સમભાવે અનુસરે છે. તેમને જોતાં ઈશ્વર કેવા હશે તેની ઝાંખી થાય છે. આવી ઉચ્ચતમ દશા પ્રાપ્ત કરીને તેમણે પ્રામાણિત કરી બતાવ્યું કે એક મનુષ્ય સાધના દ્વારા આત્મસાક્ષાત્કાર પામી શકે છે. એમને જોતાં શાસ્ત્રોનો સાર સહજ સમજાય છે અને પમાય પણ છે.
૩) અધ્યાત્મના માર્ગે ઘણા બાધક કારણો, અવરોધક તત્વો સામે આવે છે. એક સાધક મૂંઝાઈ જાય અને અનુભવી ગુરુની ગેરહાજરીમાં તે પ્રલોભિત થઇ જાય, માર્ગથી સમૂળગો ફંટાઈ જાય, અથવા તો વિકેન્દ્રિત થયેલું તેનું માનસ કાં તો ક્રિયાજડ અથવા શુષ્કજ્ઞાનભાવમાં એકપક્ષી પુરુષાર્થ કરે પણ બંનેનો યથાયોગ્ય સમન્વય ન સાધી શકે. ત્યાગ અને વૈરાગ્ય ભાવ જે આત્મજ્ઞાનના સાધન છે તેને તે સાધ્ય માની મિથ્યા સંતોષમાં રાચતો રહે. વ્યવહાર અને નિશ્ચયનો ઉત્તમ સુમેળ સધાવીને ગુરુ શિષ્યને યથાયોગ્ય પુરુષાર્થ કરાવે છે.
૪) ગુરુ એ સ્વયં મોક્ષ છે માટે તેમનું અવલંબન એ શ્રેષ્ઠ નિમિત્ત કારણ છે. સાધકનું ઉપાદાન તેથી બળવત્તર થાય છે. સંસારના અનંત દુઃખો તેમની નિશ્રામાં દૂર થાય છે. ત્રિવિધ તાપાગ્નિ વચ્ચે પણ આપણે અપૂર્વ શાંતિને અનુભવી શકીએ છીએ.
સંત કબીર સમજાવે છે કે, ગુરુ અને ગોવિંદ બન્ને ઊભા છે તો પ્રથમ વંદન ગુરુને કરવા યોગ્ય છે કારણ ગોવિંદની ઓળખાણ ગુરુ થકી થાય છે માટે ગુરુ વિશેષ ઉપકારી છે.
અનંતકાળના કર્મો સત્ય ધર્મને અનુસરતા દૂર થાય છે. તે ધર્મ સ્વમતિકલ્પનાએ પ્રાપ્ત નથી થતો. બુદ્ધિમત્તા એમાં છે કે કોઈ જ્ઞાની પાસેથી તે ધર્મને આપણે પામીએ. પોતે લખેલા પત્રો અને પદોમાં પરમ કૃપાળુ દેવે એક માત્ર ગુરુનું ગૌરવ ગાયું છે. સમસ્ત મનુષ્ય જાતિ ધર્મ કરે છે પણ તેમાંના બહુ થોડાંને સદગુરુનું માહાત્મ્ય સમજાયું છે અને માટે સ્વચ્છંદે જે સાચું લાગ્યું તે કરતા રહે છે. સદગુરુવૈદ્ય મળતાં ભવરોગ દૂર થાય છે.
"ગુરુ જો ઉત્તમ હોય તો તે ભવસમુદ્રમાં નાવિકરૂપ થઇ સદ્ધર્મનાવમાં બેસાડી પાર પમાડે. તત્ત્વજ્ઞાનના ભેદ, સ્વસ્વરૂપભેદ, લોકાલોકવિચાર, સંસારસ્વરૂપ એ સઘળું ઉત્તમ ગુરુ વિના મળી શકે નહીં." (વચનામૃત, પૃ. 65)
“क्षणमपि सज्जनसंगतिरेका भवति भवार्णवतरणे नौका” સત્પુરુષનો ક્ષણવારનો સમાગમ પણ ભવસમુદ્ર તરવાને નૌકારૂપ છે.
જ્ઞાન, ભક્તિ અને નિષ્કામ કર્મયોગ એ ત્રણ માર્ગ શાસ્ત્રોમાં કહ્યા છે. જ્ઞાન અને નિષ્કામ કર્મયોગ બન્ને ભક્તિમાં સમાવિષ્ટ છે. ભક્તિ દ્વારા આત્મા નિષ્કામી બને છે અને તે ભક્તિ જયારે પરાભક્તિનું સ્વરૂપ ધારણ કરે છે ત્યારે જ્ઞાન ઉપાર્જિત થાય છે. આત્મા અને પરમાત્મા એક થઇ જાય છે. ગુરુ પ્રત્યેની ઉત્કૃષ્ટ ભક્તિ જાગતાં, સાચું જ્ઞાન પ્રાપ્ત થાય છે અને બાહ્યાભ્યંતર ચારિત્ર ખીલતું જાય છે.
પરમ પૂજ્ય ભાઈશ્રી કહે છે કે, આપણા આધ્યાત્મિક વિકાસનું સાચું મૂલ્યાંકન ગુરુ જ કરી શકે છે. તેઓ બરાબર જાણે છે કે, આપણે ક્યાં ઊભા છીએ અને હવે આગળ વધવા માટે શું પુરુષાર્થ કર્તવ્ય છે. શિષ્યના અંતરમાં આત્મદ્રવ્ય પ્રગટ થયું છે કે નહિ તે ગુરુ જાણીને મહોર મારે છે.
એક સદગુરૂની નિશ્રા અનેક જીવોને તારે છે. પરમ કૃપાળુ દેવના વચનામૃત થકી અનેક જીવો સાચા ધર્મની સન્મુખ થયા. તેમની અનુપસ્થિતિમાં પણ ધર્મનો ઉદ્યોત કલ્પી ના શકાય એ રીતે થઇ રહ્યો છે. સાયલાના ભવ્ય શ્રી સૌભાગભાઇ, પંચમહાવ્રતધારી મુનિ શ્રી લઘુરાજ સ્વામી, ખંભાતના રાજરત્ન શ્રી અંબાલાલભાઈ અને અમદાવાદના સત્યપરાયણ જુઠાભાઇ પરમ કૃપાળુદેવના પવિત્ર આશ્રયે રહીને
આત્માની ઊંચી દશાને પામ્યા. તેઓ આત્માના અનુભવમાં સ્થિર થયા હતા.
આ ચારે મુમુક્ષુ મહાત્માઓ શ્રીમદ્જીના ખરા અનુયાયી હતા. તેમની ભક્તિમાં સંપૂર્ણ પ્રામાણિકપણું રહ્યું હતું. કેવળ મોક્ષને તેઓ ઝંખતા હતા. તેઓને મન શ્રીમદ્જી સાક્ષાત્ ભગવાન હતા. અધ્યાત્મની તીવ્ર પીપાસાને કારણે તેઓ શ્રીમદ્જીને વિદેહી મહાત્મા તરીકે ઓળખી શક્યા હતા. શ્રીમદ્જી પરમશ્રુતના મહાસાગર છે, ગુણોના ભંડાર છે, અધ્યાત્મના શિખરે બિરાજમાન છે તેનો તેઓને સ્પષ્ટ અનુભવ થયો હતો.
ગુરુ મળવા એ દુર્લભ છે પણ મળ્યે તેમને ઓળખી લેવા તે અતિ દુર્લભ છે. જે હળુકર્મી જીવ છે, ગુણગ્રાહ્ય વૃત્તિ ધરાવે છે, સતદેવને નિયમિત ભજી મોક્ષના ધ્યેય સાથે જીવન જીવે છે, મોહભાવ અને કષાયજન્ય પરિણામોથી ડરે છે એવા કોઈ કોમળ વિનયી અને વિવેકી આત્માને સદગુરુ ઓળખાય જાય છે. સદગુરુને અંતરમનમાં સ્થાપી, તેમના ચરણોમાં પોતાનું સર્વસ્વ ધરી દે છે. અનન્ય શરણ મળ્યું છે તે એટલું અધિક દ્રઢ થાય છે કે અનન્ય ભક્તિભાવે તે ગુરુની આજ્ઞાઓ શિરસાદ્ય કરી પાળે છે. સદગુરુ અને તેમનો યથાર્થ બોધ, તેમણે બતાવેલી ધ્યાન સાધના એ તેના જીવનનું કેન્દ્ર બની જાય છે. તે હવે નિરાકુળ, નિર્ભય, નિશ્ચિંત બની જાય છે. દુઃખ મધ્યે પણ સુખની ખુમારીમાં જીવે છે, હવે જન્મમરણનું દુઃખ દૂર થશે જ એવી તેને અનુભવથી ખાતરી થાય છે કારણ અંતરમાં પરિવર્તનની ધારા શરુ થઇ ગઈ છે.
એક વાર સાચા સદગુરુને સમર્પિત થયા પછી જો એ ઈચ્છે કે મારે મોક્ષે નથી જવું, પોતાની શ્રધ્ધામાંથી ડગી જાય, આજ્ઞાઓ પાળવી બંધ કરી દે, તો પણ અર્ધપુદગલ પરાવર્તન કાળમાં તેને મોક્ષે જવું જ પડે એવો આ સતયોગનો પ્રભાવ છે. આવો સદગુરુનો પ્રભાવ છે.
અનંત કાળના રઝળપાટ પછી ભાઈશ્રી જેવા સદગુરુ મળ્યાં છે. તેઓએ કૃપા કરી આપણા જેવા અધમાધમને પ્રેમથી અપનાવ્યા છે. અનેક પૂર્વગ્રહની ગાંઠો અંતરમાં બંધાયેલી છે, દેહાભિમાનનું પોટલું માથે લઇ ફરીએ છીએ, છતાં તે કરુણા સિંધુ પોતાના નિર્મોહી વાત્સલ્ય વડે સહુને ધીરજથી સહન કરે છે અને મૂળ સનાતન ધર્મની પગદંડી ઉપર હાથ પકડીને ચલાવે છે. આ સંસારની કોઈ પણ બાબત હવે તેમના પગલે ચાલતા ન અટકાવે તેવી જાગૃતિ કેળવવાની છે. ભલે કર્તવ્યો નિભાવીએ પણ નિષ્કામ અને મોહ રહિત થઇ તેમાં જોડાઈએ. મારાપણાનો ભાવ વિશ્વના સમગ્ર જીવો પ્રત્યે રાખીએ. એક નાના કુંડાળામાં નહિ પણ વિશાળ બનીને આપણે આપણા પ્રેમના વ્યાપને એટલો અધિક વિસ્તારી દઈએ કે તેમાં આખું જગત સમાઈ જાય.
જગતની મોહિનીમાં ફસાઈ જઇએ ત્યારે યાદ રાખીએ કે આપણે દુઃખ અને પીડાભર્યો સંસાર વધારી રહ્યા છીએ. ભવના અંતની નજીક આવ્યા છતાં ફરી દૂર જઈ રહ્યા છીએ.
તલવારની ધાર પર ચાલવું સહેલું છે પણ જાગૃત જીવન જીવીને જિનેશ્વરની સેવા કરવી એ ખૂબ કઠિન છે. જેમ નટવો દોરી ઉપર ચાલે છે, તેની આગળ પાછળ અનેક વ્યક્તિઓ વિવિધ રીતે કાર્યો કરી રહ્યા છે પણ તેની એકાગ્રતા દોરડા ઉપર સ્થિર છે. તે બરાબર જાણે છે કે કુતુહલ દ્રષ્ટિથી હું આગળ પાછળ જોવા જઈશ તો નીચે પડીશ. બરાબર એ નટની જેમ આપણે આપણો ઉપયોગ, આપણી લક્ષની ધારાને બહારથી અંદર લાવીને મનને ત્યાં બાંધી રાખવાનું છે. બહિરાત્મભાવ ત્યજી અંતરાત્મભાવ સાધી અંતે પરમાત્મા થવાનું છે.
જો આ ભવમાં ચૂકી ગયા તો આવો અપૂર્વ પુણ્યનો યોગ ક્યારે પાછો આવશે તેની કાંઈ ખબર નથી. ભૌતિક જીવનના થોડા સુખ માટે શું આપણે અસંખ્યાત જન્મોનું દુઃખ વધારવા ઇચ્છીએ છીએ? તે સુખ માટે આટલી મોટી કિંમત આપવા શું આપણે તૈયાર છીએ?
પરમ કૃપાળુ દેવ શ્રીમદ્જી કહે છે કે કોઈના ગુરુ થવું એ અતિ જોખમી કાર્ય છે. પરમ પૂજ્ય ભાઇશ્રીના હૃદયમાં અપાર કરુણા અને વાત્સલ્ય ભાવ રહ્યો છે. તેઓ આપણી આવી દીનતા ભરેલી અજ્ઞાન પરિસ્થિતિને જોઈ શકતા નથી અને આપણે તેમાંથી હરહંમેશ માટે બહાર આવીએ એવું ઈચ્છે છે. તેમનો કોઈ સ્વાર્થ નથી, માત્ર નિષ્કારણ કરુણાથી તેઓએ આપણા ગુરુ થવાનું સાહસ બાપુજીની આજ્ઞા થઇ માટે સ્વીકાર્યું છે.
આપણે તેમને શું આપી શકવાના હતા? નિ:સ્પૃહી મહાત્મા જે સર્વ પૌદગલિક ભાવથી પર છે તેને કોઈ આપી પણ શું શકે? કેવળ એક આપણો આત્મા પોતાનો છે અને તે પણ તેઓએ ઓળખાવ્યો છે, તો પછી તેમના ચરણમાં શું ધરીએ? ઉત્કૃષ્ટ ભક્તિભાવે તેમના ચરણોમાં નમીને વંદન કરી, તન, મન, ધન અને આત્માને સમર્પિત કરી તેમના થઈને રહીએ. તેમના ચરણોમાં રહેતા આપણે અવશ્ય વિજયી થઇશું.
પતંજલિ યોગ સૂત્ર કહે છે કે, જે નિ:સ્પૃહી છે, સમસ્ત ઇચ્છાઓથી મુક્ત છે, એવા મહાત્માનો વિચાર કરતાં આપણા આત્મામાં તેમના ગુણો પ્રગટે છે. તેમના ગુણોનું ધ્યાન કરતા એક અનેરી શાંતિ અને સ્થિરતાનો આહલાદક અનુભવ થાય છે.
એમની કૃપા, શાંતિ અને સમાધિનો આપણે અનુભવ કરીએ અને કરતા જ રહીએ.
“તુમસે હો જોડી, તુમસે હો જોડી, સચ્ચી પ્રીત હમ તુમસે હો જોડી..
તુમસે હો જોડી, અવર સંગ તોડી, તુમસે હો જોડી, તુમસે હો જોડી. ”