Shrimad's powers offer divine protection.
As narrated by Ranchodbhai Dharshibhai
The following incident demonstrates Shrimad’s boundless compassion for all beings.
This miraculous event took place when Shrimad was staying with me in the mountainous region of Dharampur. At the time, a British political agent was visiting our ruler’s territory and a hunting expedition had been organised in his honour.
Shrimad’s selfless love and compassion for all beings flows like a pure eternal spring. Due to his divine presence no animals were harmed in the hunt for the time that he dwelled in the region. It was only after Shrimad left that we heard news of the hunters finding some success. Just the presence of a self-realised saint is enough to offer unique refuge!
- Inspirational Stories of Shrimad Rajchandra page 179
કૃપાળુદેવના યોગબળે દૈવી રક્ષણ
શ્રીમદ્ અને શ્રી રણછોડભાઈ ધારશીભાઈ, ધરમપુર
કૃપાળુદેવની અપાર કરુણા દર્શાવતો આ એક અદ્ભૂત પ્રસંગ છે. તેઓશ્રીનો મુકામ જયારે ધરમપુરના પહાડી પ્રદેશમાં અમારી સાથે હતો તે જ અરસામાં અમારા રાજ્યની મુલાકાતે એક પોલીટિકલ એજેન્ટ પણ પધાર્યા હતા. તે સાહેબના સન્માન અર્થે શિકારની ગોઠવણ કરવામાં આવી હતી. પણ જ્યાં પરમ કૃપાળુદેવના આત્મામાંથી નિઃસ્વાર્થ પ્રેમ અને કરુણાનો અત્યંત નિર્મળ ઝરો અવિરત વહેતો હોય ત્યાં જીવમાત્રને દૈવી રક્ષણ મળ્યા વિના કેમ રહે? પરમકૃપાળુદેવ જ્યાં સુધી એ પ્રદેશમાં રહ્યા ત્યાં સુધી તેઓના હૃદયના શુદ્ધ વાત્સલ્યના પ્રભાવે, તેઓના ઉત્કૃષ્ટ યોગબળે એ પ્રદેશમાં એક પણ શિકાર મળી શક્યો નહીં અને મૂંગા પશુઓને દિવ્ય રક્ષણ મળતું રહ્યું! પરમકૃપાળુદેવના ગયા પછી શિકાર મળ્યાના સમાચાર સાંભળ્યા હતા. જ્ઞાનીપુરુષોની દિવ્ય ઉપસ્થિતિ પણ કેવું અનન્ય શરણ આપે છે !
- શ્રીમદ્ રાજચંદ્ર - પ્રેરક પ્રસંગો - પાનું ૧૭૯