The Barber Shaves All of Shrimad's Hair
As narrated by Motilal Bhavsar of Nadiad
The following incident took place when Shrimad Rajchandra was in the city of Nadiad. At this time truth seeker Motilal Bhavsar was at his service.
It had been a month since Shrimad had shaved. Upon his request, Motilal called for a barber and instructed him as follows, “Do not speak with Sahibji and do a quick but neat job. Sahibji does not appreciate waste of time.” After this Motilal went to prepare Shrimad’s bath.
When the barber approached Shrimad, he found him in a deep state of meditation. The barber thought to himself, “Shrimadji seems to be a highly elevated soul, I should shave off all his hair as is common practice amongst great saints.” As he was instructed to remain silent, the barber did not utter a single word and shaved Shrimad’s head, beard and moustache! Completely unaware of the barber’s mistake, Shrimad continued to dwell peacefully in deep meditation.
Oh! What an extraordinary meditative state Shrimad resides in! Shrimad’s highly elevated sense of detachment is indeed remarkable!
- Inspirational Stories of Shrimad Rajchandra page 289
શ્રીમદ્ જીના દાઢી, મૂંછ અને શિર બધું જ મૂંડી નાંખ્યું!
શ્રીમદ્ અને મોતીલાલ ભાવસર, નડિયાદ
શ્રીમદ્જી જયારે નડિયાદ મુકામે હતા ત્યારે મુમુક્ષુ મોતીલાલ ભાવસાર તેઓની સેવામાં હતા. એ વખતે શ્રીમદ્જીની હજામત એક મહિનાની થઈ હતી. તેઓની આજ્ઞાથી મોતીભાઈએ હજામને બોલાવ્યો અને તેને શ્રીમદ્જી પાસે મોકલતાં સૂચન કર્યું કે, ‘સાહેબજી સાથે વાતચીત કર્યા વગર ઝડપથી અને વ્યવસ્થિત રીતે હજામત કરી લેજે; કારણ કે વધુ સમય જાય તે સાહેબજીને ઠીક લાગતું નથી.’ ત્યાર બાદ મોતીભાઈ શ્રીમદ્જીના સ્નાન માટેની વ્યવસ્થા કરવા ગયા. તે દરમિયાન, હજામ જયારે શ્રીમદ્જી પાસે પહોંચ્યો ત્યારે તેઓ આત્મસ્વભાવમાં ધ્યાનમગ્ન હતા. હજામે તો મળેલી સૂચના પ્રમાણે કંઈ પણ પૂછ્યા વિના ‘શ્રીમદજી તો મહાત્મા પુરુષ છે જેથી બધું જ સાફ કરી નાંખવાનું હશે’ તેમ ધારી શ્રીમદ્જીના દાઢી, મૂંછ અને શિર બધું જ મૂંડી નાંખ્યું! હજામત દરમિયાન પણ શ્રીમદ્જીએ હજામને કાંઈ કહ્યું નહીં. અહો! શ્રીમદ્જીની કેવી અદભૂત સમાધિસ્થ દશા! દેહ પ્રત્યેનો કેવો અનાસક્ત ભાવ !!
- શ્રીમદ્ રાજચંદ્ર - પ્રેરક પ્રસંગો - પાનું ૨૮૯