Truth Circle: The Employer and the Help

The Employer and the Help

Mumbai

A native of Morbi, named Lallu, had been working as Shrimad Rajchandra’s domestic helper for many years. When Lallu was diagnosed with a malignant tumor, Shrimad decided to take complete care of him and nursed him till his very final moments. He would place Lallu’s head on his lap and stroke his hair gently.

Shrimad says, “When someone hires a domestic worker, their intention is to make him work more than what he is being paid for. Due to difficult financial circumstances and other limitations, the worker is unable to start his own business or pursue another profession. Although, he is capable of doing so, he does not have the capital to start with.

An employer, whose intention is to trick the helper into working more for lesser pay, is considered even more lowly and miserable than the helper himself. Therefore, a person who wishes their domestic help well, offers support when needed, shares the workload when the worker is overburdened and is compassionate, is the most ideal employer.”

- Inspirational Stories of Shrimad Rajchandra page 175

શેઠ અને નોકર

મુંબઈ

મોરબીનો વતની, લલ્લુ નામનો નોકર, ઘણાં વર્ષોથી શ્રીમદ્જીને ત્યાં કામ કરી રહ્યો હતો. મુંબઈમાં હતો ત્યારે તેને કૅન્સરની ગાંઠ નીકળી હતી. શ્રીમદ્જી તે લલ્લુ નોકરની જાતે સારવાર કરતા. પોતાના ખોળામાં તેનું માથું મૂકી અંત સુધી તેની સંભાળ તેમણે લીધી હતી.

શ્રીમદ્ કહેતા : "જ્યારે કોઈ શેઠ એક ગરીબ વ્યક્તિને નોકર તરીકે રાખે છે, ત્યારે તે શેઠ નોકરના પગાર કરતાં વધારે કામ લેવાની બુદ્ધિથી એની સાથે વ્યવહાર કરે છે. નોકર ગરીબ સ્થિતિમાં હોવાથી, તે વેપાર આદિ કરી શકતો નથી. જોકે તે માણસ વેપાર આદિ કરી શકે તેમ છે, પરંતુ ધંધો કરવા માટે મૂડી નહીં હોવાથી નોકરી કરે છે.

નોકર પાસેથી પગાર કરતાં વધારે લાભ મેળવવાની બુદ્ધિ રાખે, તો તે શેઠ નોકર કરતાં પણ વધારે દરિદ્ર, ભીખ માંગનાર જેવો પામર ગણાય. શેઠ જો નોકર પ્રત્યે એવી ભાવના રાખે કે આ પણ મારા જેવો થાય, શેઠ તેને જોઈતી સહાય કરે, નોકર પર કામનો ઘણો બોજો હોય તો તે વખતે તેને કામમાં મદદ કરે અને નોકર માટે હૃદયમાં અનુકંપા હોય તો તે શેઠ શ્રેષ્ઠ ગણાય.”

- શ્રીમદ્ રાજચંદ્ર - પ્રેરક પ્રસંગો - પાનું ૧૭૫