Ashrav Bhavana
Ashrav bhavana refers to the inflow of karma. Every moment of our lives, we are adding to our monumental pile of karma - both good and bad. The karmas stay bound to us and, in turn, bind us to countless cycles of births and deaths because karma can be neutralized only by going through its consequences, that is – the consequences of our thought, speech and action.
The law of karma works in clear and definite ways. It can be positive or negative. When we move, cook, use water or do any activity without ‘jayna’ (utmost care to prevent harm to other living beings around us), we attract karma. When we speak words that hurt or are false, we attract karma. When we think negatively or harbour negative emotions such as anger and jealousy, we attract karma. These are negative karmas.
When we think, speak or do good, we attract positive karma. According to Shri Bhagwati Sutra, positive karmas can be collected only voluntarily, unlike negative karmas which are accumulated even by the mere act of breathing. Like ceaseless rain, karma gets deposited on us every second (called ‘Kaarman varganaa’). In every breath, we kill microorganisms; with every step, we tread on invisible life forms; with every morsel of food and sip of water, we injure and destroy living organisms. This accumulation of karma, though not done consciously, harms us inasmuch as it harms other living beings. It is said that the Jain narration of karma is the most refined and elaborate among all religions.
Param Krupalu Dev Shrimad Rajchandra says this world is the outcome of our positive and negative karmas (punya and paap). Our body is the result of vasanaa (desire) or karma. We get our fleeting moments of joy, fame and success based on the karma arithmetic. It needs to be stressed that no karma bestows lasting peace or happiness. Karma follows the time-honoured cyclical principle – our endless entrapment in this cosmic web leads to desires; desires lead to thoughts, emotions and deeds that settle around our consciousness as layers upon layers of karma.
While the binding of karma through speech and action is generally well understood, we commonly overlook the fact that every thought is energy imbued with a positive or negative charge. Our thoughts are potent and create karmic atoms. It is therefore equally vital to monitor our thoughts as well.
For instance, forming a judgment about something or somebody is limiting that thing or person. At the same time, it causes us to form a positive or negative karma. While nobody is defined by our opinion of him or her, our karma stays with us and causes us pain or happiness. The happiness it causes us is also pain in the long run as it is momentary, distracts us from our sadhana and draws us into the deceptive world of momentary gain.
According to ‘Bhavanabodh’, there are 57 sources of karmic inflow – through our five senses, five vices of indiscipline, four vices of the mind- anger, ego, attachment and greed, and then, every single activity of the body, mind and speech. The type of karma we attract depends on its category and gravity. Having faced the onslaught of heavy karma several times, all of us are aware of the frightening quality of karma to sometimes tear our lives asunder. Just as heavy rainfall causes a pond to overflow and muddies the ground, a high-octane attack of karma from all sides can frighten, baffle and confuse a soul.
A bee by his love for fragrance, a butterfly by his weakness for external beauty, and a fish by its greed for food face the prospect of self-annihilation but cannot overcome their nature and save themselves. Are we too similarly paralysed in thought that we cannot do anything to avoid the lethal blows of our karma?
We, as ‘sangni’ (sentient and rational) human beings, can avoid the repercussions of karma by keeping a constant vigil on our thought, speech and action; by avoiding injury, hurt or death of visible and invisible organisms around us; by continuous introspection on the cause of our karma- whether we are getting carried away by our senses, whether we are slipping deeply in our sansaric or worldly activities, whether we are getting swayed by worldly issues.
When we stop reacting to the world, we understand how to respond. That paves the way to enlightenment, which is a state of being where karmas go on the backfoot. An enlightened soul collects no karmas. Shrimadji has said, “This world is full of misery. Enlightened souls act to surpass this ocean of misery, attain salvation and dwell in eternal bliss.”
Being with Param Pujya Bhaishree enables us to absorb some of his greatness by sheer osmosis. His mere presence instills a detached state of mind within us; a mere glance at him stills our questioning and agitating mind; listening to him quietens the mental and emotional storms brewing within. What better way to stem the karmic tide than to take full advantage of our good fortune?
Once Pujya Saubhagbhai’s son, young Manilal, demanded to see a play. Shrimadji took him to the window and pointed out the scenes outside: men sitting on a horse carriage, a beggar, poor and ailing people, etc. and told him to watch the real “play of karma” unfolding before him.
Each time we are born, we die. Each birth, we create and build a world steeped in desire, ambitions, and emotions. Then comes the moment when all of it is snatched away and we go on to build another world at another place. A wise person seeks and works on the way out. Freedom from karma is possible but first, let’s dwell on its cause and avoid them.
આશ્રવ ભાવના
જીવના શુભાશુભ અધ્યવસાય તે ભાવ આશ્રવ છે. તેથી જે કર્મો બંધાય છે તે દ્રવ્ય આશ્રવ છે.
કર્મ જ્યારે આત્માને ઘેરી વળે, આવરી લે તેને આશ્રવ કહેવાય. જેમ કોઈ રાજા પોતાના કિલ્લામાં છે અને દુશ્મનની સેના તે કિલ્લાને ચારે દિશાઓથી ઘેરી લે છે તેમ કર્મ આપણા આત્માને ઘેરી લે છે. સૂર્ય છે પણ વાદળનું આવરણ આવી જાય તો તેનો પ્રકાશ ઢંકાયેલો રહે છે તેમ કર્મ આવીને આત્માની શક્તિઓને આવરી લે છે. જાણતાં કે પછી અજાણતાં, આપણો આત્મા સતત કર્મથી બંધાઈ રહ્યો છે.
અજ્ઞાન ને કારણે કર્મ બાંધીએ છીએ ત્યારે ખ્યાલ આવતો નથી. એવુ લાગે છે કે કર્મ દેખાતા નથી પણ ધારેલું શરીર અને તે દ્વારા જે કઈ આત્મા ભોગવટો કરે છે તે બધુ જ કર્મ છે. અનુભવથી તે કર્મોનું ફળ સ્પષ્ટ વેદાય છે.
કર્મ ભારી અને કઠોર છે, તે આત્માને પીડા આપે છે અને ઉર્ધ્વ ગતિ નથી કરવા દેતા. જો વહાણમાં છિદ્ર હોય તો પાણી અંદર પ્રવેશી જાય છે અને તે પાણીનું વજન વહાણને ડૂબાડી દે છે તેવીજ રીતે આશ્રવ છે તે છિદ્ર છે જે દ્વારા કર્મ આત્મા સુધી પહોંચી જાય છે. અનંત કર્મો ભોગવવાના બાકી છે તેમાં વળી નવા ઉમેરાતા જાય છે. તે શુભ અને અશુભ કર્મો એટલે કે પુણ્ય અને પાપને ભોગવવા માટે, કર્મની વિવિધ પ્રકૃતિઓ અનુસાર જન્મ મરણ કરવા પડે છે. ભવભ્રમણનું આ ચક્ર અનંત કાળથી આ રીતે ચાલુ જ રહ્યું છે. જીવ એકાંતે દુઃખ ભોગવી રહ્યો છે. ભોગવ્યા વગર, તે કર્મોથી કોઈ છૂટી શક્યું નથી. મન, વચન અને કાયાની વર્તનાનું આ ફળ છે. જેવું કરીએ તેવું ભોગવીએ, આ અફર નિયમ છે. તે નિયમમાંથી કોઈ બચી શકતું નથી.
કર્મના સિદ્ધાંતો આ જગતને યથાયોગ્ય રીતે ચલાવે છે. કર્મના સિદ્ધાંતો સરળ અને સ્પષ્ટ છે. તેને સુવ્યવસ્થિત સમજીને જો આપણે જયણા પૂર્વક જીવન જીવીએ તો આત્માને મુક્ત કરવો અઘરો નથી. શુભ કર્મો જીવને શાતા ઉપજાવે છે તો અશુભ કર્મો અશાતા. યાદ એ રાખવાનું છે કે, જીવ ત્યારે જ મુક્ત થાય છે જ્યારે તે કર્મ રહિત અવસ્થાને પ્રાપ્ત કરે છે. શુભ કર્મ દ્વારા જીવને એવી બાહ્ય સુવિધાઓ પ્રાપ્ત થાય છે કે જેથી તે ધર્મ પુરુષાર્થ કરી શકે પણ અંતે મોક્ષ થવા માટે તેનાથી પણ જીવે છૂટવું જ પડે છે.
કોઈ પણ કાર્ય આપણે કરીએ ત્યારે તે જાગૃતિ સહિત થવું જોઇએ. રસોઈ બનાવીએ, પાણીનો ઉપયોગ કરીએ, ચાલતા હોઇએ, ધંધો, વ્યાપાર કે વ્યવહારાદિ કરતાં હોઈએ અથવા તો કંઈ પણ પ્રવૃત્તિ કરતી વખતે, હિંસા નથી થતી ને? તે સભાનતા હોવી અત્યંત આવશ્યક છે.
દરેક જીવાત્મા માટે પ્રેમ અને આંતરિક ફિકર હોવી ખૂબ જરૂરી છે. જગતના તમામ જીવો સાથેની નિર્પેક્ષ અને નિઃસ્વાર્થ મૈત્રી, વિશ્વવત્સલ ભાવ, તે અહિંસા ધર્મનો પાયો છે. કર્મોથી બચાવી લે એવો આ કલ્યાણકારી ભાવ છે.
કર્મના બચવા માટે કોઈને દુઃખ પહોંચે એવા અથવા તો અસત્ય વચન ન બોલાઈ જાય તેની કાળજી લેવી. મનમાં ઈર્ષ્યા, કષાય તેમજ વેર જેવાં ભાવો ન થવા દેવા અને જો થાય તો તુરંત તે જીવો પાસે ક્ષમા માંગી લેવી.
અંતરના ભાવો, કાર્યનો આશય તેમજ તે કરવાની રીત ઉપર બધું નિર્ભર છે. જીવ પોતે જ પોતાનું ભવિષ્ય ઘડે છે. શુભ વિચારો, ભાવો અને આચરણ શુભ કર્મને આકર્ષવા માટેનું નિમિત્ત બને છે, તો અશુભ વિચારો, ભાવો અને આચરણ અશુભ કર્મને આકર્ષવા માટેનું નિમિત્ત બને છે. અંદરથી જાગેલા હોઈએ તો મન શું કરી રહ્યું છે તેની ખબર પડે. ગતિશીલ જીવનની ધમાલમાં, આ જગતમાં શું થઈ રહ્યું છે તે જાણવામાં, શરીરના સુખ અને શાતાની ચિંતામાં, પૌદ્દગલિક સુખની ઇચ્છાઓ ને તૃષ્ણામાં આ અંતર જાગૃતિ વિસ્મૃત થઈ જાય છે અને તેથી આત્માએ ખુબ ઊંચી કિંમત ચૂકવવી પડે છે.
ભગવતી સૂત્ર વાંચતા સમજાય છે કે પુણ્ય માટે પુરુષાર્થ કરવો પડે છે જ્યારે શ્વાસોશ્વાસ લેવા માત્રથી અશુભ કર્મ બંધાય છે. અવિરત મેઘની વૃષ્ટિની જેમ આત્મા સતત કર્મથી લેપાતો જ રહે છે. મન, વચન અને કાયાના યોગ દ્વારા કંઈ પણ કરીએ તેથી કર્મ બંધાય છે. શરીરમાં આત્મબુદ્ધિનો ભાવ એ જ મિથ્યાત્વ છે અને તેથી આશ્રવના દ્વારો ખુલ્લા રહે છે. તે દ્વારોમાંથી કર્મ અંદર પ્રવેશી આત્માને આવરી લે છે. જિનેશ્વર ભગવાને જે ધર્મને પ્રગટ જણાવ્યો તેને ગણધરોએ આગમોમાં વિસ્તૃત સ્વરૂપે સમજાવ્યો છે. તેની સૂક્ષ્મ સમજણ લેતાં ખ્યાલ આવે છે કે, વીતરાગનું વિજ્ઞાન કેટલું સાચુ, સચોટ અને સમ્પુર્ણ છે. તમામ તર્કો અને પ્રશ્નોના જવાબ તેમાં મળી જાય છે. આપણી શ્રદ્ધા અને આપણો સમર્પણભાવ આ સમજણ લીધા પછી પરિપક્વ બને છે. કર્મ શાસ્ત્ર ખૂબ ગહન છે. જૈન શૈલી ઉત્તમોત્તમ છે. સદગુરુ આશ્રયે તે કર્મ વિજ્ઞાનને આપણે પૂર્ણ રીતે સમજી શકીએ છીએ.
પરમ કૃપાળુ દેવ શ્રીમદ્જી એમ કહે છે કે, આ આખુંય જગત શુભ અને અશુભ કર્મમાંથી સર્જાયેલું છે. દરેક આત્મા પોતનું જગત પોતે રચે છે. જે દેહ ધારણ કરીએ છીએ તે કેટલીએ વાસનાઓ તેમજ ઇચ્છાઓનું ફળ છે. યશ, કીર્તિ, નામના, સુખ કે પછી અપયશ, બદનામી અને દુઃખ તે પણ આ જ કર્મોનું ફળ છે. કોઈ પણ ફળ લાંબુ ટકી શકતું નથી. તેની આવરદા પૂરી થાય એટલે તે ચાલ્યું જાય છે. તે જવા માટે જ તો આવે છે, પણ જીવ તેને સમભાવે ભોગવી જાણતો નથી એ જ મુશ્કેલી છે. જૂનું ભોગવાય તે પહેલાં તો નવું બાંધી લે છે. પર-પદાર્થની ઇચ્છા કરી, તે ઈચ્છાને પૂર્ણ કરવા માટે મન વિચારપૂર્વક આયોજન કરે છે અને તે વિચારોમાંથી અનેક પ્રકારના શુભ અને અશુભ ભાવો આત્મા ભાવે છે. તે વિચારો, ભાવો અને આચરણ થકી જે કર્મો આકર્ષાય છે તે આત્માની ઉપર રજકણોની જેમ ચોંટી જાય છે અને ઉદય પ્રમાણે ફળ આપે છે.
શરીર કરતા વધારે કર્મો આપણે વચન દ્વારા અને વચન કરતાં અનંતગણા કર્મો મન દ્વારા બાંધીએ છીએ. વચન, ઉદ્દગારો તેમજ દેહ દ્વારા થતું આચરણ સ્થૂળ છે, તેની નોંધ જીવ પોતે તથા અન્ય વ્યક્તિ પણ લઈ શકે છે, પણ મન ગુપ્ત રીતે કાર્ય કરતું રહે છે. દુર્ભાગ્ય છે કે પોતાનું મન શું નખ્ખોદ વાળી રહ્યું છે, કેટલા અધિક કર્મો બાંધી રહ્યું છે તે મોટા ભાગના જીવોને ખબર હોતી નથી. દરેક વિચાર સારી કે ખરાબ ઊર્જાથી ભરેલો હોય છે. તેની અસર આ જગતમાં અને સ્વયંના આત્મા ઉપર વર્તાય છે. તેના ઘાતપ્રત્યાઘાતો પોતે તેમજ અન્યએ ભોગવવા પડે છે. વર્તમાન પત્ર વાંચતા કે ટીવી ઉપર સમાચાર સાંભળીને કેટલાક ભાવો ઉઠતાં રહે છે. અન્ય વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિ માટે અભિપ્રાયો બંધાય છે તેથી એ વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિ આપણા માટે સીમિત બની જાય છે. આપણી માન્યતાથી અન્ય કોઈ આપણે ઇછીયે એવો થઈ જતો નથી. એવા અભિપ્રાયો માત્ર આપણા અહમને પોષે છે. પૂર્વગ્રહ સાથેનું જીવન વલણ યથાયોગ્ય વ્યવહાર કરવા દેતું નથી. વિચાર ખરેખર વિસ્ફોટક છે. વિચારમાં ખૂબ શક્તિ રહી છે અને તે વિચારો પરાક્રમી પૂરવાર થાય છે. શુભ વિચાર પુણ્યાશ્રવનું નિમિત બને છે જ્યારે શુદ્ધ વિચાર તો નિર્જરાનું કારણ બને છે. અપવિત્ર મન, ધ્યાન સાધનામાં સ્થિર થઈ શકતું નથી. તે અશાંતિ અને અસમાધિ સ્વરૂપે પરિણમે છે.
ભાવનાબોધમાં શ્રીમદ્જીએ આલેખેલ છે કે જિન દર્શન પ્રમાણે ५७ રીતે કર્મ પ્રવેશી રહ્યા છે. દ્વાદશ અવિરતિ, ષોડશ કષાય, નવ નો-કષાય, પંચ મિથ્યાત્વ અને પંચ-દશ યોગ, એ સઘળાં મળી સત્તાવન આશ્રવદ્વાર એટલે પાપને પ્રવેશ કરવાનાં પ્રનાળા છે. ઇન્દ્રિયના વિષય સ્વરૂપ આત્મા થાય તો તે કર્મબંધનો હેતુ છે. તીવ્રરસે, મંદરસે આત્માના પરિણામ અનુસાર કર્મનું બંધન થાય છે.
બંધના ચાર પ્રકાર છે: પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ અને રસ બંધ. સ્થિતિ એટલે કે તે કર્મ કેટલા કાળ સુધી ભોગવવું પડશે અને જે રસે કરીને તે બાંધ્યું છે, તેટલું તે અધિક પીડા અને દુઃખ આપે છે. પ્રદેશ બંધ છે તે આત્માના પ્રદેશો ઉપર કર્મ પુદ્દગલોનું જોડાણ છે. એ ત્રણે બંધના સરવાળાનું નામ પ્રકૃતિ બંધ છે. જ્યાં જ્યાં મારાપણાનો, મોહનો ભાવ છે ત્યાં ત્યાં કર્મબંધનો હેતુ છે.
મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ કર્મબંધના પાંચ કારણ છે.
મિથ્યાત્વ: એટલે દેહમાં આત્મબુદ્ધિ.
અવિરતિ: દેહભાવે તન્મયાત્મકપણે જીવન જીવવું. આસક્તિ સાથે પરભાવમાં જોડાઈને રહેવું.
પ્રમાદ: અંતરની અજાગૃતિ. આત્માની વિસ્મૃતિ.
કષાય: અજાગૃત જીવન જીવતા ક્રોધ, માન, માયા અને લોભના ભાવો થવાં.
યોગ: રાગ, દ્વેષ અને કષાય ભાવોને કારણે આત્માના પ્રદેશોમાં કંપન થવું. ભાવબંધ અને તેને કારણે થતો દ્રવ્યબંધ.
મનુષ્ય પાસે સંજ્ઞી મન છે. એવું મન કે જે સંવેદના સાથે યથાયોગ્ય વિચાર કરવાની સમર્થતા ધરાવે છે. જો ધારીએ તો આપણે ધ્યાન રાખીને જવાબદારી સાથે આપણા મન, વચન અને કાયાના યોગને સંભાળીને ઉપયોગપૂર્વક વિવિધ પ્રવૃતિઓમાં જોડાઈ શકીએ એમ છીએ.
દેખાતા કે ન દેખાતા જીવોને આપણે દુઃખ કે પીડા ન પહોંચાડીએ, શાસ્ત્રોને વાંચી, ગૃહસ્થના ધર્મને બરાબર જાણી ઓછામાં ઓછી હિંસા થાય એવું જીવન જીવવાના પ્રયત્નો કરીએ તે અત્યંત જરૂરી છે. રોજ રાત્રે સૂતાં પહેલાં દિવસ દરમ્યાન થયેલી ઘટનાઓ વિચારીને પોતે કરેલા દોષોનો વિચાર કરી જોવો. ઇન્દ્રિયોના વિષયો દ્વારા હું કેટલો અધિક પ્રલોભિત થયો? કષાયજન્ય પરિણામો કેટલા કર્યા? સંસારમાં હું મોહભાવ સાથે કેટલો તણાયો? મનમાં કેવા વિચારો અને ભાવો ચાલ્યાં ? શું વાણી દ્વારા હું મીઠું અને સત્ય વચન બોલ્યો હતો ખરો? અનેક રીતે આત્માને તાવી જોવો. અને ભૂલ-અપરાધ થયા હોય, તો તે દોષ ફરી ન થાય તેની કાળજી લેવી, તેવો સંકલ્પ કરવો.
આંતરિક સ્થિરતા જો કેળવાય તો આપણે બાહ્ય પરિબળો દ્વારા જલ્દીથી પ્રભાવિત નહીં થઈએ અને પૂ. ભાઈશ્રીની જેમ શાંત રહી વિચારીને પ્રતિભાવ આપીશું.
પર્વાતારોહણ કરતો વ્યક્તિ જ્યારે પગલું માંડે તે પહેલાં અનેક રીતે જમીન તપાસી લે છે અને પછી પગલું માંડે છે તેમ મોક્ષનો સાધક કોઈ પણ કાર્ય કરતાં પહેલાં અહિંસાનો વિચાર કરીને કાર્ય કરે છે. જો આ રીતે જીવન જીવાય તો ચોક્કસ આપણો આત્મા મુક્તિના સોપાનો ચઢતો જ જશે.
દુ:ખ અને શોકથી આ સંસાર ભરેલો છે. જ્ઞાનીપુરુષો જ્ઞાનભાવનો આશ્રય લઈને તેને તરી જવાના પુરુષાર્થમાં અવિરત જોડાયેલાં રહે છે. અંતે મોક્ષને પામી સાદિ-અનંત સુખમાં સ્થિર થાય છે.
ભાઈશ્રીની નિશ્રામાં રહેવું એ એક મોટી તક છે. તેમને માત્ર પ્રેમ અને અહોભાવથી નિહાળીએ તો ઘણાં ગુણો આપણા ચારિત્રમાં સહજ પ્રગટ થવા લાગે. આપણું વિચલિત અને શંકાશીલ મન શાંત થઈ જાય. લૌકિક ભાવો આપોઆપ ઓસરવા લાગે અને ઉત્તમ આધ્યાત્મિકતા આપણી અંદર વ્યાપવા લાગે. એમના શીતળ સુધામય વચનોમાં એવી શક્તિ છે કે તે આપણી અંદર ચાલતા તોફાનોને, ઉશ્કેરાટને ઉપશમાવી દે છે. સાંસારિક મોજું ફરી ફરી આવે છે અને મોહજનિત જીવોને ડૂબાડી દે છે, પણ ભાઇશ્રીનું અનન્ય શરણ તેમની આજ્ઞા તેમજ તેમના ઉપદેશની પ્રાપ્તિ થતાં આપણે તે સંસાર સમુદ્રને સ્વસ્થતાપૂર્વક સહજ રીતે તરી જઈશું.
પ પૂ ભાઇશ્રી ધીરજ રાખીને વિવેકપૂર્વક બધાં કાર્યો કરે છે. ક્યાંય ઉતાવળ નહીં. સ્થિર, ગંભીર અને વિચારપૂર્વક તેઓ નિર્ણય લે છે અને સાવચેતીભર્યું ડગલું માંડે છે. માટે તેમનું દરેક કાર્ય યોગ્ય રીતે થાય છે.
એક વાર પૂજ્ય સૌભાગ્યભાઈના પુત્ર મણિલાલ મુંબઈમાં શ્રીમદ્જી સાથે હતા. મણિલાલભાઇને દેશી નાટક જોવાની ઇચ્છા થઈ અને તેમણે પરમ કૃપાળુદેવ પાસે જાહેર કરી. શ્રીમદ્જી તેમને ઘરની બારી તરફ લઈ ગયા. બારીની બહારના દ્રશ્યો મણિલાલભાઇને દેખાડ્યાં. કોઈ ભિખારી ભીખ માંગી રહ્યો હતો. કોઈ ગરીબ રોગનો ભોગ બનેલો હતો. કોઈ ઘોડાગાડીમાં સવારી કરી રહ્યું હતું. પછી શ્રીમદ્જીએ કહ્યું કે, આ સંસાર સ્વયમ એક નાટક છે. અહીં દરેક આત્મા પોતાના કર્મો અનુસાર પાત્ર ભજવી રહ્યો છે, કર્મને ભોગવી રહ્યો છે. આ સંસારમાં બધે કર્મનો ખેલ જોવા મળે છે.
જે જન્મ લે છે તેને અવશ્ય મરવું પડે છે. જન્મ અને મરણ વચ્ચેના સમય દરમ્યાન સંસારિક ધ્યેયો, ઇચ્છાઓને પૂર્ણ કરવામાં જીવન પૂરું થઈ જાય છે. તે ધ્યેયોને પૂર્ણ કરવામાં જે શુભ, અશુભ પરિણામો થાય છે અને તેથી પાપ અને પુણ્ય જે ભેગું થાય છે, માત્ર તે જ સાથે આવે છે. કદાચ ધારેલું બધું પ્રાપ્ત થાય તો પણ ત્યાં મૃત્યુ આવીને ક્ષણમાં બધું છીનવી લે છે. સમજુ જીવો, સંસારનું આવું સ્વરૂપ જાણીને વિચારપૂર્વક વર્તે છે. તેઓ મોક્ષનો માર્ગ શોધી લે છે. સતદેવ, સદગુરુ અને સતધર્મના આશ્રયે યમ નિયમ પાળીને સંયમી જીવન જીવી તમામ આશ્રવના દ્વારોને બંધ કરી નિર્મળ જીવન જીવી મુક્ત બને છે.
Further Insights
Our scriptures say that countless units of time (samay) pass in the blink of the eye. Param Krupalu Dev Shrimad Rajchandra, in his writings, and Param Pujya Bhaishree, in his discourses, urge us to not waste even a single samay in ‘pramad’ (pursuit of any activity other than spirituality). Every moment spent in ‘pramad’ leads to the binding of karma. If we are offered the choice between flinging mud on our faces and cleansing our face bit by bit, which one would we prefer? A worldly man cannot neglect his duties to himself or others. While doing so, we need to work on ourselves so that we remain free of the mud of attachment in whatever we do. Lord Mahavir has said that an unenlightened person has to assume millions of lives to shed their karma whereas an enlightened person wipes out large swathes of karma in a single moment.
धूली णेहुत्तुप्पिदगत्ते लग्गा मलो जहा होदि ।
मिच्छत्तादिसिणेहोल्लिदस्स कम्मं तहा होदि ।।
- Bhagvati Aradhana (1717)
The way dirt sticks to grease and gets deposited as waste on our body, karmic particles stick to the grease of mithyaatva (delusion of the material world being the real world), indiscipline and vices and form ashrav on our soul.
આપણા શાસ્ત્રો એમ કહે છે કે, આંખના પલકારામાં અગણિત સમય પસાર થઈ જાય છે. ભગવાન મહાવીર, શ્રી ગુરુ ગૌતમ સ્વામીને કહે છે કે, “ હે ગૌતમ સમય માત્રનો પ્રમાદ કરીશ નહીં. પ.કૃ.દેવ પોતાના પત્રોમાં તેમજ પરમ પૂજ્ય ભાઈશ્રી તેમના સ્વાધ્યાયમાં એ જ ઉપદેશને ફરી ફરી દોહરાવતા કહે છે કે એક સમયનો પ્રમાદ પણ કર્માશ્રવનું કારણ બને છે. અતિ દુર્લભ મનુષ્ય ભવ પ્રાપ્ત થયો છે તો મોક્ષ સિવાયના અન્ય પુરુષાર્થને ગૌણ કરી દો.
ધારી લો કે તમારી સામે બે વિકલ્પ છે. પહેલો, નીચેથી માટી ઉપાડીને પોતાના ચહેરા ઉપર નાંખતા રહેવાનો અને બીજો કે ચહેરા ઉપર રહેલ પરસેવો તેમજ જામેલા મેલને વ્યવસ્થિત રીતે સાફ કરી નાંખવાનો, તો કહો તમે કયો વિકલ્પ પસંદ કરશો?
સંસારી આત્માએ પોતાની વિવિધ ફરજો પૂરી કરવી જરૂરી છે પણ તે ફરજો પૂરી કરતાં સભાન રહેવું, અંદરથી જાગૃત રહેવું એ અત્યંત આવશ્યક છે. હું અને મારાપણાના મોહ ભાવની રજને આપણે પોતાના આત્મા ઉપર ઉડાડતા નથી ને? ધ્યાન રાખવું કે આપણો આત્મા કર્મથી કલંકિત ન થાય.
ભગવાન મહાવીર કહે છે કે, અનંત જન્મો લે તો પણ અજ્ઞાની પોતાના કર્મોથી મુક્ત થઈ શકતો નથી જ્યારે જ્ઞાની એક પળમાં અનંત કર્મોની નિર્જરા કરવા સમર્થ છે.
धूली णेहुत्तुप्पिदगत्ते लग्गा मलो जहा होदि ।
मिच्छत्तादिसिणेहोल्लिदस्स कम्मं तहा होदि ।।
ભગવતી આરાધના (१७१७)
શરીર ઉપર જો તેલની ચીકાશ હોય તો મલિન રજ ચોંટી રહે છે, બરાબર તેવી જ રીતે મિથ્યાત્વની ચીકાશને કારણે કર્મની રજ આત્માને આવરી લે છે. દેહ તેમજ માયાવી જગત, બન્ને અનિત્ય અને પર છે. તેને નિત્ય અને પોતાનું માનીને જીવવું એ જ અજ્ઞાન છે, રાગ અને દ્વેષની આ જન્મભૂમિકા છે, આશ્રવનું એ પ્રથમ દ્વાર છે.