Contemplate to Realise

Dharmadurlabh Bhavana - Contemplation of the rarity of a guru who preaches true religion. ધર્મદુર્લભભાવના

Dharmadurlabh red-05.jpg
 
Bhaishree giving Swadhyay.jpg
Dharmadurlabh bhavana
ધર્મના ઉપદેશક તથા શુદ્ધ શાસ્ત્રના બોધક એવા ગુરુ અને એવું શ્રવણ મળવું દુર્લભ છે એમ ચિંતવવું તે બારમી ધર્મદુર્લભભાવના.
- શ્રીમદ્દ રાજચંદ્ર, વચનામૃત

Transliteration:
Dharma na updeshak tatha shuddha shaastrana bodhak eva guru and evu shravan malvu durlabh chhe em chintavvu te baarmi dharmadurlabhbhavana.

Translation:
It is rare to meet a guru who preaches (true) dharma and pure scriptures, and to have the opportunity to listen to such it. Such contemplation is the twelfth Dharmadurlabh bhavana.
— Shrimad Rajchandra, Vachanamrut

Dharmadurlabh Bhavana

A true religion is one that fulfils the core purpose of human life – one that guides us towards self-realisation. It helps us filter the right from the wrong and gets us on the spiritual track. A true religion is, therefore, a prized asset in our spiritual quest. Because it is rare, only a few are blessed to receive it.

Jain scriptures, with their consistent focus on the soul, map the path to salvation with great clarity.

Shrut shastras expound the path for a true seeker while Charitra shastras expounds the dharmic dos-and-dont’s for a monk or a seeker who has renounced the world. These shastras provide material for deep contemplation.

Dharma is not just true religion, it is the repository of methodologies for correct  thinking and behaviour. Dharmic concepts that uphold the world order include samyam (self-control), kshama (forgiveness), mardava (humility), arjav (straight-forwardness), shauch (purity), satya (truth), tapa (penance and austerity), tyaag (renunciation), akinchanya (absence of attachment), brahmacharya (chastity and celibacy).

Each of these concepts have been elaborated upon in depth in our texts. Reflecting upon them can greatly cleanse our mindspace and refine our spiritual sensibilities. While the scriptures and sayings of great men point us in the right direction, these tools can take us only so far. Therefore, for the purposes of guiding us, the scriptures advise us to find a true guru. For, it is the guru who shines a light on the way to liberation. Only he can hold our hand and take us to our destination.

hold_my_hand_100_img_challenge_by_totalmayhem-d45xwj2(1).png

All the true religions of the world agree on their singlemost common edict: find a true guru.

The guru is our ultimate guide in that one journey that will end all journeys. Without a guru, we are blind bats flapping aimlessly in the dark and dank maze of sansar, desperately seeking happiness but uncovering only misery at every turn.

bat-inline.jpg

An interesting story that is perhaps apocryphal drives home the significance of a guru. It is said that when Swami Vivekananda first visited his guru, Ramakrishna Paramahamsa, he asked, “I have read the Bhagavad Gita and other scriptures several times, I lecture and give discourses on the Gita and Ramayana. Why do I still need a guru?”  Ramakrishna did not reply.

Holytrio_6x8_300dpi.jpg
Swami-Vivekananda-Complete-Biography.jpg

After a few days, Ramakrishna handed him a parcel to be delivered in a nearby village by sea. Vivekananda agreed. A boat and a sailor were provided to him. He set out early. As he sat on the boat, he realised he did not know the way to the village. Nor did the sailor. Vivekananda went back to his guru to ask him the way to the village.

Boat Kerala India_20090303103144.jpg

Ramakrishna told him, “Narendra, this is my answer to the question you asked me when we first met. Today, you have the medium (the boat), you have the resource (the sailor), you have the way (the sea), you know what to do (deliver the parcel), you also know where to go but you don't know the way. Similarly, you’ve read all the scriptures, and you conduct discourses on them. However, to realise the wisdom of scriptures one needs a guru, someone who has already traversed that path so that he can guide you through the journey and encourage you to not give up.”

We have the texts but without practical guidance, we are rudderless. Without the right guide, we may not learn the right thing. On the spiritual path more than any other, the guru holds the key to our liberation for the following reasons:

1.     The guru has that rare experience of the self that we so covet. He is one of the very few to have been so enriched. His knowledge stems from personal experience. And in the world of spirituality about which we know nothing,  his expert navigation takes us from ignorance to knowledge.

2.     The guru is the embodiment of spiritual essence. To the disciple, the guru is the exemplar, a role model. The guru not only correctly interprets the scriptures for us, he lives those teachings. He is proof of the possibility of self-realisation. Observing him makes it easy not only to understand the path but also to implement it.

3.     The guru protects. As with any other path, there are pitfalls in the spiritual path too. Without the guru, we might slip, falter or get distracted. Staying  connected with the guru and his teachings keeps us anchored steadfastly to our goal and sheltered from our own mental frailty.

4.     The guru is our channel to God or salvation. It is through him that we can reach God. It is through him that we can be released from the life-sucking mire of unhappiness. As Kabir sang, if God and guru were to present themselves before us, our first salutations would be to the guru. For it is he who takes us to God. Without him, we would stay where we are.

Dharma alone relieves our pain accumulated over lifetimes, and it is best obtained from a gnani (knowledgeable seer). In all his writings and letters, Param Krupaludev Shrimad Rajchandra has relentlessly stressed upon the compelling need for a Satguru in a seeker’s life. He says that if the guru is ideal, he will seat you in the boat of true religion and steer you across the tumultuous ocean of lives. Only with a true guru can we acquire the philosophical understanding of the nature of reality.

"ગુરુ જો ઉત્તમ હોય તો તે ભવસમુદ્રમાં નાવિકરૂપ થઇ સદ્ધર્મનાવમાં બેસાડી પાર પમાડે. તત્ત્વજ્ઞાનના ભેદ, સ્વસ્વરૂપભેદ, લોકાલોકવિચાર, સંસારસ્વરૂપ એ સઘળું ઉત્તમ ગુરુ વિના મળી શકે નહીં." (વચનામૃત, પૃ. 65)

A similar saying, “क्षणमपि सज्जनसंगतिरेका भवति भवार्णवतरणे नौका” tells us that even a momentary meeting with a self-realised soul could become the boat to  help us cross the ocean of worldly existence (into bliss).

Hinduism propagates three paths to salvation: gnana, karma and bhakti. The first is through scholastic knowledge, such as Vedanta . The second is through impeccable conduct, such as Yoga. The third is through pure devotion. In bhakti, the other two paths blend seamlessly as devotion to a Guru naturally leads to the manifestation of right knowledge and right conduct.

Param Pujya Bhaishree explains that only a guru can evaluate our spiritual progress. Only he can confirm that we have achieved self-realisation if and when we do. Our intellect is incapable of making this judgment call.

A spiritual master uplifts many. Four of Shrimadji’s highly evolved disciples who were personally guided to their goal were Shri Sobhagbhai from Sayla, who told Shrimadji 11 days before he left his body about his exhilarating experience of the body and soul as separate entities, Shri Laghuraj Swami, a Jain monk who achieved self-realisation at the age of 44 under Shrimadji, Shri Ambalalbhai from Khambhat who served and cooked for Shrimadji, and Shri Joothabhai from Ahmedabad.    

in-fo-idar-bodh.jpg

Each of the four disciples were men of great spiritual integrity and thirst. It was their enthusiasm and zeal for the truth that enabled them to appreciate the value of the knowledge that they had the privilege of having access to.

If finding a guru is rare, recognising a guru is rarer. If we are twice blessed in having crossed this obstacle as well, our life becomes a simple journey of doing just as the guru says - following his every word, his every command, his every teaching. If we wish to break free of the cycle of births and deaths, it’s available only and only in the lap of our aagnas and at the feet of our guru.

PPB.jpg

After finding Param Pujya Bhaishree at long last and after having been accepted in his compassionate circle of grace with our warts and all, nothing should stop us from following his footsteps. The world and this birth has to be cared for but in a disinterested way. We do our duties but always as a seeker, dispassionately, without involvement.

Each time we falter and slip into the fatal attractions of this world, we need to remember we are only prolonging our agony. A slip on a tightrope can lead to a fall but this slip could cost us several thousand lifetimes more. And there’s no way of knowing if we will ever find a Sadguru again. Are we ready to pay the price?

thumb.php.png

Shrimad has said, “Guru thavu te maha jokhamdaarinu kaam chhe. (It’s a hazardous job to be a guru).” P P. Bhaishree has, with immense compassion, accepted this burdensome risk for our sake. Are we ready to end our hazardous existence by surrendering, giving of ourselves completely? The guru gets nothing in return; he wants nothing. After all, what can we give him that he does not have?  Let’s bow in complete devotion; let’s surrender ourselves, for, in this surrender, lies our victory.

Patanjali Yoga Sutra says, “If you think of the one who has gone beyond the cravings, the one who is liberated from cravings, your mind also gets those qualities. It begins to feel the peace, feel the quietness.”

Let’s feel his grace, his peace.

“Tumse o Jodi, tumse o Jodi, Sanchi preet hum tumse o jodi

Tumse o Jodi, avar sang todi, tumse o Jodi, tumse o Jodi”

     

ધર્મદુર્લભભાવના

સાચો ધર્મ એ જ કે, જેને પાળતાં જીવ દર્શનમોહને તોડી, ગ્રંથિભેદ કરી, આત્મસાક્ષાત્કાર  પામે છે. પ્રાપ્ત થયેલો અતિ દુર્લભ મનુષ્ય ભવ જેથી સાર્થક થાય છે, એવા ધર્મતત્વને જાણતાં, સત્ય દ્રષ્ટિ ખીલે છે.  જ્ઞેયને જાણી જીવ હેય અને ઉપાદેયનો યથાર્થ વિવેક કરી શકે છે. અધ્યાત્મના માર્ગે ચાલતા સાધક માટે જડ અને ચૈતન્યનો વિવેક જગાડતો એવો ઉત્તમ ધર્મ એ મોક્ષ સુધી લઇ જનારો રાજમાર્ગ છે, અનંતને પામવાનો આધાર છે. બોધિદુર્લભકાળમાં આવા અમૂલ્ય ધર્મની પ્રાપ્તિ બહુ થોડા જીવોને થાય છે.  

અનંત ચોવીશીથી ચાલ્યો આવતો, જિનેશ્વરોએ પ્રરૂપેલો જૈન ધર્મ દુર્લભ હોવા છતાં શાશ્વત ધર્મ છે. કર્મથી મુક્ત થવાનો માર્ગ તેમાં સાવ સ્પષ્ટ છે. ગણધરોએ રચેલા આગમોમાં તે જળવાયેલો છે. ઉત્તરોત્તર થઇ ગયેલા મહાપુરુષોએ આગમોના તેમજ આત્મઅનુભવના આધારે અનેક શાસ્ત્રો લખ્યાં અને તેથી  પરમશ્રુતનો અમૃતસાગર  હરહંમેશ લહેરાતો રહ્યો છે. સમ્યકજ્ઞાન, સમ્યકદર્શન અને સમ્યકચારિત્રની પ્રાપ્તિ તે ધર્મ દ્વારા થાય છે. તત્વાર્થસૂત્રમાંથી તત્વની અને આચારાંગ સૂત્રમાંથી સૂક્ષ્મ અહિંસાને પાળી શકાય એવા આચારોની સમજણ પ્રાપ્ત થાય છે.  પંચમહાવ્રત ધારણ કરેલ સાધુ ભગવંતોને તેમજ શ્રાવક અને શ્રાવિકાઓને યમ નિયમ અને સંયમનો બોધ તે ધર્મમાંથી મળી રહે છે. ધર્મપુરુષાર્થમાં જોડાયેલા આત્માઓ તેના આધારે તત્વની ઊંડી, તલસ્પર્શી વિચારણા કરી શકે છે. પ્રજ્ઞા ખીલતા તેઓ સ્વયં બહુશ્રુત બને છે. જ્ઞાન અને ક્રિયાનો ઉત્તમ સમન્વય સાધી, ત્યાગ વૈરાગ્ય અને ઉપશમના ગુણો ખીલવી, આત્મવિકાસના પગથિયાં ચઢી મુક્તિના શિખરો સર કરે છે.   
    

magical.jpg


ધર્મ એ એક જીવન શૈલી છે. ધર્મ થકી આપણી વિચારશક્તિને સત્યનો રંગ ચઢે છે, આપણી દ્રષ્ટિ બદલાય છે, મુક્તિને કેન્દ્રમાં રાખી નિર્ણયો લેવાય છે, અને તે પ્રમાણે જીવન જીવાય છે. ૧૦ મહત્વના ઉત્તમ ગુણો જીવનમાં સ્થપાય તો આપણું સમગ્ર જીવન ધર્મમય બની જાય.

૧. સંયમ - મન અને ઇન્દ્રિય ઉપરનું વિવેકપૂર્વકનું નિયંત્રણ. અહિંસા ધર્મનું પાલન.    

૨. ક્ષમા - અન્યએ કરેલી ભૂલોને તેમજ અપરાધોને ભૂલી જવાં, પ્રેમ-કરુણા તેમજ મૈત્રીપૂર્વક તેઓની સાથે વર્તવું.

૩. માર્દવ - મૃદુતાપૂર્વક, કોમળ હૃદયે, વિનીત ભાવે જીવન જીવવું.

૪. આર્જવ - દંભ રહિત, કપટ વગરનું સરળ જીવન. સદ્દગુરુ પાસે થયેલા દોષની જાહેરાત કરી માફી માગવી.

૫. શૌચ - આંતરિક પવિત્રતા, શુભ વિચારો સાથેનું ભાવપૂર્વકનું ધર્માચરણ.

૬. સત્ય - જૂઠું  ન બોલવું, મધુર વાણી બોલવી. દેહમાં નહિ, આત્મામાં જીવવું.

૭. તપ - સમજણપૂર્વક બાહ્ય અને આભ્યંતર તપનું આરાધન કરવું.

૮. ત્યાગ - વિચારપૂર્વક પુદગલોને અંતર અને બાહ્યથી ત્યાગી દેવા.             

૯. અકિંચન્ય - ભોગ પ્રત્યે અનાસક્ત ભાવ કેળવી આત્માના જ્ઞાનભાવમાં રક્ત રહેવું.

૧૦. બ્રહ્મચર્ય - શરીરના ભોગ ઉપભોગથી નિવૃત થવું. ઈચ્છા રહિત થઇ આત્મામાં ચર્યા કરવી.      
 
        આ દસ ગુણોની સૂક્ષ્મ સમજણ શાસ્ત્રોમાંથી વાંચી સમજી વિચારીને તે ગુણોને જીવનમાં વણી લેવાના છે. તે દ્વારા આપણા યોગ શુદ્ધ બનશે. બહિરાત્મભાવ ઘટતો જશે અને સમ્યકદર્શન માટેની આપણી પાત્રતા વધતી જશે. પણ શાસ્ત્રોમાં જે માર્ગ કહ્યો છે તેનો મર્મ સમજવા માટે કોઈ પ્રત્યક્ષ  સદ્દગુરુ જોઈશે. તેવા પ્રત્યક્ષ સદ્દગુરુને કઈ રીતે ઓળખવા? આત્મસિદ્ધિની દસમી ગાથામાં પરમ કૃપાળુ દેવ લખે છે કે, આત્મજ્ઞાન, સમદર્શિતા, વિચરે ઉદય પ્રયોગ, અપૂર્વ વાણી અને પરમ શ્રુત એ સદ્દગુરુના લક્ષણો છે.

આત્મજ્ઞાન સમદર્શિતા, વિચરે ઉદયપ્રયોગ;
અપૂર્વ વાણી પરમશ્રુત, સદ્દગુરુ લક્ષણ યોગ્ય.
- શ્રી આત્મસિદ્ધિ શાસ્ત્ર

સર્વે આસ્તિક ધર્મો અવિસંવાદે એક વાતને દ્રઢતાપૂર્વક માને છે. તેઓ બધા એક સ્વરે કહે છે કે, માર્ગ પામેલો માર્ગ પમાડશે, માટે એક સદગુરુને શોધી તેના ચરણમાં સર્વસ્વ સમર્પિત કરી તેની અાજ્ઞાને અપૂર્વ રુચિ અને અવિચળ શ્રધ્ધાન સાથે પાળો. દરેક કાળમાં મોક્ષ થવા માટેનો આ એક માત્ર અચૂક ઉપાય છે. પરમ કૃપાળુ દેવ કહે છે સત્પુરુષમાં પરમેશ્વર બુધ્ધિ તેને જ્ઞાનીઓએ પરમ ધર્મ કહ્યો છે.       

સદ્દગુરુ સાથેની આ કલ્યાણયાત્રામાં જોડાયા પછી કોઈ બીજી ત્રાસદાયક સંસાર યાત્રા નહિ કરવી પડે. અનંતકાળના ભવભ્રમણનો ચોક્કસ અંત આવશે. રાતના અંધકારમાં, અંધ ચામાચીડિયાની જેમ પાંખો પટપટાવતો લક્ષ અને દિશાહીન હું ભટકી રહ્યો છું, જેટલું હું ઉડ્યો તેટલું અધિક  દુઃખ અને પીડાને મેં ભોગવી છે, પણ સદ્દગુરુ પાસેથી જ્ઞાનનેત્રો મળતાં લક્ષ, દિશા, અને પુરુષાર્થની પ્રેરણા તથા શક્તિ બધું જ પ્રાપ્ત થશે.      

bat-inline.jpg

આ એક રસપ્રદ કથા છે, જે સચોટ રીતે પ્રમાણિત કરે છે કે કલ્યાણના માર્ગે ગુરુ ફક્ત આવશ્યક જ નહિ પણ અનિવાર્ય નિમિત્ત તત્વ છે.  સ્વામી વિવેકાનંદ જયારે પ્રથમ વાર ગુરુવર્ય રામકૃષ્ણ પરમહંસને મળ્યા ત્યારે તેમણે પ્રશ્ન કર્યો, ભગવત્ ગીતા તેમજ અન્ય શાસ્ત્રો મેં અનેક વાર વાંચ્યા છે, હું તેને બારીકાઇથી સમજ્યો છું, તે શાસ્ત્રો ઉપર મેં વ્યાખ્યાનો તેમજ પ્રવચનો સુધ્ધાં આપ્યા છે, તો પછી મારે ગુરુની શી આવશ્યકતા છે? તે સમયે રામકૃષ્ણ મૌન રહ્યા અને કોઈ ઉત્તર ના આપ્યો.     

Holytrio_6x8_300dpi.jpg
Swami-Vivekananda-Complete-Biography.jpg

 

થોડા દિવસ પછી રામકૃષ્ણ પરમહંસે, વિવેકાનંદને એક પાર્સલ આપ્યું અને કહ્યું કે દરિયા માર્ગે જઈ  આ ફલાણા ગામે તેને આપી આવો. વિવેકાનંદજીએ તે જવાબદારી હર્ષપૂર્વક સ્વીકારી અને તેઓ તુરંત ઉતાવળે ચાલ્યા. વહેલી સવારે હોડીમાં બેઠા. હોડી હાંકવાની શરૂઆત કરે તે પહેલાં નાવિકે ગામનું નામ પુછ્યું. નામ સાંભળતાં જ નાવિકે કહ્યું, ત્યાં પહોંચવાના માર્ગથી હું અજાણ છું.  વિવેકાનંદજીને પણ ખબર ન હતી માટે તેઓ પાછા રામકૃષ્ણ પરમહંસ પાસે આવ્યા અને પૂછ્યું સાહેબ તે ગામે જવાનો માર્ગ બતાવશો?         
 
નરેન્દ્ર ! આપણે પ્રથમ મળ્યા ત્યારે તે મને પ્રશ્ન કર્યો હતો તેનો આ જવાબ છે. આજે તારી પાસે હોડી  છે જે તે ગામ સુધી પહોંચવાનું માધ્યમ છે,  હોડીને હંકારી તે ગામે પહોંચવા માટે નાવિક એ સાધન છે. આ દરિયો એ માર્ગ પણ તારી પાસે છે. જે પાર્સલ પહોંચાડવું છે એ તારા હાથમાં છે. આમ તારી પાસે બધું છે પણ છતાંએ ત્યાં સુધી જવાના રસ્તાથી તું અજાણ છે.  જે ત્યાં ગયો હોય તે તને ત્યાં જવાનો માર્ગ બતાવી શકે છે. એવો કોઈ માર્ગદર્શક, કોઈ જ્ઞાની ભોમિયો મળે તો તને ત્યાં સુધી લઇ જાય. એવી રીતે મોક્ષે જવા માટે પણ એક સદ્દગુરુ જોઇશે જ.        

Boat Kerala India_20090303103144.jpg

 આપણી પાસે ભલે શાસ્ત્રો છે પણ જે મહાપુરુષ એ શાસ્ત્રોને જીવી રહ્યા છે, જેમના આચરણમાંથી તે શાસ્ત્રો પ્રગટ થઇ રહ્યા છે એવા પ્રયોગાત્મક સદ્દગુરુ નહિ હોય તો માર્ગમાં ભૂલા પડી જઇશું. જ્યાં સાચું માર્ગદર્શન નથી ત્યાં સાચો માર્ગ કઈ રીતે મળે? અધ્યાત્મના માર્ગે સહુથી મુખ્ય નિમિત્ત કારણ એ સદ્દગુરુ છે.    

૧) આત્માનો અનુભવ હોવાને કારણે ગુરુ જ્ઞાનની મસ્તીમાં જીવે છે. સુખ - દુઃખ, હર્ષ - શોકના દ્વંદોથી પર છે. શાસ્ત્રનું જ્ઞાન તેમને અનુભવમાં સિદ્ધ થયું છે. આધ્યાત્મિક માર્ગની કોઈ વિશેષ જાણકારી આપણી પાસે નથી પણ તેમની નિશ્રામાં રહેતા, તેઓનું માર્ગદર્શન પામી, આપણે કલ્યાણના પંથે આગળ વધી શકીએ એમ છીએ.      

૨) અધ્યાત્મ સ્વરૂપ બની ગયેલા ગુરુ સ્વયં અધ્યાત્મના સાર છે. શિષ્ય માટે તેઓ આદર્શ છે. પરમ આશ્ચર્ય પમાડે એવી અદભુત તેમની અનાસક્ત વૃત્તિઓ છે. તેઓ ક્યાંય લેપાતા નથી. સદૈવ પ્રસન્ન અને સમદર્શી રહી પોતાના ઉદયને સમભાવે અનુસરે છે. તેમને જોતાં ઈશ્વર કેવા હશે તેની ઝાંખી થાય છે. આવી ઉચ્ચતમ દશા પ્રાપ્ત કરીને તેમણે પ્રામાણિત કરી બતાવ્યું કે એક મનુષ્ય સાધના દ્વારા આત્મસાક્ષાત્કાર પામી શકે છે. એમને જોતાં શાસ્ત્રોનો સાર સહજ સમજાય છે અને પમાય પણ છે.
        
૩) અધ્યાત્મના માર્ગે ઘણા બાધક કારણો, અવરોધક તત્વો સામે આવે છે. એક સાધક મૂંઝાઈ જાય અને અનુભવી ગુરુની ગેરહાજરીમાં તે પ્રલોભિત થઇ જાય, માર્ગથી સમૂળગો ફંટાઈ જાય, અથવા તો વિકેન્દ્રિત થયેલું તેનું માનસ કાં તો ક્રિયાજડ અથવા શુષ્કજ્ઞાનભાવમાં એકપક્ષી પુરુષાર્થ કરે પણ બંનેનો યથાયોગ્ય સમન્વય ન સાધી શકે. ત્યાગ અને વૈરાગ્ય ભાવ જે આત્મજ્ઞાનના સાધન છે તેને તે સાધ્ય માની મિથ્યા સંતોષમાં રાચતો રહે. વ્યવહાર અને નિશ્ચયનો ઉત્તમ સુમેળ સધાવીને ગુરુ શિષ્યને યથાયોગ્ય પુરુષાર્થ કરાવે છે.         

૪) ગુરુ એ સ્વયં મોક્ષ છે માટે તેમનું અવલંબન એ શ્રેષ્ઠ નિમિત્ત કારણ છે. સાધકનું ઉપાદાન તેથી બળવત્તર થાય છે. સંસારના અનંત દુઃખો તેમની નિશ્રામાં દૂર થાય છે. ત્રિવિધ તાપાગ્નિ વચ્ચે પણ આપણે અપૂર્વ શાંતિને અનુભવી શકીએ છીએ.
સંત કબીર સમજાવે છે કે, ગુરુ અને ગોવિંદ બન્ને ઊભા છે તો પ્રથમ વંદન ગુરુને કરવા યોગ્ય છે કારણ ગોવિંદની ઓળખાણ ગુરુ થકી થાય છે માટે ગુરુ વિશેષ ઉપકારી છે.         

અનંતકાળના કર્મો સત્ય ધર્મને અનુસરતા દૂર થાય છે. તે ધર્મ સ્વમતિકલ્પનાએ પ્રાપ્ત નથી થતો. બુદ્ધિમત્તા એમાં છે કે કોઈ જ્ઞાની પાસેથી તે ધર્મને આપણે પામીએ. પોતે લખેલા પત્રો અને પદોમાં પરમ કૃપાળુ દેવે એક માત્ર ગુરુનું ગૌરવ ગાયું છે. સમસ્ત મનુષ્ય જાતિ ધર્મ કરે છે પણ તેમાંના બહુ થોડાંને સદગુરુનું માહાત્મ્ય સમજાયું છે અને માટે સ્વચ્છંદે જે સાચું લાગ્યું તે કરતા રહે છે. સદગુરુવૈદ્ય મળતાં ભવરોગ દૂર થાય છે.

"ગુરુ જો ઉત્તમ હોય તો તે ભવસમુદ્રમાં નાવિકરૂપ થઇ સદ્ધર્મનાવમાં બેસાડી પાર પમાડે. તત્ત્વજ્ઞાનના ભેદ, સ્વસ્વરૂપભેદ, લોકાલોકવિચાર, સંસારસ્વરૂપ એ સઘળું ઉત્તમ ગુરુ વિના મળી શકે નહીં."       (વચનામૃત, પૃ. 65)

sail-boat-sunset-lake-hd-wallpaper.jpg

“क्षणमपि सज्जनसंगतिरेका भवति भवार्णवतरणे नौका” સત્પુરુષનો ક્ષણવારનો સમાગમ પણ ભવસમુદ્ર તરવાને નૌકારૂપ છે.

જ્ઞાન, ભક્તિ અને નિષ્કામ કર્મયોગ એ ત્રણ માર્ગ શાસ્ત્રોમાં કહ્યા છે. જ્ઞાન અને નિષ્કામ કર્મયોગ બન્ને ભક્તિમાં સમાવિષ્ટ છે. ભક્તિ દ્વારા આત્મા નિષ્કામી બને છે અને તે ભક્તિ જયારે પરાભક્તિનું સ્વરૂપ ધારણ કરે છે ત્યારે જ્ઞાન ઉપાર્જિત થાય છે. આત્મા અને પરમાત્મા એક થઇ જાય છે. ગુરુ પ્રત્યેની ઉત્કૃષ્ટ ભક્તિ જાગતાં, સાચું જ્ઞાન પ્રાપ્ત થાય છે અને બાહ્યાભ્યંતર ચારિત્ર ખીલતું જાય છે.
    
પરમ પૂજ્ય ભાઈશ્રી કહે છે કે, આપણા આધ્યાત્મિક વિકાસનું સાચું મૂલ્યાંકન ગુરુ જ કરી શકે છે. તેઓ બરાબર જાણે છે કે, આપણે ક્યાં ઊભા છીએ અને હવે આગળ વધવા માટે શું પુરુષાર્થ કર્તવ્ય છે. શિષ્યના અંતરમાં આત્મદ્રવ્ય પ્રગટ થયું છે કે નહિ તે ગુરુ જાણીને મહોર મારે છે.  
 
એક સદગુરૂની નિશ્રા અનેક જીવોને તારે છે. પરમ કૃપાળુ દેવના વચનામૃત થકી અનેક જીવો સાચા ધર્મની સન્મુખ થયા. તેમની અનુપસ્થિતિમાં પણ ધર્મનો ઉદ્યોત કલ્પી ના શકાય એ રીતે થઇ રહ્યો છે. સાયલાના ભવ્ય શ્રી સૌભાગભાઇ, પંચમહાવ્રતધારી મુનિ શ્રી લઘુરાજ સ્વામી, ખંભાતના રાજરત્ન શ્રી અંબાલાલભાઈ અને અમદાવાદના સત્યપરાયણ જુઠાભાઇ પરમ કૃપાળુદેવના પવિત્ર આશ્રયે રહીને
આત્માની ઊંચી દશાને પામ્યા. તેઓ આત્માના અનુભવમાં સ્થિર થયા હતા.      

in-fo-idar-bodh.jpg

આ ચારે મુમુક્ષુ મહાત્માઓ શ્રીમદ્જીના ખરા અનુયાયી હતા. તેમની ભક્તિમાં સંપૂર્ણ પ્રામાણિકપણું રહ્યું હતું. કેવળ મોક્ષને તેઓ ઝંખતા હતા. તેઓને મન શ્રીમદ્જી સાક્ષાત્ ભગવાન હતા. અધ્યાત્મની તીવ્ર પીપાસાને કારણે તેઓ શ્રીમદ્જીને વિદેહી મહાત્મા તરીકે ઓળખી શક્યા હતા. શ્રીમદ્જી પરમશ્રુતના મહાસાગર છે, ગુણોના ભંડાર છે, અધ્યાત્મના શિખરે બિરાજમાન છે તેનો તેઓને સ્પષ્ટ અનુભવ થયો હતો.      

ગુરુ મળવા એ દુર્લભ છે પણ મળ્યે તેમને ઓળખી લેવા તે અતિ દુર્લભ છે. જે હળુકર્મી જીવ છે, ગુણગ્રાહ્ય વૃત્તિ ધરાવે છે, સતદેવને નિયમિત ભજી મોક્ષના ધ્યેય સાથે જીવન જીવે છે,  મોહભાવ અને કષાયજન્ય પરિણામોથી ડરે છે એવા કોઈ કોમળ વિનયી અને વિવેકી આત્માને સદગુરુ ઓળખાય જાય છે. સદગુરુને  અંતરમનમાં સ્થાપી, તેમના ચરણોમાં પોતાનું સર્વસ્વ ધરી દે છે. અનન્ય શરણ મળ્યું છે તે એટલું અધિક દ્રઢ થાય છે કે અનન્ય ભક્તિભાવે તે ગુરુની આજ્ઞાઓ શિરસાદ્ય કરી પાળે છે. સદગુરુ અને તેમનો યથાર્થ બોધ, તેમણે બતાવેલી ધ્યાન સાધના એ તેના જીવનનું કેન્દ્ર બની જાય છે. તે હવે નિરાકુળ, નિર્ભય, નિશ્ચિંત બની જાય છે. દુઃખ મધ્યે પણ સુખની ખુમારીમાં જીવે છે, હવે જન્મમરણનું દુઃખ દૂર થશે જ એવી  તેને અનુભવથી ખાતરી થાય છે કારણ અંતરમાં પરિવર્તનની ધારા શરુ થઇ ગઈ છે.
એક વાર સાચા સદગુરુને સમર્પિત થયા પછી જો એ ઈચ્છે કે મારે મોક્ષે નથી જવું, પોતાની શ્રધ્ધામાંથી ડગી જાય, આજ્ઞાઓ પાળવી બંધ કરી દે,  તો પણ અર્ધપુદગલ પરાવર્તન કાળમાં તેને મોક્ષે જવું જ પડે એવો આ સતયોગનો પ્રભાવ છે. આવો સદગુરુનો પ્રભાવ છે.                
   
અનંત કાળના રઝળપાટ પછી ભાઈશ્રી જેવા સદગુરુ મળ્યાં છે.  તેઓએ કૃપા કરી આપણા જેવા અધમાધમને પ્રેમથી અપનાવ્યા છે. અનેક પૂર્વગ્રહની ગાંઠો અંતરમાં બંધાયેલી છે, દેહાભિમાનનું પોટલું માથે લઇ ફરીએ છીએ, છતાં તે કરુણા સિંધુ પોતાના નિર્મોહી વાત્સલ્ય વડે સહુને ધીરજથી સહન કરે છે અને મૂળ સનાતન ધર્મની પગદંડી ઉપર હાથ પકડીને ચલાવે છે. આ સંસારની કોઈ પણ બાબત હવે તેમના પગલે ચાલતા ન અટકાવે તેવી જાગૃતિ કેળવવાની છે. ભલે કર્તવ્યો નિભાવીએ પણ નિષ્કામ અને મોહ રહિત થઇ તેમાં જોડાઈએ. મારાપણાનો ભાવ વિશ્વના સમગ્ર જીવો પ્રત્યે રાખીએ. એક નાના કુંડાળામાં નહિ પણ વિશાળ બનીને આપણે આપણા પ્રેમના વ્યાપને એટલો અધિક વિસ્તારી દઈએ કે તેમાં આખું જગત સમાઈ જાય.           

PPB.jpg

જગતની મોહિનીમાં ફસાઈ જઇએ ત્યારે યાદ રાખીએ કે આપણે દુઃખ અને પીડાભર્યો સંસાર વધારી રહ્યા છીએ. ભવના અંતની નજીક આવ્યા છતાં ફરી દૂર જઈ રહ્યા છીએ.

તલવારની ધાર પર ચાલવું સહેલું છે પણ જાગૃત જીવન જીવીને જિનેશ્વરની સેવા કરવી એ ખૂબ કઠિન છે. જેમ નટવો દોરી ઉપર ચાલે છે, તેની આગળ પાછળ અનેક વ્યક્તિઓ વિવિધ રીતે કાર્યો કરી રહ્યા છે પણ તેની એકાગ્રતા દોરડા ઉપર સ્થિર છે. તે બરાબર જાણે છે કે કુતુહલ દ્રષ્ટિથી હું આગળ પાછળ જોવા જઈશ તો નીચે પડીશ. બરાબર એ નટની જેમ આપણે આપણો ઉપયોગ, આપણી લક્ષની ધારાને બહારથી અંદર લાવીને મનને ત્યાં બાંધી રાખવાનું છે. બહિરાત્મભાવ ત્યજી અંતરાત્મભાવ સાધી અંતે પરમાત્મા થવાનું છે.

જો આ ભવમાં ચૂકી ગયા તો આવો અપૂર્વ પુણ્યનો યોગ ક્યારે પાછો આવશે તેની કાંઈ ખબર નથી. ભૌતિક જીવનના થોડા સુખ માટે શું આપણે અસંખ્યાત જન્મોનું દુઃખ વધારવા ઇચ્છીએ છીએ? તે સુખ માટે આટલી મોટી કિંમત આપવા શું આપણે તૈયાર છીએ?                  

thumb.php.png

પરમ કૃપાળુ દેવ શ્રીમદ્જી કહે છે કે કોઈના ગુરુ થવું એ અતિ જોખમી કાર્ય છે. પરમ પૂજ્ય ભાઇશ્રીના હૃદયમાં અપાર કરુણા અને વાત્સલ્ય ભાવ રહ્યો છે. તેઓ આપણી આવી દીનતા ભરેલી અજ્ઞાન પરિસ્થિતિને જોઈ શકતા નથી અને આપણે તેમાંથી હરહંમેશ માટે બહાર આવીએ એવું ઈચ્છે છે. તેમનો કોઈ સ્વાર્થ નથી, માત્ર નિષ્કારણ કરુણાથી તેઓએ આપણા ગુરુ થવાનું સાહસ બાપુજીની આજ્ઞા થઇ માટે સ્વીકાર્યું છે.

આપણે તેમને શું આપી શકવાના હતા? નિ:સ્પૃહી મહાત્મા જે સર્વ પૌદગલિક ભાવથી પર છે તેને કોઈ આપી પણ શું શકે? કેવળ એક આપણો  આત્મા પોતાનો છે અને તે પણ તેઓએ ઓળખાવ્યો છે, તો પછી તેમના ચરણમાં શું ધરીએ? ઉત્કૃષ્ટ ભક્તિભાવે તેમના ચરણોમાં નમીને વંદન કરી, તન, મન, ધન અને આત્માને સમર્પિત કરી તેમના થઈને રહીએ. તેમના ચરણોમાં રહેતા આપણે અવશ્ય વિજયી થઇશું.       
પતંજલિ યોગ સૂત્ર કહે છે કે, જે નિ:સ્પૃહી છે, સમસ્ત ઇચ્છાઓથી મુક્ત છે, એવા મહાત્માનો વિચાર કરતાં આપણા આત્મામાં તેમના ગુણો પ્રગટે છે. તેમના ગુણોનું ધ્યાન કરતા એક અનેરી શાંતિ અને સ્થિરતાનો આહલાદક અનુભવ થાય છે.

એમની કૃપા, શાંતિ અને સમાધિનો આપણે અનુભવ કરીએ અને કરતા જ રહીએ.

“તુમસે હો જોડી, તુમસે હો જોડી, સચ્ચી પ્રીત હમ તુમસે હો જોડી..
તુમસે હો જોડી, અવર સંગ તોડી, તુમસે હો જોડી, તુમસે હો જોડી. ”


Bodhdurlabh Bhavana - Contemplation of the rarity of true religion and guidance. - બોધદુર્લભ ભાવના

Bodhdurlabh red-05.jpg
 
Blessing.jpeg
Bodhdurlabh bhavana
સંસારમાં ભમતા આત્માને સમ્યક્જ્ઞાનની પ્રસાદી પ્રાપ્ત થવી દુર્લભ છે; વા સમ્યક્જ્ઞાન પામ્યો તો ચારિત્ર સર્વવિરતીપરિણામરૂપ ધર્મ પામવો દુર્લભ છે એમ ચિંતવવું તે અગિયારમી બોધદુર્લભભાવના.
- શ્રીમદ રાજચંદ્ર, વચનામૃત

Transliteration
Sansaarmaa bhamtaa aatmane samyakgnaanni prasaadi praapt thavi durlabh chhe; vaa samyakgnaan pamyo to chaaritra sarvaviratiparinaamroop dharma paamvo durlabh chhe em chintavvu te agiyaarmi bodhdurlabhbhaavanaa.

Translation
It is rare for the soul wandering in sansaar (world) to acquire the divine blessing of right knowledge; and if it attains right knowledge, then it is rare to find the religion that derives from completely detached conduct. To contemplate thus is the eleventh Bodhdurlabh bhavana.
— Shrimad Rajchandra, Vachanamrut

Bodhdurlabh Bhavana

From the time we are born, we are taught how to walk, talk, sit, eat, etc. When we get a little older, we go to school to imbibe knowledge about the world we live in – what it is and how it functions.      

1 (1).jpg

Acquiring this knowledge is important for us to live well in this life. There is a knowledge, however, that goes beyond the given. It helps us and heals us forever. It bestows inner peace and lasting calm. 

જેને આત્મા જાણ્યો તેને સર્વ જાણ્યું 

This knowledge is actually the substratum of all knowledge that we can derive from other sources, because once we acquire this knowledge, we can progressively ascend the path to salvation and naturally know everything about all the worlds that exist without ever reading a text book or going to school. But that’s just the side benefit. The real advantage of acquiring this knowledge of the self is that it can lift you out of the vicious cycle of births and deaths and eliminate all possibility of sorrow and unhappiness. For good.

658f14a3ab1157dde7a3c06d969f194b.jpg

Each one of us has spent an eternity in nigod - that pit of misery where infinite souls struggle in invisible bodies squashed against one another in a crushing lack of space. Each time a soul attains liberation (Siddha), one organism is freed from nigod, giving it the opportunity to fashion its life intelligently and attain liberation.   

Thanks to our good fortune, we have been released from that abyss. From an organism with a single sense organ to one with mobility is a tough progression that only some manage; from that to possessing a body with five senses is an ascent that even fewer make. Rarer than these possibilities is the acquisition of the acme of physical evolution - a human form.    

Back and forth, we have been criss-crossing a cyclical labyrinth of infinite births and deaths to get at where we are. A human body is an exceptional (dushprapya) accomplishment that is achieved only with a sustained struggle and accumulation of good karma over a zillion millennia. It is only in the human form that we can liberate our soul.   

Unknown3.jpg

We are fortunate that our transmigration has endowed us with the human form countless times but, regrettably, we have not managed to liberate ourselves from the bondage of birth and death. A step ahead of accomplishing a human form is getting a conducive environment where our spiritual quest can take seed and grow.  

We have attained this rare stage as well, in many human births, after a lot of hardship. The fact that our soul still continues to be trapped in a body suggests that we have missed something in previous human lives in spite of being blessed with an encouraging atmosphere for spiritual growth. 

બહુ પૂણ્યકેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો,
તોયે અરે! ભવચક્રનો આંટો નહિ એક્કે ટાળ્યો.  

That elusive element that we missed is access to right knowledge (samyak gnaan), right faith (samyak darshan) and right conduct (samyak chaaritra) which can help us escape the relentless grind of life. 

11_Ratnatray-Parva.jpg

In Jainism, we are blessed to have a rich bounty of literature on the right knowledge. There is road map expertly guiding us towards self-realisation and salvation. Even though many original scriptures have been lost over time, what we have today is more than adequate to deliver us from our miserable existence in this world. But we falter in our inability to decode and understand the teachings as they should be. We need somebody who can interpret it the correct way.   

Krupaludev Quote.jpg

Western philosopher Bertrand Russell, in ‘Appearance and Reality’, tells us that we see a rectangular table as rectangular even though that is not how it appears to our eyes. In our perception, the farther side of the table looks shorter; the table appears as if it tapers towards the other side. However, our experience informs us that the table is rectangular. Therefore, we see the table as rectangular in our mind, and not a trapezoid as our eyes see it.   

5137353_l.jpg

In the same way, knowledge of the self is acquired by seeking out an experienced master who knows the soul as it is and can impart that knowledge to us on the basis of his profound insight into our spiritual texts.    

Left to ourselves, we may not interpret or comprehend the teaching as they are. A little knowledge is a dangerous thing.

In all his literature, Param Krupaludev Shrimad Rajchandra has articulated the ‘mool marg’ – the quintessential path - of Bhagwan Mahavir. His teachings have enlightened innumerable seekers. In verse 128 of ‘Aatmasiddhi Shastra’, he sums up the six core spiritual truths and tells us their significance:   

દર્શન ષટે સમાય છે, આ ષટ સ્થાનકમાંહી,
વિચારતાં વિસ્તારથી, સંશય રહે ન કાંઈ 

There is soul; the soul is eternal; the soul is the doer of karma; the soul bears the fruits of its karma; there is salvation; the path of salvation is through true dharma. Contemplation of these eternal truths will clear all cobwebs of doubt and open our inner eye.

The primary quality a seeker needs to have is thirst for truth - right knowledge (samyak gnaan). Param Pujya Bhaishree says right knowledge leads to right faith. However, right knowledge gets fructified only with the experience of the self or right faith (samyak darshan). These two lead us to right conduct (samyak chaaritra).  Therefore, right faith is what seekers need to strive for. That is the number one. If you add zeroes to zeroes, you get nothing. Add zeroes to the number one, and you get a value.

The-Future-of-Spiritual-Knowledge.jpg

On one occasion, Shrimadji told the village children a story: A goat and a buffalo went to a pond to drink water. When they returned, the goat had had some water but the buffalo had not. He asked the children why that was so. The children could not answer. Shrimadji explained, not in these exact words, “A buffalo has the habit of muddying the water while the goat drank from the edge of the pond.  Like the buffalo, some people go to a wise person but are unable to benefit from his experience, and instead are a hindrance to others. Other listeners are like the goat. They absorb what he says and benefit.”  

Unknown25.jpg
1(1).jpg

A true seeker needs to have the drive - the thirst and the respect for knowledge. He needs to want out. Permanently. Our mindless pursuit of the temporal can be arrested only with the force of a Sadguru’s blessing and our hard work. We are blessed to have the grace of an enlightened master like Param Pujya Bhaishree who is holding up the invaluable light of liberation in his hands to offer us. What are we waiting for? Why slacken in following the path?  

We cannot falter now. There are many organisms still out there suffering in nigod who are suffering unbearable agony. The incidence of our freedom from our past must mean something. Let’s contemplate: “I have suffered immeasurable agony in the terminal darkness of nigod and other life forms. I do not wish to prolong my suffering by taking any other form. I will follow my Sadguru’s aagnas, read and listen to what he has said and work hard to free my soul from transmigration.” 

That is the only way we too can experience the bliss we see on our Sadguru’s face.

 

બોધદુર્લભ ભાવના

દુર્લભબોધિ એવા પંચમ કાળમાં સાચું જ્ઞાન કોને કહેવાય તેજ મોટા ભાગના મનુષ્યો જાણતા નથી માટે પ્રથમ સમ્યફજ્ઞાન  શું છે તે જાણવું અગત્યનું છે.  

ખાવું, પીવું, બેસવું, ચાલવું  વગેરે બધી સાહજિક ક્રિયાઓ છે. આ ક્રિયાઓ થકી  મનુષ્ય સ્વાવલંબી બને છે અને માટેજ બાળકનો જન્મ થાય ત્યારથીજ તે બધું શીખવા માંડે એવો ભાવ માતા પિતા તેમજ  અન્ય કુટુંબીજનને હોય છે.    

દરેક બાળકમાં ગ્રહણ કરવાની નૈસર્ગિક શક્તિ રહેલી છે. જેમ જેમ તે મોટું થાય, તેમ તેમ આ જગતને તે જાણતું  અને સમજતું થાય છે. શાળાનો અભ્યાસ તેને વ્યવસ્થિત રીતે વિવિધ વિષયો શીખવાડે છે. વિવેકપૂર્ણ  જીવન જીવવા માટે ભાષાજ્ઞાન, ગણિત, વિજ્ઞાન વગેરે ભણવાની જરૂરિયાત  છે. આ ભૌતિક જ્ઞાન થકી વ્યાવહારિક જીવન ઉન્નત બને છે. દુર્ભાગ્યે, સારા મનુષ્ય બનવાને બદલે સારી નોકરી મળશે એવા લક્ષ્યે બાળકને ભણાવામાં આવે છે. ભણવું એ વાસ્તવમાં જ્ઞાન નથી, જ્ઞાન એ કંઈ જુદીજ વસ્તુ છે. પર પદાર્થોનું જ્ઞાન લેવું એ ખરેખર માત્ર માહિતી છે. પુસ્તકમાંથી વાંચેલું, કોઈનું સાંભળેલું અથવા પોતે  જોવાથી કે બાહ્ય જીવનના અનુભવથી  આપણે આ જગતને જાણીએ છીએ, તેની રીતભાત શીખી જીવન જીવીએ છીએ. તે જ્ઞાન એ વાસ્તવમાં જ્ઞાન નથી. જ્ઞાન એજ કે જે ભવ હેતુ નહિ પણ મોક્ષ માટેનો સેતુ બને.  

“જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો” એ પદમાં પરમ કૃપાળુ દેવ શ્રીમદ્જી લખે છે:  

નહિ ગ્રંથમાંહી જ્ઞાન ભાખ્યું, જ્ઞાન નહિ કવિચાતુરી; 
નહિ મંત્ર તંત્રો જ્ઞાન દાખ્યાં, જ્ઞાન નહિ ભાષા ઠરી; 
નહિ અન્ય સ્થાને જ્ઞાન ભાખ્યું, જ્ઞાન જ્ઞાનીમાં કળો;
જિનવર કહે છે જ્ઞાન તેને, સર્વ ભવ્યો સાંભળો.

તમામ આગમોને જાણતો, નવપૂર્વધારી વિદ્વાન હોય પણ જો આત્માને ન જાણ્યો તો બધું જાણવું નિષ્ફળ છે, નિરર્થક છે. જેણે આત્મા જાણ્યો તેણે સર્વ જાણ્યું.

પ્રેમ, શાંતિ, પ્રસન્નતા, ક્ષમા સહનશીલતા અને સમભાવ જેવા ગુણ જેના દ્વારા પ્રગટ થાય તે સાચું જ્ઞાન. જ્ઞાન એ એક એવી અવસ્થા છે જેમાં શરીર પ્રત્યે આત્મબુધ્ધિ થતી નથી. જ્યાં જ્ઞાન છે ત્યાં  દુઃખ મધ્યે પણ સુખનો અહેસાસ થાય છે. જ્ઞાન એ આત્માનો સહજ સ્વભાવ છે, દેહ, ઇન્દ્રિયો, મન એ તેના માધ્યમ છે. પોતાને એટલે કે આત્માને જાણવા માટે કોઈ ઇન્દ્રિયોની આવશ્ક્યતા નથી તે અતીન્દ્રિય જ્ઞાન છે. આ જ્ઞાન જયારે પૂર્ણ રૂપે ખીલે છે ત્યારે કોઈ પુસ્તકો વાંચવા પડતા નથી ત્રણે લોક અને ત્રણે કાળ આત્માના જ્ઞાનમાં સહજ જણાય છે.  ખરેખર તે જ્ઞાનનો હેતુ અનંત સમાધિ સુખ છે,  પણ આંતરિક નિર્મળતા એટલી અધિક છે કે આખુંએ બ્રહ્માંડ તે જ્ઞાનમાં સહજ સમાય જાય છે.  

અનંતકાળનું જન્મમરણનું તીવ્રતમ દુઃખ એક માત્ર આત્મજ્ઞાન થતાં દૂર થાય છે. તે જ્ઞાન ભવસમુદ્ર પાર કરાવી દે છે. આ જ્ઞાન દ્વારા અનેક ગુણો  ઉત્તમ રીતે ખીલતા જાય છે અને પરમાર્થના પંથે તે આગળ વધારે છે. આ જ્ઞાનમાં સ્થાયિ નિવાસ કરતા અનંત કર્મોની નિર્જરા થાય છે.  જ્ઞાનભાવમાં રહી,  શુધ્ધ ચારિત્ર પાળી, અસંગ બની જીવ  મોક્ષને પ્રાપ્ત કરે છે.       

એક શરીરમાં અગણિત જીવો અનંત કાળ સુધી નિગોદમાં રહી અત્યંત દુઃખ અનુભવતા રહે છે. એક આત્મા જ્યારે સિધ્ધ ગતિને વરે ત્યારે નિગોદમાંનો એક જીવ છૂટે છે. છૂટ્યા પછી જો તે જીવ સદબુધ્ધિપૂર્વક, પોતાનું કલ્યાણ વિચારીને જીવન જીવે તો અવશ્ય  મોક્ષને પામે છે. આપણે અતિ ભાગ્યશાળી છીએ કે અનંત કાળના એ દુઃખમય કારાગૃહ માંથી છૂટી ગયા છીએ. અકામ નિર્જરા કરતા  કરતા અસંખ્યાત કાળ  વ્યતીત થયા બાદ એકેન્દ્રિયમાંથી પંચેન્દ્રિય મનુષ્યપણું પ્રાપ્ત થયું છે. નિગોદથી મનુષ્યની આ દુઃખમય યાત્રા અનંત વાર આપણા આત્માએ કરી છે પણ અફસોસ કે  સંસારચક્ર હજુ સુધી ફરતુંજ રહ્યું છે. આપણે સંકલ્પ કરીએ  કે સદ્દગુરુ પાસેથી પ્રાપ્ત થયેલા યથાર્થ બોધને આપણે સૂક્ષ્મ રીતે વાગોળીશું, આપણી તમામ શક્તિઓને જોડીને ઉત્તમ પુરુષાર્થ કરીશું. યાદ રાખીએ કે મનુષ્ય ભવ તે મોક્ષ પ્રાપ્તિ માટેનું અમૂલ્ય સાધન છે. જ્ઞાનીઓ કહે છે કે મનુષ્ય ભવ મળતાં જ મોક્ષની અર્ધી યાત્રા તો પુરી થઇ ગઈ.  હવે બાકીનો અર્ધો માર્ગ  પૂરો કરવામાં પ્રમાદ શું કામ કરવો જોઈએ?         

ભગવાન મહાવીરે પોતાની છેલ્લી દેશના, ઉત્તરાધ્યયન સૂત્રમાં 4 વસ્તુઓને ઉત્તરોત્તર અતિ દુર્લભ ગણાવી છે. મનુષ્ય ભવ, જિન ઉપદેશનું શ્રવણ, તે ઉપદેશ પરનું શ્રધ્ધાન અને ભગવાને આપેલા ઉપદેશનું જીવનમાં આચરણ. આ બોધિદુર્લભ કાળમાં ધર્મ પામવો સહેલો નથી પણ જેને પરમ કૃપાળુ દેવનું ધર્મ સાહિત્ય ભાઈશ્રી જેવા જ્ઞાનવંત ગુરુ પાસે સાંભળવા અને સમજવા મળ્યું હોય તેને તે અતિ દુર્લભ પણ સુલભ છે.  

જે અતિ દુર્લભ છે તે પણ આપણે અનેક વખત પ્રાપ્ત કર્યું અને છતાંયે આપણે અહીં રાખડીએ છીએ. જન્મ અને મરણના અતિશય દુઃખ સહન કરીએ છીએ. 

મોક્ષમાળાના ૬૭માં પાઠમાં અમૂલ્ય તત્વ વિચારના શીર્ષક હેઠળ પરમ કૃપાળુ દેવે એક એવા પદની રચના કરી કે જે પરમાર્થ માર્ગે પ્રવેશ કરવાનું નિમિત્ત બને છે.  તેમાં તેઓ લખે છે.   

બહુ પુણ્યકેરા પુંજથી શુભ દેહ માનવનો મળ્યો,
તોયે અરે! ભવચક્રનો આંટો નહિ એક્કે ટળ્યો, 
સુખ પ્રાપ્ત કરતાં  સુખ ટળે છે લેશ એ લક્ષે લહો 
ક્ષણ ક્ષણ ભયંકર ભાવ મરણે કાં અહો રાચી રહો  

બાહ્ય સુખની પ્રાપ્તિને અર્થે આવો મહામૂલો ભવ વેડફાય ગયો. લક્ષ્મી, અધિકાર, કુટુંબ પરિવાર વગેરે મેળળવા અને સાચવામાં આ ભવનો અંત આવી ગયો. આ બધામાં   ભગવાનને ભુલ્યો તેથી ભવભ્રમણનો અંત ના આવ્યો.      

એવી તે શું ભૂલ રહી ગઈ કે જેથી હોઠ સુધી પ્યાલો આવ્યો પણ અમૃત પીવાયું નહિ?   

પોતાની મતિકલ્પનાએ ધર્મ કર્યો, સદ્દગુરુને શોધ્યા નહિ તેની આજ્ઞાઓને અપૂર્વ રુચિ સાથે પાળી નહિ જો પાળી હોત તો સમ્યફજ્ઞાન, દર્શન અને ચારિત્રની અભેદ અવસ્થાને પ્રાપ્ત કરી આ સંસાર અને તેના તાપથી મુક્ત થઇ ગયો હોત. 

સ્વછંદ મત આગ્રહ તજી વર્તે સદગુરુ લક્ષ 
સમકિત તેને ભાખીયું કારણ ગણી પ્રત્યક્ષ 

જૈન પૂર્વાચાર્યોએ અનેક ધર્મગ્રંથો રચેલા છે. પ્રાચીન ગ્રંથો અને થોડા આગમો અત્યારે સચવાયેલા નથી છતાં જે છે તે ઘણું છે. આગમોનો સાર તેમાં પ્રાપ્ત થાય છે. મોક્ષનો માર્ગ તેમાં યથાર્થ રીતે આલેખાયો છે. તે ધર્મ ગ્રંથોની તાત્વિક સમજણ આપણે પોતે વાંચીને મેળવી શકીએ એમ નથી. તેની યથાર્થ સમજણ કોઈ આત્મજ્ઞાની ગુરુ પાસે મેળવવી જરૂરી છે. પરમ કૃપાળુ શ્રીમદ્જી કહે છે કે શાસ્ત્રોમાં માર્ગ કહ્યો છે પણ મર્મ તો સત્પુરુષના અંત:કરણમાં રહ્યો છે. એક વિશિષ્ઠ પ્રજ્ઞાના સહારે અને સથવારે આ ગ્રંથોનું નવનીત આપણે પામી શકીએ એમ છીએ. 

પશ્ચિમના તત્વચિંતક બેર્ટ્રેન્ડ રસેલ,  તેમના પુસ્તક “દેખાવ અને સત્ય” માં જણાવે છે કે, લંબચોરસ ટેબલને જયારે આપણે જોઈએ છીએ ત્યારે આપણી  દ્રષ્ટિમાં તેની બીજી બાજુ નાની લાગે છે અને તે ખૂણાઓથી નાનું થતું જતું હોય એવું પણ ભાસે છે છતાંએ  આપણે આપણા અનુભવથી તે ટેબલને  લંબચોરસ જ માનીએ છીએ.    

એક પ્રજ્વલિત દીવો અન્ય દીવાને પ્રદીપ્ત કરવાની શક્તિ ધરાવે છે. અનુભવી ગુરુ દ્વારા જીવ સાચું જ્ઞાન પ્રાપ્ત કરે છે. દ્રશ્યને અદ્રશ્ય કરી, અદ્રશ્યને જેણે દ્રશ્ય કર્યું છે એવા આત્મઅનુભવી સત્પુરુષના જ્ઞાન વચનો દ્વારા મોહ અને મિથ્યાત્વ દૂર થાય છે. સદ્દગુરુના આશ્રયે રહેતા સાધકને આત્માનો લક્ષ થાય છે કારણ સદ્દગુરુ સ્વયં વિદેહી છે, દેહ છતાં દેહાતીત છે.         

“મૂળ મારગ સાંભળો જિનનો રે” પદમાં તેમજ આ અવનીનું અમૃત એવી “આત્મસિધ્ધિમાં” પરમ કૃપાળુ દેવે ભગવાન મહાવીરે ભાખેલા મૂળ સનાતન આત્મધર્મની પ્રરુપણા કરી છે. મોક્ષના માર્ગે ચાલનારા પથિકોને તે અત્યંત ઉપકારી છે.   જ્ઞાન, દર્શન અને ચારિત્રની સરળ વ્યાખ્યાઓ મૂળ મારગમાં આપી છે.  સદગુરુનું માહાત્મ્ય, તેમના ગુણલક્ષણો, મતાર્થીપણુ, આત્માર્થીપણુ,  આત્માના છ પદ તેમજ છ દર્શનની સમજણ, 3 પ્રકારના સમ્યગદર્શન જેવી અનેક બાબતો ગુરુશિષ્ય સંવાદની શૈલીથી આત્મસિધ્ધિમાં વણાયેલી છે.        

સત્યને પ્રાપ્ત કરવાની અદમ્ય ઈચ્છા પ્રથમ જાગવી જોઈએ. દુઃખ જેને વેદાય તેજ દુઃખથી મુક્ત થવા ઈચ્છે છે. દર્દ હોય તો દવા માટે જીવ પુરુષાર્થ કરે છે. પરમ પૂજ્ય ભાઈશ્રી એમ કહે છે કે, સાચી સમજણ હોય તો પુરુષાર્થ પણ સુવ્યવસ્થિત થાય. જેને આત્માનો સાક્ષાત્કાર થયો છે તેમની વાણી સતનું શ્રધ્ધાન કરાવવામાં સમર્થ બને છે અને સમ્યફજ્ઞાન અને શ્રધ્ધા બંને ભેગા થાય ત્યાં સનાતન આત્મધર્મ પાળવો મુશ્કેલ નથી. તેના આચરણમાં સતધર્મ વણાય જાય છે. માટે શ્રધ્ધા એ પરમ આવશ્યક તત્વ છે. તોજ જીવ સમર્પિત થઇ, પ્રમાદને દૂર કરી ખંતપૂર્વક મહેનત કરે છે.      

બાળકોને કથાનુયોગ દ્વારા બોધ આપતા શ્રીમદ્જીએ કહ્યું: એક વાર બકરી અને ભેંસ બંને પાણી પીવા તળાવે ગયા. પાછા આવ્યા ત્યારે બકરીએ પાણી પી પોતાની તરસ છીપાવી હતી પણ ભેંસ તરસી ને તરસી રહી. કહો તેનું શું કારણ હશે? એમ શ્રીમદ્જીએ બાળકોને પ્રશ્ન કર્યો. જ્યારે કોઈએ જવાબ ન આપ્યો ત્યારે શ્રીમદ્જીએ રહસ્ય સમજાવતાં કહ્યું. તળાવના કિનારે ઉભા રહીને બકરીએ પાણી પી લીધું જ્યારે ભેંસ પોતાના ભારી  શરીર સાથે સિધી તળાવની અંદર દાખલ થઇ. તળાવમાં નીચે રહેલી  માટી તેના પગથી ખુંદાતા તે ઉપર આવી અને પાણી આખું ડહોળાય ગયું, જેથી ભેંસ તે પાણી પી ન શકી અને અતૃપ્ત પાછી ફરી. આવીજ રીતે પોતાને ચતુર સમજતો વ્યક્તિ જ્યારે જ્ઞાની પાસે જાય છે ત્યારે તેને કોઈ ફાયદો થતો નથી અને ઉલટો તે અન્યને નડતરરૂપ બને છે. જે લઘુતા ભાવે, વિનયપૂર્વક જ્ઞાની પાસે જાય છે તે આ બકરીની જેમ અધ્યાત્મનું જળ પીને પાવન થાય છે.      

સાચો સાધક છે તે માત્ર જિજ્ઞાસુ નહિ પણ પિપાસુ હોવો જોઈએ. જ્ઞાન અને જ્ઞાની પ્રત્યે હૃદયમાં ઉત્કૃષ્ટ પૂજ્યભાવ ધારણ કરીને તે સાધના કરે છે. જીવન મૃત્યુની ઘટમાળ તેને અસહ્ય લાગે છે અને તેને તેમાંથી હવે છૂટવુંજ છે. ધર્મ અને ધંધો બન્નેમાં પગ રાખીને આત્મા નહિ પ્રાપ્ત થાય તે એ સ્પષ્ટ જાણે છે. તે હવે માત્ર મોક્ષનો જ અભિલાષી છે. સંસારમાં, તેને કોઈ રુચિ રહી નથી. કર્મ છોડવા છે અને નવા હવે નથીજ બાંધવા એવો દ્રઢ સંકલ્પ રાખી તે સદ્દગુરુ અનુગ્રહે સાધનાના પંથે ઉત્તમ પુરુષાર્થ કરે છે. શિષ્યની યોગ્યતા જોઈ સદગુરૂ બોધિબીજની પ્રાપ્તિ કરાવે છે. ધ્યાન સાધનાનો પુરુષાર્થ અવિરત ચાલુ થાય છે. જડ શરીર અને ચૈતન્ય આત્માનું ભેદજ્ઞાન કરી તે સાધક કાર્યે કાર્યે અને પ્રસંગે પ્રસંગે મોહને દૂર કરતો જાય છે. અંતે શરીરમાં નહિ પણ આત્મામાં જીવતો થાય છે. 

પરમ પૂજ્ય ભાઈશ્રી જેવા સમર્થ સદ્દગુરુ મળ્યા પછી હવે આપણે કોની રાહ જોઈએ છીએ? કેમ પ્રમાદમાં પડ્યા રહ્યા છીએ?     

બોધિદુર્લભ કાળમાં આવા ઉત્તમ નિમિત્તો કોઈ મહાપુણ્યશાળીને જ મળે. અનંત જીવો નિગોદમાં હજુ દુઃખ અને પીડામાં ટળવળી રહ્યા છે. ત્યાંથી આપણે માંડ માંડ છૂટ્યા છીએ. શું મોહ અને પ્રમાદને વશ થઇ ફરી નિગોદમાં જવું છે? નથીજ જવું. મુક્તિ એ મારુ લક્ષ છે. ગુરુ આશ્રયે રહી, અહિંસા પરમો ધર્મને પાળી, હું મારું કલ્યાણ સાધીશ એ પ્રતિજ્ઞા છે. આ એક માત્ર છૂટવાનો મહામાર્ગ છે અને હું તે માર્ગે ચાલીને અવશ્ય છૂટીશ.


Loksvaroop Bhavana - To Contemplate the Nature of the Universe - લોકસ્વરૂપ ભાવના

Loksvaroop red-05.jpg
 
earth in space.jpg
ચૌદ રાજલોકનું સ્વરૂપ વિચારવું તે દશમી લોકસ્વરૂપભાવના.
- શ્રીમદ્ રાજચંદ્ર, વચનામૃત.

Transliteration
Chaud raajloknu swaroop vicharvu te dashmi loksvaroopbhavana.

Translation:
To contemplate the nature of the universe is the tenth Loksvaroop bhavana.
— Shrimad Rajchandra, Vachanamrut

Loksvaroop Bhavana

Jainism has known for hundreds of centuries what modern science has now told us – that the universe is infinite, that there are galaxies we are yet to discover.

Science has extrapolated on the basis of information received from the Hubble and Kepler telescopes that there are a hundred billion galaxies in the observable universe. One such galaxy is the Milky Way. The Milky Way has at least 100 billion planets of varying sizes.

pinwheel-galaxy.jpg

Our planet, Earth, with a 29 per cent land surface of 14,90,00,000 square km, isone among these planets, a dot in the vast span of the Milky Way.

And, each one of us is just one of the estimated seven billion human people living on Earth.

Referencing ourselves in the context of such a gigantic space can boggle the mind. So, let’s try this experiment: gaze at the sky. That dot where you look at the sky is infinite. Now imagine your place in the universe.

earthinmilkyway.jpg

Contemplation of the grand universal expanse makes us realise how infinitesimalwe are in the larger scheme of things and how much smaller our sorrows and worries are in perspective.

Our self-created cocoon of desires and emotions, successes and failures, angsts and agonies which seem so real to us melt into nothingness when we place them in the intimidating largeness of the universe.

Universe.jpg

Such contemplation helps us grow out of our obsessive absorption with ourselves and also connect with what is truly real.

Like the fathomless universe, there is something even more incredible within us, something that is subtle and supremely powerful. Through the manifestation of this indomitable force called the soul, our Jain seers and Tirthankars saw and expounded the nature of the universe just as we know it today. Our soul too has latent divinity that can be unraveled by our sadhana – meditation, contemplation and conduct.

photo.jpg

Jain scriptures narrate the nature of the universe in great detail. The universe is divided into Lok Akaash and Alok Akaash. Lok is the part of the gigantic universe that has life. It is spread in the shape of a man standing with both hands on his waist and legs stretched wide whereas Alok is the infinite space beyond Lok.

14_Rajaloka_or_Triloka,_17th_century (1).png

Lok, described as 14 Rajlok, comprises six elements (dravya): soul, matter, dharma (that facilitates mobility), adharma (that facilitates inertia), time and space. Lok is divided into Urdhvaloka - the heavenly areas, Madhyaloka where we live, and Adholoka or hell. At the apex is Siddha Sheela, the abode of liberated souls. That is the aspirational destination for all living beings, far away from the world of perpetual flux that we inhabit.  

In Lok Akaash, living beings wander from one life to another without ever finding lasting peace and happiness. All living beings in Lok experience pain. Those living beings with five sensory organs (panchendriya) with or without a mind (sangni-asangni) crave to be free of pain. Unfortunately, real happiness eludes us because of ignorance and attachment that create bondage and tie us down to the vicious cycle of births and deaths in the universe. Only Siddha Sheela offers eternal bliss. Reaching there is possible through a series of steps, the most important one being self-realisation.

03_Siddha_Shila.jpg

Just as fire burns impurities off gold, spiritual activities like meditation and penance shred the karmic load off our soul.

MeltingGold2.jpg

Reducing our lust for a material life, controlling our mind and being mindful of our goal at all times go a long way in speeding up this spiritual journey.

The path is long and tough for a person without discipline and determination. Even if a fan stops whirring in summer, we get restless. That’s why it’s all-important to watch our mind at all times. Param Pujya Bhaishree, who epitomizes total lack of desire, tells us to be calm observers of our desires and emotions in order to be able to overcome them.

Our meditation requires stillness of all the three guptis- body, speech and mind. Once we acquire such stillness, self-realisation is at hand. In his masterful composition, ‘Apoorva avsar,’ Param Krupaludev Shrimadji says material objects, place, time and emotions (dravya, kshetra, kaal and bhaav) cause impediments (pratibandh) in an unenlightened soul’s journey.  A renounced soul, however, has none.

The journey to enlightenment begins with a simple question, “Who am I?” Shrimadji once asked his three-year-old daughter Kashi, “Who are you?” Kashi replied, “I am Kashi.” Shrimad told her, “No, you are a soul.” This understanding need to be internalized within. Our birth is an incalculably miniscule component of our existence over countless millennia. We do not remember it but we have made appearances in various parts of the universe including heaven and hell from the beginning of time. While our names and forms have changed with each birth, what has stayed constant through all births is our soul.

So, why not focus on the eternal and drop the ephemeral? Let’s drop the corporal shell from our minds and attach to the substratum of our being. Let’s be free of worries, fears and sorrows and endeavour to join the sublime consciousness of our Tirthankars at Siddha Sheela. What we know, let’s dwell upon. What we dwell upon, let’s experience. What we experience, let’s ensure it endures. Once on this trajectory, the Siddha Sheela is the limit for us.

faith-and-addiction.jpg

લોકસ્વરૂપ ભાવના

કેવળજ્ઞાન અને કેવળદર્શનમાંથી પ્રગટ થયેલું વીતરાગનું વિજ્ઞાન એ બધી જ અપેક્ષાએ સંપૂર્ણ છે. વીતરાગ ભગવાનના જ્ઞાનમાં સર્વ પદાર્થો તેમજ તે પદાર્થોના ભૂત, વર્તમાન અને ભવિષ્યના તમામ પર્યાયો જણાય છે. જૈન ધર્મ અનાદિકાળથી ચાલ્યો આવે છે.  શ્રી તીર્થંકર ભગવાને આ મહામૂલા ધર્મની પ્રરુપણા કરીને તેમાં લોકનું સ્વરૂપ સૂક્ષ્મ રીતે વર્ણવ્યું છે. વર્તમાનના વૈજ્ઞાનિકોએ હબ્બલ અને કેપ્લર ટેલિસ્કોપથી સંશોધન કરીને જાહેર કર્યું કે, આ બ્રહ્માંડ અનંત છે. જૈન ધર્મએ અનાદિ અનંત કાળથી આ વાસ્તવિકતાની ઘોષણા કરેલી છે.  જૈન ધર્મના સિધ્ધાંતો અચળ છે અને માટે શાશ્વત છે. અસીમ એવા આકાશમાં કલ્પના ન કરી શકાય એવી વિરાટ દૂધ ગંગા ( milky way ) છે. અબજથી પણ વધારે તેમાં ગ્રહો રહ્યાં છે.  

earthinmilkyway.jpg

જે પૃથ્વી પર આપણે  રહીએ  છીએ તેમાં 29% જમીન છે જેનું માપ 14 90 00 000 કિલોમીટર છે. અબજ ગ્રહોમાં પૃથ્વી એક ગ્રહ છે. તે પૃથ્વી, માત્ર એક નાનું બિંદુ છે અને તે ટપકા જેવી પૃથ્વી ઉપર 7 અબજ મનુષ્યો રહે છે.    

બ્રહ્માંડ કેવું વિશાળ છે તેની કલ્પના સુધ્ધાં આપણે કરી શકીએ એમ નથી. આ વિચારને મનમાં ધરી, જો આપણે અગાસીમાં જઈ, આભની વિશાળતાને નિહાળીએ તો  તેની  વિરાટતાનો કદાચ થોડો પણ લક્ષ આવે અને આપણે તેની સામે કેટલા વામણા છીએ તે પણ સમજાઈ જાય.

milky-way-916523_640.jpg

લોકાલોકની અનંતતાને હું ક્યાંથી સમજી શકવાનો? લોકનું સ્વરૂપ શ્રી તીર્થંકરે ભાખ્યું અને શાસ્ત્રોમાં તે જળવાયું તેથી કંઇક હું સમજી શક્યો છું. આખાએ લોકમાં અનંતવાર ભ્રમણ કર્યું છતાં તેનો હું વ્યવસ્થિત વિચાર કરી શકતો નથી. કોઈ પ્રજ્ઞાવંત પુરુષ સમજાવે તો તે સમજી શકાય.   

આ વિચારધારા લાંબી ચાલે તો ખ્યાલ આવે કે આ સૃષ્ટિમાં મારું શું અસ્તિત્વ છે. ખરેખર મારું કોઈ વજૂદ નથી. મારું દુઃખ અને મારી ચિંતાઓ બધી કેટલી નાની છે. મારે મારા દુઃખ કે ભૌતિક સુખ તરફ કેન્દ્રિત થવાની કોઈ આવશ્યકતા નથી. ઈચ્છાઓ અને ભાવનાઓ, સફળતા અને નિષ્ફળતા, આનંદ અને પીડાઓનું કોઈ મહત્વ રહેતું નથી. નાહક હું દેહાભિમાન સાથે મારા જીવનનું પોટલું માથે લઇ ફર્યા કરું છું. હવે અહેસાસ થાય છે કે જે મારું નથી તેને મેં મારું માન્યું, અને અનંત કાળથી તેનું અભિમાન કરતો રહ્યો છું. સંસારમાં હું ડૂબેલો હતો પણ આવી જ્ઞાન સભર વિચારણા કરવાથી મારી મોહજનિત ભ્રામિક માન્યતાઓ ઉપર પ્રહાર થાય છે અને પરમ સત્ય તરફ હું કેન્દ્રિત થાઉં છું.

Starry Sky.jpg

લોક અગાધ છે, અકલ્પનીય છે પણ એ ભૂલવાનું નથી કે દેહની અંદર વસેલા આત્માની શક્તિ અપાર છે. રાગ, દ્વેષ અને અજ્ઞાનને કારણે આ પ્રચંડ અને અનંત શક્તિ ધરાવતા આત્માની કિંમત આપણે એક કોડી જેટલી કરી નાંખી છે. તીર્થંકર ભગવાનનો આત્મા, ત્રણે કાળના લોકસ્વરૂપને હરહંમેશ સહજ જોઈ શકે છે. જે શક્તિ તીર્થંકરના આત્મામાં રહી છે તેવી જ શક્તિ આપણા આત્મામાં ધરબાયેલી પડી છે. સાધના, ધ્યાન, અનુપ્રેક્ષા અને નિર્મળ આચાર દ્વારા આપણી સુષુપ્ત શક્તિઓને જગાડવાની છે.

જૈન શાસ્ત્રો એમ કહે છે કે લોકાકાશ અને અલોકાકાશ મળીને સંપૂર્ણ લોક રચાયેલો છે. જે લોકાકાશ છે તે પુરુષ આકારે રહ્યો છે. એક પુરુષ પોતાના બે પગ પહોળા કરીને બન્ને હાથ કમર પર રાખીને ઉભો હોય એવો તેનો આકાર છે. સમસ્ત જીવ-રાશિ અહીં જીવે છે તેમજ અજીવ જડ પદાર્થો પણ લોકાકાશમાં જ રહ્યાં છે. લોકાકાશ વિશાળ હોવા છતાં તેના ક્ષેત્રની મર્યાદા છે, એક સીમા આવે છે જયાં એ પૂરો થઇ જાય છે અને અલોક આકાશની શરૂઆત થાય છે કે જે અસીમ છે, અમર્યાદિત છે. તે લોકાકાશના નીચેના ભાગમાં ભુવનપતિ, વ્યંતર અને સાત નરક છે. તીરછે  અઢીદ્વીપ અને ઊંચે બાર દેવલોક, નવ ગ્રૈવેહક, પાંચ અનુત્તર વિમાન અને તે ઉપર અનંત સુખમય સિધ્ધશીલા છે.      

14_Rajaloka_or_Triloka,_17th_century (1).png

અલોકાકાશમાં કોઈ પદાર્થ નથી, કેવળ અનંત આકાશથી તે બનેલો છે. જે લોકાકાશ છે તે 14 રાજલોક તરીકે પણ ઓળખાય છે. ઊર્ધ્વલોક, મધ્યલોક અને અધોલોક એમ તેના ત્રણ ભાગ છે. ઊર્ધ્વલોકમાં વિવિધ દેવલોક રહ્યા છે, મધ્યલોકમાં આપણે મનુષ્યો રહીએ છીએ અને અધોલોકમાં 7 નરક છે જેમાં અનંત દુઃખ રહ્યું છે. કર્મ ભોગવવાની આ એક અદ્દભૂત વ્યવસ્થા છે.  કર્મ અનુસાર જીવ આ ત્રણે લોકમાં જન્મમરણ કર્યા કરે છે.  લોકાકાશમાં રહેતા તમામ જીવાત્માઓ દુઃખી છે. સંસારના તાપથી ત્રાહિમામ છે. તે  લોકાકાશ 6 દ્રવ્યોથી બનેલો છે. અનંત રૂપી પદાર્થો તેમાં રહેલા છે જે પુદ્દગલ તરીકે ઓળખાય છે. સ્વપરપ્રકાશક ચૈતન્ય શક્તિ ધરાવતા એવા અનંત આત્માઓ પણ તેમાં જીવી રહ્યા છે. જીવ અને પુદ્દગલને ગતિ અને સ્થિતિ કરવામાં જે સહાયક છે તે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયથી આખો લોક ભરેલો છે. પુદ્દગલ અને જીવાત્માઓને જે અવગાહના આપે છે તે છે આકાશ અને જે કંઈ સતત પર્યાયાન્તર પામી રહ્યું છે, બદલાઈ રહ્યું છે, તે જે સૂચવે છે તે છે કાળ.        

આ લોકમાં રહેતા તમામ આત્માઓ સુખ શાંતિ અને સમાધિને ઈચ્છે છે પણ છતાંયે સતત દુઃખ, અશાંતિ અને અસમાધિમાં જ ટળવળી રહ્યાં છે. મોટા ભાગના જીવાત્માઓ સુખનો વિચાર સુધ્ધાં કરી શકતા નથી એવી એમની માનસિક પરિસ્થિતિ છે. જે સંજ્ઞી પંચેન્દ્રિય જીવાત્માઓ છે તેની પાસે વિકસિત મન હોવાને કારણે સુખ અને સમાધિ વિષે વિશેષ વિચાર કરવાની ક્ષમતા તેઓ ધરાવે છે પણ દેહમાં આત્મબુદ્ધિ કરી અમૂલ્ય જીવન વેડફી નાખે છે. પરપદાર્થો પ્રત્યેનું જોડાણ અને તાદાત્મ્ય બુધ્ધિ એવી છે કે તે જીવને કર્મબંધનું કારણ બને છે. સુખની દિશા અને ક્ષેત્ર હરહંમેશ તેને બહારમાં જ દેખાયાં છે. મૃગજળથી તૃષ્ણા છીપાવવા તે નિરર્થક પ્રયત્નો કરી રહ્યો છે. બહારમાં ભટકી રહ્યો છે. જન્મ અને મરણનું આ અતિ દુઃખદાયી ચક્ર તેનું ચાલતું જ રહ્યું છે. કોઈક વિરલા જીવો સતદેવ સતધર્મ અને સદગુરૂનો આશ્રય લઇ ઉત્તમ ધર્મનું આરાધન કરી સમસ્ત કર્મોથી મુક્ત બની સિદ્ધશિલા ઉપર અનંત સુખમાં સાદી અનંત કાળ માટે સ્થિર થાય છે.

03_Siddha_Shila.jpg

મોક્ષનો માર્ગ વ્યવસ્થિત રીતે શાસ્ત્રોમાં વર્ણવાયો છે અને તેનો મર્મ સત્પુરુષના અંત:કરણમાં રહ્યો છે. મોક્ષના પગથિયામાં સહુથી મહત્વનું પગથિયું છે સમ્યગર્શન. આત્મસાક્ષાત્કાર થયા બાદ જીવનો સંસાર સીમિત થઇ જાય છે. અનંતાનુબંધી કર્મથી જીવ પોતાને બચાવી લે છે. સદગુરૂની આજ્ઞાનું અપૂર્વ રુચિથી પાલન કરી તે મોક્ષ સુધી પહોંચી જાય છે.    

જેમ ખાણમાંથી નીકળેલું સોનું અશુધ્ધ હોય છે પણ અગ્નિના તાપથી તેમાં રહેલી અશુધ્ધિ દૂર થાય છે તેવી જ રીતે તપ અને ધ્યાનસાધના દ્વારા જીવ કર્મના આવરણને દૂર કરી પોતાના આત્માને નિરંજન બનાવી શકે છે.

MeltingGold2.jpg

ભૌતિક ઈચ્છાઓ, વિકાર અને વાસનાઓને સમજણપૂર્વક સંયમિત કરી, અંતર જાગૃતિ સાથે મોક્ષનું લક્ષ ભૂલ્યા વગર જયણાપૂર્વકનું જીવન જીવવાની આવશ્યકતા છે.  જે અનંત કાળે નથી થઇ શક્યું એ આ ભવે થઇ શકે એમ છે.   

માર્ગ લાંબો અને દુર્ગમ છે, પણ જેનો સંકલ્પ દ્રઢ છે,  અનુશાસન તેમજ સંયમને જે પાળે છે તેના માટે માર્ગ સરળ અને સહજ બની જાય છે. ગરમી ખૂબ હોય અને ત્યારે પંખો ચાલતો બંધ થઇ જાય તો આપણે અકળાઈ જઈએ છીએ, માટે આપણાં  માનસિક સંતુલન તેમજ બદલાતી વિચારધારાઓ અને ભાવો ઉપર ચોકી કરવી જરૂરી છે. શાંત સ્થિર અને પ્રસન્ન એવા પરમ પૂજ્ય ભાઈશ્રી કહે છે કે આપણે ધીરજ કેળવીને કોઈ પણ જાતની ઉતાવળ કર્યા વગર જીવનને જોતા રહેવું, તપાસતા રહેવું. મનમાં થતા ઘાત પ્રત્યાઘાતને સમજીને  ધ્યાનપૂર્વક એક એક પગલું ભરવું કે જેમાં પોતાનું અને પરનું કલ્યાણ સમાયેલું હોય.     

photo.jpg

ધ્યાન કરીએ છીએ પણ મન ઝાલ્યું ઝલાતું નથી. તેને નિયંત્રિત કરવાની કોશીષ કરતાં તે વધુ બળવાખોર બનીને જગતમાં ભટકે છે. પણ એમ હારી કે થાકી જવાનું નથી. બળથી નહીં, કળથી કામ લેવાનું છે. તે મન પવિત્ર રહે એવું આયોજન પ્રથમ જરૂરી બને છે અને પછી તે પવિત્ર મન અવશ્ય સ્થિર થશે. મન, વચન અને કાયાને ગોપવી દેવાની છે. એવું જીવન જીવવાની કોશીષ કરવાની છે કે યોગ વધુમાં વધુ સ્થિર રહે. તેનો ઉપયોગ કેવળ ધર્મ આરાધના અર્થે થાય. લૌકિક જીવન જીવવામાં ઉત્સાહપૂર્વક ઉમંગ સાથે ન જોડાવું પણ ઉદયને સમભાવે ભોગવી લઇ શાંત રહેવું. એકવાર સ્થિરતા, ગંભીરતા અને ધીરજ કેળવાશે પછી આત્મજાગૃતિ અઘરી નથી.

અપૂર્વ અવસરમાં પરમ કૃપાળુદેવ શ્રીમદ્જી લખે છે કે દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ એ પ્રતિબંધ છે, તે અસંગ થવા દેતાં નથી અને તેમાં અજ્ઞાની જીવ ઝકડાયેલો, બંધાયેલો રહે છે પણ સહજ સ્વરૂપી એવા જ્ઞાનીને તે કોઈ નડતાં નથી.   

Krupaludev with his daughter.jpg

શ્રીમદ્જીએ પોતાની ત્રણ વર્ષની દીકરી કાશીને પૂછ્યું, “તું કોણ છે?” ત્યારે તુરંત દીકરીએ જવાબ આપતા કહ્યું કે “હું કાશી છું”. પછી શ્રીમદ્જીએ કાશીને સમજાવતાં કહ્યું કે “તું આત્મા છે” પણ માત્ર ત્રણ વર્ષની લઘુવયે પોતે આ દેહ છે અને તેનું નામ કાશી છે એ દ્રઢ થઇ ગયું હતું અને તેથી તે ફરી કહે છે, “હું તો કાશી છું”.

માર્ગની શરૂઆત સાધારણ પ્રશ્નોના અસાધારણ ઉત્તરથી થાય છે. તે પ્રશ્ન છે, “હું કોણ છું?” આ પ્રશ્ન ઉપર જેણે જેણે મનોમંથન કર્યું છે તેનામાં ઊંડી તાત્વિક વિચારણા જાગી છે અને તે પોતાને શોધવાના પ્રયત્નોમાં જોડાયો છે.

હું આત્મા છું - એ વિચાર અંતરમાં વિવિધ રીતે ઘુંટાવો જોઈએ. આત્મા અરૂપી છે અને છતાં બહુ સ્પષ્ટ છે કારણ કે તેના વગર બધું જ શૂન્ય છે. તેની શક્તિ થકી તો બધું ચાલે છે. તે નથી તો કશું નથી. તેના ગુણ લક્ષણોને જેમ વધુ વિચારીએ તેમ તેના અસ્તિત્વનો વધુ શ્રધ્ધાપૂર્વક સ્વીકાર થાય છે. ઇન્દ્રિયની પાછળ તે જ તો બધી જાણવાની ક્રિયા કરી રહ્યો છે. મન તેની જ શક્તિથી વિચાર કરી શકે છે. શરીરમાં તે રહ્યો છે ત્યાં સુધી જ એ શરીર સુંદર છે, હાલતું ચાલતું ખાતું પીતું છે. અનેક દેહ ધારણ કર્યા અને અનેક ગતિમાં જન્મ લીધો, કર્મને કારણે બહારનું બધું બદલાતું રહ્યું પણ અંદરમાં તે આત્મા એનો એ જ રહ્યો છે. આ જે અચળ અને સ્થિર છે તે જ હું છું. અક્ષય, શાશ્વત મારું સ્વરૂપ છે, બસ તેને અનુભવતા રહેવાનું છે. તેને ભૂલીને કોઈ કાર્ય કરવાનું નથી. જે બદલાતું છે તેને ભૂલી જઇએ અને જે સ્થિર છે તેને યાદ રાખીએ, આટલો પ્રયાસ આપણે કરવાનો છે.

દુઃખ, ચિંતા, ભય આ બધા ભાવોને ત્યાગી એક માત્ર પોતાના અજરામર સ્વરૂપની પ્રતીતિમાં જીવવાનું છે. મનની કલ્પનાઓ, વિચારોના વમળો બધાને ત્યાગી દેવાના છે. માર્ગ સરળ છે. એક આત્માને યાદ રાખી બાકી બધું ભૂલી જવાનું છે. સચ્ચિદાનંદનો જય-જયકાર કરતા રહેવાનું છે. આનંદ અને ધન્યતાને અનુભવી કૃતાર્થ થતા રહેવાનું છે.

જે જાણ્યું તેને અનુભવીએ, જે અનુભવીએ છીએ તેને માણતા રહીએ, જેને માણીએ છીએ તેમાં જ જીવન વ્યતિત કરતા રહીએ તો પછી સિદ્ધશિલા દૂર નથી, તે તો અહીં સદેહે અનુભવી શકાય છે! ૐ શાંતિ: શાંતિ: શાંતિ:  


Further Insights

Nirjara Bhavana - Contemplation of shedding of karma - નિર્જરા ભાવના

Nirjara red-05.jpg
 
જ્ઞાન સહિત ક્રિયા કરવી તે નિર્જરાનું કારણ છે એમ ચિંતવવું તે નવમી નિર્જરા ભાવના.
- શ્રીમદ્ રાજચંદ્ર, વચનામૃત

Transliteration:
Gnaan sahit kriya karvi te nirjaraa nu kaaran chhe em chintavvu te navmi nirjara bhaavnaa.

Translation
To contemplate that acting with knowledge is the cause of shedding karmas is the ninth nirjara bhavana.
— Shrimad Rajchandra, Vachanamrut

Nirjara Bhavana

Nirjara means to shed. Nirjara bhavana tells us about our ability to shed karmas that have not yet come into play. Nirjara is of two types – sakaam (active) and akaam (passive). Akaam nirjara is unconscious shedding of karma such as after we experience it. Sakaam nirjara is when we engage in ways to shed our karmas even before they affect us.

As living beings, we constantly attract karma. Karmas fall into eight categories, four of which shroud our soul and inhibit our chances of self-realisation; these are gnaanavarniya, darshanavarniya, antraay and mohniya. While the first shrouds our ability to get the right knowledge, the second shrouds our ability to perceive the soul as it is, the third thwarts our ability to engage in spiritual and religious practices, while the last and the most harmful of all – mohniya - sucks us into the web of moh or delusionary beliefs (darshan mohniya) and conduct (charitra mohniya).

Nirjara bhavana offers reparation for past karmas. We can contain karmas even before they are manifest. In this context, Jain scriptures mention 12 types of external and internal penance – fasting, eating less, containing the senses, abandoning taste, and shrinking one’s use of spatial objects such as bed or chairs and taxing the body. The internal means include repenting for past sins, serving other people, study, humility and reverence, contemplation and meditation.

serve.jpg
faith-and-addiction.jpg

These are the ways to shed the karmas while they are latent, that is, before they are forced upon us. A karma may be experienced by us either fully or partly. Till it is not fully manifest, we can make changes in its potency and force-shed the latent proportion by these spiritual practices. Our soul has that power.

images (4)(1).jpg

The only karmas that we cannot shake or shed before they manifest are nikachit karmas. Nikachit karmas are those karmas that we accumulate with deep involvement and thereby make them most sticky to shed. These karmas cannot be pre-emptively shed; they scatter only after we go through them.

Param Pujya Bhaishree says an enlightened person welcomes his bad karma with joy. This is because he knows he will be rid of these karmas once they are experienced and he will be free. He does not mope when a bad karma surfaces. He responds with equanimity to good karma as well. His detachment in the face of all karma as a gnaata-drashta (knower-observer) ensures that he does not accumulate any more karmas as a consequence, and abstains from further entwining himself in the karmic web.

Simple as this understanding appears to be, we need to internalize this sentiment and apply it in our lives on a daily basis. With the knowledge that we have been blessed to receive from our Guru, we can do it too. Our minds are innately selfish. Constant introspection, contemplation and vigil will keep us from slipping into the lethal karmic trap.

Screen Shot 2017-09-02 at 07.50.46.png

Introspection yields us knowledge about our essential narrow-mindedness – the way we see everything from our point of view and consider our desires before accommodating that of others. It makes us realise that our attachment to people is also selfish. The moment we separate our association from these people, our attachment to them disappears. The moment we separate attachment from them, we can see them and deal with them as they are. This separation of attachment is a sticky goal that can be facilitated by contemplation and meditation.

Meditation has the power to shed our karmas effortlessly. It’s also the elixir for detachment and self-awareness. Contemplation turbo-powers our journey to self-enlightenment. To shed our karmas, we need to reflect on what Shrimadji told Muni Devkaranji, “Just as a coconut kernel remains separate from its shell, we remain separate from all that is around us.”

Copy of Easiest-Way-To-Remove-Coconut-Flesh-From-Shell-Within-30-Seconds-1024x477.jpg

Stories of great men steer us towards Nirjara.  Bhagwan Mahavir lived in the lap of luxury for 30 years but he was immune to it. After his diksha (renunciation), he faced countless hardships and adversities but he remained resolutely equanimous (sambhaavi) without leaning in the slightest towards raag (attachment) or dvesh (aversion).

8c4c8d1b95ff01e28ead431a14a25201.jpg
BHAGWAN'S EARS PLUGGED WITH PEGS.jpg

When we ponder over such inspirational stories, we shed our karmas. Param Krupalu dev Shrimad Rajchandra was another epitome of vairagya (detachment); so was Param Pujya Bapuji. Both of them faced worldly ups and downs without ever getting fazed or involved. The detachment and determination of these great men is vividly visible in the persona of Param Pujya Bhaishree. Now, should we get rid of our past karma or continue making more?

An enlightened soul sheds innumerable karmas even while he is engaged in worldly activities. On the other hand, an unenlightened soul may end up attracting more karma even while trying to shed old ones. For instance, he may chant a mantra 108 times to shed karma but the moment he feels proud of his spiritual activity, he slips into another karmic bind.

Constant vigil is the price of freedom from karma.

images.jpg

Param Pujya Bhaishree says we have everything we need - inclination for salvation, desire for satsang (presence of an enlightened person), a powerful meditation method, but we often falter because of પ્રમાદ (pramaad) - indiscipline and love for our worldly existence.

Once on a walk, a judge from Morvi, Dharshibhai, who revered Shrimadji, was holding an umbrella over Shrimad’s head to protect him from the harsh sun. At one point, Shrimad asked him to fold the umbrella. When Dharshibhai resisted, saying it was hot and sunny, Shrimad replied that what was needed is to eliminate the heat of passions from the soul.

35-Bazar1.jpg

Our scriptures say, “आणाए धम्मो आणाए तवो” – our agnaas (daily regimen instructed by our guru) are our religion, our agnaas are our penance. Our Guru has made it so simple for us – watch him for inspiration and do what he tells us to do. The rest is not our concern. He takes care.

નિર્જરા ભાવના

નિર્જરા એટલે કોઈ પર વસ્તુ વળગેલી હોય તેનાંથી છૂટકારો મેળવી લેવો.  નિર્જરા એટલે ખંખેરિ નાખવું. શરીર ઊપર રેતી ચોટેલિ હોય તેને જેમ આપણે ખંખેરી નાખીએ છીએ એમ આત્મા ઉપર રહેલી કર્મરજને દૂર કરી આત્માને તેનાથી મુક્ત કરાવવો તેનું નામ નિર્જરા.

અકામ અને સકામ એમ બે રીતે આપણો આત્મા કર્મની નિર્જરા કરતો હોય છે. સમજણપૂર્વક, વિવેક સહિત ધર્મનું આરાધન કરી અબાધિત કાળના કર્મોને ખેરવી દેવા તેમજ ઉદિત કર્મોને સમભાવ રાખીને શાંતિથી ભોગવી લેવા તે સકામ નિર્જરા. વિચાર કર્યા વગર અજાણપણે શરીરીભાવે કર્મો ભોગવાતા રહે તે અકામ નિર્જરા.

જીવઆત્માઓ સતત કર્મ બાંધતા રહે છે.  કર્મો  અનંત પ્રકારનાં, તેમાં મૂક્યે આઠ છે, જેના ઉત્તર પ્રકાર 158 છે, જે કર્મપ્રકૃતિ તરીકે ઓળખાય છે. આઠ કર્મ પ્રકૃતિઓમાંની ચાર કર્મ પ્રકૃતિઓ આત્માનો ઘાત કરે છે એટલે કે આત્માની શક્તિઓને, તેના ગુણોને આવરી લે છે, માટે તેને ઘનઘાતી કર્મો કહેવાય છે. આ ચાર કર્મપ્રકૃતિઓને કારણે આત્મા પોતાને ઓળખી શકતો નથી. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય અને મોહનીય તેનાં નામ છે.

૧. જ્ઞાનાવરણીય કર્મનું આવરણ હોવાથી આત્મા યથાર્થ રીતે જ્ઞાન કરી શકતો નથી. તેની જ્ઞાયક શક્તિ, હેય અને ઉપાદેયનો વિવેક કરી શકતી નથી.  જ્ઞાન અને ક્રિયાનો યથાર્થ સમન્વય સાધી શકતો નથી. સદગુરૂની આજ્ઞા પ્રમાણે યથાર્થ પુરુષાર્થ કરે તો તે જ્ઞાનાવરણીય કર્મ ક્ષય થાય છે.

૨. બીજી દર્શનાવરણીય પ્રકૃતિ છે તે પરમ સત્યનું દર્શન  તેમજ તે પરમ સત્ય પ્રત્યે અવિચળ શ્રધ્ધા કરવા દેતી નથી. સતદેવ, સદગુરુ અને સતધર્મ પ્રત્યે સંપૂર્ણ સમર્પણ ભાવ કેળવી રાખવામાં આ દર્શનાવરણીય કર્મ આડું આવે છે. શ્રધ્ધાના અભાવે આત્માની એકાગ્રતા “સત” સાથે અખંડિત જોડાયેલી નથી રહેતી. જેમ જેમ સતદેવ, સદગુરુ અને સતધર્મના ગુણોનો પ્રભાવ વેદાય તેમ તેમ તે દર્શનાવરણીય પ્રકૃતિ મંદ થતી જાય છે.

૩. અંતરાય છે તે ધર્મઆરાધન કરવામાં વિઘ્નો ઉભા કરે છે. સાચી દિશામાં જીવ ચાલવા ઈચ્છે છે પણ બાહ્ય પરિસ્થિતિ એવી ઉભી થાય છે કે તે તેમ કરી શકતો નથી. ભક્તિ અને પ્રાર્થનાના બળથી તે અંતરાયો દૂર થાય છે.  

4. બધી કર્મપ્રકૃતિઓમાં મોહનીય કર્મ સહુથી જોરાવર છે. અધિક લાંબા કાળનો બંધ તે મોહનીય થકી જીવ બાંધે છે. આત્મા તેથી ખૂબ પીડાય છે.  મોહનીય કર્મ છે તે મોહ મમત્વના  પાટા બંધાવી  જીવને દેહમાં આત્મ બુદ્ધિ કરાવે છે. જે મારું નથી તે પ્રત્યે મારાપણાનો ભાવ થાય છે. મોહના પડળને કારણે તે સાશ્વત ને અશાશ્વત અને અશાશ્વત ને શાશ્વત તરીકે જોય છે. ઊંધી માન્યતા તે દર્શન મોહ અને તે ઉંધી માન્યતા અને ઊંધી સમજણથી થતી પ્રવૃત્તિ તે ચારિત્ર મોહનીય કર્મ. અવિચારે કરી મોહ રહ્યો છે, તાત્વિક વિચારધારા વડે તે મોહ આચ્છાદિત થાય છે.

delusion_bondage copy_guj_white_font.JPG

નિર્જરા ભાવના દ્વારા આપણો આત્મા એવી સમજણ અને શક્તિ પ્રાપ્ત કરે છે કે જેથી અબાધિત કાળના, સત્તામાં રહેલાં તે કર્મોને આપણે ખેરવી શકીયે છીએ અથવા તેને આચ્છાદિત કરી શકીયે છીએ. તપ થકી તે કર્મ નાશ પામે અથવા તે કર્મની શક્તિ ઘટી જાય. આપણે ઘણીવાર બોલતા હોઈએ છીએ કે ઘાત ગઈ, ઘણું મોટું  નુકશાન થવાનું હતું પણ બહુ થોડામાં પતી ગયું જેથી દુઃખ સીમિત થઇ ગયું.  

6 બાહ્ય અને 6 અભ્યન્તર એમ બાર પ્રકારના તપનું આચરણ કરવું અતિ આવશ્યક છે. ઉપવાસ, ઉણોદરી,  વૃત્તિસંક્ષેપ, રસ પરિત્યાગ, કાયક્લેશ, સંલીનતા એ છે બાહ્ય તપ અને  પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, શાસ્ત્રપઠન, ધ્યાન, કાયોત્ત્સર્ગ એ છે અભ્યંતર તપ.

7.jpg

ભૂખે મરવું ને ઉપવાસ કરવા તેનું નામ તપ નથી. માંહીથી અંતઃકરણ શુદ્ધ થાય ત્યારે તપ કહેવાય માટે દરેક તપશ્ચર્યાનો હેતુ સમજીને લક્ષ સામે રાખી તપ કરવું. સ્વચ્છંદ, લોકલજ્જા, કુળધર્મના રક્ષણ અર્થે કે અહંકાર, માન પૂજા સત્કાર ભાવની લાલસાએ  તપ ન આદરવું. સમજણપૂર્વક તપ કરવાથી વૃત્તિઓ સંક્ષેપાય છે. ઈચ્છાઓ, વિકારો અને વાસનાઓ જ્ઞાન બળથી શાંત થઇ જાય છે. મન શુદ્ધ બને છે અને પવિત્ર મન ધ્યાન અને કાયોત્સર્ગ દ્વારા અનંત નિર્જરા કરી શકે છે.        

images (4)(1).jpg

પરિણામ અનુસાર જીવ કર્મ બાંધે છે. તીવ્ર પરિણામે જ્યારે જીવ કર્મ બાંધે છે તો તેની ચીકાશ એટલી વધારે હોય છે કે તે ભોગવ્યા વગર છૂટકો નથી અને તેને નિકાચિત કર્મ કહેવાય છે. જો તેમાં સ્થિતિ બંધ ન હોય તો જ્ઞાનવિચારે અને પશ્ચાતાપે તેનો નાશ થઇ શકે એમ છે. જ્ઞાનને આવરણ કરનારું નિકાચિત કર્મ ન બાંધ્યું હોય તો તેને સતપરુષનો બોધ લાગે છે. તે યથાયોગ્ય પુરુષાર્થ કરી આગળ વધી શકે છે.           

પરમ પૂજ્ય ભાઈશ્રી એમ કહે છે કે આત્મામાં અનંત શક્તિ છે.  જ્ઞાનીપુરુષો કર્મને ખપાવા માટે હંમેશા તૈયાર હોય છે. ખાસ કરીને અશુભ કર્મો જેનું તીવ્રતમ દુઃખદાયી ફળ હોય તેને તેઓ વિશેષ આવકારે છે. અંતરની જાગૃતિ હોય છે માટે તેઓ ઉત્તમ પ્રકારનો સમભાવ કેળવી શકે છે. વૈરાગ્ય ભાવે અને વિરક્ત બુધ્ધિએ તેઓ પ્રસન્ન રહીને શુભ અશુભ કર્મોને નિર્જરી નાખે છે. જ્ઞાતા અને દ્રષ્ટાભાવે અસંગ બની પોતાની જ્ઞાનધારામાં રહીને કર્મધારાને સહજ રીતે ભોગવી લે છે. કર્મની મોહ-માયાની ચક્રીય જાળને તોડી તેઓ નિર્મળ થતા જ રહે છે.      

આ દેહ એ હું નથી પણ તેની અંદર રહેલો સ્વપરપ્રકાશક ચૈતન્યઘન આનંદસ્વરૂપી આત્મા તે હું છું એ સમજણ સહજ વેદાય, અનુભવાય એવી છે. એ સમજણથી જીવન જીવવાની ટેવ પાડવાની છે. જો આપણે સંકલ્પિત થઈએ તો તે સમજણને અમલમાં મૂકવી અઘરી નથી. પોતાનું પૃથ્થકરણ કરતા રહેવું, તત્વની ઊંડી વિચારણા કરવી અને સાથે અંતરજાગૃતિ  કેળવાય તો અનંતકાળથી જે નથી બન્યું તે આ ભવે થઇ શકે એમ છે. ભાઈશ્રીની નિશ્રામાં સમગ્રપણે, જીવનમાં એવું  આયોજન કરવું જોઈએ કે મનમાં તે ભાવ કે હું આત્મા છું એ સદૈવ જીવંત રહે અને ક્યારેય ભુલાય નહિ. જો વિચારમાં એ સમજણ વાગોળાતી રહે તો જીવનમાં તે કાર્યકારી થશેજ, તે સમજણના  પ્રભાવ અને પ્રકાશમાં બધા નિર્ણયો લેવાશે. જીવન ધન્ય બની જશે.  

Introspection.jpg

જ્ઞાન એ વિચારનું ફળ છે, વિચાર એક એવી અદભુત શક્તિ છે કે જે દ્વારા આપણે આત્મનિરીક્ષણ કરી શકીએ છીએ. મને મારાથી વધારે કોણ ઓળખી શકે?  ફરી ફરી સાધકે જીવ જગત અને જીવન વિષે વિચારતા રહેવું જોઈએ. દરેક સંબંધમાં આપવા કરતા લેવાની ભાવના ઘણી વધારે હોય છે. દરેક પોતાનો સ્વાર્થ વિચારે છે અને એ પ્રમાણે વ્યવહાર કરે છે. આવા સંજોગોમાં આપણે મનના અરીસામાં પોતાના જીવનને જોતા રહેવું તપાસતા રહેવું. સ્વભાવ પ્રકૃતિને, મનમાં આવતા શુભાશુભ વિચાર અને ભાવ પરિણામોને સમજતા અને સુધારતા જવું. અન્ય સાથેના સંબંધોને પારમાર્થિક દ્રષ્ટિથી મૂલ્યાંકન કરી તેને આત્મભાવે નિભાવવા. અંતરની આવી શુદ્ધતા આવતા મોહભાવ પાતળો પડશે, દેહાભિમાન ઘટશે, જીવ જ્યારે શાશ્વત તરફ કેન્દ્રિત થાય છે તો બદલાતા જગતના બદલાતા સંબંધોને યથાયોગ્ય રીતે નિભાવી શકે છે. ધ્યાન સાધના દ્વારા મન સ્થિર થતું જાય છે અને તે સ્થિર મન સૂક્ષ્મ રીતે તત્વનો વિચાર કરવા સમર્થ બને છે. સદગુરુ અને સતસશાત્ર થકી જે યથાર્થ બોધની પ્રાપ્તિ થાય છે તેથી વૈરાગ્ય અને ઉપશમભાવ વધુ દ્રઢ થાય છે. વૈરાગ્ય એ મોક્ષ સુધી લઇ જનારો ભોમિયો છે.           

ગુરુ માર્ગદાતા છે મોક્ષદાતા નહિ. તેઓ માર્ગ ચીંધે છે અને તે ઉપર ચાલવા માટે પ્રેરણા અને બળ પણ આપે છે છતાં એ ચાલવું મારે સ્વયં પડશે એ યાદ રાખવું. આધ્યાત્મિક વિચાર જો આચરણ ન બને તો તે અભિમાન થઇ સ્વભાવની વિકૃતિ બની નડે છે.                

ધ્યાન એ વિપુલ નિર્જરાનું સાધન છે. સદગુરુ આશ્રિત,  નિયમિત ધ્યાન કરતો કરતો સાધક અંતર જાગૃતિ કેળવીને સંસારમાં રહ્યા છતાં વિરક્ત રહી શકે છે. સમતાભાવમાં ધરી રાખનાર તે ધ્યાન છે. ખરેખર ધ્યાન એ અમૃત છે.

પરમ કૃપાળુ શ્રીમદ્જીએ કરુણા ભાવથી દેવકરણ મુનિને પોતાની અંતરદશા વર્ણવતા કહ્યું કે જેમ નારિયેલનો ગોળો તેની કાંચળીથી  જુદો થઇ જાય છે એમ દેહ અને સંસારથી અમે સંપૂર્ણ જુદા છીએ.

Copy of Easiest-Way-To-Remove-Coconut-Flesh-From-Shell-Within-30-Seconds-1024x477.jpg

મહાપુરુષોની જીવનગાથા સાંભળીયે ત્યારે સમજાય કે  નિર્જરાભાવના ભાવીને તેઓ કઈ રીતે અનંત કર્મોથી મુક્ત થયા. સાશનપતિ, તીર્થંકર મહાવીર ભગવાન, 30 વર્ષ રાજકુંવર તરીકે મહેલમાં રહ્યા છતાં તેઓ ભોગી નહિ પણ યોગી હતા. દીક્ષા લીધા પછી ઉદીરણા કરીને તેઓ એવા ક્ષેત્રે વિહાર કરતા જ્યાં ઉત્કૃષ્ઠ ઉપસર્ગો સહન કરવા પડે. આત્મ સમાધિસ્ત ભાવે, ધ્યાનનિમગ્ન, કાયોત્સર્ગ કરી અપ્રતિમ સમભાવમાં રહીને તેઓએ ઘોર ઉપસર્ગો સહન કર્યા અને કર્મોથી મુક્ત થયા. ન રાગ ન દ્વેષ માત્ર જ્ઞાનના આનંદમાં વીતરાગભાવને તેઓ સાધતા રહ્યા.       

8c4c8d1b95ff01e28ead431a14a25201.jpg
BHAGWAN'S EARS PLUGGED WITH PEGS.jpg

આવી  પ્રેરણાત્મક કથાઓને મનમાં ધરી રાખવી. તે મહાપુરુષોના આચરણને અત્યંત અહોભાવથી સ્મરતાં રહેવું. ખાસ કરીને પ્રતિકૂળ સંજોગો આવે ત્યારે તેઓનું દિવ્ય ચરિત્ર આપણામાં શક્તિનો સંચાર કરે છે અને આપણે આપણા કર્મોને સમભાવપૂર્વક ખેરવી શકીએ છીએ.

પરમ કૃપાળુ દેવ કે બાપુજીનો વિચાર કરીયે તો તેઓ બન્ને જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય ધારણ કરીને ઉદાસીનભાવે સંસારમાં રહ્યા હતા. બધાનું લેણું ચુકવતા રહ્યા અને અહોરાત્ર તેમની અંતર સાધના પણ ચાલુ રાખી. સંસારમાં સુખ અને દુઃખના મોજાઓ આવતા રહ્યા પણ આત્મજાગૃતિ એવી બળવાન રાખી કે તેમને હર્ષ કે શોક ન થયો. જીવવાની ઈચ્છા નથી અને મરવાની ચિંતા નથી માત્ર ઉદયને અનુસરતા રહ્યાં.જે વૈરાગ્યભાવ અને દ્રઢ સંકલ્પબળ એમનામાં હતું તે સ્પષ્ટપણે આપણે પરમ પૂજ્ય ભાઇશ્રીમાં જોઈ શકીએ છીએ. કહો, હવે એમની પ્રેરણા લઇ આપણે કર્મોથી મુક્ત થવું છે કે પછી વધુ કર્મ બાંધી, જન્મમરણના દુઃખ વધે એવું જ જીવન આ ભવે પણ જીવતા રહેવું છે.

જ્ઞાનીનું કરેલું બધું સવળું. આત્મામાં રહીને તેઓ કાર્ય કરે છે માટે તેમને નવું કર્મ ક્યાંથી બંધાય?  બાહ્ય સંજોગો ભલે કર્માશ્રવઃ કરાવે એવા હોય પણ  તેમના અંતરનો જ્ઞાન દીવો પ્રજ્વલિત છે માટે તેઓ સંવરભાવમાં જ સ્થિર છે. અજ્ઞાનીના યોગ  ધર્માંરાધનામાં રોકાયેલા છે, તે માળા ગણે છે પણ તેનું મન આખાએ જગતમાં ફરીને કુંડો કચરો ભેગો કરે છે. રાગ દ્વેષ કષાયના ભાવો માળા ગણતા પણ અંતરમાં થઇ રહ્યા છે. હું ધાર્મિક છું એવું અભિમાન અને દંભ પણ તે કરતો રહે છે. માટે જ્ઞાની સદગુરુની નિશ્રામાં રહી તેમના કહ્યા પ્રમાણે ધર્મનું આરાધન કરવું અનિવાર્ય છે.

જ્યાં સુધી આત્મલક્ષ છે ત્યાંસુધી નવું કર્મ બંધાતું નથી અને જૂનું પૂરું થઇ જાય છે. માથે પાણીના ત્રણ ચાર બેડ લઈને ચાલતી તે પાણીયારી પોતાની સખી સાથે વાત કરે છે, હસે છે, છતાં બેડાં ઉપરનું લક્ષ ટકાવી રાખે છે. બરાબર એ રીતે જો તમામ કાર્યો કરતા આત્મવૃત્તિ જળવાઈ રહે એજ આપણો મુખ્ય પુરુષાર્થ છે.    

પરમ પૂજ્ય ભાઈશ્રી કહે છે  કે આપણી પાસે બધું છે: મોક્ષે જવું છે, સતદેવ, સદગુરુ અને સતધર્મ પ્રત્યેનું શ્રધ્ધાન છે, સત્પુરુષના સત્સંગમાં રુચિ છે, અંતર્મુખ અવલોકન કરવાની સમર્થ ધ્યાન પ્રક્રિયા પણ છે તો પછી શું રોકે છે?  પ્રમાદ નડે છે, ભૌતિક સુખ સાધનો પ્રત્યેનો પ્રેમ હજુ યોગ્ય રીતે ઘટ્યો નથી તે આગળ વધવા દેતો નથી, સાંભળીયે છીએ પણ તેનો વિચાર કરી જીવન બદલાવતા નથી. સંયમ, અનુશાસન, સાદગી,  સમર્પણની અને એક સંકલ્પ બળની ખામી છે.              

35-Bazar1.jpg

એક વાર મોરબીના ન્યાયાધીશ શ્રી ધારશીભાઈ કે જેમને શ્રીમદ્જી પ્રત્યે ખુબ પૂજ્યભાવ હતો તેઓ ભર ઉનાળે બપોરના સમયે મોરબીની ઉભી બજારમાં શ્રીમદ્દ ઉપર છત્રી ખોલીને ચાલતા હતા. જોનારા લોકોને ઘણું કૌતુક થયું કારણ ધારસીભાઇ ઉંમરમાં ઘણા મોટા અને ખૂબ પ્રતિષ્ઠિત વ્યક્તિ હતા. બજાર પૂરી થઇ અને બહાર આવ્યા એટલે શ્રીમદે ધારસીભાઇને છત્રી બંધ કરવા કહ્યું. ત્યારે ધારસીભાઇએ ઉત્તર આપ્યો કે ગામ બહાર વધારે તાપ લાગે, આપ છત્રી બંધ કરવાનું શું કામ કહો છો? ત્યારે જ્ઞાનવંત શ્રીમદ્દજી બોલ્યા “ધારશીભાઈ, ખરેખર તો આત્મામાંથી કષાયનો તાપ જવો જોઈએ”  શ્રીમદ્જી જેવા મહાજ્ઞાની ગુરુના આવા ઉત્તમ બોધને લક્ષમાં રાખીને  ધારશીભાઈએ ત્યાર પછી જીવનમાં ખુબ જાગૃતિ કેળવી હતી અને ક્રોધ, માન, માયા, લોભ, ઈર્ષા, વગેરે કર્મનાં આંતરિક પરિબળો પ્રત્યે તેઓ અતિ સાવધાન રહ્યા હતા.

આપણા આગમ સૂચવે છે કે  “आणाए धम्मो आणाए तवो” આજ્ઞાનું આરાધન એજ ધર્મ અને આજ્ઞાનું આરાધન એજ તપ. આપણા ગુરુએ મોક્ષનો માર્ગ કંડારી આપ્યો છે. તેઓ આપણી પ્રેરણા છે. તેમને જોતા રહેવું અને આપણે આપણો ઉત્સાહ અને આનંદપૂર્વક તેમની આજ્ઞા પાળતા રહેવું. પછી બીજી કોઈ ફિકર આપણે કરવાની નથી. તેમનું અનન્ય શરણ છે.  આપણી ભક્તિ અનન્ય થશે તો નિર્જરા ભાવના ભાવિ નિશ્ચિત તમામ કર્મોનું પ્રક્ષાલન કરી મુક્ત થશું  જ.   


ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર

અંતર્મુખ અવલોકતા વિલય થતા નહી વાર.


Further Insights

Shrimad says in Vachanamrut (Page 158), “Knowledgeable seers say that man becomes God.” It is a profound statement. This simple sounding sentence conceptually covers all the literature on spirituality written by Shrimad. Man, with all his compelling flaws, has the potential to overcome them and evolve into a gnani (one who knows the soul). He can then move up, step by step, across various stages (gunasthanaks) towards kevalgnan where all distinction between him and God ends.

Our nature is made up of some qualities that we are born with and some that we acquire. All these qualities are the cause of our accumulation of karma. If we think deeply about the nature of our being, we realise we need nothing to make us happy. Happiness dwells within us, waiting to be acknowledged. Once we realise that, we change internally and gradually stop attracting karma. All that then remains is shedding of past karmas which can be done more easily and quickly with the help of contemplation and meditation. That’s the time-tested passage to salvation.

પરમ ક્રુપાળુ દેવ પાનું 158 કલમ 79માં લખે છે કે  “માણસ પરમેશ્વર થાય છે એમ જ્ઞાનીઓ કહે છે”  અધ્યાત્મનો સાર પ્રાપ્ત થાય એવું આ પ્રકૃષ્ટ વચન છે. આપણી ઉપાદાન શક્તિનો આ વચન દ્વારા પરિચય થાય છે. આ વચનને આપણે ગંભીરતાપૂર્વક વિચારવું જરૂરી છે. ભલે હું અજ્ઞાની છું, મારામાં ઘણા દોષો રહેલા છે પણ છતાંએ નિર્મળ થવાની શક્તિ હું ધરાવું છું. જો હું ધારું તો આજ ભવમાં ઉત્તમ સાધના કરી, દર્શનમોહના પડળોને ધોઈ, સમ્યગ્દર્શન પ્રાપ્ત કરી શકું એમ છું. સમ્યગ્દર્શન  થયા બાદ મારો વિશુદ્ધ ભાવ મને ગુણસ્થાનક આરોહણ કરાવશે અને છેલ્લે, અનંત અવ્યાબાધ સુખ સમાધિ આપનારું કેવળજ્ઞાનને હું પ્રાપ્ત કરી શકીશ. હું સ્વયં ઈશ્વરસ્વરૂપ બની જઈશ. સતદેવ સદગુરુ અને સતધર્મની આ કોઈ અદભુત બલિહારી છે, પથ્થરમાંથી સુંદર જ્ઞાન પ્રતિમા ઘડવાની અજબ શક્તિ તેઓ ધરાવે છે. તેમનો આશ્રય સ્વીકારી  અને તેમણે આપેલી આજ્ઞાઓનું અપૂર્વ રુચિથી પાલન થતાં હું સિદ્ધ પરમાત્મા બની શકું એમ છું.                 

 

આત્માં ઉપર કર્મનું આવરણ હોવાને કારણે આપણે અમુક પ્રકારની સ્વભાવ પ્રકૃતિ લઈને જન્મતા હોઈએ છીએ. જન્મ બાદ, આપણું પ્રારબ્ધ અને આપણા પુરુષાર્થ થકી તે સ્વભાવ પ્રકૃતિમાં ફેરફાર થતો હોય છે.  બાહ્ય માહોલ, શિક્ષણ, સંસ્કાર, કોઠાસુજ, સંગત જેવા પરિબળો પોતાનો પ્રભાવ આત્મા ઉપર પાડે છે.  આ પ્રભાવ જો કલ્યાણકારી હોય તો સુખની શોધ અંદરમાં થશે અને જો અકલ્યાણકારી હોય તો સુખની શોધ બહારમાં થશે. કોની સાથે જોડાઈને રહેવું અને ક્યાં પરિબળથી કેટલું પ્રભાવિત થવું તે આપણા હાથની વાત છે. આત્મા એજ પરમ સત્ય છે, જ્ઞાન અને આનંદ એ તેનો સહજ સ્વભાવ છે. કમનસીબે, જે ભણ્યા અને શીખ્યા તે દ્વારા આપણે વ્યાવહારિક જીવનમાં ભૌતિક ભાવોને મુખ્ય રાખીને જીવ્યા અને તેને કારણે કર્મની જાળમાં વધુ ફસાતા રહ્યા. ખ્યાલ ન આવ્યો કે મારો આત્મા એ જ આનંદનો મહાસાગર છે. હું સ્વયં અનંત સુખનો ભંડાર છું. સદ્દગુરુ નિશ્રામાં રહેતા, તેમના બોધને વાગોળતા સુખ અને આનંદને શોધવાની દિશા બદલાય છે. અંતર્મુખ અવલોકન કરતાં, મોહના વિકલ્પો શમી જાય છે અને સંસાર સપના જેવો અસત્ય ભાસે છે. ધ્યાનમાં એકાગ્રતા સધાય ત્યારે જ્ઞાનઉપયોગની પ્રતીતિ થાય છે. નિજસ્વભાવમાં રહેતા અનંત નિર્જરા આત્મા કરે છે, અને કર્મો દૂર થતાં મોક્ષના સુખને અનુભવે છે.        

Samvar Bhavana - Preventing the binding of new karma - સંવર ભાવના

 
જ્ઞાન, ધ્યાનમાં પ્રવર્તમાન થઈને જીવ નવા કર્મ બાંધે નહીં તે આઠમી સંવરભાવના.
- શ્રીમદ્દ રાજચંદ્ર, વચનામૃત

Transliteration:
Gnan, dhyaanmaa pravartmaan thai ne jeev nava karma baandhe nahi te aatthmi sanvarbhavana.

Translation:

By immersing in knowledge and meditation, the soul does not bind new karma. That is the eighth Samvar bhavana.
— Shrimad Rajchandra, Vachanamrut

Samvar Bhavana

Samvar bhavana is about the prevention of new karma. Karma rules every moment of our existence. All karma is suffering. Even good karma is sorrow dressed up as happiness because it interferes with our ultimate aim of moksha (salvation). So, can we stop collecting karma?  Samvar bhavana tells us we can. Knowledge and meditation are the key to preventing new karma from depositing on our consciousness.

Just as we shut our windows to prevent dust from entering and soiling our homes, we force shut the attachment gateways (ashravdwaar) to thoughts, speech and deeds. Just as we shut the door to prevent theft of our belongings, we shut the door to temptation and prevent destruction of our essential spiritual fibre.  By blocking karma, we block its results and free ourselves from its unhappy consequences. Only by such constant vigil can we shrink the vast, weighty and unwieldy canvas of our seemingly endless karmas.

Samvar bhavana is about disciplining the body and the mind to abstain from karma-inducing thought, speech and action. If we think before we speak or act, it becomes a powerful and easy way to curtail inflow of karma. A little step ahead is to think before we even think or feel – that is, to control the mind by not allowing a wayward or indisciplined thought to enter it. We need to be our own doormen. When an involuntary bad thought such as envy creeps in, arrest it as it enters, before it consumes the mind. If possible, watch the thought and let it fly back out of our system.  A constant vigil will cleanse the mind and thereby our speech and actions.

Samvar bhavana tells us how crucial it is to bear our karma with fortitude. Our oneness with our suffering creates a cyclical bind of new karma whereas bearing our pain calmly relieves us of that karma at some point. Knowledge of right awareness goes a long way in practising samvar. Awareness of an object – any idea, thought or emotion that stems from attachment – has to be forfeited as it breeds attachment. Awareness of the self is real awareness that protects us from creating new karma. Meditation helps create such awareness.

Param Pujya Bhaishree, quoting from ‘Vyakhyaansaar’, tells us of the fine line between a person who has achieved granthi bhed (discrimination between delusion and reality) and one who has not. The one who has not achieved granthi bhed is driven by his active involvement or oneness (ekatva) with the four vices (kashay) of anger, ego, deception and greed; the one who has achieved granthi bhed, such as an enlightened person, may have kashays but he does not get involved in them. And therein lies the fundamental schism between suffering souls and liberated souls.

Shrimadji says, “For the sake of small joys in one lifetime, enlightened souls do not extend the infinite suffering of infinite lives.” Avoid anger by cultivating love and forgiveness, ego by humility, deception by straight-forwardness and greed by contentedness.

One must contemplate on the virtues of samiti, gupti and yati dharma that define living within determinate parameters. Conserve and limit use of all the outer resources we need for a worldly existence such as water, food, electricity, clothes, etc. And conserve our inner peace by increasing our sadhana and contemplation, watching our words and thoughts, avoiding negativity and cultivating detachment.  

Shree Bhagvati Sutra Part 2 says a sangni jeev (sentient and rational being) manifests ten categories of behaviour based on his desires – food, fear, intercourse, acquisitiveness, anger, ego, attachment, greed, aimlessness, social approval.

Even an ayogi kevali (a soul who has reached the acme of spiritual awakening and consciousness) at the 14th gunsthanak (highest stage of spiritual journey), who does not accumulate any karma, has to bear 11 types of parishaha (hardships). This should tell us how much way behind we are and how far we have to go.

In addition to our daily contemplation of 15-20 minutes for the bhavana of the month, Brahmnisht Vikrambhai advocates a simple and effective way to enforce the bhavana in our lives: chant the action part of the bhavana in our mind all day. E.g., for samvar bhavana, we could repeatedly chant, “I will watch my thought, speech and action.”

Bhavanabodh cites the inspiring example of how Rukmini, the beautiful daughter of a wealthy man, was got besotted with Vajraswami after listening to his impressive spiritual discourses and declared she would marry him and none other. She tried her best to woo him. Vajraswami, however, remained unwavering in his vow of celibacy. He knew entering into a marital liaison would entail a lifetime of karmic binding, a binding that would harm him no end. In the end, Rukmini saw her folly in trying to convert a saint and drive him towards self-destruction. Instead of trying further, she decided to renounce the world and embrace sainthood herself. The best way to prevent new karmas from forming is to disallow them from entering our mindspace.

Vajraswami

Vajraswami

Sadhvi Rukmani

Sadhvi Rukmani

Param Krupalu Dev Shrimad Rajchandra’s fame as a shataavdhaani – someone who could do 100 things at a time – had spread far and wide. He got invitations to go abroad and earn more money and fame. Shrimadji, however, declined all offers as these could lead him away from the glorious pursuit of his soul. To him, his extraordinary prowess as a shataavdhaani was but one miniscule part of the soul’s boundless power. A gnani does not get tempted; a gnani enjoys a good breeze without getting attached to it and craving it.

Bhagvad Geeta expounds the beautiful concept of sthitapragna – a wise person who is equanimous in happiness and sadness. Such a state of being frees us from being prisoner to future karma. In the same book, Bhagwan Krishna famously says, “Karmanye vadhikaaraste, maa phaleshu kadaachana.” “You have the right to act according to your duty; but do not get attached to the fruits of your actions.”

In other words, be detached, come what may.

સંવર ભાવના

જે જે વૃત્તિમાં સ્ફૂરે અને ઇચ્છા કરે તે આશ્રવ છે. તે તે વૃત્તિનો નિરોધ કરે તે સંવરભાવ.

સંવર ભાવનાનું અનુપ્રેક્ષણ કરવાથી નવાં કર્મોને રોકી શકવાની શક્તિ પ્રાપ્ત થાય છે. જીવનની દરેક ક્ષણ ઉપર કર્મનું વર્ચસ્વ છે. અજ્ઞાની જીવોના અસ્તિત્વનો આધાર તેનાં શુભાશુભ કર્મો છે. તે કર્મો દ્વારા દેહનું ઉપાર્જન થાય છે અને દેહ એ કેવળ વેદનાની મૂર્તિ છે. તે દેહમાં પુરાઈ જીવ અનંત દુઃખ ભોગવે છે. જ્યાં સુધી તે કર્મો આત્મા સાથે જોડાયેલા છે ત્યાં સુધી જીવ અનંત દુ:ખોથી પીડાતો રહેશે. શુભ કર્મો પણ ખરેખર તો દુઃખને ઢાંકી દેતું છદ્માવરણ છે કારણ મોક્ષ થવામાં તે બાધારૂપ  બને છે. જો અશુભ કર્મ લોખંડની બેડી છે તો શુભ કર્મ સોનાની બેડી છે. તે બન્ને, આત્માને મુક્ત થવા દેતા નથી. શું આપણે કર્મ બાંધતાં અટકી શકીએ ખરાં? સંવર ભાવના કહે છે કે અવશ્ય આપણે  કર્મો બાંધતા અટકી શકીએ એમ છીએ. જ્ઞાન અને ધ્યાનનો આશ્રય લઈએ તો નવાં કર્મો આપણા ચેતન આત્માને આવરી નહિ શકે અને પૂર્વનાં કર્મોનું જે આવરણ છે તે પણ દૂર કરી શકીશું. અંતે આત્મા મુક્ત થશે.

જેમ વરસાદ કે વાવાઝોડું આવે ત્યારે પાણી અને ધૂળ ઘરમાં ન પ્રવેશી જાય માટે આપણે ઘરનાં બારી અને બારણાં બંધ કરી દઈએ છીએ, બરાબર એજ રીતે કર્મો અંદર ન પ્રવેશે તે માટે આપણે મન, વાણી અને કાયાના યોગોને સાવચેતીપૂર્વક પ્રવર્તાવવા જોઈએ. યોગાશ્રવનાં દ્વારોમાંથી કર્મો પ્રવેશે નહિ  માટે આપણા જીવનના આપણે ચોકીદાર બનવાનું છે. પાપના પ્રનાલને બંધ કરવાનાં છે. કોઈ નબળો કે ખરાબ વિચાર આવે તો તેના  આવતાની સાથેજ તેની ધરપકડ કરી લેવી. મનના મહેલમાં તેને ફરવા ન દેવો. આવી સતત જાગૃતિ હશે તો મન નિર્મળ અને વિવેકી બનતું જશે. સંકલ્પબળ, એકાગ્રતા, ધીરજ આવા લાભદાયી ગુણો ખીલતા જશે.  

આશ્રવનાં દ્વારોને બંધ કરી દેવા તે સંવર ભાવના. સમ્યગજ્ઞાન, વિરતિ, અપ્રમત્તતા, નિ:કષાય પરિણામ અને અયોગ થકી આપણે મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગના દ્વારોમાંથી આવતાં કર્મોને રોકી દઈએ છીએ.

સમ્યગજ્ઞાન: આત્મસાક્ષાત્કાર. દેહમાં આત્મબુદ્ધિ ન થવી અને આત્મામાં આત્મબુદ્ધિ થવી તે.

વિરતિ: સંસારમાં વિરક્ત રહેવું. વૈરાગ્યભાવ ધરીને અલિપ્ત જીવન જીવવું.

અપ્રમત્તતા: અંતરમાં જાગૃત રહેવું. જ્ઞાનભાવમાં રહી કર્મધારાને સમભાવે ભોગવી લેવી.

નિ:કષાય: ક્ષમા, નમ્રતા, સરળતા અને  સંતોષને સદૈવ ઉજાગર રાખવાં.

અયોગ: મન-વચન-કાયાની સ્થિરતા. સંયમિત જીવન. તમામ કર્મોને નીર્જરી જન્મમરણથી મુક્તિ, દેહનો વિલય થવો.

યોગનું ચલાયમાનપણું તે આશ્રવ અને તેથી ઊલટું તે સંવર.

વાણી અને વર્તન એ વિચારોમાંથી પ્રગટ થાય છે માટે આપણું મન શું કરી રહ્યું છે તે જાણતા રહેવું એ અત્યંત જરૂરી છે. મન જો સ્વચ્છ, સ્વસ્થ અને સ્થિર છે તો બધું વ્યવસ્થિત થાય છે.  મનને અધ્યાત્મમય રાખીને તેને ધર્મધ્યાનમાં રોકી રાખવું, વાણી દ્વારા પ્રભુ સ્મરણ, કીર્તન અને શાસ્ત્રવાંચન કરવું. મીઠું અને સત્ય વચન બોલતા રહેવું, વિચાર કર્યા વગર ન જ બોલવું. કાયા દ્વારા સમજણ સાથે, જયણાપૂર્વક પ્રવૃત્તિ કરવી. યોગ દ્વારા હિંસા ન થાય, અન્યને દુઃખ ન પહોંચે તે ઉપયોગ રાખીને બધાં જ  કાર્યો કરવાં.  જ્યાં અનુસાશન છે ત્યાં યોગ નિયંત્રિત રહે છે. અનુશાસન તેમજ સંયમિત જીવન એ આત્મવિકાસની નિસરણી છે.   

ઘરમાંથી કોઈ વસ્તુ ચોરાઈ ન જાય માટે સંગ પ્રસંગે લાવેલા દાગીનાઓને ઘરની તિજોરીમાં રાખીએ છીએ અને બહાર જઇએ ત્યારે ઘર બરાબર બંધ કરીને જઈએ છીએ. આપણો આત્મા સહુથી અમૂલ્ય છે, એની કોઈ કિંમત થઇ શકે એમ નથી કારણ તે અનંત ગુણોનો અને અવ્યાબાધ સુખનો ભંડાર છે. ઈન્દ્રિયોનાં  ક્ષણિક સુખની લોલુપતા આપણા આત્માને હરી ન લે, પરમાં એકાગ્ર અને ઓતપ્રોત બનીને તે પોતાનું ભાન ન ભૂલી જાય એ ધ્યાન રાખવું અતિ આવશ્યક છે.      

કર્મોને રોકતાં આપણે તેના ફળને પણ રોકી દઈએ છીએ. દુઃખોથી બચવા માટે ધીરજ કેળવીને અંતર જાગૃતિ સાથે, યથાયોગ્ય રીતે મોટાં કે નાનાં કાર્યો કરવાની જરુર છે. ચિત્ર વિચિત્ર સુખ દુઃખના આ સંસારી પટ ઉપરના  ચિત્રામણને ભૂંસી, તેને શ્વેત અને શુક્લ બનાવવાનો આ અચૂક ઉપાય છે.

લક્ષ રહે જ્યાં સુધી નિત્ય નિર્મળપણે કરમનો ડાઘ કહો કેમ લાગે?

આત્માનો લક્ષ રાખીને, જે કંઈ આપણે કરીએ છીએ તે ધર્મ છે અને તે લક્ષ ચૂકીને જે કંઈ કરીએ છીએ તે અધર્મ છે, કર્મ છે.        
    
સંવરભાવના એમ શીખવે છે કે ઉદયને અનુસરતું જીવન જીવવું, પણ તે ઉદયમાં ભળી ન જવું. જયારે વિપરીત કર્મનો ઉદય આવે ત્યારે દેહમાં આત્મબુદ્ધિ ન કરવી. બધું શરીરને થાય છે પણ હું તેનો જોનારો અને જાણનારો જ્ઞાયક આત્મા છું. હું અક્ષય છું, કર્મસત્તાથી અનેક ગણું વધારે બળ મારા આત્મામાં છે. હું તો જીવંત છું, જાગતો છું, તે બિચારા તો જડ છે, અચેતન છે. સમભાવ રાખીને કર્મો ભોગવવાની એક અદ્દભુત કળા આ સંવરભાવના થકી હાંસલ થાય છે. સંવરભાવના ભાવવાથી સંસારનું સમ્યગ સ્વરૂપ સમજાય છે અને ત્યારબાદ એકાંત શોક અને દુઃખથી ભરેલા તે સંસારમાં હવે જન્મમરણ ન કરવાનો દ્રઢ સંકલ્પ બંધાય છે. નિર્વેદ અને સંવેગના ગુણો ખીલતા જાય છે. આત્મજાગૃતિ અને સહનશીલતાને કારણે દુઃખ પણ દૌલત બની જાય છે. જીવન એજ તપ છે, જો તેને તીખો તાપ માનીએ છીએ તો જ આપણે તેનાથી બળીએ છીયે.

જ્ઞાન કરવું એ આત્માનો સહજ સ્વભાવ છે માટે તેથી જાણવાની ક્રિયા અવિરત ચાલતી રહેશે. જે સામે આવે તેનું જ્ઞાન થતાંં જ અંતરમાં તેના સંદર્ભના વિચારો જાગે છે. એ વિચારને અનુસરતા ભાવ થયા વગર રહેતા નથી. જો તે જોડાણમાં હું અને મારાપણાનો ભાવ હોય, આત્મા મોહના રંગે રંગાઈ રહ્યો હોય તો તુરંત જાગૃત થઇ તેનાથી હું ન્યારો છું એવી સભાનતામાં આવી જવું. સાત્વિક સદાચારી જીવન તેમજ ધ્યાનની સાધના થકી આ અંતર જાગૃતિ વિશેષ ખીલતી જાય છે.

વ્યાખ્યાનસારનો બોધ આપતા પરમ પૂજ્ય ભાઇશ્રીએ કહ્યું કે, ગ્રંથિભેદ થયો છે એવા સમ્યગદર્શન પામેલા જ્ઞાની તેમજ જેની ગ્રંથિ હજુ નિબિડ છે, છેદાઈ નથી એવા અજ્ઞાની આત્મા વચ્ચે ઘણું મોટું અંતર છે. જેની નથી છેદાઈ એવો પુરુષ દરેક કાર્યોમાં લેપાયેલો રહે છે. શરીરીભાવે, દેહાભિમાન સાથે તે બધાં કાર્યો કરે છે. જે સ્વપ્ન સમાન છે તેને તે સાચું માને છે. સુખ બહાર શોધે છે. ઇન્દ્રિયોના વિષયની પાછળ દોડે છે, ઉશ્કેરાટ અને ઉદિગ્નતા ભર્યું તેનું જીવન વલણ છે. ઉદયમાં ભળી જતા તેને કષાયો થતા રહે છે. સંસારમાં તે ડૂબેલો જ રહે છે. જે જ્ઞાની છે તે આત્મામાં જીવે છે. અકર્તા ભાવે તેના કાર્યો થાય છે, તે અલિપ્ત અને અસંગ રહી શકે છે. જ્ઞાતા ભાવે દ્રષ્ટા છે. ઉદયનો ધકકો વધારે બળવાન હોય તો તે અંદરથી હલી જાય છે પણ તેને અનંતાનુબંધી કષાય થતા નથી. જીવન કાળ દરમિયાન તે મોટે ભાગે શાંતિ અને સ્વસ્થતા સાથેનું જાગૃત જીવન જીવે છે. સંસારી અને જ્ઞાની પુરુષો આમ કેટલા અધિક જુદા પડે છે. આત્મા સાક્ષાત્કાર થાય અને કર્મો ક્ષય થતાં મુક્તિપુરી સુધી પહોંચાડી દે એવી આ સંવર ભાવના છે.

પરમ કૃપાળુ દેવ શ્રીમદ્જી પત્રાંક ૪૭ માં લખે છે કે, “એક ભવના થોડા સુખ માટે અનંત ભવનું અનંત દુઃખ નહીં વધારવાનો પ્રયત્ન સત્પુરુષો કરે છે.” ક્રોધને પ્રેમ અને ક્ષમાથી, માનને લઘુતાભાવથી, કપટને સરળતાથી અને લોભને સંતોષથી જીતી લે છે.

જૈન દર્શનમાં, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિ એ આઠ પ્રવચન માતા કહેવાય છે. જેમ માતા બાળકનું રક્ષણ કરે તેમ આપણા આત્માનું તેઓ રક્ષણ કરે છે. પ્રવૃત્તિમાં સમિતિ અને નિવૃત્તિમાં ગુપ્તિનો આશ્રય લઈને પ્રવૃતિ તેમજ નિવૃત્તિ દરમિયાન આપણો આત્મા નિષ્કલંકી રહે એ આપણો પુરુષાર્થ છે. જીવન જીવતા ઓછામાં ઓછી વસ્તુઓ વાપરવી. પાણી, ભોજન, કપડાં  વીજળી બધું વિચારીને વાપરવું. વૈરાગ્ય ભાવે ત્યાગી જીવન જીવવું. ભય દેખી કાચબો પોતાના અંગોને સંકોચી લે છે તેમ મન, વાણી અને કાયાના વ્યાપારને ટૂંકાવી દેવો. જરૂરિયાત હોય ત્યાંજ જવું અને કામ હોય તો અન્યને મળવું. મૌન રહી જડ ચેતનનો વિવેક કરતા રહેવું. સંસારમાં રહ્યા છતાં સંન્યાસી થઈને જીવવુ.

ભગવતી સૂત્રના બીજા ભાગમાં એમ કહ્યું છે કે સંજ્ઞી  જીવો १० પ્રકારની પ્રવૃત્તિમાં સતત જોડાયેલા રહે છે. ખોરાક લેવો, ભયમાં જીવવું,  મૈથુન, પરિગ્રહ ભેગો કરવો, ક્રોધ, અહં, આસક્તિ, લોભ, જેવા ભાવોમાં રાચવું, ઉદેશ વિનાનું જીવન જીવવું, લૌકિક મોટાઈની કામના કરવી.

હેય અને ઉપાદેયનો વિવેક કરીને દરેક પ્રવૃત્તિઓ આત્માના લક્ષે કરવી એ યાદ રાખવાનું છે.

સયોગી કેવળી ભગવંતે પણ ચૌદમાંના અગિયાર પરિષહ સહન કરવા પડે છે. કરેલાં કર્મો ભોગવ્યાં વગર તેનો આત્મા મુક્ત નથી થઇ શકતો. આવા સંપૂર્ણ જ્ઞાનીએ પણ પોતાના કર્મો  ભોગવવાં પડે છે. માટે કર્મ બાંધતી વખતે આપણે ખૂબ સજાગ રહેવું જોઈએ.  

રોજ १५ થી २० મિનિટ આ ભાવનાનું ચિંતવન કરવું.  જગત તરફ દ્રષ્ટિ કરીએ ત્યારે આ ભાવનાને મનમાં ધરી રાખવી અને તેને લક્ષમાં રાખીને જીવન જીવવું તેમજ બધા નિર્ણયો લેવા. ભાવનાઓને સંસ્કારિત કરવા માટે તેનો  અંતરમાં આલેખ જગાડવો અત્યંત જરૂરી છે,  દાખલા તરીકે સંવર ભાવનાને અમલમાં લાવવા માટે આવા એક વચનનો અંતરમાં અજપા જાપ કરવો અથવા તો  માળા ફેરવવી. “હું મારા વિચાર, વાણી અને વર્તન પ્રત્યે જાગ્રુત રહીશ.”

ભાવનાબોધમાં,  રુક્મની અને વજ્રસ્વામીની  બોધપ્રેરક કથામાં આલેખાયું છે કે રુક્મણિ ધનાઢય પિતાની પુત્રી હતી. તેણે વજ્રસ્વામીનું વ્યાખ્યાન સાંભળ્યું અને એટલી બધી તેમના પ્રેમમાં પડી ગઈ કે તેણે નિર્ણય કર્યો કે જો હું પરણીશ તો કેવળ વજ્રસ્વામીને જ. તેને પોતાના કામણથી ઘણી રીતે વજ્રસ્વામીને પ્રલોભિત કરવાની કોશિષ કરી પણ અડગ મનના તેઓ જરાય ચળ્યા નહિ. વજ્રસ્વામી બરાબર જાણતા હતા કે વિવાહિત જીવનમાં તેઓનો આત્મા વિવિધ જાતના અનેક કર્મોથી કલંકિત થશે અને તેના ફળ અનેક જન્મારાઓ સુધી ભોગવવા પડશે. અંતે વજ્રસ્વામીના જ્ઞાન ગર્ભિત વૈરાગ્યે રુક્મણિને જીતી લીધી. તેને ખ્યાલ આવ્યો કે એક સંતને સંસાર તરફ આકર્ષિત કરવાનું પાપ કેટલું ઘાતકી છે.  

રૂક્મણિએ પણ પ્રવજ્યા લીધી અને મોક્ષના માર્ગે પ્રયાણ કર્યું. જો કર્મોને અટકાવવા હોય તો અશુભ  વિચારની શરૂઆત થાય ત્યાંજ તેને રોકી લેવા જોઈએ.  

પરમ કૃપાળુ શ્રીમદ્જીએ મુંબઇમાં શતાવધાન કરી બતાવ્યા. બે હજાર જેટલા પ્રતિષ્ઠિત વ્યક્તિઓથી ભરેલા તે હોલમાં તેમની ખૂબ પ્રશંસા થઈ. અનેક લોકોએ તેમને પરદેશ આવવા માટે આમંત્રણ સુદ્ધા આપ્યું. સંપત્તિ અને સત્તાના અનેક પ્રલોભનો આવ્યા પણ પરમ વૈરાગી શ્રીમદ્જીએ તેને સ્વીકાર્યા નહીં. તેમને મન શતાવધાન એ આત્માની અનંત શક્તિનો માત્ર નાનો પરિચય હતો. મહાપુરુષો પૌદ્દગલિક સુખોથી ઉપરામ હોય છે. તેઓ ક્ષણિક નહીં પણ જે  શાશ્વત છે તેનીજ આરાધના કરે છે. ઠંડા પવનની લહેર આવીને સુખ આપી જાય છે તો જ્ઞાની તેની શીતળતાને અનુભવે છે પણ તેમાં સુખબુદ્ધિ કરી ફરી ફરી તેને ઇચ્છતા નથી.

ભગવદ્ ગીતામાં સ્થિતપ્રજ્ઞ આત્માની દશાનું સુંદર વર્ણન કર્યુ છે. સુખ અને દુઃખની અવસ્થાઓમાં તેઓ કેવા સમ છે. તેમને મન હર્ષ, શોક જીવન મૃત્યુ બધું સરખું છે. બાહ્ય કશું તેમને સ્પર્શતું નથી. પોતાની મસ્તીમાં તેઓ મસ્ત રહે છે અને છતાં ચોકસાઇપૂર્વક બધાં કાર્યો કરે છે. તેઓ જૂનાં કર્મો સમભાવે ભોગવે છે અને નવાં નથી બાંધતા

“કર્મણ્યે વા ધિકારસ્તે મા ફલેષુ  કદાચન”  આ શ્લોક દ્વારા ભગવદ્ ગીતા જગતને ઉપદેશે છે, કે  એક કર્મયોગી પોતાનું કર્મ નિભાવે છે, નિષ્ઠાપૂર્વક ફરજો પુરી કરે છે, પણ ફળની અપેક્ષા રાખતો નથી.  તે ક્યાંય આસક્ત થતો નથી અને મારાપણાનો ભાવ કરતો નથી”

 


Further Insights

Ashrav Bhavana - The influx of Karma - આશ્રવ ભાવના

 
રાગ, દ્વેષ, અજ્ઞાન, મિથ્યાત્વ ઇત્યાદિક સર્વ આશ્રવ છે એમ ચિંતવવું તે સાતમી આશ્રવભાવના.
- શ્રીમદ રાજચંદ્ર, વચનામૃત
 
Transliteration:
Raag, dvesh, agnaan, mithyaatva ityaadik sarv aashrav chhe em chintavvu te saatmi aashravbhavana.
 
Translation:
To contemplate that attachment, animosity, ignorance of reality, belief in the world as the reality, etc. are cause of karma is the seventh Ashrav bhavana.
— Shrimad Rajchandra, Vachanamrut

Ashrav Bhavana

Ashrav bhavana refers to the inflow of karma. Every moment of our lives, we are adding to our monumental pile of karma - both good and bad. The karmas stay bound to us and, in turn, bind us to countless cycles of births and deaths because karma can be neutralized only by going through its consequences, that is – the consequences of our thought, speech and action.
 
The law of karma works in clear and definite ways. It can be positive or negative. When we move, cook, use water or do any activity without ‘jayna’ (utmost care to prevent harm to other living beings around us), we attract karma. When we speak words that hurt or are false, we attract karma. When we think negatively or harbour negative emotions such as anger and jealousy, we attract karma. These are negative karmas.
 
When we think, speak or do good, we attract positive karma. According to Shri Bhagwati Sutra, positive karmas can be collected only voluntarily, unlike negative karmas which are accumulated even by the mere act of breathing. Like ceaseless rain, karma gets deposited on us every second (called ‘Kaarman varganaa’). In every breath, we kill microorganisms; with every step, we tread on invisible life forms; with every morsel of food and sip of water, we injure and destroy living organisms. This accumulation of karma, though not done consciously, harms us inasmuch as it harms other living beings. It is said that the Jain narration of karma is the most refined and elaborate among all religions.
 
Param Krupalu Dev Shrimad Rajchandra says this world is the outcome of our positive and negative karmas (punya and paap). Our body is the result of vasanaa (desire) or karma. We get our fleeting moments of joy, fame and success based on the karma arithmetic. It needs to be stressed that no karma bestows lasting peace or happiness. Karma follows the time-honoured cyclical principle – our endless entrapment in this cosmic web leads to desires; desires lead to thoughts, emotions and deeds that settle around our consciousness as layers upon layers of karma.

While the binding of karma through speech and action is generally well understood, we commonly overlook the fact that every thought is energy imbued with a positive or negative charge. Our thoughts are potent and create karmic atoms.  It is therefore equally vital to monitor our thoughts as well.
For instance, forming a judgment about something or somebody is limiting that thing or person. At the same time, it causes us to form a positive or negative karma. While nobody is defined by our opinion of him or her, our karma stays with us and causes us pain or happiness. The happiness it causes us is also pain in the long run as it is momentary, distracts us from our sadhana and draws us into the deceptive world of momentary gain.


According to ‘Bhavanabodh’, there are 57 sources of karmic inflow –  through our five senses, five vices of indiscipline, four vices of the mind- anger, ego, attachment and greed, and then, every single activity of the body, mind and speech.  The type of karma we attract depends on its category and gravity. Having faced the onslaught of heavy karma several times, all of us are aware of the frightening quality of karma to sometimes tear our lives asunder. Just as heavy rainfall causes a pond to overflow and muddies the ground, a high-octane attack of karma from all sides can frighten, baffle and confuse a soul.  

A bee by his love for fragrance, a butterfly by his weakness for external beauty, and a fish by its greed for food face the prospect of self-annihilation but cannot overcome their nature and save themselves. Are we too similarly paralysed in thought that we cannot do anything to avoid the lethal blows of our karma?


We, as ‘sangni’ (sentient and rational) human beings, can avoid the repercussions of karma by keeping a constant vigil on our thought, speech and action; by avoiding injury, hurt or death of visible and invisible organisms around us; by continuous introspection on the cause of our karma- whether we are getting carried away by our senses, whether we are slipping deeply in our sansaric or worldly activities, whether we are getting swayed by worldly issues.

When we stop reacting to the world, we understand how to respond. That paves the way to enlightenment, which is a state of being where karmas go on the backfoot. An enlightened soul collects no karmas. Shrimadji has said, “This world is full of misery. Enlightened souls act to surpass this ocean of misery, attain salvation and dwell in eternal bliss.”
 
Being with Param Pujya Bhaishree enables us to absorb some of his greatness by sheer osmosis. His mere presence instills a detached state of mind within us; a mere glance at him stills our questioning and agitating mind; listening to him quietens the mental and emotional storms brewing within. What better way to stem the karmic tide than to take full advantage of our good fortune?
 
Once Pujya Saubhagbhai’s son, young Manilal, demanded to see a play. Shrimadji took him to the window and pointed out the scenes outside: men sitting on a horse carriage, a beggar, poor and ailing people, etc. and told him to watch the real “play of karma” unfolding before him.


Each time we are born, we die. Each birth, we create and build a world steeped in desire, ambitions, and emotions. Then comes the moment when all of it is snatched away and we go on to build another world at another place. A wise person seeks and works on the way out. Freedom from karma is possible but first, let’s dwell on its cause and avoid them.

આશ્રવ ભાવના

જીવના શુભાશુભ અધ્યવસાય તે ભાવ આશ્રવ છે. તેથી જે કર્મો બંધાય છે તે દ્રવ્ય આશ્રવ છે.
 
કર્મ જ્યારે આત્માને ઘેરી વળે, આવરી લે તેને આશ્રવ કહેવાય. જેમ કોઈ રાજા પોતાના કિલ્લામાં છે અને દુશ્મનની સેના તે કિલ્લાને ચારે દિશાઓથી ઘેરી લે છે તેમ કર્મ આપણા આત્માને ઘેરી લે છે. સૂર્ય છે પણ વાદળનું આવરણ આવી જાય તો તેનો પ્રકાશ ઢંકાયેલો રહે છે તેમ કર્મ આવીને આત્માની શક્તિઓને આવરી લે છે. જાણતાં કે પછી અજાણતાં, આપણો આત્મા સતત કર્મથી બંધાઈ રહ્યો છે.
 
અજ્ઞાન ને કારણે કર્મ બાંધીએ છીએ ત્યારે ખ્યાલ આવતો નથી. એવુ લાગે છે કે કર્મ દેખાતા નથી પણ ધારેલું શરીર અને તે દ્વારા જે કઈ આત્મા ભોગવટો કરે છે તે બધુ જ કર્મ છે. અનુભવથી તે કર્મોનું ફળ સ્પષ્ટ વેદાય છે.
 
કર્મ ભારી અને કઠોર છે, તે આત્માને પીડા આપે છે અને ઉર્ધ્વ ગતિ નથી કરવા દેતા. જો વહાણમાં છિદ્ર હોય તો પાણી અંદર પ્રવેશી જાય છે અને તે પાણીનું વજન વહાણને ડૂબાડી દે છે તેવીજ રીતે આશ્રવ છે તે છિદ્ર છે જે દ્વારા કર્મ આત્મા સુધી પહોંચી જાય છે. અનંત કર્મો ભોગવવાના બાકી છે તેમાં વળી નવા ઉમેરાતા જાય છે. તે શુભ અને અશુભ કર્મો એટલે કે પુણ્ય અને પાપને ભોગવવા માટે, કર્મની વિવિધ પ્રકૃતિઓ અનુસાર જન્મ મરણ કરવા પડે છે. ભવભ્રમણનું આ ચક્ર અનંત કાળથી આ રીતે ચાલુ જ રહ્યું છે. જીવ એકાંતે દુઃખ ભોગવી રહ્યો છે. ભોગવ્યા વગર, તે કર્મોથી કોઈ છૂટી શક્યું નથી. મન, વચન અને કાયાની વર્તનાનું આ ફળ છે. જેવું કરીએ તેવું ભોગવીએ, આ અફર નિયમ છે. તે નિયમમાંથી કોઈ બચી શકતું નથી.
કર્મના સિદ્ધાંતો આ જગતને યથાયોગ્ય રીતે ચલાવે છે. કર્મના સિદ્ધાંતો સરળ અને સ્પષ્ટ છે.  તેને સુવ્યવસ્થિત સમજીને જો આપણે જયણા પૂર્વક જીવન જીવીએ તો આત્માને મુક્ત કરવો અઘરો નથી. શુભ કર્મો જીવને શાતા ઉપજાવે છે તો અશુભ કર્મો અશાતા. યાદ એ રાખવાનું છે કે, જીવ ત્યારે જ મુક્ત થાય છે જ્યારે તે કર્મ રહિત અવસ્થાને પ્રાપ્ત કરે છે. શુભ કર્મ દ્વારા જીવને એવી બાહ્ય સુવિધાઓ પ્રાપ્ત થાય છે કે જેથી તે ધર્મ પુરુષાર્થ કરી શકે પણ અંતે મોક્ષ થવા માટે તેનાથી પણ જીવે છૂટવું જ પડે છે.
 
કોઈ પણ કાર્ય આપણે કરીએ ત્યારે તે જાગૃતિ સહિત થવું જોઇએ. રસોઈ બનાવીએ, પાણીનો ઉપયોગ કરીએ, ચાલતા હોઇએ, ધંધો, વ્યાપાર કે વ્યવહારાદિ કરતાં હોઈએ અથવા તો કંઈ પણ પ્રવૃત્તિ કરતી વખતે, હિંસા નથી થતી ને? તે સભાનતા હોવી અત્યંત આવશ્યક છે.
 
દરેક જીવાત્મા માટે પ્રેમ અને આંતરિક ફિકર હોવી ખૂબ જરૂરી છે. જગતના તમામ જીવો સાથેની નિર્પેક્ષ અને નિઃસ્વાર્થ મૈત્રી, વિશ્વવત્સલ ભાવ, તે અહિંસા ધર્મનો પાયો છે. કર્મોથી બચાવી લે એવો આ કલ્યાણકારી ભાવ છે.
 
 કર્મના બચવા માટે કોઈને દુઃખ પહોંચે એવા અથવા તો અસત્ય વચન ન બોલાઈ જાય તેની કાળજી લેવી. મનમાં ઈર્ષ્યા, કષાય તેમજ વેર જેવાં ભાવો ન થવા દેવા અને જો થાય તો તુરંત તે જીવો પાસે ક્ષમા માંગી લેવી.
 
અંતરના ભાવો, કાર્યનો આશય તેમજ તે કરવાની રીત ઉપર બધું નિર્ભર છે. જીવ પોતે જ પોતાનું ભવિષ્ય ઘડે છે. શુભ વિચારો, ભાવો અને આચરણ શુભ કર્મને આકર્ષવા માટેનું નિમિત્ત બને છે, તો અશુભ વિચારો, ભાવો અને આચરણ અશુભ કર્મને આકર્ષવા માટેનું નિમિત્ત બને છે. અંદરથી જાગેલા હોઈએ તો મન શું કરી રહ્યું છે તેની ખબર પડે. ગતિશીલ જીવનની ધમાલમાં, આ જગતમાં શું થઈ રહ્યું છે તે જાણવામાં, શરીરના સુખ અને શાતાની ચિંતામાં, પૌદ્દગલિક સુખની ઇચ્છાઓ ને તૃષ્ણામાં આ અંતર જાગૃતિ વિસ્મૃત થઈ જાય છે અને તેથી આત્માએ ખુબ  ઊંચી કિંમત ચૂકવવી પડે છે.
 
ભગવતી સૂત્ર વાંચતા સમજાય છે કે પુણ્ય માટે પુરુષાર્થ કરવો પડે છે જ્યારે શ્વાસોશ્વાસ લેવા માત્રથી અશુભ કર્મ બંધાય છે. અવિરત મેઘની વૃષ્ટિની જેમ આત્મા સતત કર્મથી લેપાતો જ રહે છે. મન, વચન અને કાયાના યોગ દ્વારા કંઈ પણ કરીએ તેથી કર્મ બંધાય છે. શરીરમાં આત્મબુદ્ધિનો ભાવ એ જ મિથ્યાત્વ છે અને તેથી આશ્રવના દ્વારો ખુલ્લા રહે છે. તે દ્વારોમાંથી કર્મ અંદર પ્રવેશી આત્માને આવરી લે છે. જિનેશ્વર ભગવાને જે ધર્મને પ્રગટ જણાવ્યો તેને ગણધરોએ આગમોમાં વિસ્તૃત સ્વરૂપે સમજાવ્યો છે. તેની  સૂક્ષ્મ સમજણ લેતાં ખ્યાલ આવે છે કે, વીતરાગનું વિજ્ઞાન કેટલું સાચુ, સચોટ અને સમ્પુર્ણ છે. તમામ તર્કો અને પ્રશ્નોના જવાબ તેમાં મળી જાય છે. આપણી શ્રદ્ધા અને આપણો સમર્પણભાવ આ સમજણ લીધા પછી પરિપક્વ બને છે. કર્મ શાસ્ત્ર ખૂબ ગહન છે. જૈન શૈલી ઉત્તમોત્તમ છે. સદગુરુ આશ્રયે તે કર્મ વિજ્ઞાનને આપણે પૂર્ણ રીતે સમજી શકીએ છીએ.
 
પરમ કૃપાળુ દેવ શ્રીમદ્જી એમ કહે છે કે, આ આખુંય જગત શુભ અને અશુભ કર્મમાંથી સર્જાયેલું છે. દરેક આત્મા પોતનું જગત પોતે રચે છે. જે દેહ ધારણ કરીએ છીએ તે કેટલીએ વાસનાઓ તેમજ ઇચ્છાઓનું ફળ છે. યશ, કીર્તિ, નામના, સુખ કે પછી અપયશ, બદનામી અને દુઃખ તે પણ આ જ કર્મોનું ફળ છે. કોઈ પણ ફળ લાંબુ ટકી શકતું નથી. તેની આવરદા પૂરી થાય એટલે તે ચાલ્યું જાય છે. તે જવા માટે જ તો આવે છે, પણ જીવ તેને સમભાવે ભોગવી જાણતો નથી એ જ મુશ્કેલી છે. જૂનું ભોગવાય તે પહેલાં તો નવું બાંધી લે છે. પર-પદાર્થની ઇચ્છા કરી, તે ઈચ્છાને પૂર્ણ કરવા માટે મન વિચારપૂર્વક આયોજન કરે છે અને તે વિચારોમાંથી અનેક પ્રકારના શુભ અને અશુભ ભાવો આત્મા ભાવે છે. તે વિચારો, ભાવો અને આચરણ થકી જે કર્મો આકર્ષાય છે તે આત્માની ઉપર રજકણોની જેમ ચોંટી જાય છે અને ઉદય પ્રમાણે ફળ આપે છે.

શરીર કરતા વધારે કર્મો આપણે વચન દ્વારા અને વચન કરતાં અનંતગણા કર્મો મન દ્વારા બાંધીએ છીએ. વચન, ઉદ્દગારો તેમજ દેહ દ્વારા થતું આચરણ સ્થૂળ છે, તેની નોંધ જીવ પોતે તથા અન્ય વ્યક્તિ પણ લઈ શકે છે, પણ મન ગુપ્ત રીતે કાર્ય કરતું રહે છે. દુર્ભાગ્ય છે કે પોતાનું મન શું નખ્ખોદ વાળી રહ્યું છે, કેટલા અધિક કર્મો બાંધી રહ્યું છે તે મોટા ભાગના જીવોને ખબર હોતી નથી. દરેક વિચાર સારી કે ખરાબ ઊર્જાથી ભરેલો હોય છે. તેની અસર આ જગતમાં અને સ્વયંના આત્મા ઉપર વર્તાય છે. તેના ઘાતપ્રત્યાઘાતો પોતે તેમજ અન્યએ ભોગવવા પડે છે. વર્તમાન પત્ર વાંચતા કે ટીવી ઉપર સમાચાર સાંભળીને કેટલાક ભાવો ઉઠતાં રહે છે. અન્ય વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિ માટે અભિપ્રાયો બંધાય છે તેથી એ વ્યક્તિ, વસ્તુ કે પરિસ્થિતિ આપણા માટે સીમિત બની જાય છે. આપણી માન્યતાથી અન્ય કોઈ આપણે ઇછીયે એવો થઈ જતો નથી. એવા અભિપ્રાયો માત્ર આપણા અહમને પોષે છે. પૂર્વગ્રહ સાથેનું જીવન વલણ યથાયોગ્ય વ્યવહાર કરવા દેતું નથી. વિચાર ખરેખર વિસ્ફોટક છે. વિચારમાં ખૂબ શક્તિ રહી છે અને તે વિચારો પરાક્રમી પૂરવાર થાય છે. શુભ વિચાર પુણ્યાશ્રવનું નિમિત બને છે જ્યારે શુદ્ધ વિચાર તો નિર્જરાનું કારણ બને છે. અપવિત્ર મન, ધ્યાન સાધનામાં સ્થિર થઈ શકતું નથી. તે અશાંતિ અને અસમાધિ સ્વરૂપે પરિણમે છે.
 
ભાવનાબોધમાં શ્રીમદ્જીએ આલેખેલ છે કે જિન દર્શન પ્રમાણે ५७ રીતે કર્મ પ્રવેશી રહ્યા છે. દ્વાદશ અવિરતિ, ષોડશ કષાય, નવ નો-કષાય, પંચ મિથ્યાત્વ અને પંચ-દશ યોગ, એ સઘળાં મળી સત્તાવન આશ્રવદ્વાર એટલે પાપને પ્રવેશ કરવાનાં પ્રનાળા છે. ઇન્દ્રિયના વિષય સ્વરૂપ આત્મા થાય તો તે કર્મબંધનો હેતુ છે. તીવ્રરસે, મંદરસે આત્માના પરિણામ અનુસાર કર્મનું બંધન થાય છે.
 
બંધના ચાર પ્રકાર છે: પ્રકૃતિ, પ્રદેશ, સ્થિતિ અને રસ બંધ. સ્થિતિ એટલે કે તે કર્મ  કેટલા કાળ સુધી ભોગવવું પડશે અને જે રસે કરીને તે બાંધ્યું છે, તેટલું તે અધિક પીડા અને દુઃખ આપે છે. પ્રદેશ બંધ છે તે આત્માના પ્રદેશો ઉપર કર્મ પુદ્દગલોનું જોડાણ છે. એ ત્રણે બંધના સરવાળાનું નામ પ્રકૃતિ બંધ છે. જ્યાં જ્યાં મારાપણાનો, મોહનો ભાવ છે ત્યાં ત્યાં કર્મબંધનો હેતુ છે.
 
મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, કષાય અને યોગ એ કર્મબંધના પાંચ કારણ છે.
 
મિથ્યાત્વ: એટલે દેહમાં આત્મબુદ્ધિ.
અવિરતિ: દેહભાવે તન્મયાત્મકપણે જીવન જીવવું. આસક્તિ સાથે પરભાવમાં જોડાઈને રહેવું.
પ્રમાદ: અંતરની અજાગૃતિ. આત્માની વિસ્મૃતિ.
કષાય: અજાગૃત જીવન જીવતા ક્રોધ, માન, માયા અને લોભના ભાવો થવાં.
યોગ: રાગ, દ્વેષ અને કષાય ભાવોને કારણે આત્માના પ્રદેશોમાં કંપન થવું. ભાવબંધ અને તેને કારણે થતો દ્રવ્યબંધ.
 
મનુષ્ય પાસે સંજ્ઞી મન છે. એવું મન કે જે સંવેદના સાથે યથાયોગ્ય વિચાર કરવાની સમર્થતા ધરાવે છે. જો ધારીએ તો આપણે ધ્યાન રાખીને જવાબદારી સાથે આપણા મન, વચન અને કાયાના યોગને સંભાળીને ઉપયોગપૂર્વક વિવિધ પ્રવૃતિઓમાં જોડાઈ શકીએ એમ છીએ.
 
દેખાતા કે ન દેખાતા જીવોને આપણે દુઃખ કે પીડા ન પહોંચાડીએ, શાસ્ત્રોને વાંચી,  ગૃહસ્થના ધર્મને બરાબર જાણી ઓછામાં ઓછી હિંસા થાય એવું જીવન જીવવાના પ્રયત્નો કરીએ તે અત્યંત જરૂરી છે. રોજ રાત્રે સૂતાં પહેલાં દિવસ દરમ્યાન થયેલી ઘટનાઓ વિચારીને પોતે કરેલા દોષોનો વિચાર કરી જોવો. ઇન્દ્રિયોના વિષયો દ્વારા હું કેટલો અધિક પ્રલોભિત થયો? કષાયજન્ય પરિણામો કેટલા કર્યા? સંસારમાં હું મોહભાવ સાથે કેટલો તણાયો? મનમાં કેવા વિચારો અને ભાવો ચાલ્યાં ? શું વાણી દ્વારા હું મીઠું અને સત્ય વચન બોલ્યો હતો ખરો? અનેક રીતે આત્માને તાવી જોવો. અને ભૂલ-અપરાધ થયા હોય, તો તે દોષ ફરી ન થાય તેની કાળજી લેવી, તેવો સંકલ્પ કરવો.
 
આંતરિક સ્થિરતા જો કેળવાય તો આપણે બાહ્ય પરિબળો દ્વારા જલ્દીથી પ્રભાવિત  નહીં થઈએ અને પૂ. ભાઈશ્રીની જેમ શાંત રહી વિચારીને પ્રતિભાવ આપીશું.
 
પર્વાતારોહણ કરતો વ્યક્તિ જ્યારે પગલું માંડે તે પહેલાં અનેક રીતે જમીન તપાસી લે છે અને પછી પગલું માંડે છે તેમ મોક્ષનો સાધક કોઈ પણ કાર્ય કરતાં પહેલાં અહિંસાનો વિચાર કરીને કાર્ય કરે છે. જો આ રીતે જીવન જીવાય તો ચોક્કસ  આપણો આત્મા મુક્તિના સોપાનો ચઢતો જ જશે.
 
દુ:ખ અને શોકથી આ સંસાર ભરેલો છે. જ્ઞાનીપુરુષો જ્ઞાનભાવનો આશ્રય લઈને તેને તરી જવાના પુરુષાર્થમાં અવિરત જોડાયેલાં રહે છે. અંતે મોક્ષને પામી સાદિ-અનંત સુખમાં સ્થિર થાય છે.
 
ભાઈશ્રીની નિશ્રામાં રહેવું એ એક મોટી તક છે. તેમને માત્ર પ્રેમ અને અહોભાવથી નિહાળીએ તો ઘણાં ગુણો આપણા ચારિત્રમાં સહજ પ્રગટ થવા લાગે. આપણું વિચલિત અને શંકાશીલ મન શાંત થઈ જાય. લૌકિક ભાવો આપોઆપ ઓસરવા લાગે અને ઉત્તમ આધ્યાત્મિકતા આપણી અંદર વ્યાપવા લાગે. એમના શીતળ સુધામય વચનોમાં એવી શક્તિ છે કે તે આપણી અંદર ચાલતા તોફાનોને, ઉશ્કેરાટને ઉપશમાવી દે છે. સાંસારિક મોજું ફરી ફરી આવે છે અને મોહજનિત જીવોને ડૂબાડી દે છે, પણ ભાઇશ્રીનું અનન્ય શરણ તેમની આજ્ઞા તેમજ તેમના ઉપદેશની પ્રાપ્તિ થતાં આપણે તે સંસાર સમુદ્રને સ્વસ્થતાપૂર્વક સહજ રીતે તરી જઈશું.
 
પ પૂ ભાઇશ્રી ધીરજ રાખીને વિવેકપૂર્વક બધાં કાર્યો કરે છે. ક્યાંય ઉતાવળ નહીં. સ્થિર, ગંભીર અને વિચારપૂર્વક તેઓ નિર્ણય લે છે અને સાવચેતીભર્યું ડગલું માંડે છે. માટે તેમનું દરેક કાર્ય યોગ્ય રીતે થાય છે.
 
એક વાર પૂજ્ય સૌભાગ્યભાઈના પુત્ર મણિલાલ મુંબઈમાં શ્રીમદ્જી સાથે હતા. મણિલાલભાઇને દેશી નાટક જોવાની ઇચ્છા થઈ અને તેમણે પરમ કૃપાળુદેવ પાસે જાહેર કરી. શ્રીમદ્જી તેમને ઘરની બારી તરફ લઈ ગયા. બારીની બહારના દ્રશ્યો મણિલાલભાઇને દેખાડ્યાં. કોઈ ભિખારી ભીખ માંગી રહ્યો હતો. કોઈ ગરીબ રોગનો ભોગ બનેલો હતો. કોઈ ઘોડાગાડીમાં સવારી કરી રહ્યું હતું. પછી શ્રીમદ્જીએ કહ્યું કે, આ સંસાર સ્વયમ એક નાટક છે. અહીં દરેક આત્મા પોતાના કર્મો અનુસાર પાત્ર ભજવી રહ્યો છે, કર્મને  ભોગવી રહ્યો છે. આ સંસારમાં બધે કર્મનો ખેલ જોવા મળે છે.

જે જન્મ લે છે તેને અવશ્ય મરવું પડે છે. જન્મ અને મરણ વચ્ચેના સમય દરમ્યાન  સંસારિક ધ્યેયો, ઇચ્છાઓને પૂર્ણ કરવામાં જીવન પૂરું  થઈ જાય છે. તે ધ્યેયોને પૂર્ણ કરવામાં જે શુભ, અશુભ પરિણામો થાય છે અને તેથી પાપ અને પુણ્ય જે ભેગું થાય છે,  માત્ર તે જ સાથે આવે છે. કદાચ ધારેલું બધું પ્રાપ્ત થાય તો પણ ત્યાં મૃત્યુ આવીને ક્ષણમાં બધું છીનવી લે છે. સમજુ જીવો, સંસારનું આવું સ્વરૂપ જાણીને વિચારપૂર્વક વર્તે છે. તેઓ મોક્ષનો માર્ગ શોધી લે છે. સતદેવ, સદગુરુ અને સતધર્મના  આશ્રયે યમ નિયમ પાળીને  સંયમી જીવન જીવી તમામ આશ્રવના દ્વારોને બંધ કરી નિર્મળ જીવન જીવી મુક્ત બને છે.


Further Insights

Our scriptures say that countless units of time (samay) pass in the blink of the eye. Param Krupalu Dev Shrimad Rajchandra, in his writings, and Param Pujya Bhaishree, in his discourses, urge us to not waste even a single samay in ‘pramad’ (pursuit of any activity other than spirituality). Every moment spent in ‘pramad’ leads to the binding of karma. If we are offered the choice between flinging mud on our faces and cleansing our face bit by bit, which one would we prefer? A worldly man cannot neglect his duties to himself or others. While doing so, we need to work on ourselves so that we remain free of the mud of attachment in whatever we do. Lord Mahavir has said that an unenlightened person has to assume millions of lives to shed their karma whereas an enlightened person wipes out large swathes of karma in a single moment.

 

धूली णेहुत्तुप्पिदगत्ते लग्गा मलो जहा होदि ।
मिच्छत्तादिसिणेहोल्लिदस्स कम्मं तहा होदि ।।
- Bhagvati Aradhana (1717)
 

The way dirt sticks to grease and gets deposited as waste on our body, karmic particles stick to the grease of mithyaatva (delusion of the material world being the real world), indiscipline and vices and form ashrav on our soul.  

આપણા શાસ્ત્રો એમ કહે છે કે, આંખના પલકારામાં અગણિત  સમય પસાર થઈ જાય છે. ભગવાન મહાવીર, શ્રી ગુરુ ગૌતમ સ્વામીને કહે છે કે, “ હે ગૌતમ સમય માત્રનો પ્રમાદ કરીશ નહીં. પ.કૃ.દેવ પોતાના પત્રોમાં  તેમજ પરમ પૂજ્ય ભાઈશ્રી તેમના સ્વાધ્યાયમાં એ જ ઉપદેશને ફરી ફરી દોહરાવતા કહે છે કે એક સમયનો પ્રમાદ પણ કર્માશ્રવનું કારણ બને છે. અતિ દુર્લભ મનુષ્ય ભવ પ્રાપ્ત થયો છે તો મોક્ષ સિવાયના અન્ય પુરુષાર્થને ગૌણ કરી દો.

ધારી લો કે તમારી સામે બે વિકલ્પ છે. પહેલો, નીચેથી માટી ઉપાડીને પોતાના ચહેરા ઉપર નાંખતા રહેવાનો અને બીજો કે ચહેરા ઉપર રહેલ પરસેવો તેમજ જામેલા  મેલને વ્યવસ્થિત રીતે સાફ કરી નાંખવાનો, તો કહો તમે કયો વિકલ્પ પસંદ કરશો?

સંસારી આત્માએ પોતાની વિવિધ ફરજો પૂરી કરવી જરૂરી છે પણ તે ફરજો પૂરી કરતાં સભાન રહેવું, અંદરથી જાગૃત રહેવું એ અત્યંત આવશ્યક છે. હું અને મારાપણાના મોહ ભાવની રજને આપણે પોતાના આત્મા ઉપર ઉડાડતા નથી ને? ધ્યાન રાખવું કે આપણો આત્મા કર્મથી કલંકિત ન થાય.

ભગવાન મહાવીર કહે છે કે, અનંત જન્મો લે તો પણ અજ્ઞાની પોતાના કર્મોથી મુક્ત થઈ શકતો નથી જ્યારે જ્ઞાની એક પળમાં અનંત કર્મોની નિર્જરા કરવા સમર્થ છે.


धूली णेहुत्तुप्पिदगत्ते लग्गा मलो जहा होदि ।
मिच्छत्तादिसिणेहोल्लिदस्स कम्मं तहा होदि ।।
ભગવતી આરાધના (१७१७)


શરીર ઉપર જો તેલની ચીકાશ હોય તો મલિન રજ ચોંટી રહે છે, બરાબર તેવી જ રીતે મિથ્યાત્વની ચીકાશને કારણે કર્મની રજ આત્માને આવરી લે છે. દેહ તેમજ માયાવી જગત, બન્ને  અનિત્ય અને પર છે. તેને નિત્ય અને પોતાનું  માનીને જીવવું એ જ અજ્ઞાન છે, રાગ અને દ્વેષની આ જન્મભૂમિકા છે, આશ્રવનું એ પ્રથમ દ્વાર છે.