Nirjara Bhavana - Contemplation of shedding of karma - નિર્જરા ભાવના

Nirjara red-05.jpg
 
જ્ઞાન સહિત ક્રિયા કરવી તે નિર્જરાનું કારણ છે એમ ચિંતવવું તે નવમી નિર્જરા ભાવના.
- શ્રીમદ્ રાજચંદ્ર, વચનામૃત

Transliteration:
Gnaan sahit kriya karvi te nirjaraa nu kaaran chhe em chintavvu te navmi nirjara bhaavnaa.

Translation
To contemplate that acting with knowledge is the cause of shedding karmas is the ninth nirjara bhavana.
— Shrimad Rajchandra, Vachanamrut

Nirjara Bhavana

Nirjara means to shed. Nirjara bhavana tells us about our ability to shed karmas that have not yet come into play. Nirjara is of two types – sakaam (active) and akaam (passive). Akaam nirjara is unconscious shedding of karma such as after we experience it. Sakaam nirjara is when we engage in ways to shed our karmas even before they affect us.

As living beings, we constantly attract karma. Karmas fall into eight categories, four of which shroud our soul and inhibit our chances of self-realisation; these are gnaanavarniya, darshanavarniya, antraay and mohniya. While the first shrouds our ability to get the right knowledge, the second shrouds our ability to perceive the soul as it is, the third thwarts our ability to engage in spiritual and religious practices, while the last and the most harmful of all – mohniya - sucks us into the web of moh or delusionary beliefs (darshan mohniya) and conduct (charitra mohniya).

Nirjara bhavana offers reparation for past karmas. We can contain karmas even before they are manifest. In this context, Jain scriptures mention 12 types of external and internal penance – fasting, eating less, containing the senses, abandoning taste, and shrinking one’s use of spatial objects such as bed or chairs and taxing the body. The internal means include repenting for past sins, serving other people, study, humility and reverence, contemplation and meditation.

serve.jpg
faith-and-addiction.jpg

These are the ways to shed the karmas while they are latent, that is, before they are forced upon us. A karma may be experienced by us either fully or partly. Till it is not fully manifest, we can make changes in its potency and force-shed the latent proportion by these spiritual practices. Our soul has that power.

images (4)(1).jpg

The only karmas that we cannot shake or shed before they manifest are nikachit karmas. Nikachit karmas are those karmas that we accumulate with deep involvement and thereby make them most sticky to shed. These karmas cannot be pre-emptively shed; they scatter only after we go through them.

Param Pujya Bhaishree says an enlightened person welcomes his bad karma with joy. This is because he knows he will be rid of these karmas once they are experienced and he will be free. He does not mope when a bad karma surfaces. He responds with equanimity to good karma as well. His detachment in the face of all karma as a gnaata-drashta (knower-observer) ensures that he does not accumulate any more karmas as a consequence, and abstains from further entwining himself in the karmic web.

Simple as this understanding appears to be, we need to internalize this sentiment and apply it in our lives on a daily basis. With the knowledge that we have been blessed to receive from our Guru, we can do it too. Our minds are innately selfish. Constant introspection, contemplation and vigil will keep us from slipping into the lethal karmic trap.

Screen Shot 2017-09-02 at 07.50.46.png

Introspection yields us knowledge about our essential narrow-mindedness – the way we see everything from our point of view and consider our desires before accommodating that of others. It makes us realise that our attachment to people is also selfish. The moment we separate our association from these people, our attachment to them disappears. The moment we separate attachment from them, we can see them and deal with them as they are. This separation of attachment is a sticky goal that can be facilitated by contemplation and meditation.

Meditation has the power to shed our karmas effortlessly. It’s also the elixir for detachment and self-awareness. Contemplation turbo-powers our journey to self-enlightenment. To shed our karmas, we need to reflect on what Shrimadji told Muni Devkaranji, “Just as a coconut kernel remains separate from its shell, we remain separate from all that is around us.”

Copy of Easiest-Way-To-Remove-Coconut-Flesh-From-Shell-Within-30-Seconds-1024x477.jpg

Stories of great men steer us towards Nirjara.  Bhagwan Mahavir lived in the lap of luxury for 30 years but he was immune to it. After his diksha (renunciation), he faced countless hardships and adversities but he remained resolutely equanimous (sambhaavi) without leaning in the slightest towards raag (attachment) or dvesh (aversion).

8c4c8d1b95ff01e28ead431a14a25201.jpg
BHAGWAN'S EARS PLUGGED WITH PEGS.jpg

When we ponder over such inspirational stories, we shed our karmas. Param Krupalu dev Shrimad Rajchandra was another epitome of vairagya (detachment); so was Param Pujya Bapuji. Both of them faced worldly ups and downs without ever getting fazed or involved. The detachment and determination of these great men is vividly visible in the persona of Param Pujya Bhaishree. Now, should we get rid of our past karma or continue making more?

An enlightened soul sheds innumerable karmas even while he is engaged in worldly activities. On the other hand, an unenlightened soul may end up attracting more karma even while trying to shed old ones. For instance, he may chant a mantra 108 times to shed karma but the moment he feels proud of his spiritual activity, he slips into another karmic bind.

Constant vigil is the price of freedom from karma.

images.jpg

Param Pujya Bhaishree says we have everything we need - inclination for salvation, desire for satsang (presence of an enlightened person), a powerful meditation method, but we often falter because of પ્રમાદ (pramaad) - indiscipline and love for our worldly existence.

Once on a walk, a judge from Morvi, Dharshibhai, who revered Shrimadji, was holding an umbrella over Shrimad’s head to protect him from the harsh sun. At one point, Shrimad asked him to fold the umbrella. When Dharshibhai resisted, saying it was hot and sunny, Shrimad replied that what was needed is to eliminate the heat of passions from the soul.

35-Bazar1.jpg

Our scriptures say, “आणाए धम्मो आणाए तवो” – our agnaas (daily regimen instructed by our guru) are our religion, our agnaas are our penance. Our Guru has made it so simple for us – watch him for inspiration and do what he tells us to do. The rest is not our concern. He takes care.

નિર્જરા ભાવના

નિર્જરા એટલે કોઈ પર વસ્તુ વળગેલી હોય તેનાંથી છૂટકારો મેળવી લેવો.  નિર્જરા એટલે ખંખેરિ નાખવું. શરીર ઊપર રેતી ચોટેલિ હોય તેને જેમ આપણે ખંખેરી નાખીએ છીએ એમ આત્મા ઉપર રહેલી કર્મરજને દૂર કરી આત્માને તેનાથી મુક્ત કરાવવો તેનું નામ નિર્જરા.

અકામ અને સકામ એમ બે રીતે આપણો આત્મા કર્મની નિર્જરા કરતો હોય છે. સમજણપૂર્વક, વિવેક સહિત ધર્મનું આરાધન કરી અબાધિત કાળના કર્મોને ખેરવી દેવા તેમજ ઉદિત કર્મોને સમભાવ રાખીને શાંતિથી ભોગવી લેવા તે સકામ નિર્જરા. વિચાર કર્યા વગર અજાણપણે શરીરીભાવે કર્મો ભોગવાતા રહે તે અકામ નિર્જરા.

જીવઆત્માઓ સતત કર્મ બાંધતા રહે છે.  કર્મો  અનંત પ્રકારનાં, તેમાં મૂક્યે આઠ છે, જેના ઉત્તર પ્રકાર 158 છે, જે કર્મપ્રકૃતિ તરીકે ઓળખાય છે. આઠ કર્મ પ્રકૃતિઓમાંની ચાર કર્મ પ્રકૃતિઓ આત્માનો ઘાત કરે છે એટલે કે આત્માની શક્તિઓને, તેના ગુણોને આવરી લે છે, માટે તેને ઘનઘાતી કર્મો કહેવાય છે. આ ચાર કર્મપ્રકૃતિઓને કારણે આત્મા પોતાને ઓળખી શકતો નથી. જ્ઞાનાવરણીય, દર્શનાવરણીય, અંતરાય અને મોહનીય તેનાં નામ છે.

૧. જ્ઞાનાવરણીય કર્મનું આવરણ હોવાથી આત્મા યથાર્થ રીતે જ્ઞાન કરી શકતો નથી. તેની જ્ઞાયક શક્તિ, હેય અને ઉપાદેયનો વિવેક કરી શકતી નથી.  જ્ઞાન અને ક્રિયાનો યથાર્થ સમન્વય સાધી શકતો નથી. સદગુરૂની આજ્ઞા પ્રમાણે યથાર્થ પુરુષાર્થ કરે તો તે જ્ઞાનાવરણીય કર્મ ક્ષય થાય છે.

૨. બીજી દર્શનાવરણીય પ્રકૃતિ છે તે પરમ સત્યનું દર્શન  તેમજ તે પરમ સત્ય પ્રત્યે અવિચળ શ્રધ્ધા કરવા દેતી નથી. સતદેવ, સદગુરુ અને સતધર્મ પ્રત્યે સંપૂર્ણ સમર્પણ ભાવ કેળવી રાખવામાં આ દર્શનાવરણીય કર્મ આડું આવે છે. શ્રધ્ધાના અભાવે આત્માની એકાગ્રતા “સત” સાથે અખંડિત જોડાયેલી નથી રહેતી. જેમ જેમ સતદેવ, સદગુરુ અને સતધર્મના ગુણોનો પ્રભાવ વેદાય તેમ તેમ તે દર્શનાવરણીય પ્રકૃતિ મંદ થતી જાય છે.

૩. અંતરાય છે તે ધર્મઆરાધન કરવામાં વિઘ્નો ઉભા કરે છે. સાચી દિશામાં જીવ ચાલવા ઈચ્છે છે પણ બાહ્ય પરિસ્થિતિ એવી ઉભી થાય છે કે તે તેમ કરી શકતો નથી. ભક્તિ અને પ્રાર્થનાના બળથી તે અંતરાયો દૂર થાય છે.  

4. બધી કર્મપ્રકૃતિઓમાં મોહનીય કર્મ સહુથી જોરાવર છે. અધિક લાંબા કાળનો બંધ તે મોહનીય થકી જીવ બાંધે છે. આત્મા તેથી ખૂબ પીડાય છે.  મોહનીય કર્મ છે તે મોહ મમત્વના  પાટા બંધાવી  જીવને દેહમાં આત્મ બુદ્ધિ કરાવે છે. જે મારું નથી તે પ્રત્યે મારાપણાનો ભાવ થાય છે. મોહના પડળને કારણે તે સાશ્વત ને અશાશ્વત અને અશાશ્વત ને શાશ્વત તરીકે જોય છે. ઊંધી માન્યતા તે દર્શન મોહ અને તે ઉંધી માન્યતા અને ઊંધી સમજણથી થતી પ્રવૃત્તિ તે ચારિત્ર મોહનીય કર્મ. અવિચારે કરી મોહ રહ્યો છે, તાત્વિક વિચારધારા વડે તે મોહ આચ્છાદિત થાય છે.

delusion_bondage copy_guj_white_font.JPG

નિર્જરા ભાવના દ્વારા આપણો આત્મા એવી સમજણ અને શક્તિ પ્રાપ્ત કરે છે કે જેથી અબાધિત કાળના, સત્તામાં રહેલાં તે કર્મોને આપણે ખેરવી શકીયે છીએ અથવા તેને આચ્છાદિત કરી શકીયે છીએ. તપ થકી તે કર્મ નાશ પામે અથવા તે કર્મની શક્તિ ઘટી જાય. આપણે ઘણીવાર બોલતા હોઈએ છીએ કે ઘાત ગઈ, ઘણું મોટું  નુકશાન થવાનું હતું પણ બહુ થોડામાં પતી ગયું જેથી દુઃખ સીમિત થઇ ગયું.  

6 બાહ્ય અને 6 અભ્યન્તર એમ બાર પ્રકારના તપનું આચરણ કરવું અતિ આવશ્યક છે. ઉપવાસ, ઉણોદરી,  વૃત્તિસંક્ષેપ, રસ પરિત્યાગ, કાયક્લેશ, સંલીનતા એ છે બાહ્ય તપ અને  પ્રાયશ્ચિત્ત, વિનય, વૈયાવચ્ચ, શાસ્ત્રપઠન, ધ્યાન, કાયોત્ત્સર્ગ એ છે અભ્યંતર તપ.

7.jpg

ભૂખે મરવું ને ઉપવાસ કરવા તેનું નામ તપ નથી. માંહીથી અંતઃકરણ શુદ્ધ થાય ત્યારે તપ કહેવાય માટે દરેક તપશ્ચર્યાનો હેતુ સમજીને લક્ષ સામે રાખી તપ કરવું. સ્વચ્છંદ, લોકલજ્જા, કુળધર્મના રક્ષણ અર્થે કે અહંકાર, માન પૂજા સત્કાર ભાવની લાલસાએ  તપ ન આદરવું. સમજણપૂર્વક તપ કરવાથી વૃત્તિઓ સંક્ષેપાય છે. ઈચ્છાઓ, વિકારો અને વાસનાઓ જ્ઞાન બળથી શાંત થઇ જાય છે. મન શુદ્ધ બને છે અને પવિત્ર મન ધ્યાન અને કાયોત્સર્ગ દ્વારા અનંત નિર્જરા કરી શકે છે.        

images (4)(1).jpg

પરિણામ અનુસાર જીવ કર્મ બાંધે છે. તીવ્ર પરિણામે જ્યારે જીવ કર્મ બાંધે છે તો તેની ચીકાશ એટલી વધારે હોય છે કે તે ભોગવ્યા વગર છૂટકો નથી અને તેને નિકાચિત કર્મ કહેવાય છે. જો તેમાં સ્થિતિ બંધ ન હોય તો જ્ઞાનવિચારે અને પશ્ચાતાપે તેનો નાશ થઇ શકે એમ છે. જ્ઞાનને આવરણ કરનારું નિકાચિત કર્મ ન બાંધ્યું હોય તો તેને સતપરુષનો બોધ લાગે છે. તે યથાયોગ્ય પુરુષાર્થ કરી આગળ વધી શકે છે.           

પરમ પૂજ્ય ભાઈશ્રી એમ કહે છે કે આત્મામાં અનંત શક્તિ છે.  જ્ઞાનીપુરુષો કર્મને ખપાવા માટે હંમેશા તૈયાર હોય છે. ખાસ કરીને અશુભ કર્મો જેનું તીવ્રતમ દુઃખદાયી ફળ હોય તેને તેઓ વિશેષ આવકારે છે. અંતરની જાગૃતિ હોય છે માટે તેઓ ઉત્તમ પ્રકારનો સમભાવ કેળવી શકે છે. વૈરાગ્ય ભાવે અને વિરક્ત બુધ્ધિએ તેઓ પ્રસન્ન રહીને શુભ અશુભ કર્મોને નિર્જરી નાખે છે. જ્ઞાતા અને દ્રષ્ટાભાવે અસંગ બની પોતાની જ્ઞાનધારામાં રહીને કર્મધારાને સહજ રીતે ભોગવી લે છે. કર્મની મોહ-માયાની ચક્રીય જાળને તોડી તેઓ નિર્મળ થતા જ રહે છે.      

આ દેહ એ હું નથી પણ તેની અંદર રહેલો સ્વપરપ્રકાશક ચૈતન્યઘન આનંદસ્વરૂપી આત્મા તે હું છું એ સમજણ સહજ વેદાય, અનુભવાય એવી છે. એ સમજણથી જીવન જીવવાની ટેવ પાડવાની છે. જો આપણે સંકલ્પિત થઈએ તો તે સમજણને અમલમાં મૂકવી અઘરી નથી. પોતાનું પૃથ્થકરણ કરતા રહેવું, તત્વની ઊંડી વિચારણા કરવી અને સાથે અંતરજાગૃતિ  કેળવાય તો અનંતકાળથી જે નથી બન્યું તે આ ભવે થઇ શકે એમ છે. ભાઈશ્રીની નિશ્રામાં સમગ્રપણે, જીવનમાં એવું  આયોજન કરવું જોઈએ કે મનમાં તે ભાવ કે હું આત્મા છું એ સદૈવ જીવંત રહે અને ક્યારેય ભુલાય નહિ. જો વિચારમાં એ સમજણ વાગોળાતી રહે તો જીવનમાં તે કાર્યકારી થશેજ, તે સમજણના  પ્રભાવ અને પ્રકાશમાં બધા નિર્ણયો લેવાશે. જીવન ધન્ય બની જશે.  

Introspection.jpg

જ્ઞાન એ વિચારનું ફળ છે, વિચાર એક એવી અદભુત શક્તિ છે કે જે દ્વારા આપણે આત્મનિરીક્ષણ કરી શકીએ છીએ. મને મારાથી વધારે કોણ ઓળખી શકે?  ફરી ફરી સાધકે જીવ જગત અને જીવન વિષે વિચારતા રહેવું જોઈએ. દરેક સંબંધમાં આપવા કરતા લેવાની ભાવના ઘણી વધારે હોય છે. દરેક પોતાનો સ્વાર્થ વિચારે છે અને એ પ્રમાણે વ્યવહાર કરે છે. આવા સંજોગોમાં આપણે મનના અરીસામાં પોતાના જીવનને જોતા રહેવું તપાસતા રહેવું. સ્વભાવ પ્રકૃતિને, મનમાં આવતા શુભાશુભ વિચાર અને ભાવ પરિણામોને સમજતા અને સુધારતા જવું. અન્ય સાથેના સંબંધોને પારમાર્થિક દ્રષ્ટિથી મૂલ્યાંકન કરી તેને આત્મભાવે નિભાવવા. અંતરની આવી શુદ્ધતા આવતા મોહભાવ પાતળો પડશે, દેહાભિમાન ઘટશે, જીવ જ્યારે શાશ્વત તરફ કેન્દ્રિત થાય છે તો બદલાતા જગતના બદલાતા સંબંધોને યથાયોગ્ય રીતે નિભાવી શકે છે. ધ્યાન સાધના દ્વારા મન સ્થિર થતું જાય છે અને તે સ્થિર મન સૂક્ષ્મ રીતે તત્વનો વિચાર કરવા સમર્થ બને છે. સદગુરુ અને સતસશાત્ર થકી જે યથાર્થ બોધની પ્રાપ્તિ થાય છે તેથી વૈરાગ્ય અને ઉપશમભાવ વધુ દ્રઢ થાય છે. વૈરાગ્ય એ મોક્ષ સુધી લઇ જનારો ભોમિયો છે.           

ગુરુ માર્ગદાતા છે મોક્ષદાતા નહિ. તેઓ માર્ગ ચીંધે છે અને તે ઉપર ચાલવા માટે પ્રેરણા અને બળ પણ આપે છે છતાં એ ચાલવું મારે સ્વયં પડશે એ યાદ રાખવું. આધ્યાત્મિક વિચાર જો આચરણ ન બને તો તે અભિમાન થઇ સ્વભાવની વિકૃતિ બની નડે છે.                

ધ્યાન એ વિપુલ નિર્જરાનું સાધન છે. સદગુરુ આશ્રિત,  નિયમિત ધ્યાન કરતો કરતો સાધક અંતર જાગૃતિ કેળવીને સંસારમાં રહ્યા છતાં વિરક્ત રહી શકે છે. સમતાભાવમાં ધરી રાખનાર તે ધ્યાન છે. ખરેખર ધ્યાન એ અમૃત છે.

પરમ કૃપાળુ શ્રીમદ્જીએ કરુણા ભાવથી દેવકરણ મુનિને પોતાની અંતરદશા વર્ણવતા કહ્યું કે જેમ નારિયેલનો ગોળો તેની કાંચળીથી  જુદો થઇ જાય છે એમ દેહ અને સંસારથી અમે સંપૂર્ણ જુદા છીએ.

Copy of Easiest-Way-To-Remove-Coconut-Flesh-From-Shell-Within-30-Seconds-1024x477.jpg

મહાપુરુષોની જીવનગાથા સાંભળીયે ત્યારે સમજાય કે  નિર્જરાભાવના ભાવીને તેઓ કઈ રીતે અનંત કર્મોથી મુક્ત થયા. સાશનપતિ, તીર્થંકર મહાવીર ભગવાન, 30 વર્ષ રાજકુંવર તરીકે મહેલમાં રહ્યા છતાં તેઓ ભોગી નહિ પણ યોગી હતા. દીક્ષા લીધા પછી ઉદીરણા કરીને તેઓ એવા ક્ષેત્રે વિહાર કરતા જ્યાં ઉત્કૃષ્ઠ ઉપસર્ગો સહન કરવા પડે. આત્મ સમાધિસ્ત ભાવે, ધ્યાનનિમગ્ન, કાયોત્સર્ગ કરી અપ્રતિમ સમભાવમાં રહીને તેઓએ ઘોર ઉપસર્ગો સહન કર્યા અને કર્મોથી મુક્ત થયા. ન રાગ ન દ્વેષ માત્ર જ્ઞાનના આનંદમાં વીતરાગભાવને તેઓ સાધતા રહ્યા.       

8c4c8d1b95ff01e28ead431a14a25201.jpg
BHAGWAN'S EARS PLUGGED WITH PEGS.jpg

આવી  પ્રેરણાત્મક કથાઓને મનમાં ધરી રાખવી. તે મહાપુરુષોના આચરણને અત્યંત અહોભાવથી સ્મરતાં રહેવું. ખાસ કરીને પ્રતિકૂળ સંજોગો આવે ત્યારે તેઓનું દિવ્ય ચરિત્ર આપણામાં શક્તિનો સંચાર કરે છે અને આપણે આપણા કર્મોને સમભાવપૂર્વક ખેરવી શકીએ છીએ.

પરમ કૃપાળુ દેવ કે બાપુજીનો વિચાર કરીયે તો તેઓ બન્ને જ્ઞાન ગર્ભિત વૈરાગ્ય ધારણ કરીને ઉદાસીનભાવે સંસારમાં રહ્યા હતા. બધાનું લેણું ચુકવતા રહ્યા અને અહોરાત્ર તેમની અંતર સાધના પણ ચાલુ રાખી. સંસારમાં સુખ અને દુઃખના મોજાઓ આવતા રહ્યા પણ આત્મજાગૃતિ એવી બળવાન રાખી કે તેમને હર્ષ કે શોક ન થયો. જીવવાની ઈચ્છા નથી અને મરવાની ચિંતા નથી માત્ર ઉદયને અનુસરતા રહ્યાં.જે વૈરાગ્યભાવ અને દ્રઢ સંકલ્પબળ એમનામાં હતું તે સ્પષ્ટપણે આપણે પરમ પૂજ્ય ભાઇશ્રીમાં જોઈ શકીએ છીએ. કહો, હવે એમની પ્રેરણા લઇ આપણે કર્મોથી મુક્ત થવું છે કે પછી વધુ કર્મ બાંધી, જન્મમરણના દુઃખ વધે એવું જ જીવન આ ભવે પણ જીવતા રહેવું છે.

જ્ઞાનીનું કરેલું બધું સવળું. આત્મામાં રહીને તેઓ કાર્ય કરે છે માટે તેમને નવું કર્મ ક્યાંથી બંધાય?  બાહ્ય સંજોગો ભલે કર્માશ્રવઃ કરાવે એવા હોય પણ  તેમના અંતરનો જ્ઞાન દીવો પ્રજ્વલિત છે માટે તેઓ સંવરભાવમાં જ સ્થિર છે. અજ્ઞાનીના યોગ  ધર્માંરાધનામાં રોકાયેલા છે, તે માળા ગણે છે પણ તેનું મન આખાએ જગતમાં ફરીને કુંડો કચરો ભેગો કરે છે. રાગ દ્વેષ કષાયના ભાવો માળા ગણતા પણ અંતરમાં થઇ રહ્યા છે. હું ધાર્મિક છું એવું અભિમાન અને દંભ પણ તે કરતો રહે છે. માટે જ્ઞાની સદગુરુની નિશ્રામાં રહી તેમના કહ્યા પ્રમાણે ધર્મનું આરાધન કરવું અનિવાર્ય છે.

જ્યાં સુધી આત્મલક્ષ છે ત્યાંસુધી નવું કર્મ બંધાતું નથી અને જૂનું પૂરું થઇ જાય છે. માથે પાણીના ત્રણ ચાર બેડ લઈને ચાલતી તે પાણીયારી પોતાની સખી સાથે વાત કરે છે, હસે છે, છતાં બેડાં ઉપરનું લક્ષ ટકાવી રાખે છે. બરાબર એ રીતે જો તમામ કાર્યો કરતા આત્મવૃત્તિ જળવાઈ રહે એજ આપણો મુખ્ય પુરુષાર્થ છે.    

પરમ પૂજ્ય ભાઈશ્રી કહે છે  કે આપણી પાસે બધું છે: મોક્ષે જવું છે, સતદેવ, સદગુરુ અને સતધર્મ પ્રત્યેનું શ્રધ્ધાન છે, સત્પુરુષના સત્સંગમાં રુચિ છે, અંતર્મુખ અવલોકન કરવાની સમર્થ ધ્યાન પ્રક્રિયા પણ છે તો પછી શું રોકે છે?  પ્રમાદ નડે છે, ભૌતિક સુખ સાધનો પ્રત્યેનો પ્રેમ હજુ યોગ્ય રીતે ઘટ્યો નથી તે આગળ વધવા દેતો નથી, સાંભળીયે છીએ પણ તેનો વિચાર કરી જીવન બદલાવતા નથી. સંયમ, અનુશાસન, સાદગી,  સમર્પણની અને એક સંકલ્પ બળની ખામી છે.              

35-Bazar1.jpg

એક વાર મોરબીના ન્યાયાધીશ શ્રી ધારશીભાઈ કે જેમને શ્રીમદ્જી પ્રત્યે ખુબ પૂજ્યભાવ હતો તેઓ ભર ઉનાળે બપોરના સમયે મોરબીની ઉભી બજારમાં શ્રીમદ્દ ઉપર છત્રી ખોલીને ચાલતા હતા. જોનારા લોકોને ઘણું કૌતુક થયું કારણ ધારસીભાઇ ઉંમરમાં ઘણા મોટા અને ખૂબ પ્રતિષ્ઠિત વ્યક્તિ હતા. બજાર પૂરી થઇ અને બહાર આવ્યા એટલે શ્રીમદે ધારસીભાઇને છત્રી બંધ કરવા કહ્યું. ત્યારે ધારસીભાઇએ ઉત્તર આપ્યો કે ગામ બહાર વધારે તાપ લાગે, આપ છત્રી બંધ કરવાનું શું કામ કહો છો? ત્યારે જ્ઞાનવંત શ્રીમદ્દજી બોલ્યા “ધારશીભાઈ, ખરેખર તો આત્મામાંથી કષાયનો તાપ જવો જોઈએ”  શ્રીમદ્જી જેવા મહાજ્ઞાની ગુરુના આવા ઉત્તમ બોધને લક્ષમાં રાખીને  ધારશીભાઈએ ત્યાર પછી જીવનમાં ખુબ જાગૃતિ કેળવી હતી અને ક્રોધ, માન, માયા, લોભ, ઈર્ષા, વગેરે કર્મનાં આંતરિક પરિબળો પ્રત્યે તેઓ અતિ સાવધાન રહ્યા હતા.

આપણા આગમ સૂચવે છે કે  “आणाए धम्मो आणाए तवो” આજ્ઞાનું આરાધન એજ ધર્મ અને આજ્ઞાનું આરાધન એજ તપ. આપણા ગુરુએ મોક્ષનો માર્ગ કંડારી આપ્યો છે. તેઓ આપણી પ્રેરણા છે. તેમને જોતા રહેવું અને આપણે આપણો ઉત્સાહ અને આનંદપૂર્વક તેમની આજ્ઞા પાળતા રહેવું. પછી બીજી કોઈ ફિકર આપણે કરવાની નથી. તેમનું અનન્ય શરણ છે.  આપણી ભક્તિ અનન્ય થશે તો નિર્જરા ભાવના ભાવિ નિશ્ચિત તમામ કર્મોનું પ્રક્ષાલન કરી મુક્ત થશું  જ.   


ઉપજે મોહ વિકલ્પથી સમસ્ત આ સંસાર

અંતર્મુખ અવલોકતા વિલય થતા નહી વાર.


Further Insights

Shrimad says in Vachanamrut (Page 158), “Knowledgeable seers say that man becomes God.” It is a profound statement. This simple sounding sentence conceptually covers all the literature on spirituality written by Shrimad. Man, with all his compelling flaws, has the potential to overcome them and evolve into a gnani (one who knows the soul). He can then move up, step by step, across various stages (gunasthanaks) towards kevalgnan where all distinction between him and God ends.

Our nature is made up of some qualities that we are born with and some that we acquire. All these qualities are the cause of our accumulation of karma. If we think deeply about the nature of our being, we realise we need nothing to make us happy. Happiness dwells within us, waiting to be acknowledged. Once we realise that, we change internally and gradually stop attracting karma. All that then remains is shedding of past karmas which can be done more easily and quickly with the help of contemplation and meditation. That’s the time-tested passage to salvation.

પરમ ક્રુપાળુ દેવ પાનું 158 કલમ 79માં લખે છે કે  “માણસ પરમેશ્વર થાય છે એમ જ્ઞાનીઓ કહે છે”  અધ્યાત્મનો સાર પ્રાપ્ત થાય એવું આ પ્રકૃષ્ટ વચન છે. આપણી ઉપાદાન શક્તિનો આ વચન દ્વારા પરિચય થાય છે. આ વચનને આપણે ગંભીરતાપૂર્વક વિચારવું જરૂરી છે. ભલે હું અજ્ઞાની છું, મારામાં ઘણા દોષો રહેલા છે પણ છતાંએ નિર્મળ થવાની શક્તિ હું ધરાવું છું. જો હું ધારું તો આજ ભવમાં ઉત્તમ સાધના કરી, દર્શનમોહના પડળોને ધોઈ, સમ્યગ્દર્શન પ્રાપ્ત કરી શકું એમ છું. સમ્યગ્દર્શન  થયા બાદ મારો વિશુદ્ધ ભાવ મને ગુણસ્થાનક આરોહણ કરાવશે અને છેલ્લે, અનંત અવ્યાબાધ સુખ સમાધિ આપનારું કેવળજ્ઞાનને હું પ્રાપ્ત કરી શકીશ. હું સ્વયં ઈશ્વરસ્વરૂપ બની જઈશ. સતદેવ સદગુરુ અને સતધર્મની આ કોઈ અદભુત બલિહારી છે, પથ્થરમાંથી સુંદર જ્ઞાન પ્રતિમા ઘડવાની અજબ શક્તિ તેઓ ધરાવે છે. તેમનો આશ્રય સ્વીકારી  અને તેમણે આપેલી આજ્ઞાઓનું અપૂર્વ રુચિથી પાલન થતાં હું સિદ્ધ પરમાત્મા બની શકું એમ છું.                 

 

આત્માં ઉપર કર્મનું આવરણ હોવાને કારણે આપણે અમુક પ્રકારની સ્વભાવ પ્રકૃતિ લઈને જન્મતા હોઈએ છીએ. જન્મ બાદ, આપણું પ્રારબ્ધ અને આપણા પુરુષાર્થ થકી તે સ્વભાવ પ્રકૃતિમાં ફેરફાર થતો હોય છે.  બાહ્ય માહોલ, શિક્ષણ, સંસ્કાર, કોઠાસુજ, સંગત જેવા પરિબળો પોતાનો પ્રભાવ આત્મા ઉપર પાડે છે.  આ પ્રભાવ જો કલ્યાણકારી હોય તો સુખની શોધ અંદરમાં થશે અને જો અકલ્યાણકારી હોય તો સુખની શોધ બહારમાં થશે. કોની સાથે જોડાઈને રહેવું અને ક્યાં પરિબળથી કેટલું પ્રભાવિત થવું તે આપણા હાથની વાત છે. આત્મા એજ પરમ સત્ય છે, જ્ઞાન અને આનંદ એ તેનો સહજ સ્વભાવ છે. કમનસીબે, જે ભણ્યા અને શીખ્યા તે દ્વારા આપણે વ્યાવહારિક જીવનમાં ભૌતિક ભાવોને મુખ્ય રાખીને જીવ્યા અને તેને કારણે કર્મની જાળમાં વધુ ફસાતા રહ્યા. ખ્યાલ ન આવ્યો કે મારો આત્મા એ જ આનંદનો મહાસાગર છે. હું સ્વયં અનંત સુખનો ભંડાર છું. સદ્દગુરુ નિશ્રામાં રહેતા, તેમના બોધને વાગોળતા સુખ અને આનંદને શોધવાની દિશા બદલાય છે. અંતર્મુખ અવલોકન કરતાં, મોહના વિકલ્પો શમી જાય છે અને સંસાર સપના જેવો અસત્ય ભાસે છે. ધ્યાનમાં એકાગ્રતા સધાય ત્યારે જ્ઞાનઉપયોગની પ્રતીતિ થાય છે. નિજસ્વભાવમાં રહેતા અનંત નિર્જરા આત્મા કરે છે, અને કર્મો દૂર થતાં મોક્ષના સુખને અનુભવે છે.