“What do I say or do when someone has lost a loved one? How can I support them?”
Death is a topic that is relevant to us all, and yet it simply isn't pleasant to talk about.
When a death occurs it can cause a lot of suffering for those that are left behind. Regardless of whether it’s through a long term illness or a sudden accident, for someone left behind that is grieving, the experience can be overwhelming, lonelyand frightening. Bereavement is a delicate stage of life.
When this is happening to someone you know, it can feel tricky to decide what to do or say other than “I’m sorry for your loss”. Surely there is more we can do. Let’s look at how to support and help in meaningful ways. We look at the 5 stages of bereavement, and some powerful Jain contemplations for inspiration on how to act.
By contemplating on this subject we will also be preparing ourselves for the day when we lose a loved one and grieve. And indeed, the more we think clearly about death, the more prepared we become for when it is our turn to leave the body too.
Understanding the five stages of bereavement
Though everyone’s experience is unique, in general psychologists have shown that people go through five different stages of emotion when they lose a loved one. Knowing what these stages are makes us more aware and capable of providing support.
1. Denial. We are unable to accept this is really happening. Life makes no sense, and there can be a feeling of numbness just trying to get through each day. This is the confused stage when someone might wake up in the morning, and somehow expect the person who has passed away to still be there. Or they set a place on the dining table for the deceased person by mistake. Daily habits are ingrained and may take time to change.
2. Anger. From the confusion and numbness, a strong feeling of anger often arises, waking us up to reality. A temporary bridge from the sea of nothingness. This anger can be intense, and can be directed to anyone - family, a friend, the doctor, or even the person who has died! Often there is anger towards someone who didn’t attend the funeral, or is acting differently. As spiritual seekers we must be patient and compassionate towards anyone showing this kind of anger.
3. Bargaining. Negotiations with God take place. “What if I devote the rest of my life to helping others? Then can I wake up and realise that this has all been a bad dream?” In this stage, there will be plenty of “What if…?” questions, typically powered by a combination of guilt and blame - “What if I could have stopped the accident from happening?”; “What if we had found the tumour sooner?”; “What if …” There will be a yearning to turn back time, to undo the steps that led to the death and move destiny into a different direction.
4. Depression. Eventually, attention moves painfully into the present situation - a realisation that there is nothing that can be done to bring them back, a feeling of helplessness. Depression is most overwhelming when attachment is greatest to the one who has passed on. “How can I possibly live without them? I never got a chance / took the opportunity to make amends.” This depressive stage will feel as though it will last forever, but remember that it is not a mental illness - it is merely a natural response to the loss.
5. Acceptance. In the final stage of grief, there is an acceptance that the loved one has physically gone and that while this new reality will not be desired nor that it “will be OK”, one learns to live with it. Finding acceptance might be just having more good days than bad days. This is when roles are reorganised and responsibilities distributed. While it will never feel right to replace what is lost, new connections can be made, as well as new relationships and interdependencies.
Each person is different and will experience grief in a different way. But being aware of the stages that are common will help you to be more supportive and understanding of the grieving friend’s behaviour.
Let’s move to action
Before acting we should check that our motivation is really to help, and not merely to boost our own ego (“Look at me, I helped out, aren’t I great?”) With our motivations in check, let us turn to Jain dharma for beautiful ways to express our love and be a true friend. These are: Maitri, Pramod, Karuna, and Madhyastha and the contemplations to cultivate detachment.
Action 1: Maitri - universal love and friendship
The very best support you can offer to someone who is going through a bereavement is your undivided time and loving attention. When you are with them, be with them. Listen actively. Switch off your phone and just sit with them, even if it's in silence. Become radically comfortable with silence. Let their words fill their silence when they're ready - yours need not.
If you feel compelled to say something, especially when first contacting them after the death, some of these words from a place of love and friendship will be a breath of fresh air:
"I am so sorry for your loss."
"I wish I had the right words, just know I care."
"I don't know how you feel, but I am here to help in any way I can."
"You and your loved one will be in my thoughts and prayers."
"My favorite memory of your loved one is…"
"I am always just a phone call away"
Give a hug instead of saying something
"We all need help at times like this, I am here for you"
"I am usually up early or late, if you need anything”
How to Actively Listen:
Although you can not take away the pain of someone suffering from a huge loss, one of the best things you can do to "be there" for them is to actively listen and help them express their feelings. The technique of active listening can be cultivated by letting the other person express his or her own feelings, whilst suspending your own judgements. Inspiringly the Chinese character for Listening is made up of the following parts: ears, eyes, undivided attention and heart.
- Give your full and undivided attention to them and listen.
- Look at who you are listening to.
- In your own words, repeat back to them what you have understood from what they said to check with them whether you have understood them correctly.
- Ask them to fill in any gaps in your understanding.
- Offer a response ONLY once they indicate that they feel fully understood.
Remember that listening is different from offering advice. Advice is generally the last thing they are looking for, even if they've asked for it.
Action 2: Karuna - compassion for those who are suffering
Regardless of whatever loss you might have faced in the past, you will never know their pain and exactly what they're going through. We are all so different, please don't offend others or make them feel even more isolated by telling them stories about other people who have died in similar circumstances, or offloading your own grief onto them.
What else to avoid saying:
"I know how you feel."
"Time heals all wounds."
"Don't dwell on it."
"It's in the natural order of things."
"Aren't you over it yet? It's time for you to move on."
"Be grateful you had him so long."
"You're never given anything you can't deal with."
"Our religion says that this body is temporary anyway, so did you expect her to stay with us forever?"
"There is a reason for everything."
"It's probably all for the best."
"Don't feel bad."
"Let me tell you about the stages of grief - ahh yes, you should be at the third stage by now"
"At least he lived a full life, so many people now die young."
"She did what she came here to do and it was time for her to go."
"You can still have another child."
These insensitive platitudes are likely to further hurt and upset your dear one, who may feel that you haven't really acknowledged their loss. Some of these such as “there’s a reason for everything” and “it’s all for the best” can be useful if the person we are speaking to is receptive. But there’s a time and place for everything - right now, your loved one just needs your love, support and reassurance.
Practical support
Instead of verbal consolations, consider what you can do to relieve them of their suffering. Free of any judgement or preconceived notions about how they should be, listen intently to what they are saying - then play back what you think might be helpful.
Practical support might include:
- simply giving company
- cleaning and tidying
- organising mail, opening post
- fielding phone calls or Facebook messages
- cooking a few meals
- chauffeuring
- washing clothes & ironing
- helping them pick out what to wear
Action 3: Pramod - appreciation of majestic qualities
When Param Krupaludev Shrimad Rajchandra came to learn of his best friend and soulmate Saubhagbhai's death, he wrote to Saubhagbhai's sons (see letter 782, paragraph 4 in Vachanamrut). In this letter, we discover the following advice:
If it’s appropriate, ask about the greatest qualities of the person who has died. Discover the inspiring traits that the person you are supporting seeks to embrace within their own lives. This way, while the loved one might have physically gone, their greatest qualities live forever on in the memories and hearts of those still here.
Action 4: Madhyastha - equanimity in the face of misaligned expectations
Even with our best endeavours of suspending judgement, there will inevitably be times when the behaviour of the loved one you are trying to support appears to be out of line with what you might expect or be willing to accept.
Love and accept them anyway.
Whether they are behaving angrily, shouting abuse, appearing erratic or just completely sombre, bear witness to the situation and just be with them. Of course, stay safe. Take whatever action is necessary to keep yourself, them and those around them safe. But do so with patience, with care and with love. Even if it feels a little uncomfortable, remain patient, hear them out and let it pass.
Action 5: Contemplate to cultivate detachment
Whenever someone we know dies, it is important to make some time to reflect and contemplate the bigger questions. The treasury of our Jain Dharma presents us with the 12 bhavanas to do this. These precious contemplations help us uncover the true nature of our life and cultivate detachment from the illusory realms of reality.
What is the body, what is the soul and what is death? We must be sensitive to the fact that it may not be appropriate to raise these profound questions during the time of a bereavement. It depends on the person who is grieving and what stage they are at, and we must have the listening skills to understand this.
But this action is about our own contemplation. It is important that we are clear in our own minds and hearts. This clarity will equip us to be able to stay calm and serve others well when they need our support.
Anitya bhavana: Contemplation on acceptance of impermanence
"The body, the grandeur, family, clan etc. are all perishable. The fundamental nature of the soul is immortality, such contemplation is the first Impermanence bhavana." — Shrimad Rajchandra
Asharan bhavana: Contemplation on lack of refuge
"Nobody can give us refuge at the time of death. The refuge of noble religion alone is real; to contemplate thus is Asharan bhavana." — Shrimad Rajchandra
Sansaar bhavana: Contemplation on the fragility of the world
"This soul has travelled through all the lifetimes in this worldly ocean. When will I break free from the fetters of the world? This world (sansaar) is not mine; I am salvation by nature; to contemplate thus is the third sansaar bhavana." — Shrimad Rajchandra
Ekatva bhavana: Contemplation on solitariness
"This soul of mine is alone, it has come alone, will go alone, will bear the fruits of its deeds alone; to contemplate thus from the deep realms of consciousness is the fourth Ekatva bhavana." — Shrimad Rajchandra
Anyatva bhavana: Contemplation on separateness
"To contemplate that nobody truly belongs to another person is Anyatvabhavana." — Shrimad Rajchandra
Ashuchi bhavana: Contemplation on bodily impurity
"This body is impure. It's a pit of excretory filth, the abode of disease and ageing. To contemplate that I am distinct from this body is the sixth concept of impurity." — Shrimad Rajchandra
To explore these bhavanas further, visit the articles on Contemplate to Realise. The more time we spend contemplating the true nature of reality, the more skillfully and peacefully we will be able to navigate the many challenges of life.
Further reading and exploration
https://www.theodysseyonline.com/what-you-learn-after-losing-parent-so-young “people just don't understand”
http://death.org.uk/ - Death Cafe
Book: On Grief and Grieving, Elisabeth Kübler-Ross
https://grief.com/the-five-stages-of-grief/
https://grief.com/10-best-worst-things-to-say-to-someone-in-grief/
http://alifeofproductivity.com/active-listening-how-to-do-it/
Photo credit
Photo by Harli Marten
Image of Saubhagbhai and Shrimad is from : http://www.shrimadrajchandramission.org/inspiration/shrimad-rajchandraji/disciples-318.htm
દુઃખના પ્રસંગમાં એમને સાથ દેવો
મૃત્યુ એક એવી અનિવાર્ય ઘટના છે જેનાથી આપણે દરેક જણ પરિચિત છીએ છતાંય એના વિષે વાત કરવી આપણેને એટલી જ અપ્રિય છે.
મૃત્યુની ઘટના જનારની પાછળ રહી જનારા માટે ઘણી વેદના લાવતી હોય છે. મૃત્યુ ભલે લાંબા ગાળાની માંદગીને લીધે થયું હોય કે પછી અચાનક થયેલ અકસ્માતને લીધે, શોક કરનારને માટે આ અનુભવ અંતરને હચમચાવી નાખનારો હોય છે. સ્વજનની ચિરવિદાય એ એક ખૂબ નાજુક પરિસ્થિતિ છે.
આ કારમા સત્યનો સામનો જ્યારે આપણા કોઈ ઓળખીતા કરે છે ત્યારે એમને “આ દુઃખદ અવસાન બદલ મને બહુ ખેદ છે’’, એનાથી વધુ કંઈ પણ કહેવું કે કરવું અટપટું લાગે છે. પણ એ અસમંજસથી ઉપર ઉભરીને આપણે ચોક્કસ કંઈ કરી શકીએ છીએ અને કરવું જોઈએ.
આપણે કઈ રીતે મદદરૂપ થઈ શકીએ એના પર થોડો વિચાર કરીએ
સૌ પ્રથમ, અવસાન પછીના પાંચ તબક્કાઓની બાબતમાં ચર્ચા કરીએ અને સાથે સાથે જૈન તત્વના ચિંતન વડે આપણું વર્તન કઈ રીતે પ્રેરિત થઈને ઉપયોગી બને તેના પર પ્રકાશ પાડીએ.
આમ જુઓ તો આ વિષય પર થોડો ઊંડાણમાં વિચાર કરવાથી આપણે એક રીતે આપણી જાતને પણ એ દિવસ માટે તૈયાર કરશું જ્યારે, ન કરે નારાયણ, આપણને આપણા સ્વજનનો વિયોગ થાય અને વળી જેટલો આપણે મૃત્યુનો મોકળા મને વિચાર કરશું એટલા જ આપણે એ વાસ્તવિકતાનો સામનો કરવા તૈયાર હોઈશું, જ્યારે એ આપણી સમક્ષ એક ને એક દિવસ ઘડાશે જ.
મુત્યુના પાંચ પાચીક:
આમ તો દરેકનો મૃત્યુ સાથેનો વ્યક્તિગત અનુભવ અનોખો જ હોય છે. પરંતુ મનોવૈજ્ઞાનિકો એમ કહે છે કે સામાન્ય રીતે જ્યારે જયારે આ ઘટના ઘટે છે ત્યારે ત્યારે આ પાંચ લાગણીઓ ઓછા-વત્તા અંશે અનુભવાય છે. જો આપણે આ પાંચ લાગણીઓને સાચી રીતે સમજી શકીએ તો આપણા સ્નેહી / મિત્ર / પરિવારજનની લાગણીને યથાતથ્ય સમજીને તેમની મદદ કરી શકીએ.
૧. અસ્વીકાર : ઘણી વાર વ્યક્તિ આ કારુણ્ય ઘટનાનો સામનો કરે છે તેનો પ્રથમ પ્રતિસાદ આ ઘટનાનો અસ્વીકાર હોય છે. જીવન અર્થ વગરનું લાગે છે અને દરેક પસાર થતી પળ જાણે કે પરાણે જીવાતી હોય એવી લાગણી ઉદ્દભવે છે. વ્યક્તિ એક એવી ભ્રમણામાં જીવતી હોય છે કે હમણાં સવાર પડતાં, ગયેલ વ્યક્તિ અચાનક દર્શન દેશે. ઘણી વાર એ ભ્રમણામાં મૃતકને માટે થાળી પણ મંડાઈ જાય છે. ખૂબ વર્ષોનો સાથ અને રોજનો એક દૈનિક ક્રમ, જુની આદતોની છાપને ભૂસાતા વાર તો લાગે જ ને!
૨. ગુસ્સો : આ મુંઝવણ અને સુષુપ્તતામાંથી જાગે છે એક ઝળહળતો આક્રોશ, એક એવો ભસ્મીભૂત કરી નાખનાર ગુસ્સો. અગાઢ ખાલીપાને એક કામચલાઉ સેતુથી જીવન સાથે જોડવાનો, એક ફરજિયાત તોય વ્યર્થ પ્રયાસ; એમાંથી ઉદ્દભવતો ગુસ્સો ઘણો તીવ્ર હોય અને એનો શિકાર કોઇપણ બની શકે – પરિવારજનો, મિત્રો, ડૉક્ટર અથવા જનાર સ્નેહીજન પણ! ક્યારેક એ ગુસ્સાની તીક્ષ્ણ સોય અંતિમવિધિમાં કોઈ કારણવશ ગેરહાજર રહેનાર તરફ વળે છે તો ક્યારેક એવા લોકો તરફ જે સંજોગો બદલાતાં પોતાના રંગો બદલવા માંડે છે. આધ્યાત્મિક પંથીઓ તરીકે આપણે ક્રોધિત વ્યક્તિ પ્રત્યે કરુણામય અને ધૈર્યશીલ વર્તન અપનાવવું જોઈએ.
૩. સોદાબાજી : પરમાત્મા સાથે વાટાઘાટની શરૂઆત થાય છે, “જો હું મારું શેષ જીવન બીજાને મદદ કરવામાં વીતાવું તો કેમ રહેશે? શું એમ કરવાથી એવો ચમત્કાર થઈ શકે ખરો કે આ ઘટના એક ખરાબ સ્વપ્નની જેમ આંખ ઉઘાડું ત્યારે વિલય થઈ જાય?” આ તબક્કામાં એવા ઘણાંય ``જો હું..., કાશ હું...,” જેવા પ્રશ્નો કરે. જે સામાન્ય રીતે પોતાને દોષી માનવા અને પોતાને દોષ આપવામાંથી ઉદ્દભવતા હોય છ; જેમ કે, “કાશ હું એ અકસ્માતને થતા રોકી શક્યો હોત’’; “કાશ અમને ગાંઠની ખબર વહેલી પડી ગઈ હોત તો?” સમયના કાંટાને ઊંધા ફેરવીને, પોતાના ભૂતકાળને બદલીને, જનારને પાછા લાવવાની ચાહના ચોક્કસપણે ઊભી થાય એ સ્વાભાવિક છે.
૪. હતાશા : સમય જતાં જ્યારે વ્યક્તિને એમ લાગે છે કે કંઈ પણ કરીને જનારને હું પાછા નહીં લાવી શકું ત્યારે એ વર્તમાનનો, મને કે કમને, સામનો કરે છે-પણ આ સામનો એને વ્યાવહારિકતાને બદલે હતાશા તરફ ધકેલે છે. દુઃખી દિલ ખૂબ મજબૂરી અનુભવે છે. વળી જ્યારે મૃતક સાથેનો સંબંધ ખૂબ ગાઢ અને ઘનિષ્ટ હોય છે ત્યારે એના જવાથી હતાશા પણ એટલી જ જોરદાર અનુભવાય છે. “હું એમના વગર કેવી રીતે જીવીશ? મને સુધારા કરવાનો મોકો કદી ન મળ્યો, મેં મારી તક ગુમાવી દીધી’’, વ્યક્તિની આવી નિરુત્સાહી અને હતાશાભરી મનોદશા જોનારને એમ જ લાગે છે કે આ વ્યક્તિ હતાશાના દલદલમાંથી કદીયે બહાર નહીં આવી શકે, પરંતુ આપણે એ યાદ રાખવું જોઈએ કે આ કોઈ માનસિક રોગ નથી – આ તો ફક્ત જનારની ખોટનો એક સ્વાભાવિક પ્રતિસાદ છે.
૫. સ્વીકૃતી : ઉપરના ચારમાંથી લગભગ બધા જ તબક્કાઓમાંથી પસાર થયા બાદ વ્યક્તિ દુઃખદ ઘટનાનો સ્વીકાર કરી લે છે. એ માની લે છે કે એના પ્રેમીજન ફરી સદેહે ક્યારેય જોવા નહીં મળે. આમ માનવું એ નથી સૂચવતું કે એમણે હાલાતને અપનાવી લીધી છે કે પછી એ સ્વીકૃતિ દિલથી કરી છે, વ્યક્તિ બસ નવી “ટેવ’’ સાથે જીવતા શીખી રહી હોય છે. પણ આ સ્વીકૃતિમાં એક આશાસ્પદ અવકાશ છે કે વ્યક્તિના દિવસો ખરાબ કરતાં સારા વધુ જશે. એવું ત્યારે થશે જયારે એ પોતાના શેષ જીવનની ઢબને બદલશે અને બધી જવાબદારીઓની નવેસરથી પોતાના અને શેષ કુટુંબીજનામાં વહેચણી કરશે. જનારની ખોટ કોઈ પૂરી શકતું નથી, ખાસ કરીને જ્યારે તે માં હોય, પણ નવા સંબંધો, નવા જોડાણના તાંતણાઓ અને એકમેવ અવલંબન જરૂરથી સાધી શકાય છે.
દરેક વ્યક્તિ અલગ છે અને તે પોતાનું દુઃખ અલગ રીતે વેદે છેે. જો આપણને આ ઉપર ઉલ્લેખેલ તબક્કાઓની જાણ હોય તો આપણે એ વ્યક્તિને સાચો અને જરૂરી સહારો આપી શકીશું.
ઝંપલાવવાનો વારો
“જુઓ તો ખરાં, હું કેટલો મહાન છું, મેં કેવી મદદ કરી ને?”
સૌ પ્રથમ આપણે જ્યારે પણ આવા પ્રસંગમાં કોઈને મદદરૂપ થઈએ ત્યારે એ વાતની તાકીદી રાખવી ખૂબ અગત્યની છે કે આપણે આ મદદ આપણા અહમને પોષવાને નથી કરી રહ્યાં.
જો આપણી પ્રેરણાને હકારાત્મક દિશા આપીને આપણે સતધર્મ તરફ વળીએ જે આપણને આપણા મિત્ર / સ્નેહી માટેની આપણી લાગણીઓને એક સુંદર વાચા આપશે અને આપણે સાચા મિત્રની ગરજ સારી શકીશું.
આ રસ્તાઓ છે : મૈત્રી, પ્રમોદ, કરુણા, માધ્યસ્થતા અને ચિંતન વડે વૈરાગ્યની કેળવણી.
મૈત્રી ભર્યું પગલું ૧ : મૈત્રી – વિશ્વવાત્સલ્યપણું અને વિશ્વમૈત્રી
જે વ્યક્તિએ પોતાના અંગતને ખોયા છે એને સૌથી ઉત્તમ સહારો જો તમે આપી શકતા હો તો એ છે તમારો અવિભાજિત સમય અને તમારી પ્રેમાળ હાજરી. જ્યારે તમે એની સાથે હો, ત્યારે જાગૃતપણે એની સાથે જ રહી, એને સક્રિય રીતે સાંભળો.
મોબાઈલને બંધ અથવા ``સાઈલન્ટ’’ કરી નાખો, ફક્ત અને ફક્ત એની પાસે બેસો, ભલે ને તમે એક હુંકાર પણ ન ભરી શકો – મનને મજબૂત કરીને મૌનને સેવો. બન્ને વચ્ચેના મૌનને તમારા મિત્રના શબ્દોથી ભરવા દો, તમારા શબ્દોથી નહીં.
જો તમારે કંઈ કહેવું જ પડે, એ પણ ત્યારે જ્યારે તમે એમનો આ દુઃખદ ઘટના પછી પહેલી વાર સંપર્ક કરતાં હો તો આમાંના અમુક વાક્યો કદાચ એ દુઃખી હૃદયને થોડી શાતા જરૂર પહોચાડી શકશે, જેમ કે :
. દુઃખદ સમાચાર સાંભળીને હું ખૂબ દિલગીર છું.
. મને શબ્દો નથી સુઝતાં પણ મને તમારી બહુ કાળજી છે.
. તમારી ભાવના હું નથી સમજી શકતો, પરંતુ હું કોઈ પણ પ્રકારની મદદ આપવા તૈયાર છું.
. તમે અને તમારા સ્વજ્ન માટે હું હંમેશા પ્રભુ પાસે પ્રાર્થના કરીશ.
. મને હજી પણ યાદ છે....
. મારી જ્યારે પણ જરૂર પડે, વહેલી સવારે કે મોડી રાત્રે, તો ફક્ત એક ફોનનંબર ઘુમાવી દેજો.
. કંઈ પણ ન કહેતાં એમને ભેટી પડવું.
. આવા સમયે આપણને બધાને કોઈ સહારો જોઈએ છે. હું તમારી સાથે જ છું.
સક્રિયપણે સાંભળવું :
કોઈના સ્વજનની ખોટના દુઃખનું જે વેદન છે તેની પીડાને તમે દૂર કરી શકતાં નથી, પણ તેના બનીને, તેમની લાગણીને કોઇપણ અભિપ્રાય આપ્યા વગર સાંભળવી અને સમજવી, એ પણ દુઃખ દૂર કરવાની ગરજ સારે છે, જેની વધારે જરૂર છે.
૧. એમને તમારું પૂરેપુરું અને અવિભાજિત ધ્યાન આપીને એમની વાત સાંભળો.
૨. એમની સાથે વાત કરતી વખતે એમના ચહેરા તરફ દ્રષ્ટિ રાખો.
૩. તમારી સમજણ અને એમના કહેવાના તાત્પર્ય વચ્ચેનો તફાવત દૂર કર્યા પછી જ તમારો અભિપ્રાય આપો.
4. સાંભળવામાં અને સલાહ દેવામાં અંતર છે તે જાણો અને સમજો. ઝાઝુ કરીને આ પરિસ્થિતિમાં સલાહ કરતાં એક સમજદાર સહારાની વધારે જરૂર હોય છે.
શું તમે જાણો છો કે ચીની ભાષામાં સાંભળવાના મૂળાક્ષરની રચનામાં કાનની સાથે આંખો, દિલ અને અવિભાજિત ધ્યાન, આટલી બધી આકૃતિઓનો વપરાશ કર્યો છે!
મૈત્રી ભર્યું પગલું ૨ : કરુણા – વેદના સહન કરનાર માટે કરુણા
ભલે તમે પોતે કોઈના મોતથી થનાર ખોટનો અનુભવ કર્યો હોય, એનાથી તમે સામી વ્યક્તિની વેદના કે દુઃખને યથાતથ્ય સમજી શકો છો એવું માનવું અસ્થાને છે. દરેકના વ્યક્તિગત અનુભવો જુદા હોય છે, માટે સામી વ્યક્તિને ક્યારેય એવો અહેસાસ ન કરાવવો કે તેમના જેવું દુઃખ બીજા લોકોએ પણ અનુભવેલ છે અથવા તમે પોતે અનુભવેલ દુઃખનો રાગ તેમની સામે આલાપીને તેમને ગ્લાનીનો અનુભવ ન કરાવવો.
આવા સમયે આપણે શું ન કહેવું જોઈએ:
. મને ખબર છે તમને કેવું લાગે છે.
. સમય બધા ઘા ભરી દે છે.
. આ ઘટનામાં જ નહીં જીવો.
. આ તો કુદરતનો નિયમ છે.
. શું તમે હજુ એમાં જ રાચો છો? તમારે હવે આગળ વધવું જોઈએ.
. તમારે ઉપકાર માનવો જોઈએ કે એમનો સાથ તમને આટલા લાંબા સમય માટે મળ્યો.
. પ્રભુ તમને એવું કોઈ દુઃખ નથી આપતા જેનો તમે સામનો ન કરી શકો.
. આપણો ધર્મ તો એમ જ કહે કે આ શરીર કાયમ નથી રહેતું, શું તમને એમ આશા હતી કે એ આપણી સાથે કાયમ રહેવાના હતા?
. દરેક ઘટના કોઈને કોઈ કારણસર બને છે.
. કદાચ આ સારા માટે જ થયું છે.
. તમે દુઃખી ન થાવ.
. કમ સે કમ એમણે આટલી લાંબી જીંદગી તો જીવી, આજકાલ તો લોકો કેટલી નાની ઉમરમાં ગુજરી જાય છે.
. એમણે અહી જે કરવાનું હતું તે કરી લીધું, એમનો જવાનો સમય આવી ગયો હતો.
. તમે હજુ બીજુ બાળક કરી શકો છો.
આવા વાક્યો ઘા પર મીઠું ચોળવાનું કામ છે. જેને તમે સાંત્વના આપવા માગો છો એના પર આવા શબ્દોની ઉલટી જ અસર થાય છે. વધારામાં એને એમ લાગશે કે તમે એનું દુઃખ સમજી જ નથી શક્યા. આવા શબ્દો “દરેક ઘટના કોઈ ને કોઈ કારણસર બને છે’’ અને “કદાચ આ સારા માટે જ થયું છે’’, ફક્ત એવી જ વ્યક્તિ આવકારી શકે છે જે એનો સાચો અર્થ સમજી શકે છે.
દરેક વસ્તુનો એક સમય અને સ્થળ હોય છે, પણ એ ઉપયુક્ત ક્ષણ આવા સમયે નથી પાકતી, આવા સમયે તો તમારા સ્નેહીને તમારો પ્રેમ, સહારો અને આશ્વાસનની વધારે જરૂર છે, તમારા જ્ઞાનની નહીં.
વ્યાવહારિક સહાય :
શબ્દોના આશ્વાસનને બદલે તમે આટલું કરો તો કદાચ એની ઉપયોગીતા વધારે છે. કોઈ પણ પૂર્વવ્યાખ્યાયિત કલ્પના કે નિર્ણય કર્યા વગર, એમણે શું કરવું જોઈએ એનો વિચાર ન કરતાં એમને ફક્ત ઉત્સાહપૂર્વક સાંભળો, એ શું કહી રહ્યા છે, એને પૂર્ણ રીતે સમજી લ્યો. એમણે બોલેલ શબ્દોને ફરી-ફરી વાગોળો જેથી એનો મર્મ તમે સરખી રીતે સમજી શકો, એના પછી જ તમારો કોઈ પણ અભિપ્રાય આપો.
આપણી સહાયતાનો હાથ લંબાવીને આપણે આટલું કરી શકીએ:
. આપણો સહવાસ, જરૂર પડ્યે આપવો.
. એમના ઘરમાં વ્યવસ્થિતતા અને સુઘડતા લાવવી.
. એમને આવતી ટપાલો અને ઇમેલની વ્યવસ્થિત ગોઠવણ કરવી.
. એમના મોબાઈલ તથા ઘરે આવતાં લોકોના ફોનનો ઉત્તર આપવો અને ફેસબુક પર આવતાં શોક સંદેશાઓને પ્રતિસાદ આપવો.
. એમના માટે ખાવાનું બનાવવું જે એક ખુબ અગત્યની મદદ હશે.
. એમના ડ્રાઈવર બની સાથે જવુ.
. એમના કપડાં ધોઈ અને ઈસ્ત્રી કરી આપવા.
. એમણે શું પહેરવું એ નક્કી કરવામાં એમને મદદ કરવી.
મૈત્રી ભર્યું પગલું ૩ : પ્રમોદ – ગુણોની પ્રશંસા
જ્યારે પરમ કૃપાળુદેવ શ્રીમદ્ રાજચંદ્રને એમના હૃદયસખા અને પરમમિત્ર સૌભાગભાઈના દેહાંતના સમાચાર મળ્યા ત્યારે એમણે સૌભાગભાઈના પૂત્રોને (પત્રાંક ૭૮૨, ફકરો ૪, વચનામૃત) કાગળ લખ્યો. આ પત્રમાં એમણે જે આધ્યાત્મિક સલાહ આપી તે આ પ્રમાણે છે:
“મોહે કરીને જે સમયે ખેદ થાય તે સમયે પણ તેમના ગુણોનું અદ્દભુતપણું સ્મરણમાં આણી મોહથી થતો ખેદ શમાવીને ગુણોના અદ્દભુતપણાનો વિરહ થયો તે પ્રકારમાં તે ખેદ પ્રવર્તાવવો યોગ્ય છે. ધીરજથી સર્વેએ ખેદ શમાવવો, તેમના અદ્દભુત ગુણોનો અને ઉપકારી વચનોનો આશ્રય કરવો યોગ્ય છે.’’
જો યોગ્ય હોય તો જનારના મહાન ગુણોની બાબતમાં પૂછવું, એ ગુણોમાંથી તમારા સ્નેહીને પોતાના જીવનમાં કયા ગુણો અપનાવવા છે તે જાણવું. એનું સમર્થન પણ કરવું અને કહેવું કે જનારના ગુણોને અપનાવીને, આપણે જનારને શ્રધ્ધાંજલિ અર્પીએ છીએ અને આપણી યાદોમાં અને હૃદયમાં તેમને હંમેશા જીવંત રાખશું.
મૈત્રી ભર્યું પગલું ૪: માધ્યસ્થતા – અપેક્ષાની અપૂર્તિમાં સમતાભાવ
આપણા બધા પ્રયાસો પછી પણ ક્યારેક એવું બને કે તમારા સ્નેહીના વર્તનમાં એવા ફેરફાર આવે જે તમને અપ્રિય લાગે, છતાં પણ એમને પ્રેમ કરો અને સાથ – સહારો આપો.
તમારા સ્નેહી ક્યારેક ગુસ્સો કરશે, ક્યારેક ગાળો વરસાવશે, ક્યારેક ભૂલો કરશે તો ક્યારેક મૂક બની રહેશે; આવા સમયે તમે તમારો મિજાજ ન ખોતા, એ સમયે તમે સાક્ષીભાવમાં રહેજો. એમનો હાથ પ્રેમથી ઝાલી રાખજો. એમની, તમારી અને આજુબાજુના તમામ લોકોની સલામતીની ચોકસાઈ જરૂર કરજો પણ એમ કરતાં તમારું ધૈર્ય ન ખોતાં, તમારી કાળજી અને પ્રેમમાં ઉણપ નહીં આણશો. તમારી સમતાની પરીક્ષાની ઘડી હશે, પણ ધૈર્ય ન ખોતાં, એ ઘડીને પસાર થઈ દવા દેજો.
મૈત્રી ભર્યું પગલું ૫: વૈરાગ્યનો અભ્યાસ અને તેનું ચિંતન
જ્યારે પણ આપણા કોઈ જાણીતાનું અવસાન થાય છે તે સમય આપણને જીવનના મોટા, ક્યારેક કડવા સત્યોનું ચિંતન કરવાનો અવકાશ આપે છે. જૈન ધર્મની ખૂબ વાસ્તવિક અને હડહડતાં સત્યથી નીતરતી ૧૨ ભાવનાઓ આ ચિંતન માટે ઉત્તમ સાધન છે. આ કિંમતી સાધન આપણને આ જીવનનું વાસ્તવિક સ્વરૂપ ઓળખાવે છે અને એના બળ વડેે આપણે મોક્ષરૂપ ફળ દેનાર વૈરાગ્યને પ્રબળ બનાવી શકીએ છીએ.
આ શરીર કોણ છે? આત્મા શું છે અને શું છે મૃત્યુની સાચી હકીકત? આ પ્રશ્ર્નો જેને સુઝે છે અને એના ઉત્તર મેળવવા જે તત્પર થાય છે તેને ધન્ય છે, પણ કોઈના પ્રસંગે આપણે તાકીદી રાખીને આ પ્રશ્ર્નો નો ઉલ્લેખ કરવો ન જોઈએ. જે વ્યક્તિએ કોઈને ગુમાવ્યા છે, એ વ્યક્તિની આત્મદશા કેવી છે એના પર નિર્ભર કરે છે કે આવી ચર્ચા કરી શકાય કે નહીં.
આ ચિંતન આપણા સ્વકલ્યાનને માટે જરૂર ઉપયોગી અને ફળદાયક છે. સંસારની ક્ષણભંગુરતા અને અસારતાની સમજણ આપણા મનમાં સ્થપાયેલી હોવી જરૂરી છે, તો જ આપણે કોઈના મરણ પ્રસંગ વખતે સ્થિતપ્રજ્ઞ રહી શકીએ છીએ. એ મનોદશા આપણને મરણાંત પ્રસંગમાં શાંત રહીને, ધૈર્યને ધારણા કરીને બીજાને મદદરૂપ થવામાં ખૂબ ઉપયોગી થઈ પડે છે.
અનિત્યભાવના - શરીર, વૈભવ, લક્ષ્મી, કુટુંબ, પરિવારાદિક સર્વ વિનાશી છે. જીવનો મૂળ ધર્મ અવિનાશી છે, એમ ચિંતવવું તે પહેલી અનિત્યભાવના. - શ્રીમદ્ રાજચંદ્ર, વચનામૃત
અશરણભાવના - સંસારમાં મરણ સમયે જીવને શરણ રાખનાર કોઈ નથી માત્ર એક શુભ ધર્મનું જ શરણ સત્ય છે; એમ ચિંતવવું તે બીજી અશરણભાવના - શ્રીમદ્ રાજચંદ્ર, વચનામૃત
એકત્વભાવના - આ મારો આત્મા એકલો છે, તે એકલો આવ્યો છે, એકલો જશે, પોતાના કરેલાં કર્મ એકલો ભોગવશે, અંત:કરણથી એમ ચિંતવવું તે ચોથી એકત્વભાવના. - શ્રીમદ્ રાજચંદ્ર, વચનામૃત
સંસારભાવના - આ આત્માએ સંસારસમુદ્રમાં પર્યટન કરતાં કરતાં સર્વ ભવ કીધા છે. એ સંસારી જંજીરથી હું ક્યારે છુટીશ? આ સંસાર મારો નથી; હું મોક્ષમયી છું; એમ ચિંતવવું તે ત્રીજી સંસારભાવના. - શ્રીમદ્ રાજચંદ્ર, વચનામૃત
અન્યત્વભાવના - આ સંસારમાં કોઈ કોઈનું નથી, એમ ચિંતવવું તે પાંચમી અન્યત્વભાવના. - શ્રીમદ્ રાજચંદ્ર, વચનામૃત
અશુચિભાવના - આ શરીર અપવિત્ર છે, મળમૂત્રની ખાણ છે. રોગ-જરાનું નિવાસધામ છે, એ શરીરથી હું ન્યારો છું; એમ ચિંતવવું તે છઠ્ઠી અશુચિભાવના. – શ્રીમદ્ રાજચંદ્ર, વચનામૃત
આ અને બાકીની બાર ભાવનાઓના વિશેષ વિવરણ અને વધારે ઊંડી સમજણ માટે ‘‘કર વિચાર તો પામ’’ ના લખાણો વાંચશો. સત્યના સાચા સ્વરૂપની સમજણ જેટલે અંશે હશે તેટલે અંશે આપણે આ ભવસાગરમાં તરતી આપણી નાવને સુખરૂપે અને શાંતિપૂર્વક ખેડી શકીશું.