Scatter Your Salutations Across the Universe
as narrated by Popatbhai Gulabchand
One day, Motibhai of Anand came to pay his respects to Shrimad Rajchandra. He wanted to ask Shrimad 14 questions that had arisen in his mind. Motibhai had carefully written these questions on a piece of paper which he had tucked safely inside his turban.
That morning, when Motibhai arrived, Shrimad was giving a discourse to a group of truth seekers. Motibhai had not yet asked his questions but was surprised when he found accurate and heartwarming answers to all of them in Shrimad’s preachings which emerged from Shrimad’s limitless pure conscience and his detached state of being. A deeply impressed Motibhai thanked Shrimad with folded hands and praised him greatly.
After this divine experience, Motibhai was moved to bow down at Shrimad’s feet when a doubt held him back. He thought, Shrimad is still a householder, how can I pay my obeisance to him? As soon as Motibhai had this thought, Shrimad intuitively said, “Motibhai, I do not want your salutations. They do not bring any benefit to me, nor do I desire to be worshipped or praised. Instead, let your salutations be scattered across the entire universe!”
After hearing these priceless words, Motibhai was convinced that Shrimad was a highly elevated soul. He was also certain Shrimad possessed extraordinary clairvoyant powers as Shrimad not only read his thoughts accurately but also answered all the 14 questions that had arisen in his mind.
- Inspirational Stories of Shrimad Rajchandra page 208 - 209
તમારા નમસ્કાર ચૌદ રાજલોકમાં વેરી નાંખવાના છે
શ્રીમદ્ અને પોપટભાઈ ગુલાબચંદ
એક દિવસ, આણંદવાળા મોતીભાઈ પરમકૃપાળુદેવના દર્શન કરવા આવ્યા હતા. તેઓ પોતાના મનમાં ઉઠેલા ચૌદ પ્રશ્નો શ્રીમદ્દજીને પૂછવા માટે એક ચિઠ્ઠીમાં લખીને લાવ્યા હતા. તે પ્રશ્નોની ચિઠ્ઠી તેમણે પોતાની પાઘડીમાં ખોસેલી હતી. તેઓ જયારે પહોંચ્યા ત્યારે પરમકૃપાળુદેવ મુમુક્ષુઓને બોધ આપી રહ્યા હતા. ત્યાં તે સમયે મોતીભાઈએ શ્રીમદ્જીને પોતાના પ્રશ્નો પૂછ્યા નહીં, છતાં અત્યંત નિર્મળ ચારિત્ર્યવાન એવા પરમ કૃપાળુદેવના શુદ્ધ અંતઃકરણમાંથી નિઃસ્પૃહ ભાવે નીકળતા બોધ દ્વારા જ મોતીભાઈને પોતાના બધાં જ પ્રશ્નોનું સચોટ અને હૃદયસ્પર્શી નિરાકરણ મળી ગયું ! પ્રભાવિત થયેલા મોતીભાઈએ પરમકૃપાળુદેવ પ્રત્યે હાથ જોડીને તેમનો આભાર માન્યો અને ખૂબ પ્રશંસા કરી.
ત્યારબાદ તેઓ પરમ કૃપાળુદેવના ચરણોમાં વંદન કરવા ઇચ્છતા હતા, પરંતુ તેઓના મનમાં સંશય જાગ્યો કે “આ પુરુષ તો ગૃહસ્થાવાસમાં છે, તેમને નમસ્કાર શી રીતે થઈ શકે?” તેઓના મનમાં આવા ભાવ ઉઠતાં જ સહજ રીતે પરમકૃપાળુદેવે તેઓને જણાવ્યું કે “મોતીભાઈ, તમારા નમસ્કાર અમારે જોઈતા નથી. તેનો કંઈ પૈસો ઉપજતો નથી, તેમ અમારે કાંઈ પુજાવું-મનાવું નથી. તમારા નમસ્કાર ચૌદ રાજલોકમાં વેરી નાંખવાના છે !!” આવા અમૂલ્ય વચનો સાંભળતા મોતીભાઈને દ્રઢતા થઈ કે શ્રીમદ્દજી એક મહાત્મા પુરુષ છે અને જે રીતે તેઓશ્રીએ મોતીભાઈના મનના વિચારો જણાવવાની સાથોસાથ તેમના મનમાં રહેલા ચૌદે-ચૌદ પ્રશ્નોનું સમાધાન પણ કર્યું, તે ઉપરથી, શ્રીમદ્દજી મનઃપર્યવ-આદિ જ્ઞાનોના ધણી છે, એમ મોતીભાઈને વિશ્વાસ થયો.
- શ્રીમદ્ રાજચંદ્ર - પ્રેરક પ્રસંગો - પાનું ૨૦૮-૨૦૯