Contemplate to Realise

- Twelve Bhavanas

કર વિચાર તો પામ

- બાર ભાવના



I am reflecting on the nature of the twelve contemplations that are supremely beneficial to the soul, the twelve articles that embody detachment… even Tirthankar Bhagwan has dwelled on their nature and found freedom from sansaar, body and material pleasures. These contemplations are the mother of detachment. They hold the uplift of all souls. These contemplations are the best refuge for worldly souls besieged by unhappiness. They are like a residence in the middle of a cool lotus forest for souls burning in the fire of unhappiness. They show the true path. They enable decisive faith in the soul. They destroy impure preoccupations. There is nothing more potent for the soul’s evolution than the 12 contemplations. They are the mystery of the 12 (Jain) ‘ang’s.
— Shrimad Rajchandra, Vachanamrut, Page no 15-16.
આત્માને પરમહિતકારી એવી દ્વાદશાનુપ્રેક્ષા એટલે વૈરાગ્યાદિ ભાવભાવિત બાર ચિંતવનાઓનું સ્વરૂપ ચિંતવન કરું છું...એના સ્વભાવનું, ભગવાન તીર્થંકર પણ ચિંતવન કરી સંસાર દેહ ભોગથી વિરક્ત થયા છે. આ ચિંતવનાઓ વૈરાગ્યની માતા છે. સમસ્ત જીવોનું હિત કરવાવાળી છે. અનેક દુઃખોથી વ્યાપ્ત સંસારી જીવોને આ ચિંતવનાઓ ઉત્તમ શરણ છે. દુઃખરૂપ અગ્નિથી તપતાયમાન થયેલા જીવોને શીતળ પદ્મવનની મધ્યમાં નિવાસ સમાન છે. પરમાર્થમાર્ગ દેખાડનારી છે. તત્વનો નિર્ણય કરાવનારી છે. સમ્યક્ત્વ ઉત્પન્ન કરનારી છે. અશુભ ધ્યાનનો નાશ કરનારી છે. દ્વાદશ ચિંતવના સમાન આ જીવનું હિત કરનાર બીજું કંઈ નથી. બાર અંગનું રહસ્ય છે.

- શ્રીમદ્દ રાજચંદ્ર, વચનામૃત, પાના નં ૧૫-૧૬.

Introduction

What are these bhavanas that have been given such an exalted status by Param Krupalu Dev Shrimad Rajchandraji?

The 12 bhavanas are the building blocks of our spiritual life; they are eternal truths; they effortlessly steer us in the right direction by pointing to the flawed associations of the mind and they ignite a wakefulness in all we do. They have the power to separate us, layer by layer, from the glue of worldly attachment and connect us with the truth that resides within. They seek to free us from our imagined selves - from form - to the formless.

Param Pujya Bhaishree continuously stresses the importance of the 12 bhavanas to enhance our vairagya (detachment). In many shibirs (retreats) and countless swadhyays (discourses), he has laid bare the essence of these bhavanas and the absolute imperative to understand them as well as implement them in our lives.

Along with our meditation and sadhana, practical contemplation of these bhavanas is a surefire way to achieve our much-craved liberation from the seemingly endless cycle of births and deaths. Such contemplation can penetrate the sheath of mithyatva (illusion of a false reality) that clouds our thinking and illuminate our inner reality. Like deep meditation, it cleanses and purges in ways we cannot fathom.

Bhaishree has said that our power of contemplation is directly proportional to the intensity of our vairagya (detachment). It is therefore fitting that we give these bhavanas a chance to help us help ourselves.

 


કર વિચાર તો પામ

પરિચય

શું છે આ બાર ભાવનાઓ ? કે જેનું આટલું બધું માહાત્મ્ય પરમકૃપાળુદેવે તેમજ પૂર્વાચાર્યોએ ગાયું છે. આ બાર ભાવના થકી આપણા આધ્યાત્મિક જીવનનું ઘડતર થાય છે. આ ભાવનાઓ સાધકને જ્ઞાનચક્ષુ પ્રદાન કરે છે કે જે વડે આ સંસારનું વાસ્તવિક સ્વરૂપ તે ઓળખી શકે છે. ત્રિકાલિક અફર સિધ્ધાંતોને સૂક્ષ્મ રીતે સમજી શકે છે. મનમાં રહેલી ભ્રામિક માન્યતાઓને તે દૂર કરે છે અને પરસ્પરના સંબંધોમાં રહેલા મોહભાવને તોડે છે, આ બાર ભાવનાઓમાં અદભુત શક્તિ રહેલી  છે. તે ભાવનાઓને ભાવતા આપણાં સંસારી વળગણોના એક એક સ્તરને આપણાંથી છૂટા પાડીને આપણામાં વસતા પરમ સત્ય સાથે જોડાણ કરાવી આપે છે.  તેનું ચિન્તવન કરતાં બુદ્ધિમાં રહેલું વિપર્યાસપણું દૂર થાય છે. તે ભાવનાઓ વૈરાગ્ય જગાડી આપણા યોગોને અનાસક્ત બનાવે છે. આ બાર ભાવનાઓ થકી સંસારની માયાજાળમાંથી જીવ મુક્ત થાય છે. આ બાર ભાવના દ્વારા જીવ સાકાર જગતથી પાછો વળી નિરાકાર ચેતના તરફ પ્રયાણ કરે છે.

આપણા સહુમાં વૈરાગ્ય જાગે તે અર્થે પરમ પૂજ્ય ભાઈશ્રીએ શિબિરોમાં આ બાર ભાવનાઓને વિસ્તૃત રીતે સમજાવી છે. તે શિબિરોમાં પૂ.ભાઈશ્રીએ એક ખુબ અગત્યની વાત કહી છે કે, જેટલો આપણો તીવ્ર વૈરાગ્ય, બરાબર તે જ પ્રમાણમાં આપણી ચિંતન કરવાની શક્તિ ઉજાગર થાય છે. જેટલો અધિક વૈરાગ્ય તેમ તેમ જીવ ધર્મધ્યાનમાં વધુ લીન થતો જાય છે. જન્મ-મરણના અનંત દુઃખોમાંથી મુક્ત થવાની આપણી જે ઈચ્છા છે તેમાં ધ્યાન સાધના સાથે આ બાર ભાવનાઓનું ચિંતન અત્યંત જરૂરી છે. મિથ્યાત્વનું આવરણ આપણી વિચાર શક્તિને અસ્પષ્ટ બનાવી દે છે.  આ બાર ભાવનાઓનું ચિંતવન કરતાં આપણે તે આવરણને ભેદી શકીએ છીએ અને અંતરમાં સત્યના અજવાળા પથરાય છે.

An introduction to the 12 bhavanas taken from Param Pujya Bhaishree's 'Shant Sudharas' shibir or the Nectar of Tranquility which was composed by Vinayvijayji Maharaj Saheb and which contains powerful contemplations upon the nature of existence.
Introductory 8 verses - immersing in Dharma Dhyan through the 12 Bhavanas. These verses provide a Mangalacharan and Upodhghat Introduction to the topic of 'Shant Sudharas' or the 'Nectar of Tranquility' composed by Vinayvijayji Maharaj Saheb. This was explained by Param Pujya Bhaishree in the UK Shibir of 2015